________________
૧૦
પ્રબુદ્ધ જીવન
નિદ્રાવસ્થામાં ભૂતકાળમાં ભોગવેલા અનંત પદાર્થોનો કે ભવિષ્ય કાળમાં જે પદાર્થો ભોગવાશે, તદર્થે જે વિકલ્પો કે તેનો અનુભવ કરવો તે સ્વપ્ન છે. સ્વપ્ન આવવાની પ્રક્રિયા સ્વાભાવિક છે તેમ છતાં - તેમાં પુણ્ય-પાપનો ઉદય પછા નિમિત્તરૂપ બને છે. સ્વપ્નમાં શ્રદ્ધા હોતી નથી એટલે લોકો માનતા નથી છતાં સ્વપ્નવિઘા અન્ય વિદ્યા સમાન દેશ-વિદેશમાં પ્રચલિત છે અને ઘણી મોટી સંખ્યામાં લોકો શ્રદ્ધા ધરાવે છે.
(૧) યથાતથ્યસ્વપ્ન : એટલે વાસ્તવિક રીતે જે વસ્તુ કે પદાર્થ જેવો જે હોય તેવો જ સ્વપ્નમાં જોવા મળે છે. તેના ફળ સ્વરૂપે સ્વપ્નમાં જોયેલો પદાર્થ વાસ્તવિક જીવનમાં પ્રાપ્ત થાય છે. તેના બે ભેદ છે. દૃષ્ટાર્થી વિસંવાદી સ્વપ્ન એટલે કે સ્વપ્નમાં જે પદાર્થ કે વસ્તુ જોઈ હોય તેને જાગ્યા પછી પણ તેવી જ વસ્તુ કે પદાર્થ જુએ ને અનુભવે છે. ફળાવિસંવાદી-એટલે સ્વપ્નમાં જોયેલી વસ્તુને આધારે જુદું ફળ મળે છે. દા.ત. સ્વપ્નમાં શાગારેલા હાથીનું દર્શન કરનાર વ્યક્તિ ઉચ્ચ હોદ્દો કે અધિકારપદ મેળવે છે.
(૨) પ્રતાન સ્વપ્ન : જે સ્વપ્ન લાંબા કાળ સુધી રહે છે અને તેનું ફળ શુભ કે અશુભ ફળ મળે છે. આવાં સ્વપ્નો સાચાં પણ હોય ને કે ખોટાં પણ હોય છે.
(૩) ચિંતા સ્વપ્ન : જાગૃત અવસ્થામાં-જોયેલી અનુભવેલી-સાંભળેલી સ્પર્શ થયેલી વસ્તુનું સ્વપ્નમાં દર્શન તે ચિંતા દર્શન સ્વપ્ન કહેવાય છે. આવા સ્વપ્ન ઘણીવાર આવે છે.
(૪) તદ્વિપરીત સ્વપ્ન : આ સ્વપ્નમાં જે વસ્તુ જોઈ હોય કે અનુભવી હોય તેનાથી વિપરીત ફળ મળે છે. સ્વપ્નમાં હસવાથી જાગ્યા પછી શોક થાય. સ્વપ્નમાં પઠન-પાઠન થાય તો તેનાથી ક્લેશ થાય છે.
ગાઢ નિંદ્રામાં હોય કે જાગતા હોય તો તેવા માણસોને સ્વપ્ન આવે નહિ પણ કંઈક નિદ્રા અને કંઈક જાગૃત અવસ્થા હોય ત્યારે સ્વપ્ન આવે છે. સ્વપ્નોને કર્મો સાથે સંબંધ હોવાથી જીવનમાં આવનારા સુખ દુ:ખને સૂચિત કરે છે.
જ્યારે વ્યક્તિની ઈન્દ્રિયો વિરામ કરે છે ત્યારે મનના સંકલ્પ વિકલ્પની શક્તિ પ્રબળ બને છે અને સ્વપ્ન આવે છે. કર્માધીન જીવોને દર્શનાવરણીય કર્મ ઉદયમાં હોવાથી નિદ્રા આવે છે ત્યારે ઈન્દ્રિયો વિરામમાં હોય છે અને મન જાગતું હોવાથી સ્વપ્ન નિર્માણમાં સહયોગ આપે છે.
સંવરધર્મમાં પ્રવૃત્ત જીવો સ્વપ્ન જુએ છે તે લગભગ સત્ય હોય છે. ભગવાન મહાવીર સ્વામીએ છદ્મસ્થ અવસ્થામાં દશ સ્વપ્નો જોયાં હતાં તે સત્ય અર્થ બતાવનારા થયા છે. તીર્થંકરનો જીવાત્મા માતાના ગર્ભમાં આવે છે ત્યારે તેમની માતા ચૌદ મહાસ્વપ્નો જુએ છે, વાસુદેવની માતા-૭, બલદેવની માતા-૪ અને માંડલિકની માતા એક સ્વપ્ન જુએ
છે.
(૫) અવ્યક્ત સ્વપ્ન : સ્વપ્ન અસ્પષ્ટ અને ભૂલી જવાય ત્યારે તે ૬ પ્રકારનાં છે.
અવ્યક્ત કહેવાય છે.
શુભ સ્વપ્ન જોયા પછી નિદ્રા ત્યાગ કરીને પ્રભુ સ્મરણ ભક્તિ કરવી. જો નિદ્રા કરવામાં આવે તો અશુભ સ્વપ્ન આવવાનો સંભવ રહે અને શુભ ફળ નષ્ટ થાય છે. તેવી રીતે અશુભ સ્વપ્ન જોયા પછી નિદ્રાધીન થવું જોઈએ. કોઈપણ સ્ત્રી કે પુરુષને ગમે તેવા પ્રયત્નો કરે
તા. ૧૬-૮-૨૦૦૦
તો પણ ઈચ્છા પ્રમામે સ્વપ્ન આવે નહીં. એ તો પૂર્વ સંચિત કર્મોનો પ્રભાવ જ શુભાશુભ સ્વપ્ન માટે નિમિત્તરૂપ બને છે. મૈત્રીભાવ કે શત્રુભાવ, હિંસા કે અહિંસા, પુણ્ય કે પાપ કર્મોનું બેલેન્સને કારણે સ્વપ્ન આવે છે. ત્રિશલા રાણીને ૧૪ મહાસ્વપ્ન આવ્યા તો ઉત્તમ સ્વપ્ન માટે શીયળનું પાલન, દયા, દાન, અહિંસા, સત્ય જેવા આચારથી જીવન જીવે તો શુભ સ્વપ્નોનું દર્શન થાય છે તે સિવાય શુભ સ્વપ્ન આવે નહીં.
સ્વપ્નવિધા
મનુષ્યને કુદરતી રીતે જ વિચારશક્તિની બક્ષિસ પ્રાપ્ત થઈ છે. વિચારશક્તિને આધારે જ્ઞાનપ્રાપ્તિ થઈ શકે છે. જ્ઞાનથી ભૂત-ભવિષ્ય અને વર્તમાન વિશેની માહિતી જાણી શકાય છે. ભવિષ્યકથન માટે સ્વપ્નવિદ્યા પણ ચોક્કસ વિચારો દર્શાવે છે. સ્વપ્ન એ મનુષ્યના ચિત્તની વિચારધારાની અદ્ભુત શક્તિ છે. મનોવિજ્ઞાનને આધારે સ્વપ્ન વિશે એમ કહેવાય છે કે મનુષ્યની અપેક્ષાઓ, ઈચ્છાઓ વાસ્તવિક રીતે તૃપ્ત થઈ ન હોય તે સ્વપ્ન દ્વારા સિદ્ધ થાય છે. અચેતન મનમાં વિચારોનો સંગ્રહ થાય છે તે નિદ્રાવસ્થામાં સ્વપ્નરૂપે સફળ-નિષ્ફળ અનુભૂતિ કરાવે છે. કોઈ વ્યક્તિને સ્વપ્ન આવે જ નહીં એવું માની શકાય તેમ નથી. સ્વપ્ન તો આવે છે પણ ગાઢ નિદ્રા (કુંભકર્ણ સમાન) હોવાથી સ્વપ્ન દર્શન થતું નથી.
મનોવૈજ્ઞાનિક રીતે sleep and dream pattern (નિદ્રા અને સ્વપ્ન) વિશે કોરનલ યુનિવર્સિટી, ડ્યુક યુનિ., યુનિ. ઑફ શીકાગો, ન્યૂયોર્ક યુનિ. (અમેરિકા)માં કસોટીઓ દ્વારા સ્વપ્નો વિશે સંશોધન કરવામાં આવ્યું છે તે ઉપરથી નીચેની માહિત પ્રાપ્ત થઈ છે.
સુખદ કે આનંદદાયક (Pleasant) અને ભયજનક (Frightened) એમ બે પ્રકારનો સ્વપ્નમાં અનુભવ થાય છે. સંશોધનને આધારે સ્વપ્નો
૧ Prophetic dream : ભવિષ્યની આગાહી કરતાં સ્વપ્નો, આ સ્વપ્ન નવું નથી. બાઈબલમાં જોસેફને આવું સ્વપ્ન આવ્યું હતું તેવો ઉલ્લેખ મળી આવે છે. આ સ્વપ્ન seven lean Icine eating નામથી જાણીતું છે. seven fat Icine આ સ્વપ્નનો અર્થ એવો છે કે સાત વર્ષનો દુકાળ પડશે.
૨ Frivilous dreams : આ પ્રકારના સ્વપ્નમાં વ્યક્તિને સ્વપ્નમાં બનેલી ઘટના-વ્યક્તિ-સ્થળ કે પ્રસંગનો પૂર્ણ ખ્યાલ હોતો નથી અથવા તો સ્વપ્ન વિસ્તૃત થઈ જાય છે.
૩ Dreams due to physical condition : શારીરિક સ્થિતિના નિમિત્તથી ઉદ્ભવેલા સ્વપ્નો. આ સ્વપ્નો માટે માંદગી, અકસ્માતથી પીડા, અતિશય મદિરા સેવન, અતિશય થાકથી આવા સ્વપ્નો આવે છે. આ સ્વપ્નો ભયાનક હોવાનો પણ સંભવ છે. પણ તેનું પુનરાવર્તન થતું નથી.
૪ Nightmares : આ સ્વપ્નો ભયાનક હોય છે અને તેને માટે શરીરની માંદગી જવાબદાર છે.
૫ Astral Projection distance dream : મનુષ્ય અવકાશમાં ફરતો હોય અને નીચે પડે ઉપર જાય, નિયત જગાએથી શરીર બીજે પહોંચી જાય કે અલગ પડી જાય. પ્રવાસને લગતાં સ્વપ્નો આ પ્રકારનાં છે. માણસ જાગે ત્યારે તેને ખબર પડે કે પોતે ક્યાં છે અને તે