________________
પ્રબુદ્ધ જીવન
યંત્ર અને તેના પ્રકાર
- ડૉ. કવિન શાહ
જૈન અને જૈનેતર ધર્મોમાં મંત્ર-યંત્ર અને તંત્ર વિદ્યાનો અદ્ભુત ચમત્કાર-મહિમાં દર્શાવવામાં આવ્યો છે. મંત્રોની દુનિયા જેવી જ રહસ્યમય અને અજબગજબનો પ્રભાવ ને પ્રકાશ પાડનારી યંત્રની સૃષ્ટિ છે. મંત્ર જાપનો પ્રભાવ અનેકવિધ માનવીઓએ જીવનમાં અનુભવ્યો છે. તેની વિવિધ પ્રકારનાં યંત્રો વિશેની રસપ્રદ માહિતી પણ જાણવા જેવી છે. યંત્રની વ્યુત્પત્તિ નીચે પ્રમાણે છે.
ચમનાય્ યન્ત્રમિત્યાહુઃ- આરાધ્ય દેવની શક્તિનું એક સ્થાને કેન્દ્રીકરણ જ્યાં થાય તેને યંત્ર કહેવામાં આવે છે.
જૈન ધર્મમાં યંત્રોનું પૂજન શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શુભ દિવસે કરવામાં આવે છે. ધર્મ આરાધનાના એક ભાગ રૂપે ધાર્મિક મહોત્સવોમાં ‘યંત્રપૂજા’ વિશિષ્ટ આકર્ષણનું કેન્દ્ર બને છે. પૂર્વાચાર્યોએ જ્યોતિષ જ્ઞાનને આધારે યંત્રો રચ્યાં છે. સભ્યષ્ટિ દેવ-દેવીઓનાં યંત્રો મહાપ્રભાવિક ગણાય છે.
વિવિધ યંત્રો વિશેની આધારભૂત માહિતી દર્શાવતા ગ્રંથોમાં શ્રી દેવેન્દ્રસૂરિનો ‘કોષ્ટક ચિંતામણિ' છે. તેમાં ૧૦૦ ગાથાઓ સંસ્કૃત ભાષામાં છે. આ ગ્રંથમાં યંત્રો વિશે વિસ્તૃત માહિતી છે. તેમાં યંત્રોના ચાર પ્રકાર ભવ્ય, અતિભવ્ય, સર્વતોભદ્ર અને મહાસર્વતોભદ્ર દર્શાવ્યા છે. .
મહાસર્વતોભદ્ર યંત્રમાં ૬૫ અંકોવાળા ૨૫ કોષ્ટક છે. તેનો દરેક બાજુથી સરવાળો કરતાં પાંસઠ થાય છે. તેવી જ રીતે વીસો અને પંદરિયો યંત્રમાં વીસ અને પંદરનો સરવાળો થાય છે.
યંત્રના મંત્રાક્ષરો અને અંકો લખવા માટે અષ્ટગંધ, કસ્તુરી, કેશર, કપૂર, રક્તચંદન, સુવર્ણ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે.
યંત્રો બનાવવા માટે સુવર્ણ, ચાંદી, તાંબું, ભોજપત્ર, કમળપત્રનો ઉપયોગ થાય છે. સુવર્ણ ધાતુવાળું યંત્ર સર્વોત્તમ ગણાય છે. તદુપરાંત બિલીપત્ર, સ્ફટિકના ઉપયોગથી યંત્ર. માનવ જીવનમાં સુખ-સમૃદ્ધિ, સંતાન, વેપારમાં વૃદ્ધિ, લગ્ન,
માનવ જીવનમાં શુભાશુભ કર્મ પ્રમાણે સુખદુઃખ આવે છે. કર્મવાદનો આ અટલ અને અવિચળ નિયમ છે. તેમ છતાં
રચાય છે.
કોર્ટ-કચેરી ચૂંટણીમાં વિજય, રોગમુક્તિ, ધનપ્રાપ્તિ જેવી સર્વસામાન્ય ઇચ્છાઓની પૂર્તિ માટે મંત્ર અને યંત્રનો પ્રયોગ કરવામાં આવે છે. એ દૃષ્ટિએ વિચારતાં મંત્રોની વિવિધતા જેટલી જ યંત્રોની વિવિધતા જોવા મળે છે.
યોગ્ય દિન-શુદ્ધિ જોઈને યંત્ર રચના કરવી જોઈએ. રવિપુષ્ય, ગુરૂપુષ્ય, રવિ-હસ્ત, રવિ-મૂળ નક્ષત્રવાળા દિવસે, વીરનિર્વાણ દિવસે, ચંદ્ર સ્વર ચાલતો હોય ત્યારે યંત્રમાં અંકો. લખવા કે મંગાક્ષરો કોતરવા ઉત્તમ ગણાય છે. કોઈપણ યંત્ર નિર્માણ કર્યા. પછી તેને પ્રતિષ્ઠિત કરવું જોઈએ. શુભ દિવસે શાસ્ત્રવિધિ અનુસાર ગીતાર્થ ગુરુ પાસે તેની પ્રતિષ્ઠા કરાવવી જરૂરી છે. આ વિધિથી યંત્રો ચમત્કાર અલૌકિક બને છે. અને તેનો પ્રભાવ પણ વિશેષ રહે છે.
યંત્ર તૈયાર કર્યા પછી તેની પૂજા કરવી જોઈએ, પંચામૃતથી અભિષેક કરવાથી યંત્રની શુદ્ધિ ને પવિત્રતા જળવાય છે.
તા. ૧૬-૫-૨૦૦૦
દૂધ, દહીં, ઘી, સાકર અને ચંદનના પંચામૃતથી અભિષેક કરવી જોઈએ. ત્યાર પછી વાસક્ષેપ ચૂર્ણથી પૂજા કરવી. આ વખતે નિયતમંત્ર એટલે જે યંત્રમાં કોતરેલો અથવા લખવામાં આવ્યો છે તે મંત્રનું સાત વાર સ્મરણ કરવું. મંત્રનો ઉચ્ચાર અતિશય ઝડપથી કે મોટા અવાજે કરવો નહિ, તેનાથી તંદુરસ્તી તથા ધન હાનિનો સંભવ છે એટલે દ્રુત સ્વરે મંત્રનો જાપ કરવો. યંત્રના અભિષેક પછી અષ્ટ પ્રકારી પૂજા કરવી. ધાતુ સિવાયનું યંત્ર એટલે કે ભોજપત્ર, બિલીપત્ર, કમળપત્ર કે વસ્ત્ર પર યંત્રની રચના કરી હોય તો તેની પૂજા કરવા માટે યંત્રની સામે અરીસો રાખવો અને તેના પ્રતિબિંબને લક્ષમાં ગખીને પાડી ન ની
અને નિયમિત ધૂપ-દીપ-નૈવેધથી પૂજા તથા જાપ આદિથી મંત્ર સિદ્ધ થાય અને યંત્રથી ઇચ્છિત લાભ અવશ્ય થાય છે.
યંત્રોના ત્રણ પ્રકાર છે. ભૂપૃષ્ઠ, મેરૂપૃષ્ઠ અને પાતાલયંત્ર. સર્વસામાન્ય રીતે મંત્રલેખન કરવામાં આવે છે ત્યારે ભૂપૃષ્ઠ યંત્ર બને છે.
અક્ષરો, રેખાઓ અને અંકો વિશેષ રીતે ઉપસેલા હોય તો. તે મેરૂપૃષ્ઠ યંત્ર બને છે.
અક્ષરો કોતરેલા હોય તો તે પાતાલયંત્ર બને છે. જૈનેતર મંત્ર-તંત્રમાં નિત્યયંત્ર અને ભાવયંત્ર એમ બે પ્રકાર પ્રાપ્ત થાય છે. નિત્યયંત્રમાં દૈવી શક્તિ સ્વાભાવિક રીતે રહેલી. છે. દા.ત. શાલગ્રામ શિલા, નર્મદેશ્વર શિલા, અપરાજિત, કમલા યંત્રોની એમાં ગણતરી થાય છે. નિત્યયંત્રની દૈવી શક્તિનો સામાન્ય જનતાને અનુભવ થતો નથી, પણ યૌગિક શક્તિવાળા યોગી પુરુષો અને મહર્ષિઓને થાય છે. મન અને ચિત્તના સંયોગથી મમતા ઉત્પન્ન થાય છે જ્યારે બુદ્ધિના સંયોગથી ભાવતત્ત્વ ઉત્પન્ન થાય છે. જેમાં શુદ્ધ ભાવ રહે છે તેવાં યંત્રો ભાવયંત્ર કહેવાય છે. શ્રીયંત્ર અને નૃસિંહયંત્ર આના ઉદાહરણરૂપ છે. આ યંત્રને વિધિપૂર્વક ગ્રહણ કરી મંત્રજાપથી સિદ્ધ કરી શકાય છે અને અનેક પ્રકારની સમૃદ્ધિ મળે છે.
યંત્રો વિશેની ઉપરોક્ત પૂર્વ ભૂમિકા પછી. વિવિધ પ્રકારના યંત્રોની માહિતી અતિ રસપ્રદને આકર્ષક છે. તે વિશેની વિગતોનીચે પ્રમાણે છે.
જૈન ધર્મમાં મહાપ્રભાવિક ને ચમત્કારિક યંત્રોમાં નમસ્કાર મહામંગ, ઉવસગ્ગહરં, સંતિકરું, નમિઉણ, અજિતશાંતિ, ભક્તામર, સિદ્ધચક્ર, ઋષિમંડલ ઈત્યાદિનાં યંત્રો પૂર્વાચાર્યોએ બનાવેલાં શાસ્ત્રોક્તવિધિ અનુસાર પ્રતિષ્ઠિત અતિ લોકપ્રિય છે. ધર્મની આરાધનાને અંતે કે તપના ઉદ્યાપન મહોત્સવમાં પૂજન ભણાવાય છે તેમાં આવાં યંત્રો કેન્દ્ર સ્થાને છે.
ચોવીસ તીર્થંકરોનું યંત્ર—આ યંત્રમાં ૨૪ તીર્થંકરો ક્રમાનુસાર હોય છે અને તેનો મંત્ર લખાય છે.
ૐ, ઠ્ઠી, શ્રીં કલીં નમઃ ।–આ યંત્ર સં. ૮૪૬માં આચાર્ય યશોદેવસૂરિએ બનાવ્યું હતું.
કલ્પવૃક્ષ યંત્રઃ-કલ્પવૃક્ષની રચના કરીને તેના દરેક પાન પર મંત્રાક્ષરો અને ૨૪ અંકો લખવામાં આવે છે. આ યંત્રથી સર્વ પ્રકારની સમૃદ્ધિ ને વેપારવૃદ્ધિ થાય છે.
પાર્શ્વનાથ પ્રભુયંત્ર —૨૪ તીર્થંકરોમાં પ્રગટ પ્રભાવી ૧૦૮ નામધારી તીર્થંકર પાર્શ્વનાથ છે. તેમાં મંત્ર અને અંકો સ્થાન પામેલા છે.
સર્વ કાર્ય સિદ્ધિ યંત્ર –સ્વસ્તિક આકારનું આ યંત્ર મંત્રયુક્ત છે અને તેનાથી મનોકામના પૂર્ણ થાય છે.
તિજય પહુત્ત સર્વતોભદ્ર યંત્ર તેમાં ૧૭૦ તીર્થંકરોનો અને દેવીઓનો અંકો અને નામથી ઉલ્લેખ થયેલો છે. આ યંત્રની કાકા કાક શેકી hh