________________
તા. ૧૬-૪-૨૦૦૦
એટલે અમે યુવાનોને નિર્દોષ ગણાવી છોડાવી મૂક્યા ! કહો, અમે ભગવાનની વાણીનું પાલન કર્યું તે યોગ્ય કે અયોગ્ય ?
બીજો એક પ્રસંગ બહુ જાણીતો નથી. સંદર્ભ પચીસમી શતાબ્દીનો જ છે. શ્રી માલવણિયા પર એક દહાડો એકાએક ફોન આવવા શરૂ થયા, અજુગતી ભાષામાં શતાબ્દીની ઉજવણીનો વિરોધ કરવાની સલાહ, અને તેમ નહિ થાય તો મારી નાખવાની ધમકી-આ ફોનનો સંદેશો. બે-એક દિવસ પછી ફોન કરનારે ઉગ્ર ભાષામાં કહ્યું કે હું તમારી હત્યા કરવાનો છું, તૈયાર રહેજો.
પ્રબુદ્ધ જીવન
શ્રી માલવણિયાએ લેશ પણ વિચલિત થયા વિના તેને કહ્યું કે ‘તમે ક્યારે અને ક્યાં મારું ખૂન કરવા માગો છો તે કહો, તો હું ત્યાં તે સમયે હાજર રહી શકું, ને તમારે ધક્કો ન પડે. અને હું એકલો જ આવીશ, એટલે બીજી ચિંતા ન કરતા.'
આવો જવાબ અપાયા પછી એ ફોન આવતા તો બંધ થઇ
ગયા, એ પણ એક ચમત્કાર જ ગણાય. પરંતુ, આ વાતના સંદર્ભમાં મેં તેઓને પૂછ્યું કે પેલી અનામી વ્યક્તિએ તમને સમય આપ્યો. હોત તો તમે શું કરત ? ત્યારે પૂરી ગંભીરતાથી તેમણે મને કહ્યું કે ‘મહારાજ ! તો હું તે જગ્યાએ અને તે સમયે એકલો અવશ્ય જાત, અને તેને પ્રેમથી આવા ખતરનાક માર્ગેથી પાછો વળવા સમજાવત.'
જ્ઞાનોપાસનાની વાત કરું તો તેમનો પરિચય જ મને જ્ઞાનાભ્યાસના સંદર્ભે થયો હતો. મારા અધ્યયનમાં આવતા તર્કશાસ્ત્રના અમુક પદાર્થ મને બેઠા નહિ, થયુંઃ કોને પૂછું તો આનો ઉકેલ મળે ? બહુ મથામણ પછી સૂઝ્યું કે માલવણિયાજી પ્રખર દાર્શનિક ગણાય છે તેમને પૂછાવું. મેં પત્ર લખીને પૂછાવ્યું. હું પાંજરાપોળ ઉપાશ્રયે. તેઓ ઈંડોલોજીના નિર્દેશક, મારા પત્રના જવાબમાં એક દિવસ બપોરે બે વાગે તેઓ મારી સામે આવીને ઊભા રહ્યા. કહે : હું દલસુખ.
હું તાજુબ ! કોઈ દિવસ જોયેલા નહિ, કોઇ પૂર્વસંદેશો નહિ, અને આવા મોટા વિદ્વાન આ રીતે આવી શકે તેવો કોઇ અંદાજ પણ ન હોય. પછી તો તેઓ બેઠા. મારી શંકાઓના ઉકેલ સમજાવ્યા. કહે : પત્રમાં કેટલું સમજાવાય ? માટે પ્રત્યક્ષ જ આવી ગયો. તમે બહુ ઝીણવટથી ભણો છો તેથી ઘણો રાજી થાઉં છું. આ
રીતે જ ભણજો.
આ પછી તો એવી આત્મીયતા રચાઇ કે જે તેમના પૂરા પરિવાર સાથે અઘાવવિધ જળવાઇ છે. તેમને સુધારક ગણનારા કેટલાક મિત્રો મને ઘણીવાર કહે કે માલવણિયા સાથે તમારે બહુ બને, ખરું ? હું કહ્યું કે ચોક્કસ બને. એમની બધી વાત સાથે સહમત ન હોઇએ તો પણ એક મનુષ્ય, એક સજ્જન ને એક મૂર્ધન્ય વિદ્વાન તરીકે તેમની સાથે સુમેળ રાખવામાં મને કોઇ આપદા જણાતી નથી.
ઈડોલોજી (L.D. Institute) માટે તેમને અનહંદ લગાવ રહ્યો. પોતાની સર્જનાત્મક પ્રતિભાને તેમણે ઈડોલોજીના સર્વાંગીણ વિકાસ તથા પ્રતિષ્ઠા કાજે ન્યોચ્છાવર કરી હતી. મારો એ અનુભવ છે કે વહીવટ હંમેશાં સર્જનાત્મક ઉન્મેષને ગ્રસી જાય છે. દલસુખભાઈ આ વાત જાણતા અને એનો એકરાર પણ કરતા. પરંતુ મુનિશ્રી પુણ્યવિજયજી, પં. સુખલાલજી તથા બેચરદાસ દોશી, તેમજ શેઠ કસ્તૂરભાઇએ જે આશા અને શ્રદ્ધાથી ઈડોલોજીનું સુકાન તેમના હાથમાં સોંપ્યું હતું તેને નિષ્ફળ કેમ જવા દેવાય ? આ એકમાત્ર વૃત્તિપ્રેરિત લગનથી તેમણે ઈંડોલોજીને વિકસાવ્યું. તેની વિશ્વવિખ્યાત ગ્રંથમાળા ઊભી કરી, નામંકિત દિગ્ગજ વિદ્વાનોને તેમાં સક્રિય રસ તથા ભાગ લેતા કર્યા; અને તેથી યે વધુ ઈંડોલોજીના પ્રથમ વર્ગથી લઈને ચોથા વર્ગ સુધીના કર્મચારીઓમાં ઈંડોલોજી માટે એક માતૃસંસ્થાની મમતા તેમણે જાગૃત કરી હતી.
ઇન્ડોલોજીના પોતાના કાર્યકાળ દરમ્યાન જ કેનેડાની ટોરન્ટો યુનિવર્સિટીનું આમંત્રણ મળતાં એક વર્ષ માટે ત્યાં દર્શનશાસ્ત્રના
પ
પ્રાધ્યાપક તરીકે જવાનું બન્યું. ત્યાં એવી ખ્યાતિ તથા ચાહના પ્રાપ્ત કરી કે યુનિવર્સિટીએ કાયમી પ્રાધ્યાપક તરીકે રહેવા ઓફર કરી અને આકર્ષક પ્રલોભનો પણ આપ્યાં. પરંતુ આ વિદ્વાન તો વિદ્યામંદિરને જ વરેલા ! તેમણે તે પ્રલોભનનો નિર્મમ ઇન્કાર કર્યો અને ઇન્ડોલોજીને જ સમર્પિત રહ્યા, વિદ્યાકીય નીતિમત્તાનો આ ઐતિહાસિક દાખલો છે.
ઈંડોલોજીમાંથી સર્વથા નિવૃત્ત થયા ત્યારે, નિવૃત્તિ સાથે જ આજીવિકાની ચિંતા પણ આવી પડી. સંસ્થાનું મકાન પાછું સોંપવું અનિવાર્ય. તો પોતાનું ઘર પણ હોવું અનિવાર્ય. વિદ્યાને વરેલા આ માણસે પોતાનું ઘર કેવા કપરા સંજોગોમાં બનાવ્યું છે, તેની વળી એક કથની છે. પણ ન દીનતા, ન પરાધીનતા, ન અનીતિ, ન અપ્રામાણિકતા. જાણે માનવીય સાત્ત્વિક ગુણોની ઉમદા આવૃત્તિ.
કેનેડાની યુનિવર્સિટીએ તેમની એક વર્ષની સેવાના બદલામાં તેમને જીવન પર્યંત માસિક પેન્શન મોકલ્યા કર્યું. જીવન હોમ્યું ત્યાંથી લગભગ કાંઇ ન મળે, ને એક વર્ષના બદલામાં જીવનભર મળે, આ વાત, સ્વદેશી-વિદેશી સમાજવ્યવસ્થા તથા અર્થવ્યવસ્થા વચ્ચેનો તેમજ વિદ્યાપુરુષો પ્રત્યેના સન્માનની વૃત્તિ-વૃત્તિ વચ્ચેનો તફાવત સૂચવી જાય છે.
તેમની નિવૃત્તિ પછીનો એક પ્રસંગ યાદગાર છે. તેઓ નિવૃત્ત થયાના ખબર મળતાં જ આચાર્ય શ્રી તુલસીએ તેમને જૈન વિશ્વભારતી-લાડ માટે નિમંત્રણ પાઠવ્યું. નિવાસ સહિતની સર્વ સુવિધા, સંસ્થામાં ઇચ્છે તે હોદ્દો, ઈચ્છે તે વેતન, તેમજ પછીની પણ વ્યવસ્થા, ઉપરાંત દલસુખભાઈ જે શરત કરે તેનો સ્વીકાર; આ પ્રકારનું તે નિમંત્રણ હતું. મને તેની જાણ થઇ. મેં તેમને કહ્યું: દલસુખભાઈ, તમે શું નક્કી કરો છો ? જવાના ? જવાબ લગભગ હકારાત્મક હતો. માન, વિદ્યાકીય સર્જન-સંશોધન-અધ્યાપનની પૂરી તકો. ઉપરાંત જીવનનિર્વાહ, બધું જ સિદ્ધ થતું હતું, એટલે સહજ મન થયું હશે. મેં તેમને કહ્યુંઃ દલસુખભાઈ, મારી એક વાત સાંભળો, તમારે લાડનૂ કે પરદેશ જ્યાં જવું હોય ત્યાં જરૂર જજો. મહિનો રહી આવજો. વર્ષમાં ત્રણવાર જજો. પરંતુ તમારું કાયમી રહેઠાણ અમદાવાદમાં જ રાખજો. ગુજરાતી છો, ને ગુજરાતમાં રહો તો ઘણું ઉત્તમ-ઉચિત થશે. અમારા જેવાને ક્યારેક વિદ્યાલાભ પણ થશે. તેમણે તે વખતે કાંઇ ઉત્તર ન આપ્યો. પરંતુ પછી તેઓ ક્યાંય ગયા નહિ, ને છેક સુધી અમદાવાદમાં જ રહ્યા.
તો
અમે ઓપેરા સોસાયટીમાં ચાતુર્માસ કર્યું ત્યારે તો તેઓ વ્યાખ્યાન સાંભળવા પણ આવતા. ન અવાયું હોય તો શ્રોતા-મિત્ર ઇન્દુભાઈ ઝવેરી દ્વારા બધું જાણતા. ચોમાસામાં સંઘમાં કંઠાભરણ તપ થયેલું. તે નિમિત્તે ભગવાનને સોનાનો હાર ચડાવવાનો ઉત્સવ હતો. ભારે આશ્ચર્ય વચ્ચે મેં જોયું કે એ ઉત્સવમાં દલસુખભાઇ પણ શામેલ હતા. દેરાસરમાં પણ બધા સાથે ભાગ લેતા હતા. પછી તો તેમણે જ કહ્યું કે હું વારંવાર દર્શન માટે જતો જ હોઉં છું.
આવી તો અનેક વાતો છે, જેમાં નાસ્તિક મનાયેલા આ વિદ્યાપુરુષના ઉજળા આંતર-પ્રવાહોનો પરિચય મળી રહે. અમુક માણસે તમારા માટે આવી આવી ખરાબ વાતો / નિંદા કરી’-આવું તેમને કહેવામાં આવે, તો તેઓ નિર્દોષ હાસ્ય વેરતા, અને કહેતા કે એમને મારામાં એવું લાગ્યું હશે તો કહેતા હશે, અને પછી એ જ વ્યક્તિ કોઇ કામ લઇને તેમની પાસે આવે તો કોઇ જ અરુચિ, નફરત કે દુર્ભાવ વિના તેનું કામ કરી આપતા. આ રીતે વર્તવાનું ભલભલા સાધુપુરૂષ માટે પણ, ઘણીવાર, અઘરૂં હોય છે.
આવા સજ્જન વિદ્વાનની ચિર વિદાયથી ગુજરાતનું વિદ્યાજગત નિઃશંક દરિદ્ર બન્યું છે. ભારતે એક દાર્શનિક પ્રતિભા ગુમાવી છે, અને જૈન સમાજે એક પ્રતિભાસંપન્ન પંડિત પુરુષને ખોયો છે.
માવા વા