________________
તા. ૧૬-૧૨-૨૦૦૦
પ્રબુદ્ધ જીવન
પ્રસાદ અને પ્રકાશ I ડૉ. રણજિત પટેલ (અનામી)
‘પ્રસાદ’ શબ્દ સાંભળતાં જ, વિચારસાહચર્યના બળે (By Law of Association) ખાસ્સાં પંચોતેર વર્ષ પૂર્વે, પ્રસન્નતા ને વિષાદ સાથે માણેલા બે ‘પ્રસાદ’નું સહજ સ્મરણ થાય છે. મારા ગામના રામજીમંદિર કે હનુમાનજીના મંદિરમાં થતી સાયંઆરતી ટાણે ઘંટ કે ઢોલ વગાડી, ‘પરસાદિયા ભગત’ તરીકે પામેલ ‘પ્રસન્નતા-મિશ્ર પ્રસાદ' અને આંકના ઘડિયા કે પલાખાં નહીં આવડવાને કારણે મારકણા ગુરુજીઓએ પ્રાથમિક શાળાના ભણતર દરમિયાન આપેલો ‘વિષાદ-મિશ્રિત-પરસાદ’–અથવા મેથીપાક. તે સમયના પ્રાથમિક શાળાના લગભગ બધા જ શિક્ષકો, વિદ્યાર્થીને શિક્ષા કરવા માટે ભાત ભાતની સોટીઓ રાખતા ને ‘પરસાદ’ ચખાડતા. મુખ્ય આચાર્ય, આંધળી ચાકણાના કદની ને રંગની ‘આંકણી' રાખતા...જેને એ લોકો ‘લાલિયો' કે ‘રણછોડિયો' કહેતા. ‘મોટી વાગે ચમચમ ને વિઘા આવે ઘમઘમ'એ તે કાળના શિક્ષણ-શાસ્ત્રનું જાણો કે સર્વસ્વીકૃત સૂત્ર ન હોય ! ગુજરાતમાં ‘મૂછાળી મા’ તરીકે જાણીતા થયેલા આજીવન બાલશિક્ષણશાસ્ત્રી શ્રી ગિજુભાઈ બધેકાના આગમનને પ્રભાવ પછી એ વિષાદમિશ્રિત ‘પ્રસાદ'નું પ્રમાણ નહિવત્ રહ્યું છે. આમ ‘પ્રસાદનો એક સ્થૂલ અર્થ છે માર અથવા મેથીપાક !
સંસ્કૃત કાવ્યાલંકારશાસ્ત્રીઓએ કાવ્યના ત્રણ ગુણ ગણાવ્યા છેઃ પ્રસાદ, માધુર્ય અને ઓજસ. કાવ્યમાં પ્રસાદ ગુણનું લક્ષણ એ છે કે ‘સાંભળવાની સાથે જ ભાવ સ્ફુરે અને હૃદયમાં સોંસરવા ઊતરી જાય.' દા. ત. સાક્ષરવર્ય શ્રી કેશવ હર્ષદ ધ્રુવે અનુવાદ કરેલ જયદેવનાં ‘ગીતગોવિંદ'ની આ પંક્તિઓ સાંભળોઃ
‘લલિત લવંગ લતા મલયાનિલ નવી થનન નચાવે, ગાન મધુર કોયલ લલકારે, મધુકર બીન બજાવે. નટવર, મદભર ભર ઋતુરાજે.
આ પંક્તિઓમાં માદક ઋતુરાજ વસંતનું પ્રાસાદિક વર્ણન છે. કાવ્યના એક ગુણ ઉપરાંત, સંગીતશાસ્ત્રમાં ‘પ્રસાદ' નામે અલંકાર પણ છે. સાધારણ રીતે ‘પ્રસાદ’નો મોટે ભાગે પ્રચલિત અર્થ તો આપણા ઇષ્ટદેવ કે ગુરુદેવને અર્પણ કરેલા નેવેદ્યમાંથી અન્યને વહેંચવું એવો થાય છે,
પણ ‘મહેરબાની’, ‘પ્રસન્નતા’ ને ‘નિર્મળતા' જેવા એના અર્થો પણ
પ્રસંગ અને સંદર્ભ પ્રમાણે થતા હોય છે. દા. ત. - ‘તમારા કૃપા પ્રસાદથી બધું ક્ષેમ-કુશળ છે.’ ‘તમારા ચિત્તનો પ્રસાદ અનવદ્ય છે. પા એ જ શબ્દ જ્યારે એના સ્થૂલ અર્થને અતિક્રમીને સૂક્ષ્મમાં પ્રવેશ કરે છે ત્યારે કેવો ચમત્કાર સર્જાય છે' ! ગીતાના બીજા અધ્યાયનો આ બારમો શ્લોક જુઓ :
‘પ્રસાદે સર્વ દુ:ખાનામ્ હાનિર્ અસ્યોપજાયતે' ! પ્રસન્ન ચેતસો હ્યાશુ બુદ્ધિ પર્યવતિષ્ઠતે ।।
મતલબ કે ચિત્તની પ્રસન્નતાથી એનાં સર્વ દુઃખો મટી જાય છે અને પ્રસન્ન ચિત્તવાળાની બુદ્ધિ ત્વરિત સ્થિર થઇ જાય છે. અહીં આપણને અક્ષયરસનો જ્ઞાની કવિ અખો યાદ આવી જાય છે. એ લખે છે : ‘પાંચેય ઇન્દ્રિયોને વશ કરીને છોગાં મેલી ફરીએજી'....પણ આ પાંચેય ઇન્દ્રિયોને
જીતવાની વાત તો વોટરલૂ કે પાણીપતના યુદ્ધને જીતવા કરતાં ય કપરી વાત છે ! વિજ્ઞાન અને ટેકનોલોજીના અદ્ભુત વિકાસે માનવજાતિ સમક્ષ સુખસગવડનાં અનેક સાધનો ખડકી દીધાં છે છતાંય હડકાયા કૂતરાની જેમ રઘવાયા થઇને હાંફતી હાંફતી કોઇપણ લક્ષ્ય વિનાના પંથે આંધળી દોટ મૂકે છે તેને રાગદ્વેષ વિમુક્ત ચિત્તના અસલ પ્રસાદની તો કલ્પના પણ ક્યાંથી આવે ?
છે માનવી જીવનની ઘટમાળ એવી: દુઃખ-પ્રધાન, સુખ અલ્પ થકી ભરેલી’
હોય ત્યારે કેપરો જીવનસંગ્રામ ખેલી રહેલા મોટા ભાગના સંસારીજનોના મુખકમલ પર પ્રસાદ કરતાં વિષાદની છાયા ઝાઝી હોય
તે સમજાય તેવી વાત છે. પણ સંસારની અસારતા ને જીવનની નશ્વરતા
સમજીને સાધુ-સંન્યાસી બનેલાઓના ચિત્તમાં કે મુખ પર પણ કેવો પ્રસાદ જોવા મળે છે' !
‘પ્રસાદ'ની સાચી અનુભૂતિ કરવા માટે તો આપણે આપણા પ્રથમ રાષ્ટ્રપતિ શ્રી રાજેન્દ્રપ્રસાદના ચિત્ત-પ્રસાદની અને લગભગ સ્થિતપ્રજ્ઞની કોટિએ પહોંચેલા આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીના જીવન-પ્રસાદની કલ્પના કરવી રહી.
X. X X
ભૌતિકશાસ્ત્રના કોઇ પ્રોફેસરને આપણે પૂછીએ કે ‘પ્રકાશ એટલે શું ?’ તો તે એનું શાસ્ત્ર અને વિજ્ઞાન, વૈજ્ઞાનિક રીતે વિગતે સમજાવે. કોઇ સંગીતશાસ્ત્રીને પૂછીએ તો તે સંગીતમાંના એક અલંકારની વાત કરે. એ જ પ્રશ્ન વેદોના કોઇ નિષ્ણાતને પૂછીએ તો તે પૃથ્વી, અન્તરિક્ષ અને ઘુ-એ ત્રણેયના ત્રણ દેવોની પ્રકૃતિ (Nature)માં રહેલ પરમાત્મ તત્ત્વની વાત કરે-અને એનો ધાત્વર્થ સમજાવી કહે : જેમકે પોષણ કરે તે પૂન, શક્તિ વડે ઉત્પન્ન કરે તે સવિતા, વિશ્વમાં પ્રવેશ કરે તે વિષ્ણુ, પ્રાણીઓ પ્રતિ મિત્રભાવે વર્તે તે મિત્ર અને જે છેદી ન શકાય તે અદિતિ
અથવા આદિત્ય.' આ બધાં પ્રકાશરૂપી દેવોના વિશેષણોથી અંકિત
સ્વરૂપો છે. હવા કે વાયુ-માતરિક્ષના દેવતા જ્યાં સુધી ચક્રવાત ન સર્જ
કરાલસ્વરૂપે અનુભવી શકાય છે; તેમજ પ્રકાશના દેવતાનું પણ છે. તો ત્યાં સુધી દેખાતા નથી પણ એ સ્પર્શક્ષમ છે અને એ કમનીય કે પ્રકાશ એટલે શું ? એનો પ્રત્યુત્તર તો અંધકાર જ પાઠવી શકે, જેમ જીવન એટલે શું ? નો પ્રત્યુત્તર મૃત્યુ પાઠવી શકે. એટલે તો આર્ષદ્રષ્ટા ઋષિઓએ ગાયું: ‘તમસો મા જ્યોતિર્ ગમય’। ‘ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઇ જા' અને આંગલ કવિ કાર્ડિનલ ન્યૂમેને આર્જવપૂર્વક પ્રાર્થના કરી: ‘Lead Kindly Light-· ‘પ્રેમલ-જ્યોતિ તારો દાખવી મુજ જીવનપંથ ઉજાળ’.
પૂજ્ય યોગેશ્વરજીના દળદાર ગ્રંથ ‘પ્રકાશને પંથે’ અને શ્રી કિશનસિંહ ચાવડાના ‘અમાસથી પૂનમ ભણી'માં પણ અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનના-પ્રજ્ઞાનના પ્રકાશ-પ્રદેશમાં પ્રવેશ કરાવવાની વાત આવે છે. ત્યાં પ્રકાશ એ કવિઓ માટેનું પ્રતીક બની જાય છે. જર્મન મહાકવિ ગેટેએ,