SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૧૦-૨૦૦૦ પ્રબુદ્ધ જીવન અહીં કહેવાઈ છે, જેમાં એ એનાં દુષ્કર્મોથી કુરૂપ સ્ત્રી હોય છે પણ રોહિણી તપના આશ્રયથી એ દુષ્કર્મોથી છુટી રોહિણી અવતાર પામી હોય છે. ‘સુસઢ રાસ' ૨૨ ઢાળની રચના છે ને જયણાનું મહત્ત્વ આલેખે છે. ‘સાધુવંદના રાસ' સં. ૧૭૨૮માં રચાયેલી, ૧૪ ઢાળની, ૫૦૦ કડીની રચના છે. એમાં ઋષભદેવના ગણાધરોથી માંડી પ્રાચીન સાધુઓની નામાવલિ શાસ્ત્રાધારે અપાઈ છે. કવચિતુ ટૂંકું ચરિત્ર-સંકીર્તન પણ એમાં છે. બારવ્રતગ્રહણ (ટીપ) રાસ' સં. ૧૭૫૦માં રચાયેલી, ૮ ઢાળ, ૨૦૬ કડીની રચના છે. એમાં જૈન પરંપરાનાં બાર વ્રતોની સમજૂતી છે. ઉદયરત્ન ઉદયરત્ન વાચક તપા.ના વિજયરાજસૂરિની પરંપરામાં શિવરત્નસૂરિના શિષ્ય છે. ઉદયરત્નની કૃતિઓનાં રચનાવર્ષો સં. ૧૭૪૯ થી ૧૭૯૯નાં ઉપલબ્ધ હોવાથી એમનો કવનકાળ વિક્રમના ૧૮મા શતકના સમગ્ર ઉત્તરાર્ધનો નિશ્રિત થયો છે. એમના જન્મ અને સ્વર્ગવાસનાં વર્ષો ઉપલબ્ધ નથી. તેઓ ખેડાના રહીશ હતા. અને મિયાંગામમાં એમનો સ્વર્ગવાસ થયાની માહિતી ઉપલબ્ધ થઈ છે. ખેડાની આસપાસના પ્રદેશમાં વસતાં ભાવસારનાં ૫૦૦ કુટુંબોએ એમના પ્રભાવે જૈન ધર્મ અંગીકાર કર્યો હતો. સં. ૧૭૭૦માં સુરતના એક સદ્ગૃહસ્થ પ્રેમજી પારેખે શત્રુંજયનો સંઘ કાઢેલો તેમાં ઉદયરત્ન જોડાયેલા. સં. ૧૭૭૯ની રચનાથી ઉદયરત્નનો ‘ઉપાધ્યાય’ કે ‘ઉદય વાચક' તરીકે ઉલ્લેખ મળતો હોવાથી એમને એ અગાઉનાં વર્ષોમાં ઉપાધ્યાયપદ મળ્યું હોવાનું જણાય છે. ઉદયરત્ન જે રાસાસ્કૃતિઓ રચી છે એમાં વિષયનો બહોળો વ્યાપ ધ્યાન ખેંચે છે. ઉદયરત્ને રચેલી ૧૯ જેટલી રાસાસ્કૃતિઓમાંથી પાંચેક જ પ્રકાશિત થઈ છે, બાકીની અપ્રગટ છે. ‘જંબુસ્વામી રાસ’ સં. ૧૭૪૯માં રચાયેલી ૬૬ ઢાળની રચના છે. ‘અષ્ટપ્રકારી પૂજા રાસ' સં. ૧૭૫૫માં રચાયેલી, ૭૮ ઢાળની રચના છે, જેમાં આઠ પ્રકારની પૂજાઓનો મહિમા દર્શાવતા આઠ કથાનકો વણી લેવાયાં છે. ‘સ્થૂલિભદ્ર રાસ/નવરસો' સં. ૧૭૫૯માં રચાયેલી ૯ ઢાળની રચના છે. એમાં સ્થૂલિભદ્ર-કોશાના સંવાદોને કવિ બહેલાવીને આલેખે છે. કોશાના શૃંગારભાવનું મનોહારી નિરૂપણ આ કૃતિમાં થયું છે. આ સિવાય, ‘મુનિપત્તિ રાસ’ (૨.સં. ૧૭૬૧) ૯૩ ઢાળ, ૨૮૨૧ કડીની, ‘રાજસિંહ⟩નવકાર રાસ' (૨.સં. ૧૭૬૨) ૩૧ ઢાળ, ૮૮૦ કડીની, ‘બારવ્રત રાસ’ (૨.સં. ૧૭૬૫) ૭૭ ઢાળ, ૧૬૭૧ કડીની, ‘મલયસુંદરી મહાબલ રાસ (વિનોદવિલાસ રાસ) (૨.સં. ૧૭૬૬ (૬૨)) ૧૩૩ ઢાળ, ૨૯૭૫ કડીની, ‘યશોધર રાસ' (૨.સં. ૧૭૬૭) ૮૧ ઢાળ, ૧૫૦૩ કડીની, ‘લીલાવતી સુમતિવિલાસ રાસ' (૨.સં. ૧૭૬૭) ૨૧ ઢાળ, ૩૪૮ કડીની, ધર્મબુદ્ધિ મંત્રી અને પાપબુદ્ધિ રાજાનો રાસ' (૨.સં. ૧૭૬૮) ૨૭ ઢાળ, ૩૯૬ કડીની, ‘શત્રુંજય તીર્થમાળા ઉદ્ધાર રાસ' (૨.સં. ૧૭૬૯), ‘ભુવનભાનુ કેવલીનો રાસ (રસલહરી)' (૨.સં. ૧૭૬૯) ૯૭ ઢાળ, ૨૪૨૪ કડીની, ‘ભાવરત્નસૂરિ પ્રમુખ પાંચ પાટ વર્ણન ગચ્છ પરંપરા રાસ' (૨.સં. ૧૭૭૦) ૩૧ ઢાળની, ‘દામજ્ઞક રાસ’ (૨.સં. ૧૭૮૨) ૧૩ ઢાળ, ૧૮૩ કડીની, ‘વરદત્ત ગુણમંજરી રાસ' (૨.સં. ૧૭૮૨) ૧૩ ઢાળની, ‘સૂર્યયશા (ભરતપુત્રનો રાસ)' (૨.સં. ૧૭૮૨), ‘સુદર્શન શ્રેષ્ઠી રાસ’ (૨.સં. ૧૭૮૫) ૨૩ ઢાળની, ‘હરિવંશ ૧૫ રાસ (રસરત્નાકર રાસ)' (૨.સં. ૧૭૯૯), મહિપતિ રાજા અને મતિસાગર પ્રધાન રાસ' રાસકૃતિઓ છે. ઉદયરત્ન કવિએ દીર્ઘ રાસાકૃતિઓ ઉપરાંત અસંખ્ય સ્તવનો, સજ્ઝાયો, ચૈત્યવંદનો, સલોકા, ઋતુવર્ણનો, છંદો, બારમાસા જેવાં સ્વરૂપોવાળી રચનાઓ કરી છે. ખાસ કરીને ક્રોધ-માન-માયા-લોભ-વૈરાગ્ય-ગર્વશિયળ આદિ વિષયની એમની સજ્ઝાયો અને કેટલાંક સ્તવનો જૈન સમુદાયમાં લોકજીભે થયાં છે, જેમાં એક ‘ચોવીશી’નો પણ સમાવેશ થાય છે. આ સિવાય, ૧૮મા શતકમાં જ્ઞાનસાગરે (માણિક્યસાગરશિષ્ય) બારેક રાસાકૃતિઓ રચી છે અને મોહનવિજયે (તપા. વિજયસેનસૂરિની પરંપરામાં રૂપવિજયશિષ્ય) સાતેક રાસાઓ રચ્યા છે. જો કે એમના સાત રાસાઓમાંથી ‘નર્મદાસુંદરીનો રાસ’ (૨.સં. ૧૭૬૪), ‘રત્નપાલનો રાસ' (૨.સં. ૧૭૬૦), ‘માનતુંગ-માનવતીનો રાસ’ (૨.સં. ૧૭૬૦) અને ચંદનરાજાનો રાસ (૨.સં. ૧૭૬૩) પ્રકાશિત થયા છે. વિક્રમનું ૧૯મું શતક પદ્મવિજય આ કવિ ઉત્તમવિજયના શિષ્ય છે. સં. ૧૭૯૨માં અમદાવાદમાં એમનો જન્મ. સંસારી નામ પાનાચંદ, સંવત ૧૮૦૫માં ઉત્તમવિજય પાસે અમદાવાદમાં દીક્ષા લીધી. દીક્ષાનામ પદ્મવિજય. ૧૮૧૦માં પંડિતપદ પ્રાપ્ત થયું. સં. ૧૮૬૨માં પાટણામાં સ્વર્ગવાસ. આ કવિએ ચાર રાસાકૃતિઓ ઉપરાંત વિવિધ પૂજાઓ, બે ચોવીશીઓ, સ્તવન, ચોમાસીનાં દેવવંદન, સજ્ઝાય, ગહૂંલી, હરિયાળી વગેરે લઘુ પદ્યરચનાઓ તેમજ કેટલાક બાલાવબોધો રચ્યા છે જેમાંનો એક ઉપા. યશોવિજયજીના ૩૫૦ ગાથાના સ્તવન પરનો છે. આ કવિએ રચેલા ચારેય રાસા પ્રકાશિત થયા છે. ‘નેમિનાથ રાસ’ સં. ૧૮૨૦માં રચાયેલો, ૪ ખંડ, ૧૬૯ ઢાળ અને ૫૫૦૩ કડીનો રાસ છે. એમાં નેમિનાથના નવ ભવની કથા છે. યદુવંશની ઉત્પત્તિના વર્ણન ઉપરાંત એમાં કૃષ્ણ, બળદેવ અને નેમિનાથનાં ચરિત્રોનું આલેખન થયું છે. ‘ઉત્તમવિજય નિર્વાણ રાસ' સં. ૧૮૨૮માં રચાયેલો, ૧૩ ઢાળનો, પોતાના ગુરુના નિર્વાણ નિમિત્તે રચાયેલો રાસ છે. ‘સમરાદિત્ય કેવલી રાસ' સં. ૧૮૩૯ થી આરંભીને ૧૮૪૨માં પૂર્ણ થયેલો, ૯ ખંડ, ૧૯૯ ઢાળમાં રચાયેલો રાસ છે. જયાનંદ કેવળીનો રાસ' સં. ૧૮૫૮માં રચાયેલો ૯ ખંડ, ૨૦૨ ઢાળની રચના છે. પંડિત વીરવિજયજી આ કવિ તપા. શુભવિજયજીના શિષ્ય છે. કવિનો જન્મ સં. ૧૮૨૯માં અમદાવાદમાં થયો. માતાનું નામ વીજકોર અને પિતાનું નામ યજ્ઞેશ્વર. સંસારી નામ કેશવ, માતા-પુત્ર વચ્ચે ઉદ્વેગ થતાં અને સંસાર પ્રત્યે અરુચિ જાગતાં કેશવે ગૃહત્યાગ કર્યો અને શુભવિજયજીના સમાગમ અને ધર્મોપદેશથી એમના આજ્ઞાંકિત ભક્ત બન્યા. સં. ૧૮૪૮માં પાનસરા મુકામે દીક્ષા થઈ અને તેઓ વીરવિજય બન્યા. સં. ૧૮૫૮ પછીના ગાળામાં વડોદરામાં પંન્યાસપદ. પછી અમદાવાદમાં ભઠ્ઠીની પોળના ઉપાશ્રયે રહેવા લાગ્યા. સં. ૧૮૯૩માં શત્રુંજય ઉપર મોતીશાએ બંધાવેલી ટૂકના પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા. સં. ૧૯૦૩માં અમદાવાદનાં જાણીતા હઠીસીંગનાં દહેરાંનો પ્રતિષ્ઠા-મહોત્સવ એમની નિશ્રામાં થયો.
SR No.525985
Book TitlePrabuddha Jivan 2000 Year 11 Ank 01 to 12 - Ank 02 is not available
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2000
Total Pages130
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy