________________
૬
પહેલી.'
પણ ૐ ૐનાં ભવનાં બંધન તોડી નાખે એવા જનક વિદેહી જેના પિતા છે, દશરથ જેવા સમર્થ જેના સસરા છે ને એકવચની જેનો પતિ છે તેવી પતિવ્રતા સીતાની કેવી દુર્દશા થાય છે !
લોકાપવાદના ભયે ડરી જઈ, પ્રજાના અનુરંજનાર્થે તથા ધર્મ ને વર્ણાશ્રમના પાલન કાજે દોહદને નિમિત્ત બનાવી, એકવાર અગ્નિ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલી એવી બે જીવવાળી સતી સીતાનો પતિ નહીં પણ રાજા રામ નિર્મમપણે ત્યાગ કરે છે. પતિને સદૈવ પ્રિયતમ કે આર્યપુત્ર કહી સંબોધનારી સતી સીતા, વનમાં, નિ:સહાય છોડીને જતા લક્ષ્માને પુણ્ય પ્રકોપની વાણી સંભળાવે છે :
वाच्यस्त्वया मद्दचात्सं राजा ।
ને વેણ કહેજે મુજ રાજને એ.’
પતિ, પ્રિયતમ કે આર્યપુત્ર નહીં પણ રામ રાજાને, રાજા રામને ! એની દલીલ સ્પષ્ટ છે :
‘તું સંમુખે અગ્નિથી વિશુદ્ધ થૈ છતાં
લોકાપવાદે મુજને ત્યજી, એ
પ્રસિદ્ધ તારા કુલને શું છાજે ?
܀܀܀
પ્રબુદ્ધ જીવન
અને આદિકવિ વાલ્મીકિ પણ સતી સીતાના જ પક્ષમાં છે. ટીટોડીની માફક વિલાપ કરતી સીતાને તે કહે છે:
‘મિથ્યાપવાદે અકળાઈ રામે
તજી તને જાણું સમાધિથી હું.'
܀܀܀
કાઢ્યો છે કાંટો ત્રણ લોકનો, ને બડાઈ વહોu; નિજ બોલ્યું પાળતા;
છતાં વિના કારણ આવું વર્ત્યા, તું સાથ એ, તેથી ઘણો હું રોષમાં.
વસ્તેવ મનુર્મરતાત્રને મે । રામના દોષથી ભલા ! વાલ્મીકિ જેવા ૠષિને જો આવો રોષ જન્મે તો આપણા જેવા સંસારીઓની શી કથા ?
સાચું કહું ? ૧૯૪૦માં જ્યારે હું ‘રઘુવંશ’ ભણતો હતો ત્યારે આ પ્રસંગ આવતાં ગદ્ગદ્ થઈ ગયેલો ને પેલું ગીત સાચું લાગે છે :
'રામ ! તમે સીતાજીની તોલે ન આવો !'
માનવજીવનમાં એવાય કટોકટીના કેટલાક પ્રસંગો આવે છે જ્યારે બે કર્તવ્યોમાંથી એકની પસંદગી કરવામાં વિવેક ગોથું ખાઈ જાય ધર્મરાજ યુધિષ્ઠિર જેવા પણ નરો વા નો વા’ ની નીતિ અપનાવી
ને
બેસે ને એમનો રથય રજોટાય !
આવી પરિસ્થિતિમાં પણ પતિના દોષ નહીં જોનારી સતી નિજ કર્મને નિંદે છેઃ
ममैव जन्मान्तरपावकानां
વિપાળ વિસ્પૂર્ણપુર પ્રસા ।।
ગયા ભવે મેં જ કરેલ પાપનું
અસહ્ય છે આ ફળ વજ્ર-ધા સમું.’
અને સીતાની જેમ રામ પણ તપ કરતા શુદ્રકના અન્યાયી (?) વધને પોતાની વક્ર નિયતિનું કારણ દર્શાવી શકે ! રઘુકૂળના રાજા દિલીપ અને મહારાજા દશરથને આવા શાપ નડ્યા છે અને રઘુકૂળનો છેલ્લો
તા. ૧૫-૧૦-૨૦૦૦
રાજા અગ્નિવર્ણનો કરુણ અંત પણ અતિ વિલાસના શાર્પને પાપે જ થયો.
રામ-વિયોગે જીવનૃત સીતા, નિજ પિતા સમા વાલ્મીકિના આશ્રમમાં જીવે છે તો ખરી પણ એ જિજિવિષાનું ખરું કારણ દેહમોહ-જીવનમોહ નહીં પણ રઘુકૂળનો અંકુર એના ઉદરમાં પલ્લવિત થઈ રહ્યો છે તે ન્યાસને જતનપૂર્વક જાળવી, એના સાચા સ્વામીને પરત કરવાનો છે. તે કહે છે:
स्याद्रक्षणीयं यदि मे न तेज स्त्वदीय मन्तर्गत मन्तराय ॥
‘જો હોત ના આડશરૂપ કૂખમાં તારું વસ્યું તે જ રખોપવાનું’.
આટલી બધી અવમાનના, અવહેલના વેઠવા છતાંય, સીતાને જ્યારે એ વાતનું અભિજ્ઞાન થાય છે કે:
સીતા ત્યાગી, પણ પુનરપિ લગ્ન કીધું ન રામે,
સીતાની જ પ્રતિકૃતિ કને રાખીને યજ્ઞ કીધો.
ત્યારે તે કરુણ અતીતને એક દીર્ઘ દુઃસ્વપ્ન સમજી બધું જ ભૂલી જાય છે ને ભવોભવ રામ જ પોતાના પતિ રહે ઃ
ત્વમેવ માં...પણ મેં હૈં વિપ્રયોગ : આ ભવે વેઠેલો વિયોગ કોઈ પણ ભવે નહીં... એ પ્રાર્થના સાથે.
અત્યાધુનિક નારીને સીતાનો આ આદર્શ કેટલે અંશે રુચશે કે કઠશેકષ્ટશે...રામ જાણે !
પણ જ્યારે વિપ્રયોગ...વિયોગની જ વાત આવી છે તો આજની એકદમ અદ્યતન શિક્ષિત-સંસ્કારી નારીના વિયોગ અંગેના અભિગમની સાચી વાત અહીં કહીં દઉં. સંયોગ કરતાં વિયોગમાં ઘણીવાર સાચા પ્રેમની કસોટી થતી હોય છે ને એમાંય પુરુષની તુલનાએ સ્ત્રીને એ વધુ વિષમ રીતે સાલતો હોય છે. એકવાર પતિ-પત્ની મંદિરમાંથી દર્શન કરી
બહાર આવ્યાં ને કુતૂહલવશાત્ પતિએ પત્નીને પૂછ્યું: ‘ભગવાન પાસે તેં શું માગ્યું ?' પત્નીએ કહ્યું: ‘એ બધું જાણીને તમારે શું કામ છે ?’ પત્નીના આવા જવાબથી પતિનું કુતૂહલ વધ્યું ને ભગવાન ને પોતાના સમ દઈ સાચું કહેવા કહ્યું...તો સહેજ પણ સંકોચ વિના પત્નીએ કહ્યું : મેં ભગવાનને એવી પ્રાર્થના કરી કે હે કૃપાળુ પરમાત્મા ! તું અમારી જોડી અખંડિત રાખજે. પણ જીવન નાશવંત છે...એટલે એનો કોઈક કાળે અંત તો આવવાનો જ...જ્યારે આવી અનિવાર્ય સ્થિતિ આવે ત્યારે તો એ થયો કે તેં પ્રથમ મારા મૃત્યુની પ્રાર્થના કરી. પત્નીએ કહ્યું ‘હા’ તું મોભને પ્રથમ લઈ લેજે', વળીને પછીથી.' પતિ બોલ્યા : ‘એનો અર્થ પતિએ પૂછ્યું: ‘કારણ ?' કારણમાં પત્નીએ કહ્યું : જુઓ આપણામાં પતિ જીવતો હોય ને પત્નીનું અવસાન થાય તો તે સૌભાગ્યવંતી ગાય છે...અને પતિ પ્રથમ જાય તો વિધવા ગણાય. પણ પત્નીનું પ્રથમ મરણ થતાં પાછળથી વિધુર પુરુષની શી દશા થાય છે તેનો કોઈએ વિચાર કર્યો છે ? એને ઘરનું કશું જ કામ ન આવડે...કેવી મોટી લાચારી જ્યારે વિધવા તો બધું એની મેળે ફેડી લે છે ને ઘરકામ-ભક્તિ-સત્સંગમાં પતિનો વિયોગ સહ્ય બનાવી જીવન જીવ્યે જાય છે. આવા ખ્યાલથી મેં
એવી શુભ-પ્રાર્થના કરી. તમારી લાચારીને કેન્દ્રમાં રાખીને.' ગહન દામ્પત્ય સ્નેહની આ પણ એક અભિવ્યક્તિ છે.
܀܀܀