________________
૧૦
‘તીર્થંકર' શબ્દ જૈનોમાં વિશિષ્ટ અર્થમાં પ્રયોજાયો છે. તારે તે તીર્થ અને તીર્થ પ્રવર્તાવે તે તીર્થંકર એવી એક વ્યાપક વ્યાખ્યા આપવામાં આવે છે. તીર્થંકર માટે ‘અરિહંત', ‘અર્હત’, ‘જિનેશ્વર' જેવા શબ્દો પણ પ્રયોજાય છે અને પ્રભુ, ભગવાન, પરમાત્મા, પરમેશ્વર જેવા રૂઢ શબ્દો પણ પ્રયોજાય છે. જેમણે પોતાનાં ધનઘાતિ કર્મોનો ક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું છે અને પોતાના તીર્થંકર નામકર્મના ઉદયથી જેઓએ તીર્થ પ્રવર્તાવ્યું છે એવા ચરમશરીરી અરિહંત પરમાત્માની ભક્તિ જીવને મુક્તિ તરફ લઇ જાય છે.
પ્રબુજીવન
કાળગણના પ્રમાણે વર્તમાન અવસર્પિણીમાં ચોવીસ તીર્થંકરો થઇ ગયા. એમાં પહેલાં તે ભગવાન ઋષભદેવ અને છેલ્લા તે મહાવીર સ્વામી. તદુપરાંત હાલ મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા સીમંધરાદિ વીસ વિહરમાન તીર્થંકરો પણ છે. ગત ચોવીસી અને અનાગત ચોવીસીના તીર્થંકરોનાં નામ પણ ઉપલબ્ધ છે અને એમની ભક્તિ માટે પણ સ્તવનોની રચના થાય છે.
બધા તીર્થંકરો સ્વરૂપની દૃષ્ટિએ એક સરખા છે. એમની ભક્તિનું રહસ્ય ઘણું ઊંડું છે. દેવદેવીઓની-યક્ષયક્ષિણીઓની ભક્તિ ભૌતિક, ઐહિક સુખની અપેક્ષાથી થઇ શકે છે. જિનેશ્વર ભગવાનની ભક્તિ એક માત્ર મોક્ષની અભિલાષાથી કરવાની હોય છે. એ ભક્તિ દ્રવ્યપૂજા અને ભાવપૂજા એમ ઉભય પ્રકારે થાય છે. દ્રવ્યપૂજામાંથી ભાવપૂજા પ્રતિ જવાનું હોય છે. બધા ભક્તોની કક્ષા એકસરખી ન હોય અને એક જ ભક્તની ભાવોર્મિ પણ પ્રત્યેક પ્રસંગે એકસરખી ન હોય. એટલે ભક્તિમાં વૈવિધ્ય રહેવાનું અને ભક્તિ સાહિત્યમાં પણ વૈવિધ્ય રહેવાનું.
તા. ૧૬-૭-૯૮
આ બધી પૂજાઓમાં શ્રી વીરવિજયજી મહારાજની પૂજાઓ અત્યંત લોકપ્રિય બની ગઇ છે અને એના ગાવા-ભણાવવાનું સાતત્ય આજ પર્યંત અખંડ રહ્યું છે. એમની પૂજાની ઢાળો સૌ કોઈને ગાવી ગમે એવી સંગીતમય, સરળતાથી કંઠસ્થ થઇ શકે એવી, પ્રેરક, ઉત્સાહક, બોધક અને શાસ્ત્રીય આધારવાળી છે.
જૈનોમાં આ સ્તવનો ઉપરાંત મોટી પૂજાઓ પણ ગવાયભણાવાય છે. સ્નાત્રપૂજા, પંચ કલ્યાણકની પૂજા, અષ્ટપ્રકારી પૂજા, સત્તરભેદી પૂજા, ચોસઠ પ્રકારી પૂજા, નવ્વાણુ પ્રકારી પૂજા, વીસ સ્થાનક તપ પૂજા, નવપદ પૂજા, પંચ જ્ઞાનની પૂજા, પિસ્તાલીસ આગમની પૂજા, બાર વ્રતની પૂજા વગેરે વિવિધ પ્રકારની પૂજાઓ વીરવિજયજી, રૂપવિજયજી, દીપવિજયજી જ્ઞાનવિમલજી, સકલચંદ્રજી, ક્ષમાલાભજી, યશોવિજયજી, પદ્મવિજયજી, બુદ્ધિસાગરજી, આત્મારામજી વગેરેએ કરી છે, જેમાં તે તે વિષયનો મહિમા વિવિધ ઢાળમાં, દષ્ટાન્તો કે વૃત્તાન્તો સાથે દર્શાવાયો છે.
મધ્યકાળમાં જૈન સાધુકવિઓએ બધું મળીને ત્રણ હજારથી વધુ સ્તવનો લખ્યાં છે. સ્વરૂપની દૃષ્ટિએ કે ગુણલક્ષણોની દૃષ્ટિએ જોઈએ તો બધા તીર્થંકરો સરખા જ છે. જૈન મંદિરોમાં જિનેશ્વર ભગવાનની પ્રતિમાઓ એકસરખી જ હોય છે. નીચે એમનું લાંછન જોઇએ તો ખબર પડે કે તે કયા ભગવાનની પ્રતિમા છે. વળી પ્રભુભક્તિના સિદ્ધાન્તની દૃષ્ટિએ જોઇએ તો કોઇપણ એક જિનેશ્વર ભગવાનની સ્તુતિમાં બધા જ ભગવાનની સ્તુતિ આવી જાય છે. હરિભદ્રસૂરિએ કહ્યું છે :
जे एगं पूईया ते सव्वे पूईया हुंति ।
કે
ભગવાનના મંદિરમાં ઋષભદેવ ભગવાનનું સ્તવન ગાઇ શકાય છે એકની પૂજામાં બધાની પૂજા આવી જાય છે. આથી જ શાન્તિનાથ અને પાર્શ્વનાથ ભગવાનના મંદિરમાં વિમલનાથ કે અન્ય કોઇ તીર્થંકર ભગવાનનું સ્તવન પણ લલકારી શકાય છે. હવે પ્રશ્ન એ થાય છે જો સ્વરૂપની દૃષ્ટિએ આ એકત્વ હોય તો ચોવીસ સ્તવનોમાં કવિ કેવી રીતે વૈવિધ્ય આણી શકે ? પરંતુ એમાં જ કવિની કવિત્વ શક્તિની કસોટી છે. આપણે જોઇ શકીએ છીએ કે આટલી બધી ચોવીસી લખાઇ છે પણ કોઇપણ કવિની સ્તવનરચનામાં પુનરુક્તિનો દોષ એકંદરે જોવા મળતો નથી. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ તો ત્રણ ચોવીસી અને અન્ય કેટલાંક સ્તવનો લખ્યાં છે. અને છતાં એમાં પુનરુક્તિનો દોષ જોવા મળતો નથી. એ કવિપ્રતિભાનું લક્ષણ છે. વળી ભક્તિનો વિષય એવો છે કે જેમાં અંગત ઊર્મિઓની અભિવ્યક્તિ થાય છે. ઊર્મિકાવ્યના પ્રકારમાં અપાર વૈવિધ્યને અવકાશ છે. આ ઉપરથી જોઇ શકાશે કે મધ્યકાલીન જૈન ગુજરાતી સ્તવન સાહિત્ય કેટલું બધું સમૃદ્ધ છે !
મધ્યકાલીન જૈન પરંપરાનું અવલોકન કરીએ તો કેટલા બધા કવિઓએ પોતાની પ્રભુભક્તિને અભિવ્યક્ત કરી, પદ્યદેહ આપી સ્તવનોની રચના કરી છે ! વિક્રમના પંદરમા શતકથી અઢારમા અને ઓગણીસમા શતક સુધીમાં વિનયપ્રભવિજયજી, લાવણ્યસમયજી, સમયસુંદ૨જી, ભાવવિજયજી, જિનહર્ષજી, જિનરત્નજી, વિનયવિજયજી, આનંદધનજી, યશોવિજયજી, માનવિજયજી, નયવિજયજી, મેઘવિજયજી, પદ્મવિજયજી, ભાણવિજયજી, રામવિજયજી, જ્ઞાનવિમલજી, લક્ષ્મીસાગરજી, મોહનવિજયજી, ઉદયરત્નજી, જિનવિજયજી, દેવચંદ્રજી, દાનવિજયજી, દીપવિજયજી, પ્રમોદવિજયજી, પાર્શ્વચન્દ્રજી વગેરે ૬૦ થી અધિક સાધુકવિઓએ સ્તવનચોવીસીની રચના કરી છે જે પ્રકાશિત થઇ ગયેલી છે. હજુ
'
સ્તવનોમાં રચયિતાની પ્રભુ પ્રત્યેની પ્રીતિ, ભક્તિ, શ્રદ્ધા, વિનય વગેરે રજૂ થાય છે અને પરમાત્માનાં ગુણોનું સંકીર્તન પણ યાચના, શરણાગતિ ઇત્યાદિ વ્યક્ત થાય છે. આત્મનિવેદન, પ્રાર્થના, થાય છે. તીર્થંકર ભગવાનના જીવનની સ્થૂલ હકીકત, જેમકે નામ, વંશ, જન્મનગરી, માતાપિતા, લાંછન, આયુષ્ય, શરીરનો વર્ણ, યક્ષ-યક્ષિણી, તદુપરાંત આઠ પ્રાતિહાર્ય, અતિશયો, વાણીના ગુણો સમવસરણ, સમ્યગ્દર્શન, મોક્ષમાર્ગ, આંતરિક શત્રુઓ પર વિજય,
ઘણી સ્તવનચોવીસીઓ અપ્રકાશિત છે. ચોવીસી એટલે પ્રત્યેક તીર્થંકર
માટે એક સ્તવન, એ રીતે ચોવીસે તીર્થંકર માટે ચોવીસ સ્તવનની
તીર્થંકર માટેની વીસ રચના તે ‘વિહરમાનવીસી'. આ ઉપરાંત સંખ્યાબંધ કવિઓએ છૂટક સ્તવનોની રચના કરી છે. તદુપરાંત વિવિધ તીર્થોને અનુલક્ષીનેં સ્તવનોની રચના પણ થઇ છે.
રચના તે સ્તવનચોવીસી. આ ઉપરાંત સીમંધરાદિ વીસ વિહરમાનભાવની વિશુદ્ધિ, વર્તમાન પરિસ્થિતિમાં ભક્તની અસહાયતા, મોક્ષ માટેની તીવ્ર અભિલાષા ઇત્યાદિ વિવિધ વસ્તુઓમાંથી પોતાની ભાવોર્મિ અનુસાર કવિ વર્ણવે છે. કેટલાક કવિઓએ પોતાના આનંદધનજી, મોહનવિજયજી, દેવચંદ્રજી વગેરે કેટલાક સમર્થ સ્તવનોમાં તત્ત્વજ્ઞાનની છણાવટ પણ ગૂંથી લીધી છે. યશોવિજયજી, કવિઓનાં ઉત્તમ સ્તવનો તત્ત્વજ્ઞાનગર્ભિત છે. ઉપમા, રૂપક, ઉત્પ્રેક્ષા ઇત્યાદિ અલંકારયુક્ત કવિની વાણી મનોહર, સુગેય રૂપ ધારણ કરે છે. કવિની પોતાની ઉત્કટ સંવેદના અને મોક્ષપ્રાપ્તિ માટેની તીવ્ર અભિલાષા વિના આવા ઉદ્ગારો એમના મુખમાંથી સરી પડે નહિ.
ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ એક નહિ પણ ત્રણ ચોવીસીની રચના કરી છે, જે કવિ તરીકેના એમના સામર્થ્યની પ્રતીતિ કરાવે
છે.
મુખ્ય લક્ષ્ય તો મોક્ષપ્રાપ્તિનું જ હોવું ઘટે. પણ વ્યવહારમાં હંમેશા સ્તવન દ્વારા એના રચયિતા કવિનું અને એ ગાનાર ભક્તોનું તેમ બનતું નથી. લૌકિક ફળ માટે પણ પ્રભુભક્તિ કરનારા હોય છે અથવા ભવાન્તરમાં દેવલોકના સુખોની અભિલાષા પણ થવા સંભવ છે, ભક્તોની વિવિધ અવસ્થા અને ભાવનાને લક્ષમાં રાખીને હરિભદ્રસૂરિએ પ્રભુભક્તિના પાંચ પ્રકાર ચઢતા ક્રમે દર્શાવ્યા છે ઃ (૧) વિષાનુષ્ઠાન, (૨) ગરાનુષ્ઠાન, (૩) અનનુષ્ઠાન, (૪) તèતુ