________________
પ્રબુદ્ધજીવન
૯
મકાન જોઇએ, જેને માટે આશરે ત્રીસેક લાખ રૂપિયાની રકમ હોવી જરૂરી છે. હાલ આ સંસ્થા ડૉ. હરિવલ્લભ ભાયાણી તથા પં. દલસુખભાઇ માલવણિયા વગેરે વિદ્વાનોની દોરવણી હેઠળ કાર્યરત છે.
તા. ૧૬-૭-૯૮
સંસ્થાને વિકસાવવામાં કે તેની માવજત કરવામાં સમાજે કોઇ મહત્ત્વનું કે વિશિષ્ટ યોગદાન આપ્યું નથી. સંસ્થાને જેમ જેમ જરૂર પડતી ગઈ તેમ તેમ તે પોતાનાં આવશ્યક-પણ મર્યાદિત સાધનો ઊભાં કરતી ગઇ ને ગૂપચૂપ કહી શકાય તે ધોરણે પોતાનું કાર્ય કરતી ગઇ.
ઉપર ગણાવેલા વિદ્વાનો તથા મુનિવર્યોના તત્ત્વાધાન હેઠળ આ સંસ્થાએ અઘાવધિમાં ૩૪ જેટલાં માતબર અને સીમાચિહ્ન બની રહે તેવાં સંપાદનો-ગ્રંથો પ્રગટ કર્યા છે, જેમાં દશવૈકાલિક-ચૂર્ણિ, સૂત્રકૃતાંગ-ચૂર્ણિ, મૂલશુદ્ધિ પ્રકરણ, સેતુબંધ, ગૌડવહો, પઉમચરિયું, ચઉપ્પન્ન મહાપુરિસચરિયું વગેરે આમિક તથા આગમેતર મહાન પ્રાકૃત ગ્રંથોનો સમાવેશ થાય છે.
મર્યાદિત સાધનો છતાં અને સમાજની મહદંશે ઉદાસીનતા છતાં, આગમ પ્રભાકર મુનિ પુણ્યવિજયજી મહારાજ વગેરેના નેતૃત્વ હેઠળ આ સંસ્થાએ જે કાર્ય કર્યું છે, તેનું મૂલ્યાંકન દેશ-વિદેશમાં વસતા પ્રાકૃત ભાષા-સાહિત્યના ધુરંધર વિદ્વાનોએ સુપેરે કર્યું છે-અને હજી પણ કરે છે. આ સંસ્થા દ્વારા આ કાર્ય, અલબત્ત ધીમી ગતિએ પણ, હજી પણ ચાલુ જ છે. છેલ્લા વર્ષોમાં ભગવતીસૂત્ર-આગમ ઉ૫૨ જાપાનનાં એક વિદુષીએ કરેલ સંશોધનનો ગ્રંથ, અંગ્રેજીમાં, તે વિદુષીના જ ખર્ચે, આ સંસ્થાએ પ્રગટ કર્યો છે, તો અપભ્રંશ સાહિત્યની પણ કેટલીક નોંધપાત્ર રચનાઓ ગ્રંથો રૂપે તાજેતરમાં
પ્રકાશ પામી છે.
આ સંસ્થાનું મુખ્ય કેન્દ્ર અમદાવાદ રહ્યું છે. અને તેનું કાર્યાલય અત્યાર સુધી લાલભાઇ દલપતભાઇ વિદ્યામંદિરમાં, તેના સંચાલકોના સૌજન્યથી રહ્યું હતું, પરંતુ આ સંસ્થાનાં અધૂરાં કાર્યોને હવે વેગ મળે તેમજ નવાં કાર્યો પણ હાથ ધરી શકાય તે માટે સંસ્થાના એક સ્વતંત્ર કાર્યાલયની અગત્ય વર્તાયા કરી છે. આ માટે એક સ્વતંત્ર
(ગોધરા મુકામે પ. પૂ. શ્રી વિજય શીલચંદ્રસૂરિજીની નિશ્રામાં ઓક્ટોબર '૯૭માં યોજાયેલી સંગોષ્ઠીમાં રજૂ કરેલો નિબંધ)
ભારતીય સાંસ્કૃતિક પરંપરાને હજારો વર્ષથી જીવંત રાખનારા પરિબળોમાં એક મોટામાં મોટું પરિબળ ધર્મતત્ત્વ છે. જીવ, જગત અને જગદીશ્વરની એની મીમાંસાએ અને તદનુરૂપ ધર્મકરણીએ મનુષ્યજીવનના પોષણ-સંવર્ધનનું મહત્ત્વનું કાર્ય કર્યું છે અને પોતપોતાના કાળમાં વર્તમાન વિષમ પરિસ્થિતિ સામે ટકી રહેવાનું એને બળ આપ્યા કર્યું છે. જીવનનાં અન્ય ક્ષેત્રોની જેમ ધર્મના ક્ષેત્રે પણ, વિશેષતઃ એની આચારપરંપરામાં, બદલાતા જતા કાળસંદર્ભમાં કેટકેટલી વિસંવાદી કે વિઘાતક વસ્તુઓ ખરી પડી છે, તો કેટકેટલી અભિનવ અને અભિજાત વસ્તુઓ ઉમેરાઇ છે. જીવન સતત ‘પરિવર્તનશીલ છે એની એ સાક્ષી પૂરે છે.
ભારતીય સાંસ્કૃતિક ઇતિહાસમાં બ્રાહ્મણ પરંપરા અને શ્રમણ પરંપરાનું અને શ્રમણ પરંપરામાં જૈન પરંપરા અને બૌદ્ધ પરંપરાનું યોગદાન મહત્ત્વનું છે. શિલ્પપસ્થાપત્ય, ચિત્રકલા, તત્ત્વજ્ઞાન, વિવિધ વિદ્યાઓ, સાહિત્ય ઇત્યાદિ વિષયોમાં ભારતનો સાંસ્કૃતિક વારસો મૂલ્યવાન છે. સાહિત્યના ક્ષેત્રે કૃતિઓના લેખન અને જાળવણીની બાબતમાં જૈન જ્ઞાનભંડારોની સેવા અત્યંત નોંધપાત્ર છે. એટલે જ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં, જ્ઞાનભંડારોની સાચવણીને કારણે મોટો હિસ્સો જૈન કવિઓનો રહ્યો છે.
આ વિદ્યાની ઉપાસનાનું કાર્ય છે. શ્રમણ ભગવાન મહાવીર દેવની પ્રાકૃત ભાષાના અણમોલ સાહિત્યની ઉપાસનાનું કાર્ય છે. ઘણીવાર ઘણા મિત્રો વિઘાના તથા સમાજહિતનાં કાર્યોમાં પોતાને રસ હોવાનું જણાવતા હોય છે. તેમના તે રસને સંપૂર્ણપણે અનુરૂપ આ
કાર્ય છે. જો વિદ્યાનુરાગી દાતાઓ આ કાર્યમાં સહયોગ આપવા ઇચ્છે તો તેઓ સંપર્ક કરી શકે. આમાં અંગત પ્રોજેક્ટ કે સ્વાર્થ નથી તે સ્પષ્ટતા પણ અહીં જ કરવી જોઇએ.
મધ્યકાલીન ધર્મવિષયક જૈન પધપરંપરા D ડૉ. રમણલાલ ચી. શાહ
મધ્યકાલીન ધર્મવિષયક જૈન ગુજરાતી પદ્યપરંપરામાં શ્વેતામ્બર મૂર્તિપૂજક સાધુકવિઓનું અર્પણ અદ્વિતીય છે. જૈનોના મુખ્ય બે
વિદ્વાનોની, હવે જીવન સંધ્યાને આરે ઊભેલા વિદ્વાનોની વેદના છે કે આવા ધર્મકાર્ય માટે, ભગવાન મહાવીરની ભાષા તથા સાહિત્યની રક્ષા તથા સંવર્ધનના પુણ્યકાર્ય માટે સમાજના ધુરીણોનું ધ્યાન કેમ જતું નથી ? વિદ્યાકીય તથા સામાજિક-સાંસ્કૃતિક કાર્યો પ્રત્યે પોતાને વિશેષ લગાવ હોવાનું ઘણાં કહેતાં હોય છે, પરંતુ, આ મહાન અને અત્યંત આવશ્યક કર્તવ્ય તથા કાર્ય પ્રત્યે કોઇને રસ કેમ નથી જાગતો-તે મહદ્ આશ્ચર્યનો અને દુઃખનો વિષય છે.
વિદ્વાનોની આ વેદનાનો છેલ્લાં ઘણાં વર્ષોથી હું માત્ર સાક્ષી જ નથી રહ્યો, સહભાગી પણ બન્યો છું. મેં છેલ્લાં પાંચેક વર્ષથી આ કાર્યમાં, વિનોની આ ભાવના સાકાર થાય તે માટે ઘણા પ્રયાસો હાથ ધર્યા, પણ મને માત્ર નિરાશા જ સાંપડી છે.
આમાં સહાનુભૂતિ કે આશ્વાસનનો ખપ નથી. આમાં તો મારા ભગવાનની, આપણને વારસારૂપે મળેલી ભાષા-આગમવાણી પ્રત્યેના ઉત્કટ અહોભાવની તથા તેના માટે કંઇક કરી છૂટવાની બળકટ તત્પરતાની આવશ્યકતા છે.
વામ
વિભાગ છે. શ્વેતામ્બર અને દિગંબર. શ્વેતામ્બરોમાં મુખ્ય ત્રણ સંપ્રદાય છે ઃ ૧. મૂર્તિપૂજક ૨. સ્થાનકવાસી અને ૩. તેરાપંથી.
કોઈ સાંપ્રદાયિક સંકુચિતતાની દૃષ્ટિથી નહિ પણ તટસ્થ ઐતિહાસિક દષ્ટિએ આ વર્ગીકરણ નિહાળીશું તો પરિસ્થિતિ બરાબર સમજાશે. દિગંબરો જેટલા ઉત્તર ભારતમાં અને દક્ષિણ ભારતમાં હતા અને છે તેટલા પશ્ચિમ ભારતમાં, ગુજરાત-રાજસ્થાનમાં નહોતા અને નથી. શ્વેતામ્બરોમાં તેરાપંથી સંપ્રદાયનો ઉદ્ભવ અને વિકાસ છેલ્લા લગભગ અઢીસૈકા જેટલો છે, જ્યારે સ્થાનકવાસી સંપ્રદાયનો આશરે સાડાચાર સૈકા જેટલો છે. એટલે તેમાથી અઢારમા સૈકા સુધીના ગુજરાતી સાહિત્યમાં મુખ્ય કાર્ય શ્વેતામ્બર મૂર્તિપૂજક સંપ્રદાયનું રહે એ સ્વાભાવિક છે.
મધ્યકાલીન જૈન ગૂર્જર કવિઓએ રાસ, પ્રબંધ, રૂપક, ચરિત, ફાગુ, બારમાસી, વિવાહલુ, સ્તવન, થોય, છંદ, સજ્ઝાય, ગહુંલી, આરતી, પૂજા, દૂહા, આધ્યાત્મિક પદો વગેરે અનેકવિધ પ્રકારની રચના કરી છે, જેમાંથી ઘણી બધી હજુ અપ્રકાશિત છે. આ અનેકવિધ સાહિત્યમાંથી અહીં આપણે ફક્ત પ્રભુભક્તિ વિશેની પદ્યરચનાઓનું કેટલાક નમૂના સાથે, સંક્ષેપમાં અવલોકન કરીશું.
જૈન ભક્તિસાહિત્યમાં પ્રભુભક્તિ, ગુરુભક્તિ, દેવદેવીઓની ભક્તિ ઇત્યાદિ વિષયની રચનાઓ સાંપડે છે. એમાંથી માત્ર પ્રભુભક્તિનો વિષય આપણે લઇશું.
પ્રભુભક્તિ માટે સ્તવન, થોય, મોટી પૂજા ઇત્યાદિ પ્રકારની રચનાઓ થયેલી છે. પ્રભુભક્તિ એટલે તીર્થંકર ૫૨માત્માની ભક્તિ.
i