________________
ગ
9
પ્રબુદ્ધજીવન
આમ આ ૨૫ બોલ પાતરા, કપડા, આદિના બાહ્ય ઉપયોગમાં લેવાતાં ઉપકરણોના પડિલેહણ વખતે પણ બોલાય છે, કારણ કે બાહ્ય સામગ્રીની મૂર્છા આત્માને મૂર્છિત યાને ઉપભોગભ્રષ્ટ કરે છે. આવી મૂર્છાને હઠાવવામાં આ ૨૫ બોલ મહામૂલા મંત્રતુલ્ય છે. આ ૨૫ બોલથી મંત્રેલાં કપડાં આદિ ઉપકરણો શુદ્ધ ભાવને જગાડવામાં સાહાયક બને છે; જેથી તેને બાધક પરિબળો પરાસ્ત કરી શકતા નથી, સાધકની સામગ્રી સુલભ બને છે, સાધકની સાધનાને તે સફળ બનાવે છે.
હવે પછી માત્ર મુહપત્તિમાં જ ઉપયોગી બોલ શરૂ થાય છે. આંગળામાં ભરાવેલી મુહપત્તિથી ડાબી હથેળી ઊંધી કરી જમણી બાજુએ વાળતાં બોલીએ ‘હાસ્ય, રતિ, અરતિ પરિંદું.' વિશેષમાં કહેવું હોય તો આંગળામાં ભરાવેલી મુહપત્તિથી ડાબા હાથની વચ્ચે અને બંને બાજુ ત્રણ વાર પ્રમાર્જતા આમ બોલાય છે.
આવી રીતે ડાબા હાથના આંગળાઓના આંતરામાં મુહપત્તિ રાખી જમણા હાથે વચ્ચે અને બંને બાજુ પ્રમાર્જન કરો અને ‘ભય, શોક, દુગંચ્છા પરિğ.'
આ છ બોલ હાથ અને હથેળીને ઉદ્દેશીને બોલાય છે. આ છ બોલ નોકષાયને આશ્રી રહેલા છે. જો આપણે સાવધ રહી નોકષાય ન કરીએ તો ક્રોધ, માન, માયા, લોભ આ ચાર કષાય ન કરવા તે આપણા હાથની વાત છે. એવો ગર્ભિત (આશય) ઉપદેશ આ બોલમાં રહેલો છે.
પછી આંગળાના આંતરામાંથી મુહપત્તિ કાઢી લઇ બેવડી કરી મુહપત્તિના બંને છેડા હાથથી પકડી જમણ કપાળે, ડાબા કપાળે અને કપાળની વચ્ચે પ્રમાર્જના કરતાં અનુક્રમે કૃષ્ણ લેશ્યા, નીલ લેશ્યા કપોત લેશ્યા પરિહરું બોલાય છે. આ ત્રણ લેશ્યા નઠારી છે. મુહપત્તિ ભાલ પ્રદેશોને અડકાડવાનો આશય કષાયને નિર્મૂળ કરવાનો છે. મુહપત્તિનું પડિલેહણ લક્ષપૂર્વક કરાય તો કષાયરોગનું નિવારણ થાય.
ત્યારબાદ આ રીતે મુહપત્તિ રાખી મુખ ઉપર પ્રમાર્જન કરતાં અનુક્રમે ‘રસગારવ, ઋદ્ધિગારવ, શાતાગારવ પરહ' બોલવાનું છે. રસ, ઋદ્ધિ અને શાતા આ ત્રણને મુખ સાથે સંબંધ છે. ગારવ શબ્દ લીનતાવાચી છે. તે આત્મગારવનો પ્રતિપક્ષી છે. રસગારવને લીધે લુખ્ખું-સુકું ભોજન મળતાં મોં કટાણું થઇ જાય છે. સંપત્તિ પણ મોં પર જોવાય છે-અભિમાન દ્વારા. અશાતાની ફરિયાદ મોં દ્વારા
કરાય છે.
પછી છાતીની જમણી બાજુ, ડાબી બાજુ તેમજ વચ્ચે પ્રમાર્જન કરતાં બોલીએ છીએ ‘માયાશલ્ય, નિયાણશલ્ય, મિથ્યાત્વશલ્ય પરિહતું.' સમ્યક્ત્વના ભયંકર આ ત્રણ શલ્યો શૂલ કરતાં ખતરનાક “છે. હૈયામાંથી દૂર કરવાના આશયથી આમ બોલીએ છીએ.
માયાશલ્યથી લક્ષ્મણા સાધ્વીએ, નિયાણશલ્યથી બ્રહ્મદત્ત ચક્રવર્તીએ અને મિથ્યાત્વશલ્યથી કમલપ્રભ આચાર્ય-સંસાર વધારી દીધાના દષ્ટાન્નો છે. ઉત્સૂત્ર પ્રરૂપણા કરી સંસાર વધાર્યો હતો.
પછી જમણા અને ડાબા ખભા પર પ્રમાર્જના કરતાં બોલાય છે કે ક્રોધ, માન પરિ. ક્રોધ અને માન કષાયો જમણાં ખભા સાથે સંલગ્ન છે. જમણો ખભો ઊંચો કરી બોલનાર ક્રોધી તથા અભિમાની
ગણાય છે.
અનાદિકાળથી અનંતા તીર્થંકરો કેવળજ્ઞાની થયા પછી પોતાના ગણધરોને પોતાના શ્રીમુખે ત્રિપદી સૌ પ્રથમ સંભળાવે અને તેના પ્રભાવે તેમને સકળ અધ્યાત્મશાસ્ત્રનું જ્ઞાન થાય છે. એટલે કહ્યું કે બોલો‘અર્હદ્રપ્રસૃતં ગણધરરચિતં દ્વાદશાગં વિશાલમ્', તેઓ મુમુક્ષુ જીવોના હિતાર્થે દ્વાદશાંગીરૂપ બાર અંગ સૂત્રોની રચના કરે છે. તેમાં પ્રતિપાદિત તત્ત્વનું ચિંતન, અનુપ્રેક્ષાદિ કરવાથી હૈયામાં રહેલા કામરાગ, સ્નેહરાગ, દષ્ટિરાગ, ધર્મને યથાર્થ સ્વરૂપે સમજવામાં બાધારૂપ છે કામરાગ બ્રહ્મદત્ત ચક્રવર્તીને તથા દષ્ટિરાગ, સ્નેહરાગ રાવણાદિને પછાડે છે. ધર્મ એ ભાવદીપક છે; ભાવ માતા છે, ભાવ પિતા છે, ભાવ બંધુ, ભાવ સખા છે. જિનોક્ત ધર્મ જ અખંડ, અવ્યાબાધ, શાશ્વત સુખ આપી શકે છે. અને તે સુદેવ, સુગુરુ, સુધર્મ દ્વારા મળી શકે છે. જ્યારે કુદેવ, કુગુરુ, કુધર્મ દ્વારા ગોશાલક, જમાલી, ૫૦૦ શિષ્યોના આચાર્ય અંગારમર્દકસૂરિ પડે છે અને પાડે છે. ત્યારપછી જોઇએ તો નવ નોકષાયમાંથી ત્રણ વેદ સિવાયના છનો અત્રે ઉલ્લેખ કરાયો છે. કષાયોને ઉદ્દીપન કરે તે નોકષાય. મોહનીય કર્મ આઠે કર્મોમાં બળવત્તર છે. તેનો ક્ષય થતાં આત્મા સમ્યક્ ચારિત્રને પાત્ર બને છે. પડિલેહણ કરતાં દષ્ટિગત આ છ નોકષાયોનો ઉલ્લેખ કર્યો છે કારણકે તે અધઃપતનના કારણો છે. આંધળાના પુત્ર આંધળા' એવું હાસ્યમાં દ્રૌપદીએ કહ્યું અને પરિણામે મહાભારતનું ભીષણ યુદ્ધ ખેલાયું.
પ્રદેશમાંથી લેશ્યાઓ ઉદ્ભવે છે. ત્રણે ગારવ, (આસક્તિઓ) છ લેશ્યામાંથી ત્રણ નિકૃષ્ટ લેશ્યાનો ઉલ્લેખ કર્યો છે કેમકે ભાલ આત્માના પતનમાં મુખ્ય કાર્ય કરે છે. રસગારવથી તંદુલિયો મત્સ્ય, ઋદ્ધિગારવથી રત્નના બે બળદ બનાવવાની ખ્વાહિશ રાખનાર પતનના પંથે વિચર્યા.
ડાબા ખભા પર પ્રમાર્જના કરતાં માયા, લોભ પરિ બોલાય છે. માયા અને લોભ કુખમાં હોય છે. જે દેખાય નહીં તેથી માયાલોભ ડાબા ખભા પર રાખી છે.
તા. ૧૬-૭-૯૮
બોલે કારણ કે તેવો ભાવ સંસારી હોવાથી રાખવાનો છે. સાધુ-સાધ્વી રક્ષા કરે છે તેથી રક્ષા કરું બોલે. જિનાજ્ઞાબદ્ધ પ્રત્યેક સંન્યસ્ત જૈન સાધુ-સાધ્વીજીઓ છકાય જીવના રક્ષણકાર તરીકે પંકાય છે.
ઉપર્યુક્ત આમ આ ૫૦ બોલનો યથાર્થ તોલ કરી પ્રતિક્રમણાદિ કરતાં રહીશું તો પાપને પરાસ્ત કરી નિષ્પાપ જીવનનું કલ્પનાતીત સુખ માણી શકીશું.
ત્યારબાદ જમણા પગની વચ્ચે બંને બાજુએ ચરવળાથી ત્રણ વાર પ્રમાર્જતાં પૃથ્વીકાય, અપકાય, તેઉકાયની જયણા કરું બોલાય છે. તે પ્રમાણે ડાબા પગની બંને બાજુ પ્રમાર્જના કરતાં વાયુકાય, વનસ્પતિકાય ત્રસકાયની જયણા કરું (સાધુ-સાધ્વીજીઓ રક્ષ કરું બોલે) બોલીએ છીએ. પગને ચરણ કહેવાય છે. ચરણ એટલે ચારિત્ર અને ચારિત્રનો પાયો જીવદયા છે, તેથી આ છ બોલ પગને આશ્રીને બોલાય છે. જ્યારે શ્રાવક-શ્રાવિકા રક્ષા કરું ન બોલતાં જયણા કરું
મુહપત્તિના પડિલેહણમાં સાધુ તથા શ્રાવકે ૫૦ બોલ મનમાં બોલવા અને સાધ્વી તથા શ્રાવિકાએ ત્રણ લેશ્યા, ત્રણ શલ્ય, અને ચાર કષાય એ ૧૦ સિવાય ૪૦ બોલ બોલવા. આ ૧૦બોલ બોલતી વખતે હાથ ખભાથી ઉપર લઇ જવાથી દષ્ટિપથ પર અભદ્ર અવયવો ન ચડે તે કારણ ગણાવાય છે.
ક્રોધ, માન, માયા, લોભ ચાર કષાયો, કર્ એટલે સંસારમાં પાડનારા છે. આ ચારે તથા તેના પેટા વિભાગો જેવાં કે અનન્તાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખાની અને સંજવલન ગણતાં ૧૬ કષાયો ગર્ભિત રીતે ધીરે ધીરે ઉચ્ચ ઉચ્ચ કક્ષાએ ચઢતાં નામશેષ કરવાના છે. ત્યાગ કરવાનો છે, પરિહરવાના છે કેમકે ‘કષાયમુક્તિઃ કિલ મુક્તિરેવ.'
છે તે સૂચક છે. તેના તરફ ધ્યાન રાખી ક્રિયા કરતાં એક દિવસ મુહપત્તિના પડિલેહણમાં આદ, પરિ જે વારંવાર કહેવાય તેમાંથી છૂટવાનું શક્ય થતાં સંસાર સાગર તરી જવાનું જલદી શક્ય બને.
છેલ્લે પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય અને તેઉકાયની સાથે ત્રસકાયની જયણા કરવાનું કહ્યું છે. આ કેન્દ્રિય જીવની રક્ષા, જયણામાં અહિંસાનો મર્મ છુપાયો છે. અહિંસા, સંયમ અને તપને ઉત્કૃષ્ટ ધર્મ કહ્યો છે. અહિંસા પરમો ધર્મઃ કહેવાય છે. જૈનધર્મનું હાર્દ અહિંસા છે.
મુહપત્તિ ચતુર્વિધ સંઘ સામાયિકાદિ અનુષ્ઠાનો કરતાં રાખે છે. મુહપત્તિનું વિશિષ્ટ માપ છે. તેને જમણા હાથમાં મુખ સમીપ રાખવાની હોય છે જેથી જયણા સચવાય.