SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધજીવન તા. ૧૬-૪-૯૮ વક્તવ્યો રજૂ થતાં. બધા કાર્યક્રમોમાં વસનજીભાઇની સૂઝ, કાર્યદક્ષતા, આયોજનશક્તિ અને દીર્ઘદષ્ટિ તો રહેલાં હતાં જ, પણ એ બધાંથી વધુ તો એમની મહેંકતી સુવાસ હતી. એમનું કામ કરવા સૌ તત્પર અને સૌ રાજી. સામાન્ય રીતે જૈન સાહિત્ય સમારોહમાં થતાં ખર્ચ કરતાં ઘણું વધારે ખર્ચ એમણે કર્યું, પણ પધારેલા મહેમાનો, સ્થાનિક સંઘો અને સાધુ-સાધ્વીઓ સૌને અત્યંત સંતોષ થયો. વસનજીભાઈની એવી ભાવના હતી કે હું મુંબઇ યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થાઉં તે પહેલાં અચલ ગચ્છનાં કોઇ સાધુ-સાધ્વીને મારે પીએચ. ડી.નો અભ્યાસ કરાવવો. એ માટે ઓછામાં ઓછી સ્નાતકની ડિગ્રી હોવી જરૂરી છે. દરમિયાનં સમેતશિખરમાં યોજાયેલા ઇતિહાસસંમેલનમાં હું ગયો હતો. મારા મિત્ર શ્રી નેમચંદભાઇ ગાલા પણ સાથે હતા. ત્યારે વસનજીભાઇ પણ શિખરજી આવેલા. પ. પૂ. ગચ્છાધિપતિ શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબ સાથે એમને ચર્ચા થઈ. પીએચ.ડી. કરવાની યોગ્યતા કોણ ધરાવે છે એની તપાસ થઇ અને પૂ. સાધ્વી શ્રી મોક્ષગુણાશ્રીજીનું નામ આવ્યું. હું તો એમને મળેલો પણ નહિ, બીજે દિવસે સવારે સંઘ શત્રુંજયની યાત્રા માટે પ્રસ્થાન કરવાનો હતો. સૌ એકત્ર થયા હતા. તે સમયે પૂ. ગચ્છાધિપતિએ જાહેર કર્યું કે ‘ડૉ. રમણભાઇ સાધ્વી મોક્ષગુણાશ્રીજીને પીએચ.ડી.નો અભ્યાસ કરાવશે.' હું તો આશ્ચર્યસહિત આનંદ અનુભવી રહ્યો. આ સંઘર્ષ, વિવાદ, કલહ, હુંસાતુંસી વગેરે વસનજીભાઇને ગમતાં નહિ, એ એમની પ્રકૃતિમાં નહોતાં. બધાંની સાથે બનાડવું, બધા રાજીવ બધી યોજનામાં વસનજીભાઇનો ઉત્સાહ જ કામ કરી ગયો. શત્રુંજયની રહે એવું કાર્ય કરવું એ એમની નીતિરીતિ હતી. માલ-મિલકતના ઝઘડા હોય, લગ્ન કે વિચ્છેદના પ્રશ્નો હોય, ભાગીદારીની સમસ્યાઓ હોય, કેટલાંયે કુટુંબો વસનજીભાઇને વિષ્ટિકાર તરીકે નિમતા અને એમનો નિર્ણય સ્વીકારતા. ‘કજિયાનું મોં કાળું' એવું માનનારા, ક્યારેય ઊંચે સાથે ન બોલનારા, કોઈને કડક શબ્દોમાં ઠપકો ન આપનારા વસનજીભાઇ સૌની સાથે હળીભળી જતા, એથી એમના ચાહકો સ્વાભાવિક રીતે એમના પ્રત્યે આદરભાવ ધરાવતા. મને લાવવા-લઇ જવાની જવાબદારી વસનજીભાઇએ સ્વીકારી લીધી. યાત્રા પછી સાધ્વીજી મુંબઇમાં પધાર્યાં. તેઓ જ્યાં વિહારમાં હોય ત્યાં સાધ્વીજીએ પણ મન મૂકીને કામ કર્યું. ચાર વર્ષમાં એમણે મહાકવિ શ્રી જયશેખરસૂરિ પર શોધપ્રબંધ તૈયાર પણ કરી લીધો. પીએચ. ડી.ની ડિગ્રી મળી. શોધપ્રબંધ ગ્રંથ રૂપે બે ભાગમાં પ્રકાશિત પણ થયો. વસનજીભાઈ મિલનોત્સુક પ્રકૃતિના હતા. બધાંને મળે. સામેથી બોલાવે. ખબર અંતર પૂછે. તેઓ વ્યવહાર બહુ સાચવતા. એમનાં સગાંસંબંધીઓ એટલાં બધાં, મિત્રવર્તુળ પણ એટલું મોટું અને વિવિધ સંસ્થાઓના સહકાર્યકર્તાઓ સાથેની દોસ્તી પણ વિશાળ, દરેકને ત્યાં સગાઇ, લગ્ન, માંદગી, મરણ વગેરે પ્રસંગે વસનજીભાઇ પહોંચ્યા જ હોય. એ બાબતમાં જરા પણ આળસ તેમનામાં જોવા ન મળે, નાના મોટા સૌની સાથે એક બનીને રહે અને દરેકને જાતે મદદરૂપ થવાનો અથવા બીજા દ્વારા મદદ કરાવવાનો પ્રામાણિક પ્રયાસ કરી છૂટે. એથી સમાજમાં એમનો મોભો ઘણો ઊંચો થયો હતો. વસનજીભાઇએ વ્યવસાયમાંથી નિવૃત્તિ લીધી હતી એટલે ઘણી સંસ્થાઓમાં તેઓ સમય આપી શકતા હતા. પ્રમુખ, મંત્રી, ખજાનચી, ટ્રસ્ટી કે કાર્યવાહક સમિતિના સભ્ય તરીકે સંખ્યાબંધ સંસ્થાઓમાં તેઓ સક્રિયપણે ભાગ લેતા હતા. એ સંસ્થાઓમાં જવાનું, એની કાર્યવાહીમાં ૨સપૂર્વક ભાગ લેવાનું, પ્રસંગે રકમ લખાવવાનું, કામ કરીને ઘસાઇ છૂટવાનું એમને ગમતું. ઉત્તરોત્તર અનુભવ વધતો જતાં ઝડપથી કામ કરવાની અને આગેવાની લેવાની સૂઝ પણ એમનામાં આવી હતી. પોતે મુખ્ય સત્તાધીશ હોય તો બીજાને ખૂંચે નહિ એવી રીતે કામ કરાવવાની દક્ષતા એમનામાં હતી. બધી વાતને આવરી લેતું પ્રાસંગિક વક્તવ્ય રજૂ કરવાની એમની શક્તિ ખીલી હતી. વસનજીભાઇ ધર્મપ્રિય હતા. સાધુ-સાધ્વીઓ પ્રત્યે એમને અત્યંત આદરબહુમાન હતાં. અમે ઘણે ઠેકાણે સાથે પ્રવાસ કર્યો છે. જ્યાં જઈએ ત્યાં દેરાસરમાં દર્શન કરવા જવાનું તેઓ અવશ્ય યાદ રાખે જ. વળી ત્યાં કોઇ સાધુ-સાધ્વી છે કે નહિ તેની તપાસ કરે અને હોય તો એમને વંદન કરવા જવાનું ચૂકે નહિ. પોતે બધાં સાધુ-સાધ્વીને નામથી ઓળખે અને તેઓ પણ વસનજીભાઇને જોતાં જ હર્ષ અનુભવે. એમનાં એક સંસારી ભાભી તે પૂ. પુનિતગુણાશ્રીની સુખશાતા પૂછવા તેઓ વારંવાર જતા. ૫ વસનજીભાઇ નોકરચાકરો સાથેના વ્યવહારમાં પણ પોતાનું મોટાપણું દાખવતા નહિ. ગરીબો અને તવંગરો-સર્વની સાથે તેમનો વ્યવહાર સંવાદમય રહેતો. એથી જ ગરીબોમાં, વિશેષતઃ કચ્છના ગામડાંઓના ગરીબોના હૃદયમાં તેઓ અનોખું સ્થાન ધરાવતા. પ્રવાસ એ વસનજીભાઇની એક પ્રિય પ્રવૃત્તિ હતી. અનિવાર્ય કારણ ન હોય તો તેઓ નિર્ધારિત પ્રવાસમાં અવશ્ય જોડાયા જ હોય. પ્રવાસમાં તેઓ બધાંની સાથે હળભળે અને બધાંની સગવડનું ધ્યાન ૭ રાખે. જુદા જુદા કાર્યક્રમો અને યોજનાઓ માટે સરેરાશ મહિને એકાદ વખત તો કચ્છમાં જવાનું તેમને થાય. એમના પ્રગાઢ મિત્ર શ્રી દામજીભાઈ એન્કરવાલા ઘણુંખરું એમની સાથે હોય. ઘાટકોપરના ડૉ. એલ. એમ. શાહ અને એમના ધર્મપત્ની નિર્મળાબહેન વસનજીભાઇનાં ખાસ મિત્ર. ડૉક્ટરે હિમાલયમાં બદ્રી કેદારના પ્રવાસનું આયોજન કર્યું હતું ત્યારે મને પણ નિમંત્રમ આપ્યું હતું. ડૉક્ટર, વસનજીભાઇ તથા અન્ય મિત્રો સાથેનો દસ દિવસનો અમારો એ સુયોજિત પ્રવાસકાર્યક્રમ ખરેખર સ્મરણીય બની ગયો હતો. વનસનજીભાઈના ધર્મપત્ની કાન્તાબહેન પણ એટલાં જ પ્રેમાળ ઘણુંખરું વસનજીભાઈ અને કાન્તાબહેન સ્થાનિક કાર્યક્રમોમાં બહારગામના પ્રવાસોમાં સાથે જ હોય. કિડનીની તકલીફ શરૂ થયા પછી કાન્તાબહેન એમના ખાવાપીવાનું બહુ ધ્યાન રાખે. બંનેનું દામ્પત્યજીવન બીજાને પ્રેરણા લેવા જેવું ગણાય. વસનજીભાઈ જ્યારે શ્રી મહાવીર જૈન વિદ્યાલયના જિનાગમ ટ્રસ્ટના પ્રમુખ થયા ત્યારે બંધ પડેલી જૈન સાહિત્ય સમારોહની પ્રવૃત્તિ એમણે ફરી પાછી ચાલુ કરાવી. એક વખત શિખરજી અને બે વખત કચ્છમાં-એમ ત્રણ વાર એમની પ્રેરણાથી સાહિત્ય સમારોહ યોજાયો. એમનું નામ મોટું, સંબંધો ગાઢ ને સુવાસ પણ એટલી કે બધે જ બધી વ્યવસ્થા તરત ગોઠવાઇ જતી. એમનું કામ ઉપાડી લેવા એમના મિત્રો તત્પર. એ બધાં ઉપરાંત મને એમની સૌથી વધુ સ્પર્શી ગઇ તે ઉદારતા. મારે બજેટની મર્યાદામાં રહીને કામ કરવાનું રહે. એટલે જ્યાં ખર્ચ વધવાનો સંભવ હોય ત્યાં પહેલેથી જ તેઓ મને કહી દે, ‘એ ખર્ચની ફિકર ન કરશો. એ મારા તરફથી છે.’ આમ, ક્યારેક તો સમારોહના બજેટ જેટલી જ રકમ અંગત રીતે તેઓ ભોગવી લેતા અને છતાં એ વિશે જરા પણ ઉલ્લેખ ક્યાંય થવા ન દેતા. પોતાનો અંતકાળ નજીક આવી રહ્યો છે એવો ખ્યાલ એમને આવી ગયો હતો. એટલે જ પોતે પૂરા ભાનમાં હતા ત્યારે જે જે સંસ્થાઓને ધર્માદાની ૨કમ પોતે આપવા ઇચ્છતા હતા તે બધાના ચેક સ્વહસ્તે લખીને આપવાનું ચાલુ કરી દીધું હતું. હું હોસ્પિટલમાં મળવા ગયો ત્યારે અમારા જૈન યુવક સંઘ માટે એમણે રૂપિયા એકવીસ હજારનો ચેક પોતાના હાથે લખીને મારા હાથમાં મૂક્યો. એમની આ શુભ ભાવનાથી હું ભાવવિભોર થઇ ગયો હતો. હતો. તેમણે ભાન ગુમાવી દીધું હતું. છેલ્લા શ્વાસ ચાલતા હતા. રાત વસનજીભાઇએ દેહ છોડ્યો એ દિવસે બપોરે હું એમની પાસે જ દિવસ એમની સેવાચાકરી કરનાર કાન્તાબહેન, પુત્ર પીયૂષભાઈ, પુત્રવધૂ પ્રીતિબહેન, પુત્રીઓ, ભાઈઓ શ્રી ધનજીભાઈ અને શ્રી મૂળચંદભાઈ તથા પરિવારના અન્ય સભ્યો, સ્વજનો વગેરેને ખ્યાલ આવી ગયો હતો કે હવે એમના જીવનનો અંત આવી રહ્યો છે. હોસ્પિટલમાંથી હું ઘરે પહોંચ્યો ત્યાં તો પીયૂષભાઇનો ફોન આવ્યો કે વસનજીભાઇએ દેહ છોડી દીધો છે. વસનજીભાઇએ પાર્થિવ દેહ છોડ્યો, પણ એમની સૌરભ ચારે તરફ પ્રસરી રહી. એમના અવસાનથી સમાજે એક સંનિષ્ઠ, સખાવતી, સેવાભાવી કાર્યકર ગુમાવ્યો છે. મને એક પરમ મિત્રની ખોટ પડી છે. એમના પુણ્યાત્માને શાન્તિ હો ! ܀ ܀ ܀
SR No.525983
Book TitlePrabuddha Jivan 1998 Year 09 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy