SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધજીવન તા. ૧૬-૩-૯૮ શ્રવણ, મનન અને નિદિધ્યાસન (આત્મા વા અને દ્રષ્ટવ્યઃ શ્રોતવ્ય: મન્તવ્યઃ નિવિધ્યાસિતવ્યઃ) ની તુલના કરવામાં આવી છે. એમાં આચારાંગ- સૂત્રગત વિજ્ઞાનને બૃ-ઉપનિષદગત નિદિધ્યાસન સાથે એકાર્ય ગણ્યું છે. પ્રથમ દર્શન એટલે શ્રદ્ધા. શ્રદ્ધાથી પ્રેરાઇને ગુરુ પાસે જે ઉપદેશ સાંભળે તે શ્રવણ-શ્રુત. પછી તેના ઉપર મનન-મતિ. મનન કર્યા પછી સ્થિર થયેલા સત્ય ઉપર ધ્યાન દ્વારા તે સત્યનો સાક્ષાત્કાર કરવો એ જ વિજ્ઞાન કે નિદિધ્યાસન, પણ લેખિકાને મતે આ વસ્તુ ઉત્તરકાળે ભુલાઇ ગઇ લાગે છે અને પરિણામે શ્રુત પછી આવતા મતિનો ક્રમ ઉલટાવી દેવામાં આવ્યો છે; તેમજ વિજ્ઞાનને સ્થાને અવધિ, મન:પર્યાય (મન:પર્યવ) અને કેવળજ્ઞાનનું ત્રિતય ઉત્તર કાલીનોએ મૂકી દેતાં બધાં મળીને મતિ, શ્રુત, અવધિ, મન:પર્યાય અને કેવળજ્ઞાન એ પાંચ પ્રકારોની ચર્ચા થઇ છે. તત્ત્વાર્થસૂત્રકાર મતિજ્ઞાનમાં ઇન્દ્રિયપ્રત્યક્ષ, સ્મૃતિ, પ્રત્યભિજ્ઞા અને ચિંતાનો સમાવેશ કરે છે. શ્રુતજ્ઞાન, મતિજ્ઞાનપૂર્વક છે અર્થાત્ મતિજ્ઞાન શ્રુતજ્ઞાનનું કારણ છે, પણ તે ઉપાદાનરૂપ નહીં, નિમિત્તરૂપ સમજવાનું છે. ઇન્દ્રિય અને મનની સહાય વિના આત્માને રૂપી પદાર્થોનું સાક્ષાત્ જ્ઞાન તે અવધિજ્ઞાન. ઇન્દ્રિય અને મનની સહાય વિના બીજાના મનના પર્યાયોને સાક્ષાત્ જાણતું જ્ઞાન મન:પર્યાય. જ્યારે જીવ સંપૂર્ણ વીતરાગ બનતાં – કષાયોથી સંપૂર્ણ મુક્ત બનતાં, જ્ઞાન ઉપરનાં સર્વ આવરણોનો ક્ષય થતાં જે પૂર્ણજ્ઞાન પ્રગટે તે કેવળજ્ઞાન. આ જ્ઞાન સર્વ દ્રવ્યોના સર્વ પર્યાયોને જાણે છે. આમ કેવળજ્ઞાન એ સર્વજ્ઞતા છે. જૈન મત અનુસાર જેમ જ્ઞાન પાંચ પ્રકારનાં, તેમ દર્શન ચાર પ્રકારનાં છે. ૧. ચાક્ષુષમતિજ્ઞાન પૂર્વેનું જે ચાક્ષુષ દર્શન તેને ચક્ષુદર્શન કહે છે. ૨. બાકીનાં મતિદર્શનોને અચાક્ષુષ દર્શન કહે છે. ૩. અવધિજ્ઞાન પૂર્વે થતો સામાન્ય બોધ અવધિદર્શન છે. ૪. કેવળજ્ઞાન પૂર્વે થતો સામાન્ય બોધ કેવળદર્શન છે. અહીં જ્ઞાન અને દર્શન વચ્ચેનો ભેદ એ છે કે દર્શન સામાન્ય બોધ છે, જ્યારે જ્ઞાન વિશેષ બોધ છે. જો કે જ્ઞાન અને દર્શનના આ ભેદક લક્ષણ વિશે મતભેદ તો છે જ. જે બોધ વિષયનો આકાર ધારણ કરે તે જ્ઞાન, અને જે બોધ વિષયનો આકાર ધારણ ન કરે તે દર્શન. બોધ વિષયનો આકાર બે રીતે ધારણ કરી શકે. (૧) વિષયના આકારને પરિણમીને, અને (૨) વિષયના આકારનું પ્રતિબિંબ ગ્રહણ કરીને. શાખ્ય-યોગમાં જ્ઞાનનું ધારક ચિત્ત (બુદ્ધિ) છે, પુરુષ નહીં. અર્થાત્ જ્ઞાન ચિત્તનો ધર્મ છે, પુરુષનો નહીં. ચિત્ત વિષયના આકારને પરિણમીને ઘટપટાદિ વિષયોને જાણે છે અને પુરુષના આકારે પરિણમી પુરુષને જાણે છે. ચિત્તના આ વિષયાકાર પરિણામને ચિત્તવૃત્તિ કે જ્ઞાન કહે છે. પ્રશ્ન થાય કે ચિત્ત તો અચેતન છે, જડ છે, તો તેને જ્ઞાન ક્યાંથી હોય ? આનો એક જવાબ એ છે કે ચેતનના સામીપ્સને કારણે અચેતન હોવા છતાં ચેતનાવાળું હોય એવું તે જણાય છે. અર્થાત્ ચેતનના પ્રકાશથી પ્રકાશિત ચિત્ત ચેતનની જેમ વર્તે છે. યોગદર્શનમાં ચિત્તવૃત્તિઓનું-જ્ઞાનોનું વર્ગીકરણ પાંચ વિભાગમાં કરવામાં આવ્યું છે. ૧. પ્રમાણ, ૨. વિપર્યય, ૩. વિકલ્પ, ૪. નિદ્રા, અને ૫. સ્મૃતિ. ૧. પ્રમાણ : ચિત્ત જ્યારે વિષયાકારે પરિણમે છે ત્યારે જો ચિત્તમાં આવેલો આકાર બાહ્ય વિષયના આકાર જેવો જ હોય તો તે ચિત્તવૃત્તિ યા જ્ઞાન પ્રમાણ કહેવાય છે. ૨. વિપર્યય : તે મિથ્યાજ્ઞાન છે. તે વસ્તુના યથાર્થ રૂપને નહીં પણ તેનાથી ઊલટા રૂપને દર્શાવે છે. ૩. વિકલ્પ : શબ્દ સાંભળ્યા કે વાંચ્યા પછી ઉત્પન્ન થનારું, જેનું અસ્તિત્વ જ નથી એવા વિષયના આકારવાળું અને જેને આધારે ચાલતો વ્યવહાર બાધ પામતો નથી એવું જ્ઞાન તે વિકલ્પ. (શાનાનુપાતો વસ્તુશૂન્યો વિજ્ઞઃ । (યોગસૂત્ર ૧.૯) ૪. નિદ્રા : જાગ્રત અને સ્વપ્નની અવસ્થામાં ઉદ્ભવતી ચિત્તની વૃત્તિઓનો સુષુપ્તિની અવસ્થા વખતે ચિત્તમાં લય થાય છે. જાગ્રત ને સ્વપ્નની અવસ્થામાં શક્ય શાનોમાંનું કોઇપણ જ્ઞાન સુષુપ્તિમાં હોતું નથી. આનું કારણ ચિત્તમાં પ્રબળ બનેલું તમોદ્રવ્ય છે. આ તમોદ્રવ્યને જાણનારી ચિત્તની વૃત્તિ તે નિદ્રા કહેવાય છે. વિના ૫. સ્મૃતિ ઃ જેનો અનુભવ થયો હોય એ વિષયનું કંઇપણ ઉમેરા યાદ આવવું તે સ્મૃતિ છે. થતું પુરુષ દષ્ટા છે. તેના દર્શનનો વિષય ચિત્તવૃત્તિ છે. આમ પુરુષને ચિત્તવૃત્તિનું જ્ઞાન એ જ દર્શન છે. લેખિકા જ્ઞાન-દર્શન વિષયક સાંખ્ય-યોગમતનો નિષ્કર્ષ આપતાં જણાવે છે કે આ મતે ચિત્તવૃત્તિ એ જ્ઞાન છે. જેવી ચિત્તવૃત્તિ (જ્ઞાન) ઉત્પન્ન થાય છે તેવી જ તે પુરુષમાં પ્રતિબિંબિત થાય છે. આ ચિત્તવૃત્તિનું પુરુષે પ્રતિબિંબ રૂપે ધારણ કરવું તે પુરુષનું દર્શન છે. પુરુષ સાક્ષાત્ ચિત્તવૃત્તિને દેખે છે, ને ચિત્તવૃત્તિના માધ્યમથી બાહ્ય અર્થને દેખે છે. આ સાક્ષાત્ દેખવું તે સાક્ષીપણું છે અને ચિત્તવૃત્તિના માધ્યમથી દેખવું તે દૃષ્ટાપણું છે. પુરુષ દ્રષ્ટા છે, ચિત્ત જ્ઞાતા છે. પુરુષ દેખે છે. પણ કદી જાણતો નથી, ચિત્ત જાણે છે પણ કદી દેખતું નથી. જૈન મત આ બાબતે સાંખ્ય મતનું ખંડન કરે છે. ચિત્તને (પુરુષને) બાહ્ય પદાર્થના જ્ઞાનથી રહિત કરવું એ પરસ્પર વિરુદ્ધ છે. એ જ રીતે બુદ્ધિને જડ અર્થાત્ અચેતન માનવી એ પણ વિરુદ્ધ છે. બુદ્ધિ જડ માનવામાં આવે તો બુદ્ધિથી પદાર્થનો નિશ્ચય થઈ શકે નહીં. બુદ્ધિ અચેતન હોવા છતાં ચેતનાશક્તિના સાન્નિધ્યને કારણે ચેતન દર્પણમાં પ્રતિબિંબ પડવાથી બુદ્ધિમાં ચેતનતા આવી જતી નથી. આ જેવી લાગે છે એમ કહેવું બરાબર નથી. ચેતન પુરુષનું અચેતન સમગ્ર ખંડન દ્વારા જૈન ચિંતક કહેવા માગે છે કે જ્ઞાન અને દર્શન બન્ને એક ચેતનતત્ત્વને જ હોઇ. સ્પષ્ટ કરીને કહીએ તો જૈનદર્શન અને સાંખ્ય-યોગ બંને જ્ઞાન અને દર્શન એવી બે મૂળભૂત શક્તિઓ સ્વીકારે છે; પરંતુ જૈનદર્શન એક ચેતન તત્ત્વમાં જ તે બેય શક્તિઓ માને છે જ્યારે સાંખ્ય-યોગ જ્ઞાનશક્તિ અચેતન ચિત્તમાં અને દર્શનશક્તિ ચેતન પુરુષમાં માને છે. છે તો ચોથા પ્રકરણમાં બંને દર્શનો અનુસાર જ્ઞાન અને શ્રદ્ધાનરૂપ જો ત્રીજા પ્રકરણમાં જ્ઞાન અને બોધરૂપ દર્શનની વિચારણા થઇ દર્શનની વિચારણા કરાઇ છે. આપણે આગળ જોયું તેમ, જૈનોના આચારાંગસૂત્રના ‘વિ... અને ઉપનિષદના આત્મા વા મળે...' વાક્યોમાં 'દર્શન' શબ્દનો અર્થ ‘શ્રધ્ધા’ જ છે. ઉપનિષદમાં બે પ્રકારની શ્રદ્ધાનું સૂચન છે. શ્રવણ પૂર્વેની અને શ્રવણ પછીની (મનન પૂર્વેની) શ્રદ્ધા. આ વિચારણા ઉપયોગી થાય છે. લેખિકાએ અહીં ‘શ્રદ્ધા’ ના વિવિધ અર્થો સમજાવ્યા જૈનોની નૈસર્ગિક શ્રદ્ધા અને આધિગમિક શ્રદ્ધાને નવેસરથી સમજવામાં છે. એ અર્થો પૈકી બે અર્થો મહત્ત્વના છે. ૧. શ્રદ્ધા=ચિત્તનો પ્રસાદ (શુદ્ધિ, વૈશવ, પારદર્શિતા), અને ૨. શ્રદ્ધા=વિશ્વાસ. તે પછી લેખિકાએ તત્ત્વાર્થસૂત્ર, ભાષ્ય અને સિદ્ધસેનીય ટીકાના આધારે સમ્યગ્દર્શનની વિસ્તૃત વિચારણા કરી છે. નૈસર્ગિક શ્રદ્ધા અને આધિગમિક શ્રદ્ધા એ એક જ વ્યક્તિને થતી બે ક્રમિક ભૂમિકાઓ છે. અને ઉપનિષદ પ્રાપ્ત બે શ્રદ્ધાઓની માન્યતા આ અર્થઘટનને ટેકો આપે છે.
SR No.525983
Book TitlePrabuddha Jivan 1998 Year 09 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy