________________
પ્રબુદ્ધજીવન
તા. ૧૬-૩-૯૮
માણિભદ્રવીરનો જાપ કરતા, રોજ સવારે સ્નાન વગેરેથી પરવારીને જિનપૂજા કરવા જતા. એમનો રોજનો ક્રમ બરાબર ગોઠવાઇ જતો.
પનાભાઇ લગભગ પાંચ દાયકા જેટલાં વર્ષો મુંબઇમાં એકલાં રહ્યા, પણ હાથે રસોઈ કરી નહોતી કે લોજ-વીશીમાં જમવાનું બંધાવ્યું નહોતું વસ્તુતઃ ભોજન માટેનાં નિયંત્રણોને તેઓ પહોંચી શકતા નહિ. કોઇક ને કોઈક ઘરે એમનું જમવાનું ગોઠવાઇ જ ગયું હોય. એ બતાવે છે કે એમનો શિષ્યવર્ગ અને ચાહક વર્ગ કેટલો બધો વિશાળ અને ભાવવાળો હતો. એમની સુવાસ કેટલી બધી પ્રસરેલી હતી. ખંભાતના કેટલાક શ્રેષ્ઠીઓ સાથે એમને ઘર જેવો સંબંધ થઇ ગયો હતો. બંસીભાઇ, ભાણાભાઇ, ગિરીશભાઇ, ડૉ. અશોકભાઇ વગેરે કેટલાયે મિત્રો એમને પોતાને ઘરે રહેવા બોલાવતા. કેટલાક પ્રવાસમાં કે તીર્થયાત્રામાં એમને સાથે લઇ જતા.
અમારી વિનંતીને માન આપી પનાભાઇ એક અઠવાડિયું અમારે ધરે પણ રહેવા આવ્યા હતા. એ અઠવાડિયા દરમિયાન એમના સતત સહવાસનો અમને લાભ મળ્યો. એ સમયમાં પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી કૃત ‘દ્રવ્યગુણપર્યાયનો રાસ' તેઓ અમને સમજાવતા હતા. અલબત્ત, આખો રાસ પૂરો ન થયો, તો પણ
એમની પાસેથી તત્ત્વની ઘણી સાંરી સમજણ સાંપડી હતી.
પનાભાઇ સાથેની મૈત્રીને લીધે એક મોટો લાભ એ થયો કે એમના સ્વાધ્યાયની એમના શિષ્યોએ લીધેલી નોંધો અથવા ઉતારેલી કેસેટો પરથી વ્યવસ્થિત લેખો તૈયાર કરાવવાનું મારું નિમંત્રણ એમણે સ્વીકાર્યું. તેઓ કહેતા કે લખવાનું એમને ફાવે એવું નથી, કારણ કે એ પ્રકારની શક્તિ પોતે ખીલવી નથી. વસ્તુતઃ એ દિશામાં એમનું લક્ષ્ય જ ગયું નથી. પરંતુ મારી વિનંતીથી એમણે એ કાર્ય શ્રી સૂર્યવદનભાઈ ઝવેરીને સોંપ્યું. નોંધોને આધારે લેખો તૈયાર થયા. અને એ બધા લેખો ‘પ્રબુદ્ધ જીવન'માં છપાયા અને ‘ત્રિકાલિક આત્મવિશાન' એ નામથી ગ્રંથરૂપે પ્રકાશિત થયા. નવકાર મંત્ર વિશેનો એમનો મૌલિક ચિંતનાત્મક સુદીર્ઘ લેખ ‘સ્વરૂપમંત્ર’ ના નામથી સ્વતંત્ર પુસ્તિકા રૂપે પ્રગટ થયો છે. લેખો માટે પનાભાઇને ‘પ્રબુદ્ધ જીવન’ તરફથી ધીરજલાલ ધનજીભાઈ પારિતોષિક બે વાર મળ્યું હતું, પણ દરેક વખતે એમણે એ રકમમાં પોતાના તરફથી એટલો જ ઉમેરો કરી તે ‘પ્રબુદ્ધ જીવન’ને પાછી ભેટ તરીકે આપી
હતી.
આ રીતે પનાભાઇએ જૈન દર્શનના સિદ્ધાન્તો વિશે જીવનભર
જે
મનન ચિંતન કર્યું અને જે સ્વાધ્યાય કરાવ્યો એ લેખિત સ્વરૂપે
પ્રાપ્ત થયો એ એમને માટે તથા તત્ત્વજિજ્ઞાસા ધરાવનાર સૌ કોઇ માટે આનંદનો વિષય રહ્યો છે.
કે
છેલ્લાં કેટલાંયે વર્ષથી પનાભાઇ પૂનમની શંખેશ્વરની યાત્રા કરતા, મુંબઇમાં કેટલાંયે મંડળો છે જે પૂનમની, બેસતા મહિનાની કે પૂનમ પછીના કે અમાસ પછીના રવિવારની શંખેશ્વર, મહુડી પાલીતાણાની યાત્રાએ નીકળે છે. પૂનમની શંખેશ્વર તીર્થની યાત્રા કરનાર આવા એક મંડળમાં પનાભાઈ જોડાઇ ગયા હતા. બે દિવસના ત્યાંના રોકાણમાં તેઓ પૂજા કરે અને જેઓને રસ હોય તેઓને ♦ સ્વાધ્યાય કરાવે. આમ વર્ષો સુધી એમણે પૂનમે શંખેશ્વરની યાત્રા
પનાભાઇનો અન્ય દર્શનોનો અભ્યાસ પણ સારો હતો. એટલું જ નહિ, અન્ય દર્શનના સિદ્ધાન્તોને જૈન દર્શનની દષ્ટિએ ઘટાવવાની એમનામાં આગવી મૌલિક સૂઝ હતી. હિંદુ સાધુ-સંન્યાસીઓ સાથે પણ તેમને ગાઢ સંબંધ હતો. એમનામાં મિથ્યા મતાગ્રહ નહોતો. એથી જ સ્વામી મધુસૂદનજી, સ્વામી માધવતીર્થ, સ્વામી શરણાનંદજી વગેરેના ગાઢ સંપર્કમાં તેઓ રહેતા હતા. જ્યારે તેઓ તેમને મળે ત્યારે તેઓ પનાભાઇને બહુ આદર-બહુમાનપૂર્વક બોલાવતા.
કરી હતી.
એકવાર પનાભાઇ સાથે હું શંખેશ્વરની પૂનમની યાત્રાએ ગયો હતો. એ વખતે ૫. પૂ. શ્રી કલાપૂર્ણસૂરિ શંખેશ્વરમાં બિરાજમાન હતા. અમે એમને વંદન કરવા ગયા. પનાભાઇ સાથે દોઢ બે કલાક જ્ઞાનગોષ્ઠી ચાલી. તે વખતે જણાયું હતું કે પ. પૂ. કલાપૂર્ણસૂરિને પુનાભાઇ માટે અત્યંત આદર છે. તેઓ જ્યાં ચાતુર્માસ હોય અને અનુકૂળતા હોય તો પોતાના શિષ્ય-શિષ્યાના પરિવાર માટે બાર-પંદર દિવસ કે મહિનો સ્વાધ્યાય કરાવવા માટે પનાભાઇને બોલાવતા
પનાભાઈ તંત્રવિદ્યાના, જ્યોતિષશાસ્ત્રના અને નિમિત્તશાસ્ત્રના પણ સારા જાણકાર હતા. અલબત્ત, આ શાસ્ત્રોને તેઓ લોક– વ્યવહારની દૃષ્ટિએ જ મહત્ત્વ આપતા. આત્મજ્ઞાનની દૃષ્ટિએ આ શાસ્ત્રોનું બહુ મૂલ્ય નથી એમ તેઓ જાણતા અને સમજાવતા. દુઃખથી બહુ જ મૂંઝાયેલા જીવો હોય અને એમને આવું કંઇક આલંબન લેવું જ હોય તો તે અંગે તેઓ માર્ગદર્શન આપતા. દક્ષિણાવર્ત શંખ અને રુદ્રાક્ષ વિશેની એમની જાણકારી આશ્ચર્ય પમાડે તેવી હતી. પોતે પાસે શંખ રાખતા અને રુદ્રાક્ષની માળા ગળામાં પહેરતા. કોઇને જોઇએ તો મંગાવી આપતા. વિવિધ પ્રકારનાં રત્નો વિશેની પણ એમને ઠીક ઠીક માહિતી હતી. પ્લાસ્ટિકની કે સામાન્ય પથ્થરની ૭ નવકારવાળી કરતાં રુદ્રાક્ષની નવકારવાળી ગણવાથી સ્પર્શમાં જે ફરક પડે છે તેથી જપ-ધ્યાનમાં કેટલો વિશેષ લાભ થાય છે તે તેઓ કહેતા. રુદ્રાક્ષના સ્પર્શથી આરોગ્ય પણ સારું રહે છે એ વિશે ગ્રંથોમાંથી વંચાવતા, હિંદુ સંન્યાસીઓ હજારો વર્ષથી રુદ્રાક્ષની માળા પહેરતા આવ્યા છે. જૈન સાધુ-સાધ્વીઓ પંચમહાવ્રતધારી હોય છે એટલે એમને રુદ્રાક્ષની કે બીજી કશાની માળા ન ખપે. પણ ગૃહસ્થ માટે રુદ્રાક્ષનો સ્પષ્ટ નિષેધ શાસ્ત્ર ગ્રંથોમાં કરવામાં આવ્યો હોય એવું ક્યાંય વાંચવામાં આવ્યું નથી. પનાભાઇએ રુદ્રાક્ષની એક નવકારવાળી અમને પણ આપી હતી જે એમની સ્મૃતિ રૂપે અમે સાચવી રાખી છે અને નિયમિત ગણીએ છીએ.
૫નાભાઇ એક વખત સ્વામી માધવતીર્થને મળેલા ત્યારે એમણે
સ્વામીજીને કહેલું કે ‘તમે તમારા પુસ્તકમાં જૈન દર્શનના સાપેક્ષવાદને અને આઇન્સ્ટાઇનના સાપેક્ષવાદ (Theory of Relativity)ને એક ગણ્યાં છે, પરંતુ બંને વચ્ચે મહત્ત્વનો ફરક છે. આઇન્સ્ટાઇનના સાપેક્ષવાદમાં અપૂર્ણતાની અપૂર્ણતા સાથેની સાપેક્ષની વાત છે, પરંતુ જૈન દર્શન પૂર્ણને કેન્દ્રમાં રાખી અપૂર્ણતા સાથેની સાપેક્ષતા સમજાવે છે. સ્વામીજીને પનાભાઇની એ વાતમાં ઘણો રસ પડ્યો હતો અને પોતાની વિચારણામાં રહેલી ક્ષતિ સ્વીકારી હતી.
પનાભાઇની બે બહેનોએ દીક્ષા લીધી હતી. પરંતુ પનાભાઇ દીક્ષા નહોતા લઇ શક્યા. અંગત પરિમિતતાને કારણે દીક્ષા લેવાના એટલા તીવ્ર ભાવ પણ નહોતા. બીજી બાજુ પોતાના વ્યવહારુ ગૃહસ્થજીવનની મર્યાદાઓ માટે તથા ક્યારેક આગ્રહી બની જતા પોતાના સ્વભાવ માટે તેઓ સભાન હતા. ખાસ તો નાની ઉંમરમાં પડેલી પાન ખાવાની ટેવ છૂટતી નહોતી. પાન, કાથો, ચૂનો ને સોપારી તેઓ સાથે રાખતા. હાથે પાન બનાવતા. એમના કેટલાક ચાહકોને પનાભાઇના હાથે બનેલું પાન ખાવાનું ગમતું. હું પણ મળવા ગયો હોઉં અને મને પાન ખાવાનું કહે તો હાથે ન બનાવતાં કહેતો કે ‘તમે બનાવી આપો તો ખાઉં. પાન ખાવાની મને ટેવ નથી, તેમ એની બાધા પણ હમણાં નથી. પણ, તમારા હાથનું પાન ખાવામાં જુદો જ આનંદ છે.’
હું
પનાભાઇએ મુંબઇમાં શ્રીપાળ નગરમાં આવેલો પોતાનો ફ્લેટ વેચવાનો વિચાર કર્યો. એક વખત એમણે મને કહ્યું કે મારાં વર્ષો હવે પૂરાં થવામાં છે. અચાનક કંઇ મને થઇ જાય તો ફૂલેટ કોના હાથમાં જાય અને તેનું શું થાય તે કંઇ કહેવાય નહિ. કારણ કે મારે આગળ પાછળ કોઇ છે નહિ, એટલે આ ફ્લેટ વેળાસર વેચી કાયમ માટે ધ્રાંગધ્રા રહેવા જવું છે. ફ્લેટની રકમમાંથી ધ્રાંગધ્રામાં ભાઈનું