________________
તા. ૧૬-૨-૯૮
પ્રબુદ્ધજીવન
પ્રકરણોના પડઘા એમની કવિતામાં છે ! રાજાઓની વાત હોય, પ્રજાની સબળાઇ કે નબળાઇની વાત હોય, અંગ્રેજી શાસનની વાત હોય કે ગાંધી કે અન્ય સેવકોના વર્તનની વાત હોય, હિન્દુ-મુસ્લિમ રમખાણની વાત હોય કે બીજા કામઠાણની વાત હોય, સૈનિકના છેલ્લા શ્વાસની વાત હોય કે ગાંધીએ બ્રિટન પર કે બીજા ત્રીજા પર મૂકેલા અંધવિશ્વાસની વાત હોય, વાટાઘાટોની કે અનશનની વાત હોય – ઇતિહાસે નોંધેલ ન નોંધેલ પ્રજાના ભાવોદ્રેકોનો સિસ્મોગ્રાફ અહીં તો-આ કવિતામાં-આ કવિહૃદયે તો આલેખાયાં જ કરે છે ! જાણે રાષ્ટ્રચિત્ત ચકરાવે ચડ્યું છે ! ત્યારે, રાષ્ટ્રના અતીતના આલેખો પણ કવિતા રૂપે પ્રજાને ટપારે છે : ખાંડવવનનું દહન કર્યું એમાં સમગ્ર નાગ લોકોનું નિકંદન વાળ્યું'તું અર્જુને ! યાદ છે ? અરે, રામ જેવા ૨ામે શૂદ્રકનો શિરચ્છેદ કર્યો 'તો ! યાદ છે ? આ અત્યાચારોથી તમે વલોવાયા નથી ? હજી યે આવું ચાલુ ?- આ વેદનાને, યોગ્ય રીતે જ, ગાંધીના મુખમાં મૂકીને મેઘાણી એવું કવિતારૂપ આપે છે કે એમનું એક શ્રેષ્ઠ કાવ્ય બને છે ઃ ‘છેલ્લી સલામ'. કોમી ચુકાદા સામે ૧૯૩૩માં મહાત્માજીએ અનશન આરંભ્યાં. એ જેવી તેવી ચિન્તા નહોતી. સમગ્ર દેશની ચિન્તા હતી. સામ્રાજ્યની સેનાઓની સામેનો આ વનમેન ફોર્સ' એક જણનો
મુકાબલો હતો. એ શક્તિનાં ને એ ચિન્તાનાં દર્શન આ કવિતા
કરાવે છે :
ગાંધીની વાત તો સ્પષ્ટ હતી : ‘આઇ હેવ લેઇડ ડાઉન માય લાઇફ ઇન ધ ઇલ્સ ઓફ જસ્ટિસ' : એ વાતને આ કાવ્યે કેવી અમર કરી મૂકી છે :
ટીપે ટીપે શોણિત મારાં તોળી તોળી આપું તો યે
પૂરાં જેનાં પ્રાછત કદી યે જડશે ન જી, સો સો રે સલામું મારાં ભાંડુડાંને કે'જો રે ! ઝાઝેરાં જુહાર જગને દેજો હોજી |
આવા તો કેટલાંય પ્રસંગોના પડઘા એમની કવિતામાં કલાથી કંડારાયા છે છતાં એ પ્રાસંગિક નથી. બે કારણે : એમાં પ્રસંગ નિમિત્તે થતું ચિન્તન ને સંવેદન છે એ દર્શન બનીને આવે છે - હૃદયની અનુભૂતિ–સંવેદનભર્યો ધબકાર થઈ જાય છે. પરિણામે
આ
રચનાઓ આજે ય ચિરંજીવ પ્રજાકીય સંસ્મરણો બની ગયાં ! ‘છેલ્લી પ્રાર્થના' કે ‘છેલ્લો કટોરો' કે આ ‘છેલ્લી સલામ' છેલ્લાં નથી રહેતાં, પ્રજાચિત્તે પહેલાં ચડે છે. એ અતીતનું નહિ, આજનું ભાથું બને છે. આજેય કહેવું પડે એમ છે :
એવા પાપદાવાનળમાં જલે છે જનેતા મારી, દિલડાના ડુંગર સળગ્યા ઠરશે ન જી —સો સો રે સલામું
મીરાંની માફક એમને ય દિલે દવ લાગેલ હતો. એની ઝાળો શબ્દો બનીને પ્રગટતી હતી ને પ્રકાશતી પણ હતી. એ શબ્દ એમને સહજ હતો, કારણ કે એ એમનો સહજાત બંધુ હતો-Alter Ego-૫૨મ સખા. સરસ્વતીને કોઇ સ્વામી ન હોય-શબ્દને ય સ્વામી ન હોય.
એ ન ગાંઠે સ્વામીત્વ, શબ્દ તો કવિનો અંતરતમ મિત્ર-પરમ સખા. બોલાવ્યો બોલ દે; સ્મરે કે હાજર, કવિની અનન્યાભૂતિનો જીવતો સાહેદ-એ કંઠે ચડીને, લય લઇને સંવેદનમાં વિલય થઇ જાય. આગળ તો કરે અનુભૂતિને જ. અનુભૂતિને સ્થાપી આપે. અનુભૂતિનું યુદ્ધ જીતાડી આપે.એ સ્વામી નહિ, મિત્ર. હૃદયની એકતા એ બે વચ્ચે. વિચિત્તે શબ્દ વસે ન શ્વસે-પણ કવિ ને શબ્દ બન્ને આખરે તો અનન્યાનુભૂતિનાં નિમિત્તરૂપ ! અનુભૂતિનું દર્શન થયું કે બન્ને અલોપ ! એટલે જ મને તો શબ્દ ને કવિ બન્ને અજોડ બંધુ લાગે છે Alter Ego ! મેઘાણીનો શબ્દ જ્ઞાન કે શાસ્ત્ર કે વિદ્વતામાંથી નથી આવતો,
૫
જીવનના સંપર્કમાંથી આવે છે એ એની વિશેષતા. એ રીતે મેઘાણીએ એમની આ કવિતા દ્વારા એક બહુ મોટું કામ કર્યું - બોલાતી વાણીની કલાક્ષમતા સિદ્ધ કરી આપવાનું.
એમની કાવ્યપ્રવૃત્તિનાં ત્રણ મોટાં પરિબળો ઃ લોકગીતની લગની, યુગ ચેતનાનો સંગ અને બંગાળી-અંગ્રેજી કવિતાનો નાદ. આ ત્રણેનાં ઉદાહરણો બહુ જાણીતાં છે. નાનાલાલ પછી મેઘાણી જ એક એવો કવિ છે જેણે ગુજરાતને ફરીથી ગુંજતું કર્યું. કવિતા જ્યારે કેવળ અધિકારી વર્તુળમાં ફરતી હતી ત્યારે એ વર્તુળ બહાર એને વિસ્તારી. લોક સામાન્યની રુચિમાં એનો પ્રવેશ કરાવ્યો. લોકગીતો સાથેનો સંપર્ક તો તૂટી જ ગયો હતો; પછી કવિતા સાથેનો નાતોય તૂટ્યો; ત્યારે એને સંઘાડી આપ્યો. એ રસધર્મ બજાવ્યો; તો, લોકજાગૃતિનો યુગધર્મ પણ બજાવ્યો. નર્મદે એમ કર્યું હતું. પછી, કંઇક વધુ કપરા કાળમાં, વધુ સબળ રીતે, ને વધુ ત્યાગથી ને પ્રેમથી મેઘાણીએ કામ કર્યું. એમાં પત્રકારત્વની અનિવાર્યતાઓ, કંઠની ઇશ્વરી બક્ષિસ અને લોકગીતો- લોકઢાળોની હૃદયસંપત્તિ-એ ત્રણેય એમને પ્રેરતા ને દોરતાં રહ્યાં. એમ જે થયું તે શુદ્ધ કલાદષ્ટિએ કેવું છે ?
એ વિષે તો ખુદ મેઘાણી જે ચર્ચા કરી છે તે એમના કડકમાં કડક વિવેચકને ય મહાત કરે એવી છે. આવું કડક ‘સેલ્ફ-એસેસમેન્ટ’આત્મપરીક્ષણ, નિરપવાદ, બીજા કોઇનું નથી, પોતાને પ્રયોગકાર કહે છે, કવિતાકાર કહે છે-સંવેદનોનો દર્શાવક, બહુ બહુ તો ઉત્તમ કસબી છતાં ‘કુશળ કસબીપણું પણ કંઇ રસ્તામાં પડ્યું છે ? એ તો યોગ છે’. ‘એક તારો'ની પ્રસ્તાવનામાં પોતાની માત્ર છ જ કૃતિઓને કળાકૃતિ તરીકે ઓળખાવે છે : ‘શબદના સોદાગરને’, ‘વર્ષા’, ‘તકદીરની ત્રોફનારી’, ‘મોરપીંછનાં મૂલ', ‘ગરજ કોને ?’ અને ‘ધીમાં ઘીમાં લોચન ખોલો’. પોતાને હ્રાઇમ૨-લયકાર જ ગણે છે ! હા, એક અભિલાષ હતો !...જે (ભાષાધન) પ્રાંતિક હતું તેને સમગ્ર ગુજરાતનું ભાષાધન બનાવવાનો', પોતાનું ચિત્ર પોતે આંકી આપે છે ઃ ‘યુગવંદના’ અને ‘એકતારો'ના મુખપૃષ્ઠ પરનાં ચિત્રોમાં. વિરાટ યુગપુરુષ કે વિરાટના એકતારા સમક્ષ એક નાનકડો ગાયક બેઠેલો છે. હા, પલાંઠી લાળીને બેઠો છે. ઉપાસક છે. ને હા, એની પાસે એક ગઠડી છે-નાનકડી. દરેકને હોવાની. કર્મની, જવાબદારીની, સંવેદનાની જે ગણો તે કમાણી આ-જે એણે જ નિભાવવાની : આપણ કાંધે લઇ ગડિયાં ઊપડ ધણીને દુવાર... જી જી શબદના વેપાર !
બેર ધાય ઓન ક્રોસ'. તારે જ તારા જીવનની આ ગઠડી ઉપાડવાની. એની ખુમારીયે તારી ને ખુવારીએ તારી. ગાવાનું કામ તારું. કેવી રીતે ગાવાનું ?
હૈયા કેરી ધારણે તારે ઉર ઊઠે જે સૂર જી,
એ જ સૂરોના ઇમાની ભાઇ, ગાયા કર ચકચૂર... જી જી શબદના વેપાર.
એમ જ એમણે ગાયું-જીવનધર્મ ગણીને. ગાવાનું આવ્યું'તું એમને ફાળે માટે યુગધર્મ ગણીને-લોકધર્મ ગણીને, એમની કવિતાનો હજી તો આરંભ જ હતો, (બે જ વર્ષ માંડ થયાં હતાં) ત્યાં એના શબ્દની શક્તિનો પરચો અંગ્રેજી હકૂમતને થઇ ગયો | ‘સિંધુડો' જપ્ત કર્યો. હજી તો એ અભિધાની જ શક્તિ હતી ! પણ એ સીધી વાણી પાણીદાર હતી : બળકટ અભિધા હતીઃ
તુંથી કો ન જોરદાર, ખાલી ખા ન ડર મને
‘તુંથી' એ પ્રેમભર્યો, એકતાને એહસાસ કરાવનાર તુંકારો, ને ‘ખાલી ખા' એ ડરની નિરર્થકતાને ખંખેરી નાંખનારો-બન્ને પ્રયોગો બોલીના એવી જ હાકલ :