SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ לי પ્રબુદ્ધજીવન 5 તા. ૧૬-૨-૯૮ બસ સ્ટેશન, થિયેટરો, મંદિરો, મસ્જિદો, દેવળો વગેરે પ્રકારના ધર્મસ્થાનકોમાં કે એની આસપાસ આવા છોકરાઓને આશ્રયસ્થાન મળી રહે છે. શહેરોમાં દોડી આવતા છોકરાઓમાં હિંમત તો હોય જ છે. અજાણ્યા સ્થળે અજાણ્યા લોકો વચ્ચે કશા ઠામઠેકાણા વગર રહેવાનો વિચાર સામાન્ય રીતે તો કોઈપણ નાના છોકરાને ગભરાવી મારે એવો છે. પરંતુ જેનું પોતાનું ભાવિ આમ પણ કઠોર હોય છે તેને પોતાના ભાવિની ચિંતા રહેતી નથી. વસ્તુતઃ ઘણા તો મોટી આશામાં શહેરમાં આવે છે. શહેરની શેરીમાં રખડતા છોકરાઓને મળીને, વિશ્વાસ જીતીને એમના જીવનનો અભ્યાસ કરનારા જણાવે છે કે શહેરોમાં દોડી આવતા મોટા ભાગના છોકરાઓ ઉપર ચલચિત્રોની માઠી અસર હોય છે. અચાનક શ્રીમંત થવાના સ્વપ્નાં સેવીને તેઓ શહેરમાં આવે છે. આપણાં ચલચિત્રોમાં અવાસ્તવિક ઘટનાઓનું પ્રમાણ ઠીક ઠીક હોય છે. ગરીબ છોકરો અચાનક શ્રીમંત બની જાય, વૈભવશાળી જીવન જીવવા લાગે, શેઠની દીકરી ડ્રાઇવરના કે ઘરનોકરના પ્રેમમાં પડી હોય અને ઘર છોડીને ભાગી જતી હોય, નોકરો ઘરમાં જલસા કરતા હોય એવાં એવાં દશ્યો ગરીબ ભૂખેમરતા છોકરાઓની કલ્પનાશક્તિને ઉત્તેજે છે અને તે ઘર છોડીને મોટા શહેરમાં દોડી આવે છે. વળી ચલચિત્રમાં જોવા મળતાં મોટાં શહેરો નજરે જોવાનાં પ્રલોભનો તેમને પણ હોય છે. શહેરમાં કંઇ કામધંધો નહિ મળે તો ભીખ માગીને પણ પેટનો ખાડો પૂરો કરી શકાશે આવી શ્રદ્ધાથી તેઓ શહેરમાં આવી પહોંચે છે. પોતાના ગામનો એક છોકરો ગયો હોય તો તે જોઇને બીજાને જવાનું મન થાય છે. અથવા અનુભવી છોકરો પોતાના ગામડે જઇને બીજા બેચાર છોકરાને શહેરમાં બોલાવી લાવે છે. આવી રીતે એમની જમાત વધતી જાય છે. ઘરેથી ભાગી નીકળેલા છોકરાઓને થોડા વખત પોતાનાં માતાપિતા, ભાઇભાંડુ યાદ આવે છે, પણ પછી નવી જિંદગીમાં તે એવો ઓતપ્રોત થઇ જાય છે કે ઘર સાંભરતું બંધ થાય છે. તેને પોતાની સ્વતંત્ર રીતે જીવન જીવવા મળે છે અને પોતાની કલ્પના પ્રમાણે અમનચમન કરવા મળે છે એટલે ઘર માટેની એની લાગણી બુઠ્ઠી થઇ જાય છે. બીજી બાજુ ઘરની રજા લઇ શહેરમાં વ્યવસ્થિત રીતે નોકરી કરવા આવેલા છોકરાઓ વારંવાર ઘરને સંભારે છે, ઘરે જાય છે અને બચેલી રકમ માબાપને આપે છે, પરંતુ ભાગી નીકળેલા કે તરછોડાયેલા છોકરાઓનું એવું કશું અનુસંધાન ઘર સાથે રહેતું નથી. રસ્તે રખડતાં ભૂખે મરતા છોકરાઓમાં ચોરીનું વ્યસન વહેલું આવે છે. જેમ અનુભવ થાય તેમ એની હોંશિયારી અને હિંમત વધતાં જાય છે. મોટા અનુભવી છોકરાંઓ, ટોળકીના સરદારો એમને ખિસ્સા કાપવા માટે, સ્ત્રીઓના ગળાની ચેન ઝૂંટવવા માટે માલસામાનની ઉઠાંતરી કરવા માટે તાલીમ આપતા રહે છે. પુખ્ત ઉંમરના થતાં તેઓ લૂંટ-ચોરીના મોટા મોટા કિસ્સાઓમાં સંડોવાતા જાય છે. આમ, શેરીનાં કેટલાંક સંતાનો સમય જતાં સમાજ માટે - દૂષણરૂપ, ભયરૂપ બની જાય છે. ૩ મોટી લાલચ આપીને ચોરી, લૂંટ, દાણચોરી, ખૂન જેવાં મોટાં ગુનાહિત કાર્યોમાં ખેંચી જાય છે. એકલા એકલા રખડતા છોકરાઓને પોતાની મજૂરીના કામમાંથી કોઇવાર ઓછી આવક થાય તો કોઇ વાર અણધારી વધુ આવક થાય. કેટલાક તો પોતાના રોજની ખાધાખરચી કરતાં પણ વધુ રૂપિયા કમાતા હોય છે. આ વધારાની આવક ક્યાં રાખવી ? ઘર નથી, સાચવવાની કે સંતાડવાની જગ્યા નથી. એટલે પૈસા આવતાં આવા છોકરાઓમાં મોજશોખ ચાલુ થાય. ચલચિત્રો જોવાની, ચા, પાન, સિગરેટની ટેવ પટે છે. જૂગાર રમાય, શરાબ પિવાય અને વેશ્યાગૃહોમાં જવાનું પણ ચાલુ થાય. મજૂરી કરીને કમાય, પણ પછી જિંદગી ધૂળધાણી થતી જાય. નાની કાચી ઉંમરમાં અશિષ્ટ કુટેવો આવવા માંડે. મોટા છોકરાઓમાં તો ગુંડાગીરીનું જોર પણ વધતું જાય, અંધારી આલમના માણસો પણ એવા જબરા છોકરાઓને શહેરોમાં આવેલા કેટલાક છોકરાઓ એકલદોકલ રખડતા હોય છે, તો કેટલાક પોતાની ટોળી જમાવે છે. ટોળીમાં એકાદ મોટો છોકરો એમનો સરદાર બની બેસે છે અને લાલચ, ધમકી આપીને તેમને વશ રાખે છે. આવા ટોળકીવાળા છોકરાઓ પછી પોલિસને, પણ ગાંઠતા નથી. ઉંમરમાં મોટા થતાં, જબરા થતાં અને ફાવતા જતાં આવા કેટલાંક છોકરાંઓ મોટા ગુનેગારો બની જાય છે. દુનિયાભરમાં કરોડો એવા રખડતા શેરીના સંતાનો-street Childrenના જીવનને સુધારવા માટે શું કશું ન કરી શકાય ? પ્રત્યેક દેશમાં સરકારી સ્તરે જે યોજનાઓ થાય તે અપૂરતી જ રહેવાની, સામાજિક સ્તરે પણ સંગીન કાર્ય એ દિશામાં અવશ્ય થઇ શકે. આ વિશે કશુંક કરવાની ભાવના કેનેડાવાસી એક સજ્જનને થઇ. એમણે વિશાળ ઘોરણે એક સરસ આયોજન વિચાર્યું અને પોતાના પ્રોજેક્ટ માટે નામ આપ્યું Street Kids International. એમણે આફ્રિકા અને એશિયાનાં કેટલાંક મોટાં શહેરો એ માટે પસંદ કર્યા. કિશોરો અને ઊગતા યુવાનો માટે એમણે વિવિધ પ્રકારની યોજનાઓનો અને ભલામણોનો જુદાં જુદાં કેન્દ્રો દ્વારા પ્રચાર કર્યો. મુંબઇમાં રોટરી કલબનાં આવા પ્રકારના આયોજન માટે Project Mainstream એવું નામ રાખવાનું શ્રી મહેન્દ્રભાઈ મહેતાએ સૂચવેલું. આ યોજનાનો આશય એ છે કે સમાજમાં ભદ્ર લોકોનો જે મુખ્ય પ્રવાહ-mainstream છે એમાં રસ્તે રખડતા છોકરાઓને સુધારીને ભેળવવા જોઇએ કે જેથી તેઓ પણ ભદ્ર સમાજનું એક અંગ બની રહે. તેઓને જો ભેળવવા હોય તો તેઓને કેળવવા પડશે. તેઓને જો યોગ્ય રીતે કેળવવા હોય અને તેનું તાત્કાલિક સારું પરિણામ જોઇતું હોય તો તેઓને એમની વય અને પરિસ્થિતિ અનુસાર એવા પ્રકારની જુદી તાલીમ આપવી જોઇએ. રખડુ છોકરાઓને સુધારવા હોય તો એમને સારું શિક્ષણ આપવું જોઇએ, એમને શાળામાં દાખલ કરાવી ભણતા કરી દેવા જોઇએ એવો વિચાર આપણને તરત આવે. માબાપ સાથે ઘરમાં રહેતા છોકરા રખડુ થઇ ગયા હોય તો તેમને માટે આવો વિચાર અમુક દૃષ્ટિએ કદાચ યોગ્ય ગણાય. પણ રસ્તે રખડતા, રીઢા થયેલા, ન ધણિયાતા છોકરાઓ માટે શાળાનું ભણતર તરત કામ ન પણ લાગે. અનુભવને આધારે Project Mainstreamના આયોજકોનો એવો મત બંધાયો છે કે આ છોકરાઓને ફીની મદદ કરી શાળામાં દાખલ કરાવી શિક્ષણ આપવાની સગવડ કરી આપવામાં આવે તો તે બહુ સફળ નહિ થાય, કારણ કે જે જાતની આવા છોકરાઓને ટેવ પડી હોય છે એથી તેઓને શાળાના શિક્ષણમાં રસ નહિ પડે. શાળામાંથી ભાગી જવું એમને માટે એટલું જ સરળ છે. તેમનો મુખ્ય આશય તો પેટ ભરવાનો, રળી ખાવાનો છે. વળી તેઓમાં હોંશિયારી છે પણ સાધન અને સગવડનો અભાવ છે. ચોરી કરીને, ખિસ્સા કાતરીને કે પરચુરણ મજૂરી કરીને પોતાની આજીવિકા મેળવનારને વધુ ગૌરવવાળી કમાણીમાં રસ પડે અને તે જલ્દી ગ્રહણ કરી શકે એવા કામની તાલીમ આપવી જોઇએ. પ્રોજેક્ટ મેઇનસ્ટ્રીમ તરફથી એવા રખડતા છોકરાઓનો સંપર્ક કરીને, વિશ્વાસ જીતીને, તેમને ચા બનાવતાં, સમોસા, કચોરી કે સેન્ડવિચ બનાવતાં, ફૂલના ગજરા બનાવતાં તથા અન્ય પ્રકારનાં કામો વ્યવસ્થિત કોર્સ પ્રમાણે શીખવવામાં આવે છે. એવી તાલીમ બરાબર તે લઇ લે તે પછી એને પોતાનો વેપાર કરવા માટે સાધનો અપાવવામાં આવે છે. આર્થિક લોન આપવામાં આવે છે. આમ કરવાથી છોકરામાં પોતાની શક્તિ માટે આત્મવિશ્વાસ વધે છે. નવું કંઇક શીખ્યાનો તથા પોતાની મહેનતની કમાણી મેળવ્યાનો અનેરો આનંદ તે અનુભવે છે. વધુ હોંશિયાર છોકરાઓ હોય તો તેમને ડ્રાઇવિંગ શીખવવામાં આવે છે. લિફટમેન, વોચમેન, ટેલિફોન ઓપરેટર કે મોટર મિકેનિકનું કામ
SR No.525983
Book TitlePrabuddha Jivan 1998 Year 09 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy