________________
*
પ્રભુજીવન
કેવળજ્ઞાન--સ્વરૂપ ઐશ્વર્ય
— સ્વ. પંડિત પનાલાલ જગજીવનદાસ ગાંધી
(ગતાંકથી ચાલુ-૧૫)
એ
સ્થૂલ, સૂક્ષ્મ અને શૂન્યથી કેવળજ્ઞાનની સમજણ : આ વિશ્વ પાંચ અસ્તિકાયમય છે. અસ્તિ એટલે પ્રદેશ અને કાય એટલે સમૂહ, એ અસ્તિકાયનો વ્યાવહારિક અર્થ છે. અસ્તિ ધાતુ છે અને કાય એટલે શરીર એ નામ છે. અસ્તિ અને ધાતુ બંને મળી શબ્દ થયો છે. વ્યાકરણશાસ્ત્રની અપેક્ષાંએ અસ્તિ ક્રિયાપદ છે અને કાય નામ છે. તો પછી અહીં અસ્તિનો અર્થ ‘પ્રદેશ' કેમ કર્યો? એનું સમાધાન લક્ષ્ય અર્થથી થઇ શકે. અસ્તિનો અર્થ છે ‘હોવું' Being-Existence-અસ્તિત્વ હોવું, ‘અસ્તિ’નો લક્ષ્યાર્થ એ છે કે જેનું હોવું (અસ્તિત્વ) ત્રણે કાળ હોય, જે અનાદિ, અનુત્પન્ન, અવિનાશી, સ્વયંભૂ હોય, એવું જેનું હોવું છે, તેને પ્રદેશ કહેવાય છે. હવે પ્રશ્ન ઉદ્ભવે છે કે પ્રદેશ એટલે શું ? કોઇપણ એક જથ્થાનો અવિભાજ્ય નાનો વિભાગ તેનું નામ પ્રદેશ કહેવાય છે. દેશ અને રાષ્ટ્રના સંદર્ભમાં જેમ દેશના એક વિભાગને પ્રદેશ કહીએ છીએ અને વ્યક્તિને પૂછી છીએ કે કયા પ્રદેશના છો ? એ વ્યવહાર લક્ષમાં રાખીશું તો પ્રદેશનો જે અર્થ ઉપર કર્યો છે તે સુસ્પષ્ટ થશે. કોઇપણ મુક૨૨ કરેલ જથ્થાની ધારણા-કલ્પના કરો. એ કલ્પિત જથ્થો, અખંડ એક જથ્થો છે, જેને જૈન આધ્યાત્મિક દ્રવ્ય, ગુણ, પર્યાયની પરિભાષામાં ‘સ્કંધ' કહેવાય. એ અખંડ સ્કંધના આગળ-પાછળ, ઉપર-નીચેના જે વિભાગ કલ્પો તેને તે સ્કંધનો દેશ કહેવાય છે. એ દેશની અંદર પણ જે અવિભાજ્ય સૂક્ષ્મ ભાગ કલ્પવામાં આવે છે તેને પ્રદેશ કહેવામાં આવે છે. ભારતવર્ષ-ભારત રાષ્ટ્રના સ્કૂલ ભાગ ઉત્તર ભારત, દક્ષિણ ભારત, પશ્ચિમ ભારત, પૂર્વ ભારત. વિશેષ વિભાગ પ્રાંત, જિલ્લા, તાલુકા આદિમાં કરાય છે અને તાલુકાનું વિભાજન ગામમાં થાય છે. ગામ જેમ રાષ્ટ્રનું મૂળ એકમ છે તેમ ‘પ્રદેશ’ એ દ્રવ્યના જથ્થા-સ્કંધનું સૂક્ષ્મ અવિભાજ્ય એકમ છે.
સમગ્ર વિશ્વ સૂક્ષ્મ અને બાદર પ્રદેશોનો સમૂહ છે. એવા પ્રદેશોના સમૂહને પાંચ વિભાગમાં વહેંચી તેનું નામકરણ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને જીવાસ્તિકાય એમ કરવામાં આવેલ છે. આ પાંચે પ્રદેશના સમૂહરૂપ છે, છતાં એ પાંચેમાં નીચે જણાવ્યા મુજબનો મુખ્ય તફાવત-ભેદ છે.
ય
એક પ્રદેશસમૂહ અસીમ છે અને બાકીના ચાર પ્રદેશસમૂહ અથવા અસ્તિકાય સીમાંત છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, જીવાસ્તિકાય એ ચાર સીમાંત છે, જ્યારે એકમાત્ર આકાશાસ્તિકાય અસીમ છે, એટલે એની કોઇ સીમા નથી-હદ નથી. જે ચાર અસ્તિકાય સીમાંત છે, એમાં પણ બે અસ્તિકાય ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના પ્રદેશ સીમાંત હોવા છતાં નિત્ય અને સ્થિર
?
છે. આકાસ્તિકાય પણ અસીમ હોવા સાથે તેના પ્રદેશ નિત્ય અને સ્થિર છે. હવે પ્રદેશ સ્વયં અનાદિ, અનુત્પન્ન, અવિનાશી અને સ્વયંભૂ છે અને ઉપર ‘અસ્તિ’ની વ્યાખ્યા કર્યા મુજબ ત્રણે કાળમાં સર્વદા તેનું અસ્તિત્વ છે. આમ પાંચેય પ્રદેશસમૂહો નિત્ય છે. આ પ્રદેશસમૂહો-અસ્તિકાય વિષે હવે પ્રશ્ન એ જ વિચારવાનો રહે છે કે શું તે અસ્તિકાય (પ્રદેશ-સમૂહ)ના પ્રદેશો સ્થિર છે કે જે અસ્થિર નિત્ય કે અનિત્ય એ કાળવાચક, કાળસૂચક વિશેષણો છે. જ્યારે સ્થિર કે અસ્થિર એ ક્ષેત્રવાચી-ક્ષેત્રસંબંધી વિચારણા છે, જે દ્રવ્ય પ્રદેશસમૂહને ધારણ કરે છે તે પછી સીમાંત હોય કે અસીમ હોય તેની આકૃતિ નક્કી થતી હોય છે, પછી તે સૂક્ષ્મ હોય કે બાદર હોય. આકૃતિ હોય એટલે મૂર્ત કહેવાય પણ અમૂર્ત નહિ કહેવાય. આ અપેક્ષાએ પાંચેય અસ્તિકાય મૂર્ત છે. આકાશાસ્તિકાય ભલે
તા. ૧૬-૧૦-૯૮
અસીમ હોય પણ અસીમ ગોળ હોય, વ્યાપક હોય. તેમ અસ્તિકાયનો અવિભાજ્ય અંશ જે પ્રદેશ કહેવાય તે પણ આકારમાં ગોળ હોય. ત્રિકોણાકાર કે ચોરસ આકારમાં નહિ હોય. કારણ કે ગોળ સિવાયના બાકીના આકારના ભાગ પડતા હોય છે. રેખા પણ બિંદુઓથી બનેલ છે. નાનામાં નાનો સૂક્ષ્મ અવિભાજ્ય પ્રદેશ એ ગોળાકાર જ હોય. પ્રદેશ અવિભાજ્ય છે. દેશ-સ્કંધ ભાજ્ય છે. દેશના ત્રણ ભાગ જધન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ હોય છે, જેમ બે આંકડાની જઘન્યનાનામાં નાની સંખ્યા દશ (૧૦) છે. મધ્યમ સંખ્યા અગિયારથી લઇ અઠ્ઠાણુ (૧૧ થી ૯૮) છે અને ઉત્કૃષ્ટ સંખ્યા નવ્વાણુ (૯૯)
છે.
જીવાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ ચાર અનાદિ નિષ્પન્ન સ્કંધ છે, જેનું ત્રણ પ્રકારનું અખંડત્વ છે. સંલગ્ન અખંડત્વ, જાતિ અખંડત્વ અને સંખ્યા અખંડત્વ. આ ચારેય અનાદિ નિષ્પન્ન કંઘનું આ અખંડત્વ કાયમ રહે છે. ગણત્રીમાં સંખ્યાના સ્થૂલ ત્રણ ભેદ છે. સંખ્ય, અસંખ્ય અને અનંત, જીવાસ્તિકાય-આત્મા અસંખ્ય આત્મપ્રદેશોનો સમૂહ છે. આત્મપ્રદેશો જે અસંખ્યાતા છે, તે નિત્ય-અસંખ્ય જ રહે છે, એ તેનું સંખ્યા અખંડત્વ છે. વળી આ આત્મપ્રદેશો એકમેક સંલગ્ન નિત્ય રહે છે, તે તેનું સંલગ્ન અખંડત્વ અને આત્મા-જીવ એ જીવ મટી ધર્મ, અધર્મ, આકાશ કે પુદ્દગલ થતો નથી, જીવ મટી જઇ અજીવ થતો નથી અને જીવત્વ જાતિનો જ નિત્ય રહે છે, તે તેનું જાતિ અખંડત્વ છે. આ પ્રદેશસમૂહો-અસ્તિકાયો પ્રદેશથી સામાન્ય છે પરંતુ પોતપોતાના ગુણધર્મથી-ભાવથી ભિન્ન ભિન્ન છે. જીવાસ્તિકાય, ઘર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાયના અનુક્રમે સ્વ-૫૨ પ્રકાશકતા, ગતિપ્રદાનતા, સ્થિતિપ્રદાનતા, અવગાહના પ્રદાનતા અને ગ્રહણત્વ એ પાંચ આગવા પરમભાવ છે. જીવાસ્તિકાય એ ચેતન છે, તેને છોડીને બાકીના ચાર જડ છે. પુદ્ગલાસ્તિકાયમાં નામ-નામાંતરતા અને રૂપ-રૂપાંતરતા તથા લેતાંતરતા છે તેથી તે રૂપી છે, જ્યારે જીવાસ્તિકાય એના શુદ્ધ સ્વરૂપમાં અને ધર્મ-અધર્મ-આકાશ એ ચાર અરૂપી છે-એટલે કે નિત્ય તેમનું એકરૂપ, એક સરખો જ એક આકાર હોય છે. એ અર્થમાં જ
એ ચાર અનામી, અરૂપી, અમૂર્ત, નિરાકાર કહેવાય છે. પુદ્ગલ સંયોગી જીવ સંસારી છે અને પુદ્ગલમુક્ત શુદ્ધ જીવ શિવ-૫૨માત્મા છે. અવિભાજ્ય પુદ્ગલ સ્વતંત્ર હોય ત્યારે પરમાણુ કહેવાય છે. જ્યારે સ્કંધના એક ભાગ-અંશ તરીકે તે પ્રદેશ કહેવાય છે. ધર્મ, અધર્મ અને આકાશ એક એક દ્રવ્ય છે, જ્યારે જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય સંખ્યામાં એકથી અધિક હોય છે અને તે અનંતા
છે.
કેવળદર્શનમાં આ પાંચે અસ્તિકાય પ્રદેશો દેખાય છે તે કેવળજ્ઞાની ભગવંતનો સામાન્ય નિરાકાર ઉપયોગ છે અને કેવળજ્ઞાનમાં આ પાંચે અસ્તિકાયના ભાવ ગુણ-પર્યાય-ગુણધર્મ જણાય છે તે કેવળજ્ઞાની ભગવંતનો વિશેષ ઉપયોગ છે જે સાકાર ઉપયોગ છે. કેવળીભગવંતને એકક્ષેત્રી રહેલ પાંચે અસ્તિકાયો કેવળદર્શનમાં દેખાય છે પણ એ પાંચ અસ્તિકાય ઘર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ જીવ રૂપે જે જુદા જુદા જણાય છે એ, તે તે અસ્તિકાયના ગુણ-પર્યાયથી જણાય છે જે કેવળીભગવંતનું કેવળજ્ઞાન છે.
દર્શન એ જ્ઞાનનો અંશ છે અને જ્ઞાન એ દર્શનનો વિસ્તાર છે.
દર્શન, પ્રદેશપિંડને જુએ છે અને જ્ઞાન પ્રદેશપિંડને એના ગુણધર્મથી જાણે છે. દ્રવ્ય અને ગુણના કલ્પિત સંવાદમાં ગુણ દ્રવ્યને અર્થાત્