SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ પ્રબુદ્ઘજીવન તા. ૧૬-૧-૯૮ કંઇક જિવાઇ મોકલી પણ એ રૂપિયા પાછા આવ્યા...ત્યાં કોઈ હતું બીવાનું કોઇ કારણ નથી ! સાંભળો, તમે દેશમાં પાછા જશો...અને નહીં.' મા-ઠાકુરાણીને ફરી જોવા પામશો.’ હળવી, રસળતી શૈલીમાં લખાયેલા ‘મન' નામના એક નિબંધમાં ટાગોર લખે છે ઃ ‘સભ્યતાને ખાતર માણસે મન નામના પોતાના એક અંશને અમર્યાદ લાડ લડાવીને ખૂબ બહેકાવી મૂક્યો છે. હવે તમે કદાચ એને છોડવા જશો પણ તે તમને છોડે એમ નથી'. આ પછી ખૂબ જ નૈસર્ગિક જીવન જીવતા એમના એક નોકરની વાત કરે છે. પેલો એક માણસ તડકો ખાળવાને માટે માથે ચાદર નાખીને જમણા હાથમાં શાલનાં પાંદડાંના પડિયામાં થોડું દહી લઇને રસોડા તરફ જાય છે...એ મારો નોકર છે. એનું નામ છે નારાયણસિંગ. ખાસો હૃષ્ટપુષ્ટ, નિશ્ચિત, પ્રફુલ્લ મનનો, સારી પેઠે ખાતર મળેલા, પુષ્કળ પાંદડાંવાળા, લીસા, સુંવાળા ફણસનાં ઝાડ જેવો. એવો માણસ આ બહારની પ્રકૃતિમાં બરાબર ભળી જાય છે. પ્રકૃતિ અને એની વચ્ચે ઝાઝું અંતર નથી. આ જીવોની ધાત્રી સમી ધાન્યથી ભરપૂર વસુંધરાના અંગ સાથે લોટપોટ થઇ જઇને એ માણસ ખૂબ જ સહજ ભાવે જીવે છે. એના પોતામાં લેશ પણ આત્મવિરોધ કે વિસંવાદ નથી. પેલું ઝાડ જેમ મૂળિયાંથી માંડીને પાંદડાંની ટીશી સુધી કેવળ એક સીતાફળનું ઝાડ બની રહ્યું છે. બીજા કશાને વિશે તેને કશી માથાફોડ કરવાની નથી, તે જ પ્રમાણે મારો હૃષ્ટપુષ્ટ નારાયણ પણ આદિથી તે અંત સુધી કેવળ માત્ર એક આખો નારાયણસિંગ જ છે.' : ‘જૂનો નોક૨' નામના એક (કથા) કાવ્યમાં ટાગોરે કેષ્ટા (કૃષ્ણકાન્ત) નામના એક જૂના વફાદાર નોકરની હૃદયભેદક કથા આલેખી છે. કાવ્યની શરૂઆત આવી છે : ‘ભૂતના જેવો એનો ચહેરો હતો, તેવો જ એ મહામૂર્ખ પણ હતો, કંઇ ખોવાય તો ગૃહિણી કહે બેટો કેસ્ટો જ ચોર છે. ઊઠતાં બેસતાં હું એને ગાળો ભાંડું છું કે તારો બાપુ મરે, પણ એ સાંભળ્યું ન સાંભળ્યું કરી કાઢે છે. જેટલો એ મારી ખાય છે એટલો તો એ પગાર ખાતો નથી...... ... ત્રણ ચીજ એને આપી હોય તો એમાંથી એક રહે છે ને બાકીની બે ક્યાં ગઈ તે એ જાણતો નથી. એને જો એક આપી હોય તો આંખના પલકારામાં (એને ભાંગીને) એકની ત્રણ કરી લાવે છે......! પાજી, પાજી, અભાગિયા ગધેડા કહી ગાળો દઉં છું પણ એ તો બારણા આગળ ઊભો ઊભો હસ્યા કરે છે...એ જોઇને મારો તો પિત્તો ઊકળી જાય છે, પણ તો ય, એની માયા છોડવી મારે માટે મુશ્કેલ છે, કારણ એ મારો બહુ જૂનો નોકર છે. આ પછી કાવ્ય આગળ વધે છે.કેષ્ટાથી કંટાળીને ગૃહિણી ઘર છોડવા તૈયાર થાય છે ત્યારે ગૃહપતિનો પિત્તો જાય છે : ‘ પાજી ! આજે જ તું અહીંથી ચાલી જા. હું તને નોકરીમાંથી કાઢી મૂકું છું !'...એ ઘીરે ધીરે ચાલી જાય છે, પણ બીજે દિવસે સવારે ઊઠીને જોઉં છું તો બેટો મૂરખનો સરદાર હાથમાં હુક્કો લઇને તે મારી સામે ધરી ઊભો છે. એનું મોટું ખુશખુશાલ છે. છોડવા છતાં પણ જે છોડતો નથી, તેનું કરવું શું ? એ મારો બહુ જૂનો નોકર છે.’ ‘એ મારો બહુ જૂનો નોકર છે.' એ ધ્રુવપદમાં કથા-કાવ્ય આગળ ધપે છે. એક વરસે દલાલીમાં માલિકને સારો નફો થાય છે ને તે કેટલાકની સાથે શ્રી વૃંદાવન ધામ જવા ઊપડે છે. કેષ્ટાને બદલે, ગૃહિણીના કહેવાથી શેઠ રામનિવારણને સાથે લઇ જાય છે. પણ બાપ રે ! વર્ધમાનમાં ઊતરીને જોઉં છું તો કૃષ્ણકાન્ત (કેષ્ટો) અત્યંત શાંત ચિત્તે હૂકો તૈયાર કરીને લાવે છે. પણ હું એનો ગમે એટલો દોષ કાઢું તો પણ મારા એ જૂના નોકરને જોઇ મને ખૂબ આનંદ થયો. શ્રી વૃંદાવન ધામમાં શેઠને વસંત (બળિયા) નીકળે છે. સૌ સાથીઓ છોડીને ભાગી જાય છે, બચવાની કોઇ શક્યતા લાગતી નથી ત્યારે એ (કેષ્ટો) મારા મોંમાં પાણી ટોવે છે, કુશળ પૂછે છે, મારા માથા પર હાથ મૂકે છે, ચૂપચાપ ઊભો રહે છે, એની આંખોમાં ઊંઘ નથી ....અને એના મોંમાં અનાજનો દાણો નથી...રહી રહીને એ કહે છે : ‘માલિક ! તમારે કથા-કાવ્યનો અંત આવો છે : ‘હું સાજો થઇને ઊઠ્યો, એને તાવે પકડ્યો...મારા કાલવ્યાધિનો ભાર એણે પોતાના દેહ પર લઇ લીધો. બેભાન અવસ્થામાં તેણે બે દિવસ કાઢ્યા, નાડી બંધ થઈ ગઈ. આટઆટલી વાર હું તેને છોડવા ગયો, પણ આજે આટલે દિવસે તે મને છોડી ગયો ! ઘણા દિવસ પછી જાત્રા પૂરી કરીને મારે ઘેર પાછો ફર્યો...પણ આજે ચિરસાથી મારો એ જૂનો નોકર સાથે નથી.' બહોળા સંયુક્ત ટાગોર-કુટુમ્બમાં, કવિવર રવીન્દ્રનાથના દાદાના સમયથી અનેક નોકરો સાથેનો ગાઢ નાતો ચાલ્યો આવતો હતો. કિશોરકાળમાં ટાગોરને ભાતભાતના નોકરોનો ભિન્ન ભિન્ન પ્રકારનો કટુ-મધુ અનુભવ થયો, તો જમીનદારી સંભાળ્યા બાદ પણ પાકટ વયે તેમને અનેક નોકરોનો વિવિધરંગી અનુભવ થયો. એમના માનવતાવાદી દષ્ટિબિન્દુ અને જીવન વ્યવહારે આ બધા નોકરો પ્રત્યે ૠજુ સમભાવભરી રીતી-નીતિ અપનાવી છે. કટુતાનો ક્યાંય પણ અનુભવ થતો નથી, કેવા અહોભાવથી એ સરલ,ભોળા, અશિક્ષિત પણ અતીવ કૃતજ્ઞ સમાજનું તેમણે સુરેખ આલેખન કર્યું છે ! બની સિદ્ધિ-મર્યાદાનો નિખાલસ એકરાર કરતાં સુંદર કાવ્યમાં તેઓ ‘વૃન્દાવન’ નામના એમના એક આત્મલક્ષી કાવ્યમાં, અંતર્મુખ કહે છેઃ ‘આ વિપુલ પૃથ્વીનું હું કેટલું તો ઓછું જાણું છું...હું જાણું છું કે મારી કવિતા વિવિધ માર્ગે ગઇ છે, છતાં તે સર્વત્ર-ગામી થઇ નથી.’ ‘સર્વત્ર-ગામી'નો એમનો આદર્શ ભલે સર્વાશ્લેષી હોય પણ ‘વિવિધમાર્ગે' વિહરતી પ્રતિભાનું મૂલ્ય પણ શા માટે ઊભું આકવું જોઇએ ? એમનાં બાલમાનસને નિરૂપતાં કાવ્યો અને નૃત્ય-સૃષ્ટિનું આલેખન કરતું સાહિત્ય પણ અન્ય સાહિત્યની તુલનાએ ઓછું રોચક નથી. વાહ સંઘ-સમાચાર સાપુતારામાં રોગનિદાન કેમ્પ સંઘના ઉપક્રમે, ડૉ. કુમુદ પ્રવીણ મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સાપુતારામાં ત્યાંની ઋતંભરા વિશ્વ વિદ્યાપીઠમાં રોગનિદાન કેમ્પનું આયોજન રવિવાર, તા. ૪-૧-૧૯૯૮ના રોજ કરવામાં આવ્યું હતું. પ્રેમપુરી આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી તથા ઋતંભરાના મુ. શ્રી હરિભાઇ ડ્રેસવાલાએ મુંબઇથી દવાઓ, કપડાં વગેરે લઇ જવા માટે તથા સંઘના સભ્યોને જવા આવવા માટે જીપગાડીની વ્યવસ્થા કરી આપી હતી, જે માટે તેમના આભારી છીએ. ડૉ. પ્રવીણભાઇ મહેતા તથા ડૉ. રમણભાઇ શાહ, શ્રી નિરુબહેન શાહ, શ્રી ૨માબહેન વોરા, શ્રી ભૂપેન્દ્ર ઝવેરી વગેરે સંઘના સભ્યો સાપુતારા ગયા હતા. ઋતંભરા વિશ્વવિદ્યાપીઠની ૩૦૦ જેટલી વિદ્યાર્થિનીઓની ચામડીના રોગો, કૃમિના રોગો, આંખો, માથાના વાળમાં લીંખ-જૂ વગેરેની દૃષ્ટિએ તપાસ કરી તેઓને દવા આપવામાં આવી હતી. ડાંગ જીલ્લાના મથક આહવામાં સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઘેલુભાઇ નાયકની આ પ્રસંગે મુલાકાત લેવામાં આવી હતી. ડાંગની કેટલીક શાળાના વિદ્યાર્થીઓ માટે વસ્ત્રો વહેંચવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. વસ્ત્રો માટે સંઘને શ્રી પ્રભાવતીબહેન હિંમતલાલ શાહ તરફથી રૂપિયા ત્રણ હજાર ભેટ મળ્યા છે તેનો સાભાર સ્વીકાર કરીએ છીએ. ] મંત્રીઓ
SR No.525983
Book TitlePrabuddha Jivan 1998 Year 09 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy