SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ - વર્ષ : (૫૦) + ૯ ૭ અંક ઃ ૧ ૦ | 66 ૭ તા. ૧૬-૧-૯૮૭ * શ્રી મુંબઇ જૈન યુવક સંઘનું માસિક મુખપત્ર પ્રબુદ્ધ જીવન પ્રબુદ્ધ જીવન પાક્ષિક ૧૯૩૯થી ૧૯૮૯ : ૫૦ વર્ષ ૦ ૦ ૦ વાર્ષિક લવાજમ રૂા. ૮૦ તંત્રી : રમણલાલ ચી. શાહ Licence to post without prepayment No. 37 ♦ Regd. No. MH / MBI-South / 54 / 98 સ્વ. લાડકચંદભાઇ વોરા સાયલાના રાજસોભાગ આશ્રમની સ્થાપનાના પ્રેરક, અનેક મુક્ષુઓના ગુરુદેવ, ‘બાપુજી'ના નામથી ભક્તોમાં પ્રિય અને માદરણીય, સાયલાના સંત તરીકે ખ્યાતિ પામેલા એવા સ્વ. વાડકચંદભાઇ માણેકચંદ વોરાનો મંગળવાર, તા. ૯મી ડિસેમ્બર ૧૯૯૭ના રોજ ૯૩ વર્ષની વયે દેહવિલય થયો. એમના સ્વર્ગવાસથી બમારી જેમ અનેકને અધ્યાત્મમાર્ગના એક અનુભવી પથપ્રદર્શકની ખોટ પડી છે. (સ્વ. લાડકચંદભાઇ વોરાના જીવન અને કાર્ય વિશે ઘણું લખાયું અને ઘણું લખી શકાય એમ છે, પણ આ ટૂંકા શ્રદ્ધાંજલિ લેખમાં યત્વે અમારાં સ્મરણો, સંક્ષિપ્ત જીવનરેખા સાથે, તાજાં કરીશું. એ .ટે ‘લાડકચંદભાઇ’ને બદલે ‘બાપુજી' શબ્દ જ પ્રયોજીશું.) બાપુજીનો પહેલો પરોક્ષ પરિચય મને લંડનનિવાસી સુધાબહેન નુભાઇ દ્વારા થયો હતો. ૧૯૮૪ના જુલાઇમાં લેસ્ટરથી મુંબઇ ભાવતાં અમે લંડનમાં સુધાબહેનને ઘરે રોકાયાં હતાં. તે વખતે પોતાના દીવાનખાનામાં એક ફોટો બતાવી એમણે કહ્યું, ‘આ સાયલાના સડકચંદ બાપા'. ધ્યાનમુદ્રામાં એ ફોટો હતો. એ જોતાં જ કોઈ ભાવશાળી સાધક વ્યક્તિ હોય એવો ખ્યાલ આવે. સુધાબહેન ભારત રાવે ત્યારે સાયલા અચૂક જાય. તેમણે લાડકચંદ બાપાને પોતાના માધ્યાત્મિક ગુરુ માન્યા હતા. તે વખતે જ મનમાં ઇચ્છા ઉદ્ભવેલી કે ડાયલા જવાની તક મળે તો સારું. યુનિવર્સિટીની અધ્યાપકીય જવાબદારી અને અન્ય રોકાણોને ચારણે સાયલા જવાનું તરત બન્યું નહિ, પણ ૧૯૮૮માં લેસ્ટરમાં તિષ્ઠા હતી ત્યારે બાપુજી ત્યાં પધારેલા અને ત્યારે એમનો પહેલી વાર રિચય થયેલો. તે વખતે બાપુજી ગળાની - સ્વરતંત્રીની તકલીફને રણે બહુ બોલતા નહિ, પણ એમના પવિત્ર વ્યક્તિત્વની સુવાસ નમાં અંકિત થઈ ગઇ હતી. ત્યારપછી, મુંબઇ આવ્યા બાદ, લીંબડીમાં પૂ. શ્રી અજરામરજી રામીની દ્વિશતાબ્દીના કાર્યક્રમમાં જવાનું થયું ત્યારે મેં આયોજકોને નંતી કરેલી કે થોડી વાર માટે પણ જો સાથે સાથે સાયલાની મુલાકાત ઠવાય તો જરૂર ગોઠવી આપવી. તે ગોઠવાઇ અને એકાદ કલાક માટે યલાના આશ્રમમાં જવાની અને બાપુજીને મળવાની તક મળી. પુજી તે વખતે સાધકનિવાસની એક રૂમમાં સાંજ સુધી રોકાતા. અમે યલા ગયાં ત્યારે મારા મિત્ર લંડનનિવાસી શ્રી અભયભાઇ મહેતા મેં ત્યાં જ હતા. બાપુજી સાથે અમારે ત્યારે અંગત સરસ પરિચય થયો. 1. એક દિવસ દાંતના ડૉક્ટર ડૉ. જીતુભાઇ નાગડા બહેન મીનળને લઇને મારે ઘરે આવ્યા. ડૉક્ટરે પરિચય કરાવ્યો. મીનળે વાત કરી. કામ હતું બાપુજીએ કરાવેલા સ્વાધ્યાયની કેસેટ ઉપરથી પોતે જે ઉતારો કર્યો છે તેને છપાવવા માટે સુધારી આપવાનું. Spoken Word અને Written Word વચ્ચે ઘણો ફરક હોય છે. પુનરુચ્ચારણો કાઢી નાખી, વાક્યરચના સરખી કરી, જોડણી સુધારી વ્યવસ્થિત લખાણ કરવામાં ઠીક ઠીક સમય લાગે એવું હતું. સામાન્ય રીતે આવાં કામ કરવાનું મને ગમે હું કે ફાવે નહિ, તો પણ ડૉક્ટર અને મીનળના પ્રેમભર્યા આગ્રહને વશ થઇ એ કાર્ય મેં સ્વીકાર્યું, પરંતુ મુંબઇના વ્યસ્ત જીવનમાં દોઢ વર્ષ સુધી એ કાર્ય થઇ શક્યું નહિ. કેટલાંક શંકાસ્થાનો વિશે બાપુજીને પૂછાવવાનું પણ થતું. પરંતુ એક દિવસ બહેન મીનળે સૂચન કર્યું કે જો સાયલા આશ્રમમાં જઇને રહું તો જે કંઇ પૂછવું હોય તે બાપુજીને તરત પૂછી શકાય અને કામ આગળ ચાલે. બહેન મીનળનું એ સૂચન ગમ્યું. મારાં પત્ની અને હું સાયલા ગયાં. આ ઉપાય સફળ નીવડ્યો, ટેલિફોન નહિ, ટપાલ નહિ, છાપું નહિ, મુલાકાતીઓ નહિ, વ્યાવહારિક અવરજવર નહિ, એટલે કામ ઝડપથી થયું. પછી તો જ્યારે જ્યારે સાયલા જવાનું નક્કી કરીએ એટલે બહેન મીનળ ચીવટપૂર્વક બધી વ્યવસ્થા ગોઠવી આપે. પરિણામે ડાયરીઓનું ‘શિક્ષામૃત' સ્વરૂપે પ્રકાશન થયું. સાયલામાં તે વખતે એક દિવસ બાપુજીના કહેવાથી કોઇપણ એક વિષય પર વ્યાખ્યાન આપવાનું સ્વીકાર્યું. મારા વિષય તરીકે મેં લોગસ્સના કાયોત્સર્ગ ધ્યાનનો વિષય પસંદ કર્યો. મારા વક્તવ્યમાં મૂલાધારથી સહસ્રાર ચક્ર સુધી લોગસ્સની સાત ગાથાઓનું અને ચોવીસ તીર્થંકરોનું ધ્યાન કેવી રીતે ધરવું અને કુંડલિનીની સાધનાની પ્રક્રિયા લોગસ્સસૂત્રના ધ્યાન દ્વારા કેવી રીતે કરી શકાય તે હરિભદ્રસૂરિએ બતાવ્યા પ્રમાણે મેં સમજાવ્યું. મારા વક્તવ્યને અંતે ઉપસંહાર કરતાં બાપુજીએ કહ્યું, ‘રમણભાઇએ કુંડલિનીની સાધનાની વાત કરી છે. પરંતુ અહીં આશ્રમમાં આપણી સાધના પદ્ધતિ જુદી છે અને તે વધુ સ૨ળ છે.' ત્યાર પછી બાપુજીએ મને શાંત સુધારસની પ્રક્રિયાની વાત કરી અને કૃપાળુદેવના વચનામૃતમાંથી કેટલાક પત્રો વંચાવ્યા. કાયાવરોહણ તીર્થના સ્વામી કૃપાલુઆનંદની અથવા કેટલાક કબીરપંથી તથા અન્ય પંથના સાધકોની જે સાધનાપતિ છે લગભગ તેવા જ પ્રકારની, ગુરુગમ દ્વારા બીજજ્ઞાનની સાધના અહીં આશ્રમમાં સ્વીકારેલી છે. શ્રી સુધાબહેન વિનુભાઇની પ્રેરણાથી આ પ્રકારની સાધના બાપુજીના
SR No.525983
Book TitlePrabuddha Jivan 1998 Year 09 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy