________________
તા. ૧૬-૫-૯૭
પ્રબુદ્ધ જીવન
વગેરે કેટલાંક નવાં મંડળો શરૂ કરાવ્યાં. રમતગમતમાં કૉલેજને આંતરકૉલેજ સ્પર્ધામાં પ્રથમ સ્થાન અપાવ્યું. સ્ટાફની બાબતો માટે સ્ટાફ કાઉન્સિલની અને વિદ્યાર્થીઓના પ્રશ્નો માટે સ્ટુડન્ટસ કાઉન્સિલની રચના કરી અને એની વખતોવખત મળતી દરેક મિટિંગમાં પોતે જાતે હાજર રહેવા લાગ્યા. એમણે વિદ્યાર્થીઓને લોકશાહી પદ્ધતિની તાલીમ મળે એટલા માટે ‘Mock Parliament' નામની પ્રવૃત્તિ ચાલુ કરી, જે જોવા માટે બહારના પણ ઘણા માણસો આવતા. કૉલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટેના મંડળને સક્રિય કર્યું. એમણે કૉલેજના મેગેજિનમાં ગુજરાતી, મરાઠી અને હિંદી ભાષાના વિભાગ દાખલ કરાવ્યા. કોલેજ મેગેઝિન ઉપરાંત ‘ઝેવરિયન' નામનું માસિક બુલેટિન વિદ્યાર્થીઓ દ્વારા ચાલુ કરાવ્યું. આવી તો ઘણી બધી નવી પ્રવૃત્તિઓ પોતાની સૂઝ, મૌલિક દષ્ટિ, ઉત્સાહ વગેરે દ્વા૨ા એમણે શરૂ કરાવી. તેઓ પોતે યુનિવર્સિટીની જુદી જુદી સમિતિઓમાં સક્રિયપણે ભાગ લેવા લાગ્યા. બેત્રણ વર્ષમાં તો ચારે બાજુ ઝેવિયર્સ કોલેજનું નામ ગાજતું થઇ ગયું. ગોરા, ઊંચા, લંબગોળ ચહેરો અને ધારદાર આંખોવાળા ફાધરના ઉચ્ચારો ફ્રેન્ચ લોકોની જેમ અનુનાસિક હતા, પણ તે પ્રિય લાગે એવા હતા. રમૂજ કરવાના એમના સ્વભાવને લીધે એમના સાંનિધ્યમાં એમની ઉપસ્થિતિનો બોજો લાગતો નહિ. તેઓ લખે ત્યારે એમની પેન આંગળીના ટેરવાં પાસે નહિ, પણ બીજા વેઢા ૫૨ ૨હેતી. કોઇ પણ પ્રસંગે બોલવા માટે એમને પૂર્વ તૈયારીની જરૂર રહેતી નહિ. તેમની ગ્રહણશક્તિ અને અભિવ્યક્તિ સતેજ હતી. સેંકડો વિદ્યાર્થીઓને તેઓ નામથી ઓળખતા.
-
અમારી ઝેવિયર્સ કૉલેજમાં જ્યારે ફાધર કોઇન આચાર્ય હતા ત્યારે વિદ્યાર્થીઓને કૉલેજમાં પ્રવેશ માર્ક્સ પ્રમાણે સીધો અપાઇ જતો. માત્ર કેટલાક વિદ્યાર્થીઓની તે માટે મુલાકાત લેવાતી હતી. ત્યારે ઝેવિયર્સમાં દાખલ થવા માટે એટલો બધો ધસારો પણ નહોતો.
ફાધર બાલાગેરે આચાર્ય તરીકે જવાબદારી સંભાળ્યા પછી દરેક વિદ્યાર્થીની જાતે મુલાકાત લઇ પછી એને દાખલ કરવાની પદ્ધતિ અપનાવી. કૉલેજના હૉલમાં વિદ્યાર્થીઓને બેસવા માટે ખુરશીઓની વ્યવસ્થા કરવામાં આવી. મુલાકાત પછી દાખલ કરવામાં આવેલા વિદ્યાર્થીને તે જ વખતે જાણ કરી દેવામાં આવતી અને તરત ફી ભરાઇ જતી. આર્ટ્સ અને સાયન્સમાં વિદ્યાર્થીઓ તો નવસો જ દાખલ કરવાના રહેતા, પણ દાખલ થવા માટે બે હજારથી વધુ વિદ્યાર્થીઓ આવતા. ફાધર દરેકની સાથે સરખી વાતચીત કરે. માર્ક્સ સારા હોય, પણ વિદ્યાર્થી એટલો હોંશિયાર ન લાગે તો તેને દાખલ કરતા નહિ. થોડા ઓછા માર્ક્સ હોય પણ વિદ્યાર્થી હોશિયાર, ચબરાક, તેજસ્વી લાગે તો તેને દાખલ કરતા. ચારપાંચ દિવસ સુધી વિદ્યાર્થીઓની મુલાકાત લેવાતી. જાણે મોટો મેળો જામ્યો હોય એવું દશ્ય લાગતું. ફાધર બાલાગેર સવારના આઠ વાગ્યાથી સાંજના સાત સુધી, થાક્યા વગર મુલાકાત લેવાનું કાર્ય સતત કરતા. સવારનો નાસ્તો કે બપોરનું ભોજન તેઓ જતું કરતા. વિદ્યાર્થીઓની મુલાકાત દરમિયાન તેઓ આખો દિવસ વચ્ચે વચ્ચે લીંબુનું પાણી થોડા થોડા ઘૂંટડા પીધા કરતા. એ વખતે ફાધરની કાર્યદક્ષતાથી અને અથાગ ઉત્સાહથી કામ કરવાની પદ્ધતિથી બધાંને એમને માટે બહુ માન થતું. ફાધર લાગવગને વશ થતા નહિ, તેમ એટલા બધા કડક પણ રહેતા નહિ. ફાધરને પોતાને વિદ્યાર્થીઓની આ મુલાકાતોથી લાભ થતો અને બીજી બાજુ વિદ્યાર્થીઓને પણ લાભ થતો. ફાધરની ઉદારતા અને માનવતાના પણ અનુભવો થતા. ગરીબ વિદ્યાર્થીની ફી તેઓ તે જ વખતે માફ કરી દેતા.
સૌજન્યશીલતા એ ફાધરનો એક ઉચ્ચ સદ્ગુણ હતો. તેઓ દરેકને સહાયરૂપ થવા હંમેશાં તત્પર રહેતા. કૉલેજના પ્રિન્સિપાલનો એક મોટો કસોટીનો કાળ તે નવા વિદ્યાર્થીઓને દાખલ કરતી વેળાનો રહેતો. ચારે બાજુથી દબાણ આવે. દબાણ આવે તે નબળા વિદ્યાર્થીઓ માટે જ હોય અને નબળા વિદ્યાર્થીઓની સંખ્યા વધી જાય તો કૉલેજનાં પરિણામ પર
અસર પડે. ફાધર મક્કમ હતા, છતાં નિષ્ઠુર નહોતા, કોઇને દાખલ ન કરવો હોય તો પણ ફાધર એને પ્રેમથી સમજાવે, ક્યારેક તો સમજાવવામાં કલાક કાઢી નાખે. ‘ના’ કહીને તરત વિદાય ન કરી દે.
એક વખત કૉલેજમાં દાખલ થવા આવેલા બહારગામના એક વિદ્યાર્થીની મુલાકાત લેતાં ફાધરે આનંદ વ્યક્ત કરતાં કહ્યું, ‘તારા પંચ્યાશી ટકા કરતાં પણ વધારે માર્ક્સ છે એટલે સ્કૂલમાં પણ તારો પહેલો નંબર હશે !'
છે.'
‘ના, સ્કૂલમાં મારો બીજો નંબર છે.' વિદ્યાર્થીએ કહ્યું. ‘તો પહેલે નંબરે આવનારના કેટલા ટકા માર્ક્સ છે ?' ‘એના તો નેવ્યાશી ટકા માર્કસ છે. એ તો બહુ જ હોશિયાર વિદ્યાર્થી
‘તો એ કઇ કૉલેજમાં દાખલ થવાનો છે ?’ ‘ના, એ તો ભણવાનો જ નથી.’
‘કેમ ?’
‘એ બહુ ગરીબ છોકરો છે. એની પાસે ભણવાના પૈસા જ નથી.’ ફાધર એક મિનિટ વિચારમાં પડી ગયા. એક તેજસ્વી છોકરો ગરીબીને કારણે આગળ ભણી નહિ શકે. ફાધરે કહ્યું, ‘તું મને એ છોકરાનું નામ અને સરનામું કાગળ પર લખી આપ.’ ફાધરે તરત ને તરત કલાર્કને બોલાવી તે જ વખતે એ છોકરાને Reply Paid Express તાર કરાવ્યો. તારમાં જણાવ્યું કે જવા-આવવાનું ભાડું, કૉલેજની ફી, હૉસ્ટેલમાં રહેવાનો ખર્ચ વગેરે આપવામાં આવશે, માટે તરત મુંબઇ આવીને મળી જા,’
છોકરો આવી પહોંચ્યો. ગરીબ અને ગભરુ હતો, પણ ઘણો જ તેજસ્વી હતો. ફાધરે એને કૉલેજમાં દાખલ કર્યો અને બધી જ સગવડ કરી આપી.
આ વાત જ્યારે અમે સ્ટાફના અધ્યાપકોએ જાણી ત્યારે ફાધરના માનવતાવાદી કરુણાભર્યા કાર્યની ભારે અનુમોદના કરી.
ત્રીજી ડિસેમ્બર એટલે કૉલેજનો વાર્ષિક દિવસ, કારણ કે એ સેંટ ફ્રાન્સિસ ઝેવિયર્સનો એ જન્મ દિવસ. એ દિવસે કૉલેજમાં રજા પડે, પહેલાંના વખતમાં એ દિવસે બીજી કંઇ પ્રવૃત્તિ રહેતી નહિ. ફાધર બાલાગેરે એ દિવસને વધુ મહિમાવંતો બનાવ્યો, એ દિવસે સાંજે ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખ્યો. સાથે મનોરંજનનો કાર્યક્રમ પણ હોય. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પણ નિમંત્રણ અપાય. એકાદ ભૂતપૂર્વ વિદ્યાર્થીને જ અતિથિ વિશેષ તરીકે બોલાવાય. કૉલેજના હજારેક જેટલા વિદ્યાર્થીઓ બેસી શકે એ માટે કમ્પાઉન્ડમાં ખુલ્લામાં મંચ બાંધી ઠાઠમાઠથી કાર્યક્રમ યોજાવા લાગ્યો. પછી તો મહિના અગાઉથી બધી તૈયારીઓ થવા લાગતી. વિદ્યાર્થીઓ પણ ઉત્સુકતાથી એ દિવસની રાહ જોવા લાગતા. કૉલેજની પ્રવૃત્તિઓમાં એક યશકલગીરૂપ આ કાર્યક્રમ બની ગયો હતો. એનો યશ ફાધર બાલાગેરના ફાળે જાય.
૧૯૫૦માં હું ગુજરાતી વિષય સાથે મુંબઇ યુનિવર્સિટીમાંથી એમ. એ. થયો. ગુજરાતી વિષયમાં યુનિવર્સિટીમાં પ્રથમ નંબરે આવવા છતાં કોઇ કૉલેજમાં અધ્યાપક તરીકેની નોકરી મળી નહિ. એટલે પત્રકારત્વના ક્ષેત્રમાં હું જોડાયો. મુંબઇમાં ‘જનશક્તિ' નામના વર્તમાનપત્રના તંત્રી વિભાગમાં મેં જવાબદારી સ્વીકારી લીધી. નોકરીને છએક મહિના થયા હશે ત્યાં એક દિવસ મારા પ્રોફેસર શ્રી મનસુખલાલ ઝવેરી મને ‘જનશક્તિ’ માં મળવા આવ્યા. મને આશ્ચર્ય થયું. એમણે પૂછ્યું, ‘જૂનથી ઝેવિયર્સમાં ગુજરાતીના લેકચ૨૨ તરીકે જોડાવ ખરા ? અમે તમારું નામ સૂચવ્યું છે અને ફાધર તમને સારી રીતે ઓળખે છે. એમની પણ ઇચ્છા છે કે તમે ઝેવિયર્સમાં જોડાવ.’
પણ કૉલેજમાં લેકચ૨૨ તરીકે સ્થાન મળતું હોય તો એ વધારે ગમતી મને જનશક્તિમાં લેકચરર કરતાં પણ વધુ પગાર મળતો હતો, વાત હતી. મારા અધ્યાપકો પ્રો. મનસુખભાઇ ઝવેરી અને પ્રો. ગૌરીપ્રસાદ ઝાલા સાથે હું ફાઘર બાલાગેરને મળ્યો. ફાધરે પોતાનો