________________
: તા. ૧૬-૪-૯૭
પ્રબુદ્ધ જીવન
તીર્થ વિશેનાં ત્રણ ફાગુકાવ્યો
C રમણલાલ ચી. શાહ
ફાગણ અને ચૈત્ર એ વસંત ઋતુના મહિના છે. ફાગણ સુદ ચૌદસ એ ફાગણ ચોમાસી ચૌદસ તરીકે એટલે કે મોટી પર્વતિથિ તરીકે જૈનોમાં ઓળખાય છે. ફાગણ સુદ તેરસે શ્રી શત્રુંજય તીર્થની પરિક્રમા કરવાનો મહિમા છે. ચૈત્ર સુદ તેરસ એ ભગવાન મહાવીર સ્વામીની જન્મ જયંતીનો દિવસ છે. ચૈત્રી પૂનમે શત્રુંજયની તીર્થયાત્રા ક૨વાનો મહિમા છે. આમ ફાગણ અને ચૈત્ર એ બે પવિત્ર માસ દરમિયાન તીર્થયાત્રાનું મહત્ત્વ જૈનોમાં સ્વીકારાયેલું છે.
વસંતઋતુ એટલે હોળીનો ઉત્સવ. વસંતઋતુ એટલે ફાગ ખેલવાના દિવસો. વસંત ઋતુ એટલે કામદેવની ઋતુ. વસંતઋતુના વર્ણન નિમિત્તે કવિઓ શૃંગારરસિક કવિતા લખતા આવ્યા છે.
મધ્યકાળમાં કેટલાક જૈન સાધુ કવિઓએ ફાગુકાવ્યોની રચના કરી છે. સાધુકવિ રહ્યા એટલે સંયમનો મહિમા જ ગાય. કેટલાક કવિઓએ તીર્થયાત્રાનો વિષય લઇ, વસંતૠતુનું વર્ણન કરી, કેટલાંક મનોહર શબ્દચિત્રો આલેખી, તીર્થયાત્રા અને પ્રભુભક્તિને જ મુખ્યત્વે પોતાનાં ફાગુકાવ્યમાં વર્ણવી છે. તીર્થ વિશેનાં એવાં કેટલાંક ફાગુકાવ્યોમાંથી (૧) મેરુનંદનકૃત ‘જીરાપલ્લી પાર્શ્વનાથ ફાગુ', (૨) હર્ષકુંજરચિત ‘રાવણ પાર્શ્વનાથ ફાગ' અને (૩) સમયધ્વજકૃત ‘ખીરિય મંડણ પાર્શ્વનાથ ફાગ’ એ ત્રણ તીર્થ વિશેનાં ફાગુકાવ્યો અહીં આપણે જોઇશું. આ ત્રણે તીર્થોમાં મૂળ નાયક તરીકે તેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવાન છે.
(૧) મેરુનન્દનકૃત જીરાપલ્લી પાર્શ્વનાથ ફાગુ
કવિ મેરુનન્દન ઉપાધ્યાયે સંવત ૧૪૩૨માં ‘જીરાપલ્લી પાર્શ્વનાથ ફાગુ'ની રચના કરી છે. કાવ્યને અંતે તેમણે તે વિશે નીચે પ્રમાણે નિર્દેશ કર્યો છે :
ચઉદ બત્રીસઇ સંવતિ, સંમતિ લે ગુરુ પાસિ, જીરાઉલિપતિ ગાઇઉ, છાઇઉ જગ જસવાસિ.
A
*
પાસ ફાગુ સુ નંદઉં, જા અભિરામુ, સોહઇ મેરુ સુનંદઉ, નંદઉ મુનિજન વામુ.
મેરુનન્દન ખરતરગચ્છના જિનોદયસૂરિના શિષ્ય હતા, એમણે પોતાના ગુરુ વિશે સંવત ૧૪૩૨માં ‘જિનોદય વિવાહલઉ' નામની કૃતિની રચના કરી હતી. આ ઉપરાંત એમણે સુપ્રસિદ્ધ ‘અજિત શાંતિ સ્તવન’ની રચના પણ કરી છે.
કાવ્યકૃતિનું શીર્ષક જ સૂચવે છે તે પ્રમાણે આ ફાગુ તીર્થ વિષયક છે. આબુ પાસે આવેલું જીરાવલા (જીરાપલ્લી) પાર્શ્વનાથ નામનું તીર્થ આજે પણ જૈનોમાં સુપ્રસિદ્ધ છે.
એ જીરાપલ્લી તીર્થનો મહિમા વર્ણવવાને નિમિત્તે કવિએ આંતરયમકવાળા દોહાની ૬૦ કડીની આ રચના કરી છે. સરસ્વતીદેવીનું સ્મરણ કરીને અને પાર્શ્વનાથ ભગવાનને પ્રણામ કરીને કવિ જીરાવાલા પાર્શ્વનાથનો મહિમા ગાવા માટે પ્રવૃત્ત થાય છે.
આરંભમાં જ કવિ પાર્શ્વનાથ તીર્થંકરનાં જીવનનો પરિચય આપે છે. અશ્વસેન રાજા અને વામાદેવીના પુત્ર પાર્શ્વકુમારે અગ્નિમાં બળતા નાગને બચાવી લીધો અને એને નવકાર મંત્ર સંભળાવી એનો ઉદ્ધાર કર્યો હતો.
પાર્શ્વનાથ ભગવાની આરાધના ચમત્કારભરી મનાય છે. જ્યાં જ્યાં જિનમંદિરમાં મૂળ નાયક તરીકે - મુખ્ય ભગવાન તરીકે પાર્શ્વનાથનાં પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરવામાં આવી હોય અને એ તીર્થ એના ચમત્કારોને કારણે સુપ્રસિદ્ધ બની ગયું હોય એવાં તીર્થોમાં જીરાપલ્લી ગામમાં પ્રતિષ્ઠિત થયેલ પાર્શ્વનાથનું તીર્થ પણ સુપ્રસિદ્ધ છે.
કાવ્યને અંતે કવિએ સ્તંભન પાર્શ્વનાથ, શેરીષા પાર્શ્વનાથ, ફલોધિ પાર્શ્વનાથ, કરેડા પાર્શ્વનાથ, શંખેશ્વર પાર્શ્વનાથ, પંચાસરા પાર્શ્વનાથ, ચિંતામણિ પાર્શ્વનાથ, નવપલ્લવ પાર્શ્વનાથ, નવખંડા પાર્શ્વનાથ વગેરે પાર્શ્વનાથનાં તીર્થોનું સ્મરણ કરીને તેમના મહિમાનો નિર્દેશ કર્યો છે.
જીરાપલ્લી પાર્શ્વનાથનો મહિમા કવિએ પતિ-પત્નીના સંવાદ રૂપે મૂક્યો છે. ૮૪ પ્રકારના નરનાયકો, બહાદુર સૈનિકો અને ચોરડાકુઓ પણ પાર્શ્વનાથ ભગવાનની આણ માને છે. પોતાના ચોર પતિને પત્ની કહે છે કે, ‘જીરાપલ્લી પાર્શ્વનાથના ક્ષેત્રમાં તેં પાપાચરણ કરીશ તો તારા પ્રાણ જશે.'
ઘરણિ ભણઇ – સુણિ ચોરલા, મોરલા વષણુ અયાણ, પાસ પહિય મ ન તૂકિસિ, ચૂંકિસિ તૂ નિજ માણ.
✩ ✰ ✩
જઈ પ્રભુપંથિ બહંતડા, કંથડા પાડિસ વાટ, આપણપĆ દુષિ પાડિસ, પાડિસ અમ્હ વય વાટ.
જીરાપલ્લી તીર્થનો મહિમા એટલો મોટો હતો કે એની યાત્રાએ આવતા લોકોને રસ્તામાં લૂંટવાની હિમ્મત ચોરડાકુઓ કરતા નહિ.
આ તીર્થની યાત્રાએ ભારતભરમાંથી માણસો આવતા. (અને હજી પણ આવે છે.) કવિએ આ નિમિત્તે ફાગુને અનુલક્ષીને ગુજરાત, સૌરાષ્ટ્ર, મારવાડ, સિંધ પ્રદેશ અને દક્ષિણ પ્રદેશમાંથી યાત્રાએ આવતી નારીઓની લાક્ષણિકતાઓનું જે વર્ણન કર્યું છે તે આ કૃતિની એક વિશિષ્ટતા છે. તેમાંથી કેટલીક પંક્તિઓ જ જુઓ
ગૂજરડી ગુણવંતિય, તૃતિય સર અવતાર, મધુર વયણ જવ બોલઇ, તોલઇ કુણ સંસારિ.
✰ ✰ ✩
સરલિય અંગિ લતા જિમ, તાજિમ નમતીય વાંક, સોરઠણી મનિ ગઉલિય, કઉલિય માનિ જ લાંકિ.
✰ ✩ ☆
સામલડી ધણ મારુ, વાય નયણ તરંગ, હાવભાવ વિ જાણઇ, આણઇ પુણિ મનુ રંગિ.
✩ ✩
સિંધુય સહજિ સભાગિય, જાગિય લવણિમ ખાણિ, અંગિ અનોપમ ચોલિય, ભોલિય વચન વિનાણિ.
વિવિધ પ્રદેશોમાંથી આવેલી નારીઓ આ તીર્થભૂમિમાં સાથે મળીને ખેલે છે, આનંદપૂર્વક નાચે છે, પાર્શ્વનાથના ગુણ ગાય છે. એમના હૈયામાં આનંદ સમાતો નથી.
૫
ના૨ીઓનું વર્ણન કર્યા પછી કવિ વસંત ઋતુનું આગમન વર્ણવે છે.
ફાગુકાવ્યની શૈલીએ કવિ અહીં રતિ અને કામદેવ વચ્ચે સંવાદ મૂકે છે. જીરાપલ્લી તીર્થક્ષેત્રમાં તું ગમે તેટલા આવેગથી તારો પ્રભાવ પાડવા જશે રતિ કામદેવને કહે છે, ‘તું મનમાં ગર્વ ન આણ. પાર્શ્વનાથના ભવનમાં, તો પણ તારી સર્વ રીતિનો ત્યાં લોપ થશે.' પરંતુ કામદેવ તો વસંત ઋતુમાં ખીલેલી વનશ્રીનું આલેખન કરે છે. અલબત્ત, અભિમાનપૂર્વક ત્યાં આવીને વસંત ૠતુને ખીલવે છે. કવિ આ પ્રસંગે આંતરયમકયુક્ત આ આલેખન ઘણુંખરું જૂની પરિપાટી પ્રમાણેનું છે.
કવિ લખે છે :
ગિરિવરિ ગિરિવરિ, પુર પુર, નિ નિ પરમલ સાહ, દીસઈ વિહસ જંણસઇ, વણસઈ ભાર અઢાર.
☆ ✩ ☆
વાઇ ઝુણિ અલિ કેરિય, ભેરિય પ્રથમારંભિ, પાન તણ મિસિ ઊડિય, ગૂડિય કદલિય થૈભિ.
✰
*
✩
2