________________
તા. ૧૬-૪-૯૭
પ્રબુદ્ધ જીવન
નીવાળું ટોતિ ટાળેદિ પાવળમાં વંદું, તું ના મેળ ચેવ, दोसेण चेव ।
સૂક્ષ્મ નિશ્ચયદષ્ટિથી જોઇએ તો જ્યાં રાગની (અને દ્વેષની) પરિણતિ છે ત્યાં પાપ છે. જીવ પોતાના આત્માના સ્વભાવમાંથી નીકળી વિભાવમાં આવે છે ત્યાં રાષ્લેષની પરિણતિ થાય છે. જીવ પોતે જ
આતંકદર્શી થાય, અર્થાત્ દુઃખનું સ્વરૂપ સમજે, અને એમ કરતાં · સંસારનું સ્વરૂપ જ્ઞાતાદષ્ટાભાવથી જુએ અને જાણે ત્યારે એને ચગ કે દ્વેષ કરવાનું કોઇ કારણ રહેતું નથી. એટલે એ ઉચ્ચ દશામાં પણ એને
કોઇ પાપ કરવાનું હોતું નથી અથવા પાપ એનાથી થતું નથી. આમ સૂક્ષ્મદષ્ટિએ જોઈએ તો પણ આતંકદર્શી જીવ પાપકર્મ બાંધતો નથી.
આતંકદર્શીની જીવનવ્યવહારની તમામ પ્રવૃત્તિ, સર્વ ક્રિયા ઉપયોગપૂર્વકની, જાગૃતિપૂર્વકની, યતનાપૂર્વકની હોય છે. બાહ્ય ક્રિયાઓ કરતા હોવા છતાં તેમનો આત્મોપયોગ છૂટી જતો નથી. તેઓ
સુભાષિત એટલે વિચારોના મહાસાગરમાંથી મંથન કરીને મેળવેલાં વિચારરત્નો. જગતના કડવા-મીઠા અનુભવોનું હલાહલ સ્વયં ગટગટાવી જઇને ય કોક વિરલ વિચારક જગતને પાન તો અમૃતનું જ કરાવે છે. સંસ્કૃતમાં એક સુભાષિત છે
संसारविषवृक्षस्य द्वे फले मृतोपमे । सुभाषित रसास्वादः संगतिः सुजने जने ॥ અર્થાત્ સંસાર આમ તો છે વિષવૃક્ષ પરંતુ એને બે અમૃતફળ લાગેલાં છે. એક સુ૨સ-સુબોધ સુભાષિત અને બીજું સુજનોનું સાન્નિધ્ય. સીલ વિચારકની વાણી કેવળ વિચારોનું મનોમંથન જ અભિવ્યક્ત કરતી નથી, અપિતુ મનોમંથન પછી વિષ-અમૃત, રત્ન-પાષાણ, જે કંઇ સાંપડે તેને સૂપડે વીણીને, ગળણે ગાળીને, ચાળણે ચાળીને સહૃદય ભાવકને, સલક્ષ્ય જીવન-પથિકને ભવનું ભાથું બાંધી આપે છે. સત્પુરૂષો વૃક્ષો જેવા છે. તાપ-સંતાપ પોતે સહી લઇને અન્યને શીતલ છાયાસુખ આપે છે. પથ્થરના ઘા પોતે ખમી લઇને અન્યને સુસ્વાદુ ફળો આપે છે.
સંસ્કૃત સુભાષિતોમાં બોધ
2 હેમાંગિની જાઇ
छायामन्यस्य कुर्वन्ति स्वयं पिबुन्ति आतपे । फलान्यपि परार्थाय वृक्षा सत्पुरुषा इव ॥
મરાઠીના સુપ્રસિદ્ધ કવિશ્રી મંગેશ પાડગાંવકરની પંક્તિઓ છે ज्यांची हृदये झाडांची त्यांना च फक्त फुले येतात, ते च वाढतात,
પ્રવાશ પીતાત, તે ૬ ઋતુ ફોર્ટૂન પેતાત. અર્થાત્ જેની પાસે વૃક્ષનું હૃદય છે તે જ જીવનમાં ફાલે ફૂલે છે; વિકસે છે, વિલસે છે; એ પ્રકાશનું પાન કરે છે અને જીવન-ૠતુઓની તડકી-છાંયડી સહન કરી લઇને આનંદનું નર્તન-ગાન કરે છે.
સુભાષિતો`માનવની મૂલભૂત જરૂરિયાત છે એવી માન્યતા ધરાવનાર સુભાષિતકાર કહે છે-જગતના ચાર મૂલ આધાર છે. વાયુ-અન્ન-જળ અને સુભાષિત. અન્નજળ તનને પોખે છે, 'સુભાષિત મનને સંતોષે છે . અન્ન શરી૨નું ઘડતર કરે છે, સુભાષિત જીવનનું ઘડતર કરે છે. ગૃહશિક્ષણ, શાલેયશિક્ષણ, સમાજશિક્ષણ, લોકશિક્ષણનું એ અગત્યનું અંગ છે. સુભાષિતોને વયની મર્યાદા નડતી નથી, બાળક હો યા યુવાન હો યા વૃદ્ધ સહુની સાથે સુસંગત થાય એનું નામ સુભાષિત સહુની સાથે સુમેળ ખાય એનું નામ સુભાષિત. આબાલવૃદ્ધ સહુને પ્રેરણાનું પીયૂષ પાય એનું નામ સુભાષિત.
સુભાષિતો ચપળ, ચાલાક, ચારુ, ચબરાક ચમત્કૃતિઓ નથી. એ તો સુચારુ, સુમંગલ, સરસ, સુંદર, સાર્થક જીવન-કલાની દીવાદાંડી છે. જે જીવન-નૈયાને ભવસાગરમાં અથડાતાં કૂટાતાં અટકાવે છે.જીવનનો માર્ગ સહુને માટે સ૨ળ–સુગમ નથી, બંદર છો ને દૂર છે-એકવાર નિશ્ચય કર્યો કે જાવું જરૂર છે તો સાધનોની અલ્પતા છતાં, માર્ગની વિકટતા છતાં કર્તા ગન્તવ્ય સ્થાને પહોંચે જરૂર છે.
આત્મસ્વરૂપમાં સ્થિર રહીને જયણાપૂર્વક ક્રિયા કરે છે અને માટે તેઓ પાપકર્મ બાંધતા નથી, દશવૈકાલિકસૂત્રમાં કહ્યું છે जयं चरे जयं चिठ्ठे जयमासे जयं सए । जयं भुंजंतो भासतो पावं कम्मं न बंधइ ॥
બેસે છે, યજ્ઞાપૂર્વક સૂઇ જાય છે, જયાપૂર્વક ખાય છે અને જે.જયણાપૂર્વક ચાલે છે, જયણાપૂર્વક ઊભો રહે છે, જયાપૂર્વક જયણાપૂર્વક બોલે છે તે પાપકર્મ નથી બાંધતો.
આમ, ખાવાપીવાની અને ઊઠવાબેસવાની સ્થૂલ કાયિક પ્રવૃત્તિઓથી માંડીને વાચિક પ્રવૃત્તિઓ અને સૂક્ષ્મ માનસિક વિચારપ્રવૃત્તિ સુધી જે જયણાનું લક્ષ રાખે છે, તે પાપકર્મ નથી બાંધતો. પરિણામે તેવો જીવ ઉપરની ગુણશ્રેણીએ ચઢતો જાય છે. D રમણલાલ ચી. શાહ
ર
સૂર્યના રથને એક જ પૈડું છે, એના સાત ઘોડાઓને સર્પની ડંખીલી લગામ છે. આકાશનો માર્ગ કોઇપણ જાતના આાર વિનાનો નિરાલંબ માર્ગ છે. અને વળી રથનો સારથિ અરુણ બન્ને પગે અપંગ છે. નથી ચરણ કે નથી ઉપકરણ છતાંય સૂર્ય પ્રતિદિન અપાર આકાશના એક છેડાથી બીજા છેડા સુધીનું અપરિમિત અંતર જોતજોતામાં કાપી નાખે છે. તાત્પર્ય એ કે જીવનમાં કાર્યસિદ્ધિનો આધાર કર્તાના સામર્થ્ય પર છે, એના સંકલ્પ બળ પર છે. નથી સાધનોની અલ્પતા પર કે નથી સાધનોની વિશેષતા પર–
रथस्यैकं चक्रं भुजगयमिताः सप्त तुरगाः । निरालम्बो मार्गश्चरणरहितः सारथिरपि ॥ रविर्गच्छत्यन्तं प्रतिदिनमपारस्य नभसः । क्रियासिद्धिः सत्त्वे भवति महतां नोपकरणे ॥
સૂર્યની ક્રિયાસિદ્ધિથી, તેજોમય રિદ્ધિથી, સ્વપ્રકાશિત બુદ્ધિથી પ્રભાવિત જિજ્ઞાસુ સૂર્યને પૂછે છેલોકો તને અર્ધ્ય આપે છે શાને ? તારું સંધ્યાવન્દન કરે છે શા માટે? ઉદય અને અસ્તરની સુરમ્ય લાલિમા જેવો એનો લલિતમપુર ઉત્તર છે -
उदये सविता रक्तः रक्तश्चास्तमने तथा । सम्पतौ च विपत्तौ च महतामेकरुपता ॥
સૂર્ય ઉદય વેળા જે મનોહર પ્રકાશસ્મિત પાથરે છે તેવું જ લલિતસ્મિત અસ્તવેળા પણ પાથરે છે. ઉદય અને અસ્તમાં સૂર્ય સમાન છે. ઉદય ટાણે અસ્તનો એને પૂરેપૂરો અહેસાસ છે અને અસ્તટાણે પુનઃ ઉદયની પૂર્ણ શ્રદ્ધા પણ છે. ઉદયમાં ફૂલાતો નથી, અસ્તમાં મૂંઝાતો નથી. અસ્તમાં પણ મસ્ત રહેવું સૂર્યનો જીવન-સંદેશ છે.
ઉદય અને અસ્તમાં, દુઃખ સમસ્તમાં, દારિદ્રપરાસ્ત જીવનમાં પણ સંતોષ જેવું બીજું ધન નથી. ધન અને મનનો તફાવત સમજાવતા સુભાષિતકાર કહે છે-પૈસો આવે તો મન પ્રફુલ્લિત અને પૈસો જાય તો મન ક્ષુભિત એમ કહેનાર ધનને સમજે છે પણ મનને નથી સમજતો, જેની પાસે ધન હોય એના જીવનમાં સંતોષ હોય જ એવું કંઇ નહીં પરંતુ જેની પાસે માનસિક પરિતોષ છે એ સર્વદા સર્વથા અત્ર તત્ર સર્વત્ર સુખી છે. ગરીબીનો તિરસ્કાર નહીં ને અમીરીનો પુરસ્કાર નહીં, ગરીબીમાં પણ દિલની અમીરી હોઇ શકે. ભર્તૃહરિના વૈરાગ્યશતકનો આ શ્લોક છે-દિલથી શ્રીમંત ભિક્ષુક કોઇ સાધક ગર્ભશ્રીમંત રાજાને કહે છે–
वयमिह परितुष्टा वल्कलैस्त्वं दुकूलैः । सम इह परितोषो निर्विशेषो विशेषः ॥
स तु भवमि दरिद्रो यस्य तृष्णा विशाला । मनसि च परितुष्टे कोऽर्थवान को दरिद्रः ॥ ४५ ॥
અર્થાત્ હે રાજન ! અમને વલ્કલથી સંતોષ છે અને આપને રેશમી વસ્ત્રોથી. સંતોષ બન્નેને એકસરખો છે. ક્યાં વલ્કલ અને ક્યાં રેશમી