________________
વર્ષ : (૫૦) + ૮
અંકઃ ૩
Licence to post without prepayment No. 37 Regd. No. MH/ MBI-South / 54 / 97
તા. ૧૬-૩-૯૭૭
· શ્રી મુંબઇ જૈન યુવક સંઘનું માસિક મુખપત્ર
પ્રબુદ્ધ જીવન
પ્રબુદ્ધ જીવન પાક્ષિક ૧૯૩૯થી ૧૯૮૯ : ૫૦ વર્ષ છે છે કે વાર્ષિક લવાજમ રૂા. ૮૦ તંત્રી : રમણલાલ ચી. શાહ
અપંગો માટે
-
વિકલાંગ અથવા અપંગ વ્યક્તિઓ માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક સંસ્થાઓ કાર્ય કરી રહી છે. મારા એક મિત્રે તાજેત૨માં માતબર રકમનું દાન આપી પોતાના તાલુકાના વિકલાંગો માટે એક ટ્રસ્ટની રચના કરી છે, જે ધન્યવાદને પાત્ર અને બીજાઓને માટે પ્રેરણારૂપ છે.
વિકલાંગો માટે કશુંક કરવું જોઇએ એ પ્રકારની જાગૃતિ દિવસે દિવસે વધતી જાય છે. એ માટે ઘણા દેશોમાં પોતાના બજેટમાં જુદી રકમ ફાળવવામાં આવે છે. એક અંદાજ પ્રમાણે દુનિયામાં અત્યારે કુલ વસતિના પ્રમાણમાં લગભગ સાડા સાત ટકા જેટલા એટલે કે લગભગ સાડત્રીસ કરોડ જેટલા લોકો અપંગ છે. એક નિરીક્ષણ પ્રમાણે દુનિયામાં શારીરિક કે માનસિક ખોડખાંપણવાળા લોકોની સંખ્યામાં ઉત્તરોત્તર વૃદ્ધિ થતી રહે છે. દુનિયામાં બાળમરણનું પ્રમાણ ઘણું જ ઘટી ગયું છે, પરંતુ જન્મતી વખતે જે બાળકોને મૃત્યુમાંથી બચાવી લેવામાં આવે છે એવાં કેટલાંયે બાળકોમાં કોઇક પ્રકારની ખોડ રહી જાય છે અને તે જીવનભર અપંગ રહે છે. વળી સશસ્ત્ર સંઘર્ષો, બોમ્બ વિસ્ફોટો, અકસ્માતો, રોગચાળા વગેરે પણ દુનિયામાં વધતાં રહ્યાં છે એથી પણ અપંગોની સંખ્યામાં વૃદ્ધિ થતી રહી છે.
અપંગો માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક સંસ્થાઓ અને વ્યકિતઓ દેશ, જાતિ અને ધર્મના ભેદભાવ વિના કાર્ય કરે છે. એમાંની ઘણી સંસ્થાઓ સ૨કા૨માન્ય હોય છે અને સરકારી ગ્રાન્ટ મેળવે છે. કેટલીક સેવાભાવી સંસ્થાઓ સરકારની માન્યતા માટે ઇચ્છા નથી રાખતી. પરંતુ પોતાનું કાર્ય યથાશક્તિ સ્વાધીનપણે કરવાની ભાવના રાખે છે. આમ અપંગો માટે વિવિધ સ્તરે ઘણું બધું કાર્ય થતું હોવા છતાં તે ઓછું પડે છે, કારણ કે આ ક્ષેત્ર ઘણું વિશાળ છે અને એની સમસ્યાઓ પણ ઘણી છે. દુનિયાની વધતી જતી વસતિના પ્રમાણમાં જેટલું થવું જોઇએ તેટલું કાર્ય પછાત અને વિકાસશીલ દેશોમાં થઈ શકતું નથી.
અપંગો માટે વિદેશોમાં બસમાં, રેલવેમાં, વિમાનોમાં, એરપોર્ટ, બસ કે રેલ્વેના સ્ટેશનોમાં, મોટા રેસ્ટોરાંમાં તેમના બેસવા માટે, આરામ કરવા માટે, શૌચાદિ માટે ઘણી સગવડો કરવામાં આવે છે. વગર ખર્ચે આવી સગવડો થઇ શકતી નથી. ધનાઢ્ય દેશોને તે પોષાય એવી હોય છે. પણ સાથે સાથે તેઓની તે માટેની જાગૃતિ અને દૃષ્ટિ પણ ખુલ્લી હોય છે. નિષ્ણાત માણસો દ્વારા તેનું આયોજન થાય છે. ગીચ વસતીવાળા અને અર્ધવિકસિત દેશોમાં સામાન્ય નાગરિક માટે જ્યાં પૂરતી સગવડ નથી હોતી ત્યાં અપંગો માટે ક્યાંથી હોય એવો પ્રશ્ન કેટલાકને થાય. પરંતુ એ માટેની સૂઝ, દૃષ્ટિ, અભિગમ વધુ મહત્ત્વનાં છે. જ્યાં અશક્ય હોય તેની વાત જુદી છે, પણ જ્યાં શક્ય હોય અને છતાં તેવી સગવડો ન હોય તેવી સ્થિતિ શોચનીય છે. સગવડો હોય તો અપંગોની હરફર વધે અને હરફર વધે તો સગવડો વિચારાય. આમ બંને પ્રકારની સ્થિતિ વિચારણીય છે.
પારિતોષિકો, એવોર્ડ વગેરેનું આયોજન થાય છે. તેમના દર્દમાં અને અપંગો માટે જ્યાં જ્યાં જાગૃતિ આવી છે ત્યાં તેમને માટે સ્પર્ધાઓ, શારીરિક મર્યાદાની બાબતમાં રાહત મળે એ તો જરૂરનું છે જ, પણ એમનાં આનંદપ્રમોદનાં સાધનો વધે, એમનાં સુખચેનના વિષયો અને ક્ષેત્રો વધે અને એમની આજીવિકાનો પ્રશ્ન હળવો થાય એ પણ એટલું જ જરૂરનું છે.
કૃત્રિમ પગ, પગરખાં, સાંભળવાના સાધનો વગેરે વિવિધ પ્રકારનાં અપંગો માટે, બગલઘોડી, કેલિપર્સ, ટ્રાઇસિકલ, વ્હીલચે૨, સાધનો લાંબા વખતથી પ્રચલિત છે. હવે તો ઇલેકટ્રોનિક્સના જમાનામાં તો વિવિધ પ્રકારનાં ઇલેક્ટ્રોનિક સાધનોની શોધ થઇ રહી છે. એવાં સાધનો જેમ જેમ પ્રચારમાં આવતાં જાય છે તેમ તેમ અપંગોને વધુ અને વધુ રાહત મળતી જાય છે.
છે અને નવાં નવાં સાધનો અને તેની ઉપયોગિતા વિશે સમજ અપાય વિકલાંગો માટે જુદા જુદા વિષયનાં સામાયિકો પણ પ્રકાશિત થાય છે. નવી નવી શોધોની માહિતી પણ તેમાં હોય છે. અપંગોના વિષયમાં પાશ્ચાત્ય દેશો કરતાં એશિયા-આફ્રિકાના ઘણાખરા દેશો ઠીક ઠીક પછાત છે.
શારીરિક દષ્ટિએ અપંગ પણ માનસિક રીતે તદ્દન તંદુરસ્ત, શારીરિક અપંગ કે વિકલાંગ માણસોના મુખ્ય બે અથવા ત્રણ પ્રકાર છે. દષ્ટિએ તંદુરસ્ત પણ માનસિક દષ્ટિએ અપંગ તથા શારીરિક અને માનસિક ઉભય રીતે અપંગ.
જૈન ધર્મની દૃષ્ટિએ હલનચલન કરી શકતા ત્રસકાય પ્રકારના જીવોમાં બે ઇન્દ્રિય, તેરૈન્દ્રિય અને ચૌરેન્દ્રિય પ્રકા૨ના જીવોમાં એક અથવા વધુ ઇન્દ્રિયની ન્યૂનતા હોવાથી તેમને વિકલેન્દ્રિય જીવો કહેવામાં આવે છે. જન્મ મનુષ્યનો મળ્યો હોય છતાં પંચેન્દ્રિયની અહીં આપણે શારીરિક દૃષ્ટિએ અપંગ વિશે વિચાર કરીશું, કારણ કે પરિપૂર્ણતા ન મળી હોય એવા માણસો પણ સંસા૨માં જોવા મળે છે. માનસિક રોગોનો વિષય જુદો અને વિશાળ છે.
આંધળા, બહેરા, મૂંગા, બોબડા કે હાથપગની ખોડવાળા માણસો અપંગ મનુષ્યોમાં કેટલાક જન્મથી અપંગ હોય છે. જન્મથી જ આપણને જોવા મળે છે. કેટલાક જન્મ વખતે તંદુરસ્ત હોય પણ પછી મોટા થતાં ક્યારેક પડી જવાથી, અપૂરતા પોષણથી, વૃદ્ધાવસ્થાથી, કોઇ રોગનો ભોગ બનવાથી અપંગ બની જાય છે. શીતળાના રોગ પછી કોઇકે આંખો ગુમાવી હોય છે, બાળલકવા કે લકવા થયા પછી માણસ પગની શક્તિ કે સાથે સાથે હાથની શક્તિ પણ ગુમાવી બેસે છે. ગેંગરિંગ થતાં માણસને પગ કપાવવો પડે છે.
અકસ્માતો થાય છે અને માણસ જીવનભર અપંગ થઇ જાય છે. કોઇકની વર્તમાન સમયમાં રેલવે, બસ, મોટરકાર, વિમાન વગેરેના મોટા ભૂલને કારણે, કોઇકની બેદરકારીને લીધે, ક્યારેક યાંત્રિક ખામીને લીધે