________________
પ્રબુદ્ધ જીવન
હોવાને લીધે અલબત્ત એટલું આકરું લાગતું નથી. તળેટીથી પહાડ પર ચડતાં સામાન્ય માણસને લગભગ દોઢથી બે કલાક લાગે છે. એક શિખર ૫૨થી ઊતરીને બીજા શિખર પર જતાં લગભગ અડધો કલાક લાગે છે.
પહાડ પર ચડતાં વચ્ચે સુધ-બુધ (શુદ્ધ-બુદ્ધ) મુનિઓની ત્રણ ગુફાઓ આવે છે. આ ગુફાઓ નાની છે. એમાં પર્વતમાંથી કોતરી કાઢેલી નાની મોટી દિગંબર જિનપ્રતિમાઓ પદ્માસન તથા ખડ્ગાસનમાં છે. એમાં એક ગુફામાં મૂળ નાયક તરીકે શ્રી મુનિસુવ્રત સ્વામીની પદ્માસનમાં વિશાળ મૂર્તિ કંડારેલી છે. અહીં ચોવીસે તીર્થંકરોની તથા શ્રી બાહુબલિજીની પ્રતિમા છે. એમાંની કેટલીક ઊભી પ્રતિમાઓ ખડ્ગાસનમાં અને કેટલીક પદ્માસનમાં છે. આ ઉપરાંત હાથી કે સિંહ પર બિરાજમાન એવાં યક્ષયક્ષિણીની પ્રતિમાઓ પણ છે. આ બધી પ્રતિમાઓની કોતરણી કલાત્મક છે. શુદ્ધ-બુદ્ધ મુનિની આ ગુફાઓ ઉત્તરકાલીન હોવાનું મનાય છે.
તા. ૧૬-૨-૯૭
માંગીતંગીના શિખરોમાંનાં મંદિરો એટલે ગુફામંદિ૨ો. જે કાળે ભારતમાં ગ્રેનાઇટ જેવા નક્કર પર્વતમાંથી ગુફાઓ અને એમાં શિલ્પાકૃતિઓ કોતરી કાઢવાની કલા પ્રચલિત હતી એ કાળમાં માંગીતંગીનાં આ ગુફામંદિરોની કોરણી થઇ હશે. ભારતમાં બૌદ્ધ, હિંદુ અને જૈન એ ત્રણે પરંપરાના પર્વતકો૨ણી (Rock Carving)ના પ્રકારનાં શિલ્પસ્થાપત્ય સાંપડે છે. અજંટા અને ઇલોરાની ગુફાઓ, કાન્હેરી, કાર્લા, ભાજાની ગુફાઓ, એલિફન્ટાની ગુફાઓ તથા દક્ષિણમાં ગોમટેશ્વર, કારકલ, મુડબિદ્રી વગેરે સ્થળોનાં શિલ્પોની સાથે નાસિક જિલ્લામાં પાંડવલેની, ગજપંથા, માંગીતંગી વગેરેની પણ ગણના થાય છે. ગુફાઓના શિલ્પસ્થાપત્યમાં બૌદ્ધ ગુફાઓ જેમ ચડિયાતી ગણાય છે તેમ પર્વતમાંથી વિશાળકાય શિલ્પાકૃતિની કોતરણીમાં ગોમટેશ્વરની બાહુબલિની પ્રતિમા એના અનુપમ સૌન્દર્યને કારણે વિશ્વમાં વિખ્યાત થયેલી છે. ગજપંથા કે માંગીતંગીની ગુફાઓ કલાની દષ્ટિએ કદાચ એટલી ઉચ્ચ ન ગણાય, તો પણ આ ક્ષેત્રમાં એ કાળમાં જૈનોનો, મુખ્યત્વે દિગંબર જૈનોનો વસવાટ ઘણો હશે અને રાજ્ય તરફથી ઘણો સારો સહકાર મળતો રહેતો હશે એની પ્રતીતિ કરાવે છે.
માંગીતંગીની બધી જ ગુફાઓ એક જ યુગમાં તૈયાર થઇ હશે કે કેમ તે સ્પષ્ટ નથી, પરંતુ ગુફામંદિરોની પ્રવૃત્તિ પાંચસોથી દોઢ બેહજા૨ વર્ષ સુધીની પ્રાચીન છે. માંગીતુંગીમાં કેટલાક શિલાલેખો છે, પણ તે સ્પષ્ટ નથી. તો પણ એક સ્થળે સંવત ૬૫૧ વંચાય છે. એ જો સાચું હોય તો પંદરસો વર્ષ જેટલી પ્રાચીન આ ગુફાઓ છે એમ કહી શકાય.
નાસિક જીલ્લાનો આ પ્રદેશ એટલે રામસીતાના વનવાસનો પ્રદેશ. જૈન રામાયણ ‘પઉમચરિય' પ્રમાણે ભગવાન મુનિસુવ્રત સ્વામીના કાળમાં આ ઘટનાઓ બનેલી. એટલે અહીં પણ સીતાગુફા અને રામગુફા છે. જૈન પુરાણ અને જૈન માન્યતા પ્રમાણે એ કાળમાં રામ, હનુમાન, સુગ્રીવ, સુડીલ, ગવ, ગવાક્ષ, નીલ, મહાનીલ સહિત નવ્વાણુ કરોડ મુનિઓ આ તંગીગિરિ પરથી મોક્ષે સિધાવ્યા હતા. એટલે
આ ક્ષેત્રને યોગ્ય રીતે જ સિદ્ધક્ષેત્ર તરીકે ઓળખાવવામાં આવે છે. રવિષેણાચાર્ય કૃત ‘પદ્મપુરાણ'માં ‘તુંગીગિરિ'નો ઉલ્લેખ આવે છે. એને આધારે નીચેની પંક્તિઓ ટાંકવામાં આવે છે ઃ
રામ જિનેસુર કરત વિહાર, ભવ્ય સમૂહ ઉતારે પાર; અંતિ સમય તુંગીગિરિ ગયે, શેષ કરમ અરું છેદયે; મોક્ષ સુધાંનિ પહોંતે પાય, શાશ્વત શર્મ જિહાં અધિકાંય.
XXX
રામ, હનુ, સુગ્રીવ, સુડીલ, ગવ, ગવાક્ષ, નીલ, મહાનીલ, ક્રોડિ નિન્યાનવે મુક્તિપયાન, તુંગાગિરિ વંદૌ ધરિ ધ્યાન. જૈન રામાયણની જેમ જૈન પાંડવપુરાણ પણ છે. એમાં આવતી કથા પ્રમાણે શ્રીકૃષ્ણ અને એમના ભાઇ બલભદ્રે આ પ્રદેશમાં દેહ છોડ્યો હતો. જૈન પુરાણ પ્રમાણે એ કાળ તે ત્રેવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ
ભગવાનનો કાળ.શ્રીકૃષ્ણ અને બલભદ્ર આ જંગલમાં વિચરતા હતા ત્યારે એક વખત વનમાં તરસ્યા થયેલા શ્રીકૃષ્ણે બલભદ્રને પાણી લેવા મોકલ્યા. તે દરમિયાન દૂરથી જરદકુમારે હરણ સમજીને શિકાર કરવા માટે છોડેલું બાણ શ્રીકૃષ્ણને વાગ્યું. એથી એમના પ્રાણ ચાલ્યા ગયા.. બલભદ્ર આવીને જુએ છે તો શ્રીકૃષ્ણ નિશ્ચેષ્ટ પડ્યા છે. પરંતુ પોતાના ભાઇ જીવતા છે અને ભાનમાં આવશે એમ સમજી બલભદ્ર પોતાના ખભા ઉપર ભાઇનું શબ લઇને વનમાં ફરે છે. પરંતુ ત્યારપછી એક દેવના પ્રતિબોધથી બલભદ્ર મોહનો ત્યાગ કરી પોતાના ભાઈ શ્રીકૃષ્ણના શબના અંત્યેષ્ટિ સંસ્કાર આ પહાડ ઉપર બે ચૂલિકા વચ્ચે કરે છે.
બલભદ્ર ત્યારપછી દિગંબર મુનિપણું અંગીકાર કરે છે. તેઓ આહા૨ માટે ગામ તરફ જાય છે ત્યારે એમનો સુંદર કાંતિમાન દેહ જોઇ સ્ત્રીઓ વિહ્વળ બની જાય છે. કૂવા ૫૨ પાણી ભરતી, ભાન ભૂલેલી એક સ્ત્રીએ તો દોરડાનો ગાળિયો ઘડામાં ભરાવવાને બદલે પોતાના પાસે ઊભેલા નાના બાળકના ગળામાં ભરાવ્યો. આ દશ્ય જોઇ બલભદ્ર મુનિને થયું કે પોતે હવે ગામ તરફ જવું નહિ. તપથી એમણે પોતાના શરીરને ક્ષીણ કરી નાખ્યું. આ પહાડ પર અનશન કરી એમણે દેહ છોડ્યો. એમને દેવગતિ પ્રાપ્ત થઇ.
આ રીતે માંગીનુંગીનો પહાડ કૃષ્ણ અને બલભદ્રના વૃત્તાંતથી પણ
પ્રસિદ્ધ છે.
માંગીગિરિની પાસે આવેલા એક પર્વતનું નામ ‘ઘાણ્યાગઢ' છે. દંતકથા પ્રમાણે જ્યારે બલભદ્ર પોતાના ભાઇ શ્રીકૃષ્ણનું શબ લઈને ફરતા હતા ત્યારે તેમને સમજાવવા માટે આ પર્વત ઉપર એક દેવે એક મોટી ઘાણીની રચના કરી અને પોતે તેલી-ધાંચીનો વેશ ધારણ કરી એમાં રેતી નાંખવાનું ચાલુ કર્યું. ફરતાં ફરતાં બળભદ્ર પોતાના ભાઇના શબને ખભા પર ઊંચકી આ બાજુ આવ્યા ત્યારે તે ઘાંચીને પૂછ્યું કે ‘તમે શું કરો છો?' ઘાંચીએ (દેવે) કહ્યું કે ‘હું રેતીમાંથી તેલ કાઢવાનો પ્રયત્ન કરું છું.' ત્યારે બલભદ્રે કહ્યું, ‘મૂર્ખ, રેતીમાંથી તો કોઇ દિવસ તેલ નીકળે?' એ સાંભળી ઘાંચીએ કહ્યું, ‘જો શબમાં જીવ આવે તો રેતીમાંથી તેલ કેમ ન નીકળે ?' એ સાંભળી બળભદ્રની આંખ ખૂલી ગઇ અને તેમણે શ્રીકૃષ્ણના શબનો માંગીતુંગી પહાડ ઉપર અગ્નિ સંસ્કાર કર્યો. એ સ્થળ તે કૃષ્ણકુંડ તરીકે જાણીતું છે. જે પર્વત પર દેવે ઘાણીની રચના કરી હતી એ પર્વત લોકોમાં ઘાણીનો ગઢ-ઘાણ્યાગઢ તરીકે હજુ પણ જાણીતો છે.
શકાતું નથી. આ ગુફાને સ્થાનિક ભીલ આદિવાસીઓ ‘ડોંગરિયા દેવ’ માંગીગિરિમાં પશ્ચિમ બાજુ પહાડમાં એક ગુફા છે. એમાં જઇ તરીકે ઓળખાવે છે. આ ગુફા વિશે વિશેષ સંશોધન થવાની જરૂર છે.
અમે લગભગ સાડા અગિયાર વાગે પહાડ ઉપર વચ્ચે પહોંચ્યા.
હવે અહીંથી એક રસ્તો માંગીગિરિ તરફ જાય છે અને બીજો રસ્તો તુંગીગિરિ તરફ જાય છે. અમે પહેલાં માંગીગિરિ તરફ ગયા, કારણ કે
મુખ્ય ગુફામંદિરો માંગીગિરિમાં છે.
માંગીગિરિમાં સાત ગુફામંદિરો છે. એમાં શ્રી મહાવીર ગુફા, શ્રી આદિનાથગુફા, શ્રી શાન્તિનાથગુફા, શ્રી પાર્શ્વનાથગુફા, રત્નત્રયગુફા, સીતાગુફા, બલભદ્રગુફા વગેરે ગુફાઓ છે. આ દરેક ગુફાઓમાં મૂળ નાયક ઉપરાંત અન્ય તીર્થંકરો કે મુનિઓની શિલ્પાકૃતિઓ પણ છે. દિગંબર મુનિઓની શિલ્પાકૃતિમાં પીંછી અને કમંડલુ સ્પષ્ટ જોઇ શકાય છે. શિલ્પાકૃતિઓ સુરેખ અને મનોહર છે. કેટલીક ગુફામાં સાથે યક્ષયક્ષિણીની મૂર્તિ છે. એક ગૂફામાં છત્રીની રચના કરવામાં આવી છે અને એમાં કોઇ દિગંબર આચાર્યની વિશાળ, શાંત મૂર્તિ કોતરેલી છે. ક્યાંક ચરણપાદુકા પણ છે. આ ગુફાઓમાં એક ગુફા તે બલભદ્રની ગુફા છે. એમાં શ્રી બલભદ્રમુનિની પર્વતના પાષાણમાંથી કંડારેલી પ્રતિમા છે. એક ગુફામાં છત્રીમાં નંદીશ્વરની