________________
તા. ૧૬-૪-૯૬
પ્રબુદ્ધ જીવન
સાંપ્રત સહચિંતન-ભાગI ડૉ. રણજિત એમ. પટેલ (અનામી)
ઇ. સ. ૧૯૮૭ના ફેબ્રુઆરીમાં, એકવાર જામનગરના પીઢ રાજકીય નેતા અને વયોવૃદ્ધ સમાજસેવક શ્રી કે. પી. શાહ, મુંબઇમાં ‘સાંપ્રત સહચિંતન' શ્રેણીના લેખક પ્રો. રમણલાલ ચી. શાહને મળવા અને અભિનંદન આપવા ગયા. એમના જ શબ્દોમાંઃ ‘હું ખાસ તો આવ્યો છું તમને અભિનંદન આપવા માટે. હું તમારું ‘પ્રબુદ્ધ જીવન' નિયમિત વાંચું છું. તમારા લેખોમાં વિષયની છણાવટ હોય છે. તેમાં જૈન ધર્મ વિષે પણ નવા નવા વિષયોની સારી છણાવટ હોય છે. તમે જૈન ધર્મ વિષે પણ નવા નવા વિષયો પસંદ કરી તેના પર ઊંડાણથી જે લખો છો
તેવું કોઇ જૈન સામિયકોમાં જોવા મળતું નથી. ‘હું તો ખાસ તમને અભિનંદન આપવા એટલા માટે આવ્યું છું કે ચીમનલાલ ચકુભાઇના અવસાન વખતે મેં ધાર્યું હતું કે હવે ‘પ્રબુદ્ધ જીવન’ બંધ થઇ જશે. ગંભીર ચિંતનાત્મક વિષયો ઉપર લખવું એ સહેલી વાત નથી. કદાચ થોડા વખત કોઇ ચલાવે પણ ખરું, પણ માનદ સેવા તરીકે આટલાં વર્ષથી તમે નિયમિત ‘પ્રબુદ્ધ જીવન’ ચલાવતા રહ્યા છો એથી મને આનંદ થાય છે.'
ઇ. સ. ૧૯૯૨માં ૮૬ વર્ષની વયે શ્રી કે. પી. શાહનું અવસાન થતાં ડૉ. રમણલાલ ચી. શાહે ‘પ્રબુદ્ધ જીવન'માં જે લાંબી અવસાન નોંધ લખેલી તે ‘સાંપ્રત સહચિંતન ભાગ-૭માં સ્વતંત્ર લેખ રૂપે પ્રગટ થઇ છે. સ્વ. કે. પી. શાહે જે મુદ્દા પરત્વે ડૉ. શાહને અભિનંદન આપ્યા છે એ સર્વથા યથાર્થ છે ને એમાં અનેકનું સમર્થન પણ છે. ‘સાંપ્રત સહચિંતન'નો ભાગ સાતમો એનું પ્રત્યક્ષ પ્રમાણ છે.
પરિમ્ભટ્ટ નિવિકાળ વેર તેfસ વકર્। અને શ્રી યશોવિજયજી કૃત ‘ઉપદેશરહસ્ય'... આ બે લેખ તો જૈન ધર્મ વિષયક છે જ પણ ‘સાંપ્રત સહચિંતન-ભાગ ૭ના અન્ય કેટલાક લેખો જેવા કે ‘બાળમજૂરોની સમસ્યા' ‘પોલીસ અને ન્યાયતંત્ર' અને ‘ભારતમાં કતલખાના' જેવા લેખોમાં પણ દયા, કરુણા અને અહિંસા જેવા જૈન ધર્મ પ્રધાનપણે ઉપદેશેલ-પ્રબોધેલ ગુણસંપદાનું ૫૨ોક્ષ વિવેચન-સમર્થન છે.
પંચ મહાવ્રતોમાં ભગવાન મહાવીરે અપરિગ્રહને મહાવ્રત તરીકે ગણાવ્યું છે કે જે સાધુ-ભગવંતો માટે તો અનિવાર્ય છે જ. પણ ગૃહસ્થોએ પણ ‘પરિગ્રહ-પરિમાણ’ના અણુવ્રતનું પાલન કરવાનું યોગ્ય અને આવશ્યક છે. જૈન ધર્મનું માનવજાતિને આ મોટામાં મોટું પ્રદાન છે. કેમ જે બધા જ અનર્થોનું મૂળ અર્થ છે ને લોભ ને કારણે અર્થ-પરિગ્રહની બાબતમાં માનવજાતિનો મોટો ભાગ લાચાર ને અસમર્થ છે. સોવાળો હજા૨, હજા૨વાળો લાખ, લાખવાળો કરોડ અને અબજોની કામના સેવે છે, ને સર્વનો અંત છે, પણ તૃષ્ણા જ અનંત છે. કામ, ક્રોધ, મોહ, મત્સ૨થી પણ લોભવૃત્તિ વધુ પ્રબળ હોય છે. એટલે પરિગ્રહ-પાલનમાં વિશેષ તપત્યાગ, તિતિક્ષા ને અતંદ્ર જાગૃતિની આવશ્યકતા પણ રહે છે. પરિાહ નિવિદાળ ને તેતિ પવડર્ । મતલબ કે જે પોતાનો પરિગ્રહ વધારનાર (વિચારપૂર્વક કે, વગર વિચાર્યે) બીજાઓ સાથે જાણતાં કે અજાણતાં કેવી રીતે વૈરવૃત્તિ કરે છે તેની દષ્ટિપૂર્વકની સૂક્ષ્મ ચર્ચા-વિચારણા આ લેખમાં છે. ભૌતિક, ધાર્મિક, આધ્યાત્મિક, પરિગ્રહની વાત કર્યા બાદ અંતે તેઓ લખે છે : 'શાસ્ત્રકારોએ વસ્તુ પ્રત્યેની આસક્તિને-મૂર્છાને પણ પરિગ્રહ તરીકે ઓળખાવી છે, એટલે માણસે સ્થૂળ પરિગ્રહ ન વધારવો જોઇએ એટલું જ નહિ પણ પરિગ્રહ વધારવાની ઇચ્છા પણ ન સેવવી જોઇએ. અલ્પતમ પરિગ્રહ પોતાની પાસે હોય. પરંતુ તેના ઉપ ભોગમાં અતિશય રસ પડતો હોય તો તે પણ વર્જ્ય ગણવામાં આવ્યો છે. સૂક્ષ્મ દષ્ટિએ વિચારીએ તો પરિગ્રહ એટલે
૧૧
પુદ્ગલાસ્તિકાય. પુદ્ગલનું ચૈતન્ય સાથેનું વેર તો અનાદિકાળથી ચાલ્યું આવે છે. પુદ્ગલ ચેતનનો પીછો જલદી છોડે એમ નથી. જે જીવ પરિગ્રહમાં, પુદગલમાં આસક્તિ રાખે છે તે પોતે પોતાના પ્રત્યે જ વે૨ બાંધે છે. પરિગ્રહનો ત્યાગ એટલે પુદગલનો ત્યાગ. જીવનનો એટલે કે ચેતનનો ઉચ્ચત્તમ આદર્શ એ જ હોવો ઘટે. પૂ. મહાત્મા ગાંધીએ તો માનવજાતિની સેવા કાજે પણ અપરિગ્રહ વ્રતની ભારપૂર્વક હિમાયત કરેલી.
વિક્રમના સત્તરમાં, અઢારમાં શતકમાં થઇ થયેલા, સંસ્કૃત-પ્રાકૃત અને ગુજરાતીના પ્રકાંડ વિદ્વાન, ‘ઉપાધ્યાયજી મહારાજ'ના પર્યાયરૂપને જેમને ‘લઘુ હરિભદ્રસૂરિ’નું બિરુદ પ્રાપ્ત થયેલ છે એવા શ્રી યશોવિજયજી મહારાજે, શ્રી હરિભદ્રસૂરિ કૃત ‘ઉપદેશપદ' ગ્રંથનું ઉપદેશ રહસ્ય' નામે અનુસર્જન કર્યું છે. તેનો ડૉ. રમણલાલ શાહ, શ્રી યશોવિજયજી કૃત ઉપદેશ રહસ્ય' નામના સંક્ષેપ-સઘન લેખમાં સમીક્ષાત્મક રસાસ્વાદ કરાવ્યો છે. ‘ઉપદેશ રહસ્ય’ની ૨૦૩ ગાથાની ૪૦૬ પંક્તિઓમાં યશોવિજયજીએ ૪૫૦ થી પણ વધુ વિષયોનો પરામર્શ કર્યો છે જે એના લાઘવગુણનો નિર્દેશક છે ને એ લાઘવગુણના મર્મને સાચવીને ડૉ. શાહે ‘ઉપદેશ રહસ્ય’નું રહસ્ય છતું કર્યું છે. અંતમાં તેઓ લખે છેઃ ‘તત્ત્વજ્ઞાનગર્ભિત, દાર્શનિક, જટિલ વિષયોને પ્રાકૃત ભાષામાં પદ્યમાં ઉતારીને તેને કાવ્યત્વની કોટિએ પહોંચાડવાનું દુષ્કર કાર્ય ઉપાધ્યાયજી મહારાજે કેવી અનાયાસ લીલાથી કર્યું છે !'
‘વારસદારો’ નામના ખાસ્સા તેર પાનાનાં લેખમાં પોતાનો વારસો આપવાની અને કોઇની પાસેથી વારસો મેળવવાની અને ઉભયપ્રકા૨ની માનવ જાતની અંતર્ગત વૃત્તિનું અને વ્યવસાયોના સંદર્ભમાં અનેક દૃષ્ટાંતો આપી રસિક વિવરણ કર્યું છે અને લેખની શરૂઆતમાં તેમજ અંતમાં, જૈન ધર્મ પ્રતિપાદિત અપરિગ્રહ વૃત્તિ અને શ્રેયોમાર્ગનું સમર્થન કર્યું છે. દા. ત. ‘સ્થૂલ ભૌતિક પદાર્થો કરતાં સૂક્ષ્મ સાંસ્કારિક વારસો વધુ ચિરંજીવી રહે છે. જીવ અને જગત વિષે તત્ત્વજ્ઞાન અને એના રહસ્યનો વારસો તો હજારો વર્ષ સુધી સતત વહેતો રહે છે. આ વારસો એવો છે કે જે વાપરવાથી ખૂટતો નથી. પણ વધતો ચાલે છે. માનવજાતને ટકાવી રાખવા અને ઉન્નત બનાવવા માટે એ ઘણું મોટું પ્રેરકબળ બની રહે છે. જેઓએ પોતાના જીવનને કૃતાર્થ કરવું છે . તેઓએ આવો અમૂલ્ય અને અવિનાશી વારસો મેળવવાની અને મળ્યા પછી તે બીજા સુધી પહોંચાડવાની ભાવના સેવવી જોઇએ.’
‘બાળમજૂરોની સમસ્યા,' ‘ભારતમાં કતલખાના' અને ‘દુર્ઘટના અને કુમરણો' આ ત્રણેય લેખોને હું આર્થિક, સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક અને વિશેષતઃ માનવતાની દષ્ટિએ એક સાથે લઉં છું. આજકાલ બી.બી.સી. ઉપર ભિન્ન ભિન્ન દેશોની બાળમજૂરોની સમસ્યા સંબંધે ઊંડાણથી છણાવટ થાય છે, ને ઠીક ઠીક ઊહાપોહ પણ થાય છે. પાકિસ્તાનમાં લગભગ દોઢ કરોડથી પણ વધારે બાળ મજૂરો નાના મોટા વ્યવસાયોમાં શોષણનો ભોગ બને છે. ગીચ વસ્તી, ગરીબાઇ, અજ્ઞાન અને બેકારીને કારણે ભારતમાં પણ બાળ મજૂરોની સંખ્યા કરોડોની છે.. . અસ્તિત્વના સંઘર્ષને કારણે બાળ મજૂરીના શોષણનું સમર્થન થઇ શકે નહીં. લેખક કહે છે તે પ્રમાણે ભારતમાં આંધ્રપ્રદેશના પોચમપલ્લીમાં તથા વારાણસીના સાડીઓના કારખાનાઓમાં, કાશ્મિર, મિરઝાપુર, વારાણસી વગેરે સ્થળે આવેલાં ગલીચાઓના કારખાનાઓમાં ફિરોઝપુરમાં કાચની બંગડીઓના કારખાનાઓમાં, ગુજરાતમાં ચરોતરમાં બીડી-તમાકુના કારખાનાઓમાં, દક્ષિણમાં શિવાકાશીમાં