________________
૧૦
પ્રબુદ્ધ જીવન
જેન-યિ ઃ ‘જૈન'નો અર્થ થાય છે માનવ પ્રેમ અને ‘યિ'નો અર્થ થાય છે કર્તવ્યપાલન. માણસના સદગુણોમાં કન્ફયૂશિયસ માનવપ્રેમ ઉપર વધુ ભાર મૂકે છે. તેઓ કહે છે કે જે માણસ બીજાને ચાહે છે તે સમાજમાં પોતાની ફરજો બજાવવા માટે સમર્થ બને છે.’
માનવ પ્રેમ એ સહજ સ્ફુરે એવી ભાવના છે. તેમાં મનુષ્ય અને મનુષ્ય વચ્ચે ભેદ રહેતોનથી. જ્યાં ભેદભાવ છે. ત્યાં સાચો માનવપ્રેમ સંભવી ન શકે. કન્ફયૂશિયસ કહે છે કે ‘જે પોતાની માનવપ્રેમની ભાવનાને અનુસરે છે તે પોતાનો વિકાસ સાધે છે અને બીજાનો વિકાસ પણ સાધે છે. જ્યાં માનવપ્રેમ છે ત્યાં અહંકારનું વિસર્જન થાય છે.’
‘યિ' એટલે કર્તવ્યપાલન અથવા ધર્માચારણ. એનું પ્રેરક તત્ત્વ છે માનવપ્રેમ.
ચુંગશુ : ‘ચુંગ’ એટલે પોતાની જાત પ્રત્યે વફાદાર રહેવું. ‘શુ’ એટલે જગતને સમજવાનો સહાનુભૂતિપૂર્વક પ્રયત્ન કરવો.
દરેક માણસમાં પોતાનો એક સૂક્ષ્મ માપદંડ હોય છે. એટલે માપદંડ માટે માણસે બહાર જવાની જરૂર નથી. એના માટે કુહાડીનું દૃષ્ટાંત આપવામાં આવે છે. સુથાર કુહાડીનો દાંડો બનાવવા ઇચ્છે છે. તે વખતે તે બીજી કુહાડીનો દાંડો હાથમાં લઇ અને જોઇને તે પ્રમાણે દાંડો કરી લે છે. એ માટે તે બહાર ભટકવા જતો નથી.
એક શિષ્યે કન્ફયૂશિયસને પૂછ્યું, ‘જેન'નો અર્થ શો ? કન્ફયૂશિયસે કહ્યું, જે વર્તન તમારા પ્રત્યે કોઇ કરે તો તમે ઇચ્છતા નથી એવું વર્તન તમારે બીજા પ્રત્યે ન કરવું જોઇએ.
એક શિષ્યે તો એટલી હદ સુધી કહ્યું છે કે, આપણા ગુરુદેવનું બધું જ શિક્ષણ એ બે શબ્દમાં સમાઇ જાય છે. ચુંગ શું એમાં ચુંગ હકારાત્મક
દૃષ્ટિકોણ છે અને શું નિષેધાત્મક દૃષ્ટિકોણ છે.
લિ : લિ એટલે ઔચિત્ય. લિનો બીજો અર્થ થાય છે કર્મકાંડ, વિધિ
વિધાન. દરેક વસ્તુનો પૂરેપૂરો વિચાર કરીને બોલવું કે વર્તવું તે ઔચિત્ય, લિનો બરાબર અર્થ સમજવા માટે પાંચ વસ્તુઓ મહત્ત્વની છે. (૧) નામ પ્રમાણે ગુણ (૨) મધ્યમ માર્ગ (૩) પાંચ મૂળભૂત સંબંધો (૪) કુટુંબ અને (૫) વૃદ્ધાવસ્થા તથા પ્રાચીનતા.
વેન ઃ વેન એટલે સર્જનાત્મક કલાઓ, કવિતા, સંગીત, નાટક, નૃત્ય, ચિત્રકલા, શિલ્પ ઇત્યાદિ સર્જનાત્મક કલાઓ છે. યુદ્ધકલા એ વેન નથી. વેનથી સમાજ સંસ્કારી બને છે, લોકોમાં સભ્યતા વધે છે.
તે તે એટલે શક્તિ, બળ, સત્તા, અંકુશ, દમન. કયૂશિયસ કહેતા કે ‘રાજ્યનો વહીવટ સત્તાથી, દમનથી, ધાકથી ચલાવવાથી જેટલું પરિણામ આવે છે તેથી વધારે સારું પરિણામ સત્તાધીશોની નૈતિકતાથી, ચારિત્રશીલતાથી આવે છે, કારણ કે નેતાઓના સારા ચારિત્ર્યની અસર લોકજીવન ઉપર પડ્યા વગર રહેતી નથી.
નામ પ્રમાણે ગુણ ઉપ૨ કન્ફયૂશિયસ ઘણો ભાર મૂકતા હતા. એમણે કહ્યું છે કે ‘જો નામ બરાબર ન હોય તો વસ્તુના વાસ્તવિક સ્વરૂપ સાથે એનો મેળ બેસતો નથી. ભાષા જો અનુરૂપ ન હોય તો વ્યવહાર બરાબર ચાલી ન શકે.’
''
કન્ફયૂશિયસની આ માન્યતા એટલી બધી દઢ હતી કે કોઇકે એમને પૂછ્યું કે ‘તમારા હાથમાં રાજ્ય શાસન ચલાવવાનું આવે તો સૌથી પહેલી વસ્તુ તમે કઇ કરો ?’
કન્ફયૂશિયસે કહ્યું, ‘હું પ્રથમ નામ પ્રમાણે ગુણ હોય, તે માટે પ્રયત્નો કરું.’ બીજે એક પ્રસંગે એમણે કહ્યું હતું કે ‘રાજાને રાજા થવા દો, મંત્રીને મંત્રી થવા દો, પિતાને પિતા થવા દો અને પુત્રને પુત્ર થવા દો. એનો અર્થ એ થયો કે દરેકમાં નામ પ્રમાણે ગુણ હોવા જોઇએ.'
તા. ૧૬-૪-૯૬
તમે પ્રામાણિકતા વિના, અન્યાયપૂર્વક અને દિલ વગર કાર્ય કરશો તો તમારા પોતાના દેશમાં પણ સફળ નહિ થઇ શકો. (આ સિદ્ધાંત દિવસ રાત તમારી નજર સમક્ષ રહે અને વંચાયા કરે એવી રીતે રાખો.)
તમે જે કંઇ કરો તે પ્રામાણિકતાથી, ન્યાયબુદ્ધિથી અને સાચા દિલથી કરશો તો જંગલી લોકોના દેશમાં પણ તમે સફળ થઇ શકશો.
કન્ફયૂશિયસના શિષ્ય ઝૂ અંગે ઉપરનાં આ ઉપદેશવચનો પોતાના દુપટ્ટા ઉપર લખાવ્યાં હતાં.
નૈતિક ગુણસંપત્તિ માટે મુખ્ય પાંચ ગુણ મહત્ત્વના છે
(૧) આત્મ ગૌરવ-તમે બીજાના ઉત્તમ ગુણોનું ગૌરવ કરશો તો તે પણ તમારા ગુણોનું ગૌરવ ક૨શે.
(૨) ઉદારતા–તમે ઉદારતા દાખવો તો બીજાનાં હૃદય જીતી શકો. (૩) સચ્ચાઇ–ત્તમે સચ્ચાઇ રાખશો તો બીજા તમારા ઉપર વિશ્વાસ મૂકશે.
(૪) એકનિષ્ઠા-ત્તમે જીવનમાં એકનિષ્ઠ બનશો તો મહત્ત્વનાં કાર્યો કરી શકશો.
(૫) લોકકલ્યાણ-તમે લોકકલ્યાણની ભાવના સાચા દિલથી રાખશો તો બીજાઓ પણ તમારી ભાવનાને અનુસરશે.
ગરીબ હોવા છતાં જે લાચારી નથી અનુભવતો તથા શ્રીમંત હોવા છતાં જે અભિમાન નથી કરતો તેવો માણસ જરૂ૨ સારો કહેવાય, પરંતુ ગરીબ હોવા છતાં જે સ્વસ્થ અને પ્રસન્ન રહેતો હોય અને શ્રીમંત હોવા છતાં જેસંયમી, સદાચારી અને પ્રભુભક્તિવાળો હોય તેવો માણસ એથી પણ વધુ સારો ગણાય.
જ્ઞાનના આધારે માણસના અનુક્રમે ચાર પ્રકાર પાડી શકાય : (૧) પોતાની કોઠાસૂઝથી જ માણસ ઘણું સમજી શકે, (૨) સતત અભ્યાસ પછી જે સમજી શકે, (૩) ઘણો પ્રયત્ન કર્યા પછી જે થોડું ઘણું સમજી
શકે
અને (૪) સમજવા માટે જેમને
પ્રયત્ન કરવાનું બિલકુલ મન ન
થાય.
છ મોટા સદગુણોની સાથે, માણસ જો જાગૃત ન રહે તો એના અશુભ પડછાયા આવ્યા વગર રહેતા નથી. એ છ સદગુણો અને તેના પડછાયા આ પ્રમાણે છે : (૧) ભલાઇ સાથે મૂર્ખતા (૨) જ્ઞાન સાથે અભિમાન (૩) સત્ય સાથે જડતા (૪) નિખાલસતા સાથે અસભ્યતા (૫) વીરતા સાથે ઝઘડાખોરપણું અને (૬) દઢતા સાથે હઠાગ્રહ.
અસ્થિ સારવાર કેન્દ્ર
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે નિષ્ણાત અસ્થિ ચિકિત્સક ડૉ. જે. પી. પીઠાવાલા દ્વારા હાડકાનાં રોગોની નિઃશુલ્ક સારવાર દર રવિવારે સવારના ૧૦-૩૦ થી ૧-૩૦ સુધી શ્રી ૫૨માણંદ કાપડિયા સભાગૃહ, ૩૮૫, સરદાર વલ્લભભાઈ પટેલ માર્ગ, રસધારા કૉ-ઑપરેટીવ હાઉસિંગ સોસાયટી, બીજે માળે, વનિતા વિશ્રામ સામે, મુંબઈ-૪૦૦ ૦૦૪, (ફોનઃ ૩૮૨૦૨૯૬) ખાતે આપવામાં આવે છે.
આ ઉપરાંત સંઘના ઉપક્રમે દર મહિનાના છેલ્લા રવિવારે બપોરના ૩-૦૦ થી ૫-૦૦ ના સમયે શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, ઝાલાવાડનગર, સી. ડી. બરફીવાલા માર્ગ, જુહુ લેન, અંધેરી (પશ્ચિમ), મુંબઈ-૪૦૦ ૦૫૮ ખાતે ડૉ. જેમ્પી, પીઠાવાલા દ્વારા ઉપરોકત સારવાર વિના મૂલ્યે અપાય છે. જરૂરિયાતવાળા દરદીઓ અવશ્ય તેનો લાભ ઉઠાવે તેવી વિનંતી છે.
જયાબહેન વીરા સંયોજક
નિરુબહેન એસ. શાહ જયવદન આર. મુખત્યાર માનદ્ મંત્રીઓ