SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૮-૯૫ પ્રબુદ્ધ જીવન નયનરમ્ય રૂપોને, એ સર્વને એવા અપાર્થિવ પ્રકાશના વિસ્મયભાવથી જોયાં છે. વર્ડઝવર્થની ભાવસૃષ્ટિમાં પ્રવેશ મેળવવા સારું તેમનું સરળમાં સરળ કાવ્ય ‘ડેફોડિલ' નામના વસંત ૠતુમાં ખીલતા સોનેરી રંગના પુષ્પને લગતું છે. કાવ્યની શરૂઆત જ કવિ ‘હું કોઇ વાદળની જેમ એકલો ઘૂમી રહ્યો હતો.’ એ પંક્તિથી કરેછે. કોઇ શાંત, નિર્જન પ્રદેશમાં ઘૂમી રહેલા કવિ પોતાને સ્વચ્છ આકાશમાં સરતા વાદળ સાથે સરખાવે છે. એમાં તેમની એકાંતપ્રિયતા અને આકાશમાં ઉડ્યન કરવાનું આકર્ષણ છતાં થાય છે. એમ ઘૂમતાં ઘૂમતાં કવિ લખે છે, પોતે લગભગ દશ હજાર, આકાશગંગામાં ચમકતા તારાઓ જેટલાં અગણિત સુવર્ણરંગી ‘ડેફોડિલ' પુષ્પો સરોવર તીરે અને વૃક્ષોની નીચે વાયુની લહરીએ લહરીએ આનંદથી નાચતા, કૂદતાં જોયાં, અને એવાં એ ‘ડેફોડિલ’ પુષ્પો જોઇને કવિ એવા મુગ્ધ થઇ ગયા કે તેમણે એ પુષ્પો સામે જોયા જ કર્યું, અને એ દશ્ય તેમના ચિત્તમાં એવું અંકિત થઇ ૐ, કવિ કહે છે, પોતે પલંગમાં શૂન્યમનસ્ક અને ગમગીન થઇને પડ્યા હોય ત્યારે એ પુષ્પો એકાંતમાં નિરતિશય આનંદના સ્રોત જેવી અંતર્દષ્ટિમાં ઝબકી જાય છે-They flash upon that inward eye/which is the bliss of solitude. એમ થાય છે ત્યારે, કવિ કહે છે, મારું હૃદય આનંદથી ઊભરાઈ ઊઠે છે અને ‘ડેફોડિલ' પુષ્પોની સાથે નૃત્ય કરતું થઇ જાય છે. ગયું વર્ડઝવર્થના કોયલ વિશેના એક કાવ્યમાં આપણે તેમની વિસ્મય પ્રેરિત સંવેદનશીલતાનું એક બીજું રૂપ જોઇએ છીએ. પોતે વસંત ઋતુમાં કોયલને ગાતી સાંભળે છે ત્યારે, કવિ કહે છે, પોતાને એ કોઇ જીવતું જાગતું પક્ષી નહિ, પણ દૂર દૂર લીન થઇ જતો કોઇ રહસ્યમય અશરીરી સ્વર હોય એમ લાગે છે. સૂર્યના પ્રકાશનું અને પુષ્પોનું ગીત ગાતો એ સ્વર સાંભળી કવિને પોતાની કિશોરોવસ્થામાં કોયલનું ગીત સાંભળી પોતે કલાકો સુધી સ્વપ્નસૃષ્ટિમાં રાચતા એ વાતનું સ્મરણ થાય છે, અને હવે, કવિ કહે છે, પોતે કોયલને ગાતી સાંભળે છે ત્યારે પોતાને આ પૃથ્વી, પરીઓના કોઇ ઇન્દ્રિયાતીત નિવાસ જેવી હોય એમ લાગે છે આવા વિસ્મયભાવથી કવિ-પ્રકૃતિની વ્યક્તિને ક્યારેક આધ્યાત્મિક અનુભૂતિની ઝાંખી પણ થાય. વર્ડઝવર્થને એવી ઝાંખી થઈ હોય એમ તેમના The Solitary Reaper એ શિર્ષકવાળા કાવ્યમાં ધ્વનિત થતું જણાય છે. કાવ્યનો વાચ્યાર્થ તો માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતાં કોઇ પણ વિદ્યાર્થી કે વિદ્યાર્થિની સમજી શકે એવો છે. એ કાવ્યમાં સ્કોટલેંડની કોઇ ખીણમાં એક ગ્રામયુવતિ પાક લણતાં લણતાં ગમગીન ભાવે ગાતી હોય છે. ખીણની પ્રગાઢ શાંતિ, કવિ કહે છે, એ યુવતીના ગીતનાં સ્વરથી ઊભરાઇ ગઇ છે-The Vale Profound/ls 'overflowing with the sourid. યુવતીનું ગીત સાંભળી કવિ કલ્પના કરે છે કે કોઇ બુલબુલનું ગીત પણ અરબસ્તાનના વેરાન રણમાં ક્યાંક છાયાવાળા સ્થળે આરામ કરતા થાકેલા પ્રવાસીઓને પોતાને યુવતીનું ગીત લાગ્યું હતું એટલું મધુર નહિ લાગ્યું હોય, અથવા સ્કોટલેંડની ઉત્તર પશ્ચિમે દૂર દૂર આવેલા હેબ્રિડીઝનામનો નિર્જન ટાપુ જે સમુદ્રમાં આવેલો છે, તે સમુદ્રની શાંતિનો ભંગ કરતો જે કોયલનો સ્વ૨ પણ એ યુવતીના ગીત જેવો રોમાંચકારી નહિ હોય. કવિને પ્રશ્ન થાય છે કે એ ગ્રામયુવતી શાના વિશે ગાતી હશે ? અને એ પ્રશ્નના ઉત્તરમાં કવિ કલ્પના કરે છે કે યુવતીનું એ ગમગીની ભરેલું ગીત કદાચ પુરાણા કાળની કોઇ દુઃખદ ઘટનાઓ વિશે, અથવા દૂરના ભૂતકાળનાં કોઇ યુદ્ધો વિશે હશે ? કે પછી, કવિ પૂછે છે, એ ગીત જીવનની કોઇ સામાન્ય ઘટના વિશે હશે ? એટલે કે, સામાન્ય જીવનક્રમમાં સર્વ કોઇને થતાં આવ્યા છે કે ભવિષ્યમાં થશે એવા કોઇ . Those shadowy recollections એટલે કે આપણામાં સર્વ પ્રથમ સ્ફુરતા ભાવો અને ઝાંખાં ઝાંખાં શોકપ્રસંગ વિશે, કે મૃત્યુએ કરાવેલા વિયોગ વિશે કે બીજી કોઇ અંતરની સ્મરણો માટે કે જે આપણાં સર્વે દિવસોના પ્રકાશનું મૂળ છે, જેના પરમ ૨ ૩ પીડા વિશે હશે ? યુવતીના ગીતનો વિષય જે હોય તે કવિ કહે છે તે પોતાના ગીતનો અંત જ ન આવવાનો હોય એમ ગાતી જ રહી. અને પોતે એ સ્થળે હાલ્યાચાલ્યા વિના સ્થિર ઊભા રહીને એ ગીત સાંભળ્યા જ કર્યું અને તે પછી પોતે ખીણમાંથી ટેકરી ઉપર ચઢતાં ગીત પૂરું થઇ ગયા પછી પણ કેટલાંય સમય સુધી એ ગીતનું સંગીત પોતાના હૃદયમાં સંઘરી રાખ્યું : I listened, motionless and still, and as i mounted up the hill, The music in my heart I have, long after it was heared no more. આમ ખીણની પ્રગાઢ શાંતિનો ભંગ કરીને સ્ફુરતા અને એવી જ પ્રગાઢ શાંતિમાં વિલીન થઇ જતા ગ્રામ યુવતીના એ ગીત પ્રત્યે ઉત્કટ આકર્ષણ અનુભવતા કવિ વર્ડઝવર્થે જાણે કે આપણાં પ્રાચીન અને કલ્પતા અંતે એ જ બ્રહ્મમાં વિલીન થઇ જતા વિશ્વસંગીતનો સૂર ઉપનિષદોના અભ્યાસીઓને નિર્વિકાર બ્રહ્મમાંથી શબ્દબ્રહ્મ રૂપે સ્ફુરતા સંભળાય છે, કંઇક એવું જ સંગીત સાંભળ્યું હોય એમ જણાય છે. વર્ડઝવર્થને પ્રગાઢ શાંતિ માટે થતું આવું આકર્ષણ તેમના ‘બાળપણના પરોઢમાં થતી અમરત્વની ઝાંખી એવા શિર્ષકવાળા (Intimations of Immortality from Recollections of early childhood) જેને અંગ્રેજીમાં Ode કહે છે. એવા સ્તોત્રરૂપ કાવ્યમાં જોવા મળે છે. એ કાવ્યમાં કવિ કહે છે કે પોતાના જીવનમાં એવો સમય હતો જ્યારે પોતાને સીમ્, ઉપવન, ઝરણું, પૃથ્વી અને પોતાની દૃષ્ટિએ પડતી સર્વ કોઇ વસ્તુઓ, સ્વપ્નની પ્રભા અને તાજગી જેવા સ્વર્ગીય પ્રકાશથી રસાયેલી ભાસતી, To me did seem Apparelled in celestial light The glory and the freshness of a dream. છે પણ હવે, કવિ કહે છે, એમ નથી રહ્યું. હજુ પણ મેઘધનુષ્ય દેખાય અને અદ્રશ્ય થઇ જાય છે, ગુલાબ પહેલાં દેખાતું તેવું જ સુંદર દેખાય છતાં પોતે જ્યાં જુએ છે ત્યાં પૃથ્વીમાંથી દિવ્યપ્રભાનો આભાસ અદ્રશ્ય થઇ ગયો છે-That there hath passed away a glory from the earth. છે, પણ એમ છતાં, કેવી આનંદની વાત છે, કવિ કહે છે, કે ‘રાખમાં પણ કંઇક એવું છે જે જીવતું રહે છે, અને જે અલ્પજીવી નીવડ્યું હતું તેની પ્રકૃતિને સ્મૃતિ રહે છે. આપણાં ભૂતકાળનાં વર્ષોની સ્મૃતિ મારા અંતરને પરમ આશીર્વાદની સ્થિતિની અનુભૂતિ કરાવે છે-The thought of our past years in me doth breed/Perpetual benediction:-તે માટે હું આભાર અને સ્તુતિનું ગીત ગાઉં છું, પણ એ ગીત, કવિ કહે છે, પોતે આનંદ અને સ્વતંત્રતા, બાળપણની ભોળી માન્યતાઓ, બાળકના હૃદયમાં સળવળતી નવી નવી આશાઓ એવી એવી વસ્તુઓ જે આપણાં આશીર્વાદને પાત્ર છે, તેમને માટે નથી ગાતા, પોતે આભાર અને સ્તુતિનું ગીત ગાય છે તે પોતાને ઇન્દ્રિયગમ્ય પદાર્થોની વાસ્તવિકતા પ્રત્યે રહેતી સતત આશંકા, પોતાનામાંથી કંઇક અદ્રશ્ય થઇ જતું હોય એવો ભાવ, પોતાને જે પ્રત્યક્ષ નથી થયાં એવાં વિશ્વોમાં વિચરતા પ્રાણીની શૂન્યતાપ્રેરક આંશકાઓ જેમની સમક્ષ આપણી પ્રત્યે પ્રકૃતિ કોઇ ગુનેગારની જેમ ભયચકિત થઈ ધ્રૂજી ઊઠે એવી ભાવનાઓ એ સર્વ માટે; અને ...for those first affections,
SR No.525980
Book TitlePrabuddha Jivan 1995 Year 06 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1995
Total Pages138
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy