SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ : ૫ ૦ અંક : ૧૧/૧૨ ૭ ૭ તા. ૧૬-૧૨-૯૪ શ્રી મુંબઇ જૈન યુવક સંઘનું માસિક મુખપત્ર પ્રબુદ્ધ જીવા ♦ પ્રબુદ્ધ જીવન પાક્ષિક ૧૯૩૯થી ૧૯૮૯ : ૫૦ વર્ષ ૦ ૦ તંત્રી : રમણલાલ ચી. શાહ લેખકો અને રાજ્યસત્તા આપણા મુખ્ય ચૂંટણી કમિશ્નર શ્રી શેષન વિશે લખાયેલા સંસ્મરણાત્મક જીવનચરિત્રમાં તામીલનાડુના દિવંગત રાજદ્વારી નેતાઓ શ્રી અદુરાઇ, શ્રી એમ. જી. રામચંદ્રન વગેરે માટે એમણે વ્યક્ત કરેલા અંગત અભિપ્રાયોના એટલા મોટા પ્રત્યાઘાત પડ્યા કે મદ્રાસના એરપોર્ટમાંથી લોકોએ એમને બહાર નીકળવા ન દીધા. શેષન પોતાના અભિપ્રાયમાં સાચા હોય તો પણ જનમત આગળ તેઓ અસહાય બની ગયા. આ તો એક રાજદ્વારી લેખક વિષે બનેલી રાજદ્વારી ઘટના છે, પરંતુ લેખકોની સત્યનિષ્ઠા, સમાજનિષ્ઠા, રાજ્યનિષ્ઠા વગેરે માટે તે વિચારપ્રેરક બની રહે એવી ઘટના છે. બંગાળી લેખિકા તસ્લીમા નસરીને પોતાના એક ગ્રંથમાં કુરાન વિરુદ્ધ કેટલાક અભિપ્રાયો વ્યક્ત કર્યા તે માટે રૂઢિવાદી મુસ્લિમ જનતાએ મોતની સજા જાહેર કરી અને લેખિકાને ભૂગર્ભવાસમાં રહેવું પડ્યું અને છેવટે પોતાનું વતન છોડી સ્વીડન ચાલ્યા જવું પડ્યું. યુરોપીય લેખક મંડળોએ તસ્લીમાની તારીફ કરી છે અને એને સાહિત્ય માટે ઍવૉર્ડ અપાયો છે. એને આર્થિક ચિંતા ન રહે તે માટે પણ તેઓએ બાંયધરી આપી છે. બ્રિટનમાં રહેતા લેખક સલમાન રશદીએ કેટલાંક વર્ષ પહેલાં ‘સેતાનિક વર્સિસ' નામની પોતાની કૃતિમાં ઇસ્લામ વિરોધી વિચારો દર્શાવ્યા તે માટે ઇરાનના ખૌમેનીએ એમને માટે મોતની સજા ફરમાવી હતી અને ઇરાનના મારાઓ એમને મારી નાખવાની તર્ક હજુ પણ શોધી રહ્યા છે. એથી સલમાન રશદીને સતત ભયમાં જીવન ગુજારવું પડે છે. . Regd. No. MH. By. / South 54. Licence 37 કેટલાંક વર્ષ પહેલાં એક ગુજરાતી લેખકની એમની અશ્લીલ વાર્તા માટે અડધી રાતે ધરપકડ કરવામાં આવી હતી અને જેલમાં પૂરવામાં આવ્યા હતા, પરંતુ સદ્ભાગ્યે તેઓ નિર્દોષ છૂટી શક્યા હતા. અંગ્રેજોના શાસકાળ દરમિયાન કેટલાંય પુસ્તકો અને ચોપાનિયાં પ્રતિબંધિત થયાં હતાં. કેટલાંયે લેખકોએ પોતાનાં લખાણ માટે કારાવાસ ભોગાવ્યો હતો. સોવિયેટ યુનિયનમાંથી કેટલાયે લેખકોને દેશનિકાલ કરવામાં આવ્યા હતા. કેટલાક દેશ છોડીને વિદેશમાં ભાગી ગયા હતા. સોવિયેટ યુનિયનના વિસર્જન પછી સોલ્જેનિત્સિન માદરે વતનમાં પાછા ફર્યા છે. આવી આવી ઘટનાઓ વખતોવખત બનતી હોય છે ત્યારે કેટલાકને પ્રશ્ન થાય છે કે લેખકના વિચાર સ્વાતંત્ર્યને જગતમાં અવકાશ કેટલો ? કોની સત્તા ચડે ? લેખકની કે સરકારની? Pen is mightier than sword એમ કહેવાય છે, પરંતુ સાધારણ વ્યવહારમાં તો રાજ્યસત્તા આગળ લેખકને નમતું આપવું પડે છે અથવા રાજ્ય છોડીને ચાલ્યા જવું પડે છે. | વાર્ષિક લવાજમ રૂા. ૩૦ દુનિયાના કેટલાયે દેશોમાં ગુનાહિત લેખનકાર્ય માટે લેખકોને કાનૂની કાર્યવાહી કરીને અથવા કર્યા વગર જેલમાં પૂરવામાં આવે છે. કેટલાક લેખકો તે સહન કરવાનું પસંદ કરે છે, પણ પોતાના વિચારો બદલાવતા નથી. લેખક સ્વાન્તઃ સુખાય લખે છે એમ કહેવાય છે અને એ સાચું હોવા છતાં જેવી એની કૃતિ પ્રકાશિત થાય કે તરત જ એ માત્ર લેખકનો વિષય . ન બની રહેતાં સર્વનો વિષય બની જાય છે. સરકારને પણ એની સાથે નિસ્બત રહે છે, જો તે પ્રજામાં ખળભળાટ મચાવે છે તો. લેખકોની આંતરરાષ્ટ્રીય સંસ્થા PEN તરફથી વખતોવખત એવા લેખકો યાદી તૈયાર કરવામાં આવે છે કે જે લેખકોને કંઇક વાંધાજનક લખાણને કારણે એમની સરકાર તરફથી જેલમાં પૂરવામાં આવ્યા હોય. કેટલાંક વર્ષ પહેલાં ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં PENની આંતરરાષ્ટ્રીય પરિષદમાં મારે ભાગ લેવાનું બન્યું હતું. ત્યારે એવી યાદી ઉપર નજર ફેરવવાનો અવકાશ મળ્યો હતો. તે વખતે જોયું હતું કે દુનિયાના કેટલા બધા દેશોમાં કેટલા બધા લેખકો જેલવાસ ભોગવી રહ્યા હતા ! સોવિયેટ યુનિયન, ચીન, બીજા સામ્યવાદી કે સરમુખત્યારશાહીવાળા દેશોમાં એ સંખ્યા ઘણી મોટી હતી. એવા કેટલાક લેખકોને જેલમાંથી છોડાવવા માટે PEN સંસ્થા ઉચ્ચ રાજદ્વારી કક્ષાએ પોતાની લાગવગનો ઉપયોગ કરે છે. કેટલાય દેશોમાં લેખકોને, તેમના ઉપર અદાલતમાં કામ ચલાવ્યા વગર અમર્યાદિત સમય માટે જેલમાં પૂરી દેવામાં આવે છે. જ્યાં ન્યાય જેવું કશું ન હોય ત્યાં રાજદ્વારી લાગવગ કદાચ કામ કરી જાય. એવી રીતે કેટલાક લેખકોને PEN દ્વારા છોડાવવામાં આવે છે. PEN સંસ્થાનું લેખકોના હિતમાં આ એક મોટું, સક્રિય યોગદાન છે. કેટલાય દેશોમાં સ્થાનિક લેખકો જાતે કે પોતાના મંડળો દ્વારા પોતાના લેખક બંધુને છોડાવવાને સમર્થ થઇ શકતા નથી. કેટલાક દેશોમાં એ બાબતમાં લેખકોમાં પણ મતભેદ પડી જાય છે. બીજા દેશના પ્રતિષ્ઠિત લેખકો કે તેમનાં મંડળો દ્વારા એ કાર્ય તટસ્થતાપૂર્વક વહેલું થઇ શકે છે. જેલમાં પૂરવામાં આવેલા લેખકોની એ યાદીમાં કોઇ સ્ત્રી લેખિકાનું નામ નહોતું. સાહિત્યના ક્ષેત્રે એકંદરે લેખકો કરતાં લેખિકાઓની સંખ્યાનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. તેમાં પણ રાજ્ય વિરુદ્ધ કે ધર્મ વિરુદ્ધ લખાણ લખવા માટેની નૈતિક હિંમત લેખિકાઓમાં ઓછી રહે છે. વળી સ૨કારોનું વલણ પણ લેખિકાઓને જેલમાં પૂરવાની બાબતમાં કંઇક કુમળું રહેવાને કારણે આવી યાદીમાં લેખિકાઓનાં નામ ન હોય તે સ્વાભાવિક છે. વર્તમાન સમયમાં બંગાળી લેખિકા તસ્લીમા નસરીને
SR No.525979
Book TitlePrabuddha Jivan 1994 Year 05 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1994
Total Pages112
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy