________________
વર્ષ ઃ ૫ ૦ અંક ૧૦૭
તા. ૧૬-૧૦-૯૪
। શ્રી મુંબઇ જૈન યુવક સંઘનું માસિક મુખપત્ર
સ્થૂલ અને સૂક્ષ્મ ચોરીના અસંખ્ય પ્રકારો છે, જ્યાં સુધી દુનિયામાં નિર્ધનતા છે, લાચારી છે, લોભ છે, લાલસા છે, છળકપટ છે, ભોગવૃત્તિ છે, અભિમાન છે, ઇર્ષ્યા છે, વૈરવૃત્તિ છે, માનસિક બીમારી છે, ત્યાં સુધી નાની મોટી ચોરી રહ્યા કરવાની. દુનિયામાંથી ચોરીને સર્વથા નિર્મૂળ કરવાનું શક્ય નથી.
પ્રબુદ્ધ જીવન
♦ પ્રબુદ્ધ જીવન પાક્ષિક ૧૯૩૯થી ૧૯૮૯ : ૫૦ વર્ષ ૦ ૦
તંત્રી : રમણલાલ ચી. શાહ
દાણચોરીનું નવું ક્ષેત્ર
ચોરીનો એક પેટા પ્રકાર તે દાણચોરી છે. દાણ એટલે જકાત અથવા કરવેરો. રાજ્યતંત્ર ચલાવવા માટે નાણાં જોઇએ. કરવેરા દ્વારા નાણાં મળે. જે સારું કમાય તે કરવેરા ભરી શકે. એક રાજ્યમાંથી સસ્તી વસ્તુ ખરીદી બીજા રાજ્યમાં મોંઘા ભાવે વેચીને વેપારીઓ સારો નફો મેળવી શકે. એવા વેપાર ઉપર રાજ્યની નજર ગયા વગર રહે નહિ. એના ઉપર દાણ એટલે કરવેરા નખાય, પરંતુ આખી સરહદ ઉપર ચોકિયાતો બેસાડવાનું રાજ્યને પોસાય નહિ, એટલે વેપારીઓ અને એના દલાલો એક સરહદમાંથી બીજી સરહદમાં ન પકડાય એ રીતે માલ ઘુસાડવાનો પ્રયત્ન કરે. આમ, દાણચોરીની પ્રવૃત્તિ ઘણા પ્રા ચીન કાળથી સતત ચાલતી આવી છે. આ પ્રવૃત્તિ કાયમ માટે એકસરખા પ્રકારની અને એક જ ચીજવસ્તુની ન રહે. ભાવોની વધઘટ અનુસાર, ચીજવસ્તુઓની અછત અનુસાર, ચીજવસ્તુની ગરજ અનુસાર, લાવનારાઓને પડતી તકલીફ અને ખેડવા પડતાં જોખમ અનુસાર, બદલાતા જતા સરકારી કાયદાકાનૂન અનુસાર દાણચોરીની પ્રવૃત્તિ બદલાતી રહે છે. આઝાદી પછીના તરતના વખતમાં ઘડિયાળ અને તેના છૂટા ભાગોની ઘણી દાણચોરી થતી. આજે ભારતમાં સરસ ઘડિયાળો બનવા લાગ્યાં છે. હવે કેટલાંક ગરીબ રાષ્ટ્રોમાં દાણચોરીથી ભારતનાં ઘડિયાળો ધુસાડાય છે. દાણચોરીમાં થતા ફેરફારના આવા તો ઘણાં દાખલા આપી શકાય.
....
દરિયાઈ અને હવાઈ વાહનવ્યવહાર વધતાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે દાણચોરીની પ્રવૃત્તિ ઘણી વધી ગઇ છે. આ પ્રવૃત્તિ એકલદોકલ વ્યક્તિ પૂરતી હવે સીમિત રહી નથી. મોટી મોટી ટોળકીઓ સક્રિય બની છે. લજ્જા અને ભયનું પ્રમાણ ઘટ્યું છે. મોટી મોટી નવી નવી યોજનાઓ-યુક્તિઓ વિચારાય છે. એજન્ટોને તાલીમ અપાય છે. દાણચોરીનું જાણે વિજ્ઞાન વિકસ્યું છે. એક કરતાં વધુ શોધપ્રબંધો લખાય તેટલી સામગ્રી આ વિષયની મળે એમ છે.
O Regd. No MH. By./Southh 54. Licence No. 37
દાણચોરીના ક્ષેત્રે વ્યક્તિ અને ટોળકીઓ ઉપરાંત સરકારો પણ જ્યારે સંડોવાય છે ત્યારે આખી પરિસ્થિતિ ઘણી ગંભીર બની જાય છે.
કોઇપણ એક પ્રદેશમાં એક ચીજવસ્તુ અત્યંત સુલભ હોય અને સસ્તી હોય અને બીજા પ્રદેશમાં તે વસ્તુનો અભાવ કે અછત હોય અને તે મોંઘી મળતી હોય અને તેની તેટલી જ તાકીદની જરૂર હોય તો એક દેશમાંથી ખરીદીને બીજા દેશમાં પહોંચાડવા માટે વેપારીઓ સક્રિય બને છે. સરકારી નિયમ અનુસાર કરવેરા ભરીને એ વસ્તુની જો હેરફેર થતી હોય તો તેમાં કોઇને કશો વાંધો ન હોઇ શકે. પરંતુ વધુ કમાવાની લાલચે, જકાત ભર્યા વિના માણસો છૂપાવીને એવી ચીજ-વસ્તુઓની હેરાફેરી કરે છે ત્યારે એ ગુનો બને છે અને સજાને પાત્ર થાય છે.
કે
વાર્ષિક લવાજમ રૂા. ૩૦ ૦
છે
આંતરરાષ્ટ્રીય દાણચોરીના ક્ષેત્રે પાકા અનુભવી બની ગયેલા કેટલાક એજન્ટો વખતોવખત નવા નવા નુસખાઓ શોધી કાઢે છે. પોતાનાં પહેરેલાં કપડામાં ચોરખિસ્સા કરાવવાની પદ્ધતિ હવે જૂનવાણી થઇ ગઇ છે. કોટના ખભાના પેડિંગ વચ્ચે નાના કિંમતી હીરા સંતાડવાની વાત પણ જાણીતી છે. પોતાની સુટકેસની અંદર તળિયું કરવાની કે બૂટના તળિયામાં ભરાવવાની યુક્તિઓ હવે જાણીતી બની ગઇ છે. એક્સરે મશિનો અને મેટલ ડિટેક્ટર આવ્યા પછી હવે એ પદ્ધતિની દાણચોરીનું પ્રમાણ ઘણું ઘટી ગયું છે. જે વસ્તુ એક્ષરે કે મેટલ ડિટેક્ટર દ્વારા ન પકડાય તેવી વસ્તુઓ તરફ દાણચોરો વળ્યા અને વિવિધ યુક્તિઓ અજમાવે છે. સોનું, ચાંદી, હીરા, મોતી વગેરે કીમતી દ્રવ્યોની દાણચોરી તો ઘણા જૂના કાળથી ચાલી આવે છે. પ્રાચીન ઐતિહાસિક, દસ્તાવેજી કે કલાત્મક ચીજવસ્તુઓ (એન્ટિક)ની, ઘઉં, ચોખા, મીઠું, જેવા ખાદ્યપદાર્થોની, માદક પીણાંઓની, કેફી દવાઓની એમ જાતજાતની વસ્તુઓની દાણચોરી થતી આવી છે. હવે તો જીવતાં પશુ-પક્ષીઓની દાણચોરી પણ થવા લાગી છે. કેટલાક દાણચોરો ઘણી મોટી રકમની લાલચે જાનના જોખમે દાણચોરી કરે છે. પોલિથિલિનની નાની કોથળીમાં કિંમતી હીરા કે એવાં કીમતી દ્રવ્યો મૂકીને તે કોથળી ગળી જાય છ, અને પોતાને મુકામે પહોંચ્યા પછી ઝાડાવાટે એ કોથળી નીકળી જાય એટલે તે સાફ કરી તેમાંથી દાણચોરીનો માલ કાઢી લઇને એના ખરીદનારને પહોંચાડે છે. વારંવાર આ રીતે કરવાને કારણે કેટલાક દાણચોરોના પેટની અંદર એવો નાનો ખાડો કે ખાંચો થઇ જાય છે કે જેથી એ રીતે દાણચોરી કરવાનું પછીથી એમને માટે સરળ બને છે. બીજી બાજુ કેટલાક જાણકાર માણસો કસ્ટમ્સના અધિકારીઓના અજ્ઞાનનો લાભ લઇ પ્રગટ રીતે દાણચોરી કરે છે. ટેકનોલોજીના વિકાસ પછી કેટલાંક મશિનોમાં વપરાતા એકાદ નાના છૂટા પાર્ટની કિંમત લાખો રૂપિયાની હોય છે. આવા દાણચોરો એનો અભ્યાસ કરે છે અને તેવા પાર્ટ પોતાના કોટના ખિસ્સામાં કે પોર્ટફોલિયોમાં રાખીને બેધડક લાવે છે. કસ્ટમના અધિકારીઓને એની જાણકારી નથી હોતી. જાણકારી થવા લાગે ત્યાં સુધીમાં તો દાણચોરૉ બીજી વસ્તુ શોધી કાઢે છે.
છેલ્લાં કેટલાંક વર્ષથી, ખાસ કરીને સોવિયેટ યુનિયનના વિસર્જન પછી દાણચોરીનું એક નવું ભયંકર ક્ષેત્ર ખૂલ્યું છે.
પાકિસ્તાની નેતાઓ દ્વારા પાકિસ્તાન પાસે અણુબોમ્બ હોવાની અનૌપચારિક જાહેરાત થયા પછી જર્મનીમાં દાણચોરીનું એક મોટું ષડયંત્ર પકડાયું હતું. આ દાણચોરીમાં જર્મનીનો એક દાણચોર એજન્ટ રશિયામાંથી ચોરી લાવેલું પ્લુટોનિયમ પાકિસ્તાનના સરકારી એજન્ટને પહોંચાડવાનો હતો. પાકિસ્તાન પાસે અણુબોમ્બ બનાવવાની જાણકારી છે. પરંતુ તે માટે યુરેનિયમ પ્લુટોનિયમ તો એણે દાણચોરીથી મેળવવું રહ્યું.
આંતરરાષ્ટ્રીય રાજકારણની દ્રષ્ટિએ આવી દાણચોરી એક ભયંકર ગંભીર બાબત ગણાઇ છે. પાકિસ્તાનની પહેલાં ઇરાક, ઇરાન, લિબિયા, ચીન, કોલંબિયા વગેરે દેશોએ દાણચોરીથી યુરેનિયમ પ્લુટોનિયમ મેળવ્યું છે.