SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૪-૯૪ પ્રબુદ્ધ જીવન સુરત ની ધનામાં સ્ત્રીમાં અવસ્થાથી અંગો કંપે છે તેની ચિંતા નથી. પણ માથે વણી બાંધેલી આ છોકરીઓ મને કાકા કહીને બોલાવે છે તેનું દુઃખ થાય છે ! બાહ્યમાં જેટલું કામુકતાનું કે લજજાત્યાગનું વાતાવરણ વધારે તેટલી શ્રાવકજીવનમાં લજજારૂપી કવચની આવશ્યકતા પણ વધારે ગણાય. પ્રકૃતિદત્ત કહો કે ચાલી આવતી પુરુષ પ્રધાન સમાજરચનાને કારણે કહો પરંતુ જાતીય જીવનના સંદર્ભમાં પુરુષની તુલનામાં સ્ત્રીમાં વધુ લજજા હોય છે. તેની શીલરક્ષણ માટે લજજારૂપી લમણરેખાની કે કવચની તેને સવિશેષ જરૂર પણ હોય છે. આ સુભાષિત પણ તેમ કહે છે : નિર્લજજા કુલાંગનાના સ લજજા ગણિકા : ચ. એટલે નારી-કુલવધૂ-લજા વિનાની હોય તો તેનું શીલ) નાશ પામે છે ત્યારે વેશ્યા લજજાવાન હોય તો તે નાશ પામે છે (ધંધો ન કરી શકે એમ પણ ઊંક્તિ છે કે 'યુવતી પહેલા શરમાય છે પછી ભરમાય છે ને અંતે કરમાય છે. આમ પણ નારી-શ્રાવિકા માટે લજજાની લમણરેખાનું મહત્ત્વ સૂચિત થાય છે. જો પેલી હોય છે. પોતે સમા લજજા એ જેમ શ્રાવકજીવનની લમણરેખા છે તેથી ઊંલટું નિર્લજા૫ણું નફટાઇ એ વ્યક્તિને નિરંતર દુરાચારમાં રમમાણ રાખનાર અવગુણ છે. ‘નફટાઇને ક્યારેક Open hearted કે સરળતાના ગુણ તરીકે ગણાવવાની કુચેષ્ટા પણ થતી હોય છે. વિદેશ જઈ આવનાર કેટલાક મુલાકાતી કહેતા હોય છે કે ત્યાંના લોકો Open hearted હોય છે; જેવી હોય તેવી પોતાની જાત ખૂલ્લી કરે...દા. ત. અમેરિકામાં એક દીકરી પોતાના પંચોતેર વર્ષની વિધવા માતાને પત્ર લખે છે કે મારી પડોશમાં રહેતા બાશીવર્ષના સદગૃહસ્થ વિધુર થયા છે, ઘણી મિલ્કતવાળા છે; તારે તેમની સાથે જીવન જોડવું હોય તો હું મહેનત કરું. માજી પ્રત્યુત્તરમાં લખે છે. એ તો બહુ વૃદ્ધ કહેવાય. મારે હમણાં નથી ગોઠવાવું. હમણાં એક પાદરી સાથે મારો લવ ચાલે છે !-વગેરે.' - આવું ભારતનું એક ઉદાહરણ : એક રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ, સંતાનો સહિતની પોતાની પત્ની હોવા છતાં, પોતાની મધ્યમવયે બીજી યુવતી સાથે જાહેર રીતે ઘર માંડ્યું અને ગૌરવ લેતા હોય તેમ એવું નિવેદન બહાર પાડ્યું કે મોટાં કહેવાતાં ઘણાંના જીવનમાં આમ જ હોય છે. પરંતુ તે ખાનગી રાખે છે; હું સરળ છું, Open hearted છું એટલે ખુલ્લે આમ કરું છું-વગેરે. ઉપરની બન્ને ઘટના નફટાઈની ગણાય કે Open heartedસરળ હૃદયના પ્રસંગ ગણાય ? એ નક્કી કરતા પૂર્વે ગુણ-અવગુણનું સ્વરૂપ વિચારવું જોઇએ. કુદરતમાં કાઇ એવી રચના છે કે બે સંપૂર્ણ વિરોધી બાબતો બાહ્યરૂપે ઊલટી સમાન દેખાય છે. દા. ત. સ્થિરભમરડો સ્થિર દેખાય છે. તેમ ખૂબ જ ગતિશીલ ભમરડો પણ જાણે સ્થિર ઊભેલો હોય તેવો દેખાય છે. કંજુસાઇ અને કરકસર, ઉદારતા અને ઉડાઉપણ બન્ને પરસ્પર સંપૂર્ણ વિરોધી છે છતાં બાહ્યરીતે સરખા જ લાગે છે. Open hearted અને નિર્લજજતા બાહ્યથી સરખા લાગે છે પણ બને પરસ્પર સંપૂર્ણ વિરોધી છે. બન્નેમાં એવી જાહેરાત કે કબુલાત છે કે અમે આવું કર્યું છે પરંતુ Open hearted વાળાની જાહેરાતમાં પોતાની લાચારી કે નિર્બળતાનો (એટલે તો રખાત રાખ્યાની વાત લજજાને કારણે, જનતાથી તે છૂપાવે છે) સ્વીકાર છે, કરેલા તે કાર્યને માટે લજજા અનુભવે છે જ્યારે નિર્લજજની તેવી જાહેરાતમાં નિર્લજજતાનો, ઘણાં તેમજ કરે છે તેમ મેં પણ કર્યું તેમ નફટાઈનો ભાવ છે; કરેલા કર્મ માટે લજજાની વાત તો દૂર રહી પરંતુ અહંતાપૂર્વક કશુંક પરાક્રમ કર્યાનો તેમાં મદ છે. આમ સરળતા અને નિર્લજતા એ બેની સૂક્ષમ ભેદરેખા ધ્યાનમાં રાખીને ઉપરની બન્ને ઘટના વિશે અભિપ્રાય નોંધીએ તો વિદેશના માજીની સરળતા છે તેમ નહિ પરંતુ ત્યાં શિથિલચારિત્ર્યની કોઈ અપ્રતિષ્ઠા નહિ હોવાથી અને માજીને ચારિત્ર્યમય જીવનનો કોઇ આગ્રહ-આદર-નહિ હોવાથી અહીં માજીની સરળતા નહિ પરંતુ નફટાઇ કે લજજાનો અભાવ કહી શકાય. મુખ્યમંત્રીની વાતમાં પણ Open hearted નહિ પણ પૂરી નિર્લજજતા ઊભરાતી જોવા મળે છે. - લજજાનું એક અકલ્યાણકારી પાસુ પણ છે અથવા કહો કે ખોટી લજજા પણ હોય છે કે જેનો તો ત્યાગ જ કર્તવ્યરૂપ ગણાય. વિગતથી સમજીએ. ક્યારેક એવા પ્રસંગે ઉપસ્થિત થાય છે કે કર્તવ્ય પાલન કરવા જતાં પોતાનાં સ્નેહસંબંધો, માન, યશ કે ઐશ્વર્યને ગુમાવવાની પરિસ્થિતિ ઊભી થવાની હોય છે, કે પોતે સમાજમાં નિર્લજજ કે નફફટ દેખાવાનો પૂરો સંભવ હોય છે. કર્તવ્ય બજાવવા જતાં મળનાર અપયશથી લજજા અનુભવી તે કર્તવ્ય ન બાવે તો ઊલટો પાપમાં પડે છે. આવા પ્રસંગે વિરલ કસોટી થતી હોય છે. પોતાની વાસનાને ન સંતોષે તો રાણીએ સુદર્શન શેઠ પર બળાત્કારનો આરોપ મૂકી સમસ્ત શહેરમાં બે આબરૂ કરી ફાંસીને માચડે ચડાવવાની ધમકી આપી ત્યારે લોકોની નજરે નિર્લજજ ગણાઈ જવાના ભયને વશ બની, સુદર્શન શેઠે શીલરક્ષણના કર્તવ્યનો ત્યાગ કર્યો હોત તો ? એવું જ બીજું કથાનક મહાત્મા મૂળદાસનું છે. જેમાં તેઓએ અનૈતિક રીતે સગર્ભાબનેલી એક યુવાન વિધવાને કૂવામાં પડીને આત્મઘાત કરતી બચાવીને પોતે રખાત રાખ્યાના આક્ષેપની પરવા કર્યા વિના, તેવી લોકનિંદાથી લજજા પામ્યા વિના પણ તેને પોતાના આશ્રમમાં પુત્રી ભાવે સ્થાન આપે છે અને તેથી હંમેશા પૂષ્પોથી પૂજાતા રહેલા એવા તે મહાત્માને હવે પત્થર અને જૂતાના પ્રહાર મળે છે છતાં સંત મૂળદાસ પોતાનું કરુણાકાર્ય ચૂકતા નથી મોટા કહેવાતા માણસો પણ પ્રતિષ્ઠાલોપ થવાનો ભય કે લજજા અનુભવી, વિરલપ્રસંગે લજજા છોડી, સત્યનું ધર્માચરણ કરી શકતા નથી. આવા સંદર્ભમાં સ્વામી વિવેકાનંદ કહે છે. Live for your opinion not for others, મહાન આંગ્લકવિ ટેનિસન પણ કહે છે કે અલબત, સમય વીત્યાબાદ છેવટે સત્ય પ્રકાશે છે ત્યારે મૂળદાસ વધુ મહાનકીર્તિને વરે છે. . All great works are always misundererstood. 2011 કહેવતનો સૂર પણ એ જ છે કે લજજાનો-ભયનો ત્યાગ કરી સત્યનું જ અનુસરણ કરવું. કૂતરાં તો ભસ્યા કરે પરંતુ ગજરાજ એની ચાલ ન બદલે શ્રીમદ રાજચંદ્ર પણ આ વિચારનું સમર્થન કરતાં કહે છે કે,'જીવ જે લૌકિક ભયથી ભય પામ્યો તો તેનાથી કાંઇ પણ થાય નહિ. લોકો ગમે તેમ બોલે તેની દરકાર ન કરતાં, આત્મહિત જેનાથી થાય તેવા સદાચરણ સેવવા (પાનું ૮૨૭) વળી પાનું-૩૧૨ પર લખે છે : 'સતસંબંધી સંસ્કારોની દૃઢતા થવા સર્વ પ્રકારે લોકલજજની ઉપેક્ષા કરી. સત્સંગનો પરિચય કરવો શ્રેયસ્કર છે; લોકલજજા તો કોઈ મોટા કારણમાં સર્વ પ્રકારે ત્યાગવી પડે છે. મહાપુરુષોની આ શીખ સાચી જ છે, લજાને વળગી રહી હોત તો મીરાં મીરાં ક્યાંથી બની શકી હોત ? આ રીતે પ્રગતિમયજીવનમાં અત્યંત જરૂરી એવા વિવેકની જનક અને સંરક્ષક તેમજ ગુણોની સંવર્ધક એવી લજજા શ્રાવકજીવનમાં "લક્ષમણરેખાંની જેમ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ]]]. પર્યુષણ વ્યાખ્યાનમાળા શ્રી મુંબઈ જૈન યુવક સંઘ આયોજિત પર્યુષણ વ્યાખ્યાનમાળા શુક્વાર, તા. ૨જી સપ્ટેમ્બર, ૧૯૯૪ થી શુક્રવાર, તા. ૯મી સપ્ટેમ્બર, ૧૯૯૪ સુધીની આઠ દિવસની બિરલા વડા કેન્દ્રમાં યોજવામાં આવી છે. આ વ્યાખ્યાનમાળાનું પ્રમુખસ્થાન ડૉ. રમણલાલ ચી. શાહસંભાળશે. વ્યાખ્યાનોનો વિગતવાર કાર્યક્રમ હવે પછીના 'પ્રબુદ્ધજીવનમાં પ્રગટ કરવામાં આવશે. - મંત્રીઓ
SR No.525979
Book TitlePrabuddha Jivan 1994 Year 05 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1994
Total Pages112
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy