________________
2
તા. ૧૬-૬-૯૪
પ્રબુદ્ધ જીવન
કાશળ કાઢી નાંખે છે. ક્યાં મદનરેખા અને ક્યાં સૂરિકંતા ! બંને વચ્ચે આકાશપાતાળનું અંતર છે ને ?
મહાન સમ્રાટ શ્રેણિક રાજા મિથ્યાત્વી, શીકારી, દુરાચારી જીવન જીવતા હતા. તે ચેડી રાજા કે ચુસ્ત જૈનધર્મી હતા તેની પુત્રી જયેષ્ઠાના પ્રેમમાં પડી પત્ની બનાવવાનું સોનેરી સ્વપ્ન સેવતા હતા. તેને મેળવવા ખાઇ ખોદાવી ઉઠાવી જવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી હોય છે. નિર્ણાયક દિવસે જયેષ્ઠા આવી પણ ધરેણાનો ડબ્બો લેવા ફરી પાછી ફરે છે. તેને વિદાય કરવા પાછળથી આવેલી ચેલ્લણાને જયેષ્ઠા છે એમ માની શ્રેણિક ચેલ્લણા સાથે જતા રહે છે. ખરી સ્થિતિ જાણ્યા પછી ચેલ્લણા મિથ્યાત્વી શ્રેણિકને ક્ષાયિક સમકિતી બનાવે છે એટલું જ નહીં પરંતુ જૈન સાધુની પરીક્ષામાં પૂરાયેલા સાધુ અલખિનરંજન કહી જ્યારે બહાર નીકળી મેદનીને આશ્ચર્યચકિત કરી મૂકે છે ત્યારે ચેલ્લણા સંતુષ્ટ થાય છે અને પત્ની તરીકેની ફરજ સફળ કરે છે.
જેને સ્થાને તે આવી છે તે તેની બેન જયેષ્ઠા આ ભવમાં બીજે પતિ પણ ભવાડો ન કરાવે તેમ માની સંસારથી વિમુખ થઇ વૈરાગ્ય રસમાં મશગુલ થઇ ચારિત્રનો પથ પકડી લે છે. કેવી બે નિરાળી જૈનત્વથી ભાવિત થયેલી ભગિનીઓ !
નેમિનાથ જેવા પતિની સાથે જેને નવ નવ ભવનનો સ્નેહતંતુ હતો તેઓ જ્યારે પશુના કલરવથી પાછા ફરે છે ત્યારે રાજીમતિ દીક્ષિત થયેલા નેમનાથ પાસે રથનેમિની સાથે દીક્ષા ગ્રહણ કરે છે. એક વાર અચાનક વર્ષા થતાં ભીંના કપડાં સુકવતાં નિર્વસ્ત્ર રાજીમતિને જોઇ કામાતુર રથનેમિ ભોગ ભોગવવા આમંત્રે છે; ત્યારે માર્ગચ્યુત રથનેમિને રાજીમતિ સન્માર્ગે પ્રસ્થાપિત કરે છે; અને તપશ્ચર્યાદિ કરી, સિદ્ધપુરીના દ્વારે નેમિનાથને મળવા તેમની પૂર્વે સિદ્ધિ પ્રાપ્ત કરી કેવળી બની ત્યાં તેમની સાથે સિદ્ધપણાનું સામ્રાજ્ય મેળવે છે. મનથી વરેલા પતિ ન મળતા તે એક ભવમાં બીજા પતિની ઇચ્છા કરતી નથી. પરંતુ નવ નવ ભવની પ્રીતિને સિદ્ધશિલામાં સિદ્ધગતિ મેળવીને સાર્થક કરે છે. સ્ત્રીને એક ભવમાં પતિ એક જ હોય તેવો કેવો સુંદર આર્યનારીનો આદર્શ !
આનાથી વિપરીત બ્રહ્મદત્તની માતા ચલણી પતિના મૃત્યુ પછી વિષયો ભોગવવામાં કંટક સમાન પોતાના પુત્ર બ્રહ્મદત્ત કે જેનો જન્મ ચૌદ સ્વપ્નો જોયા પછી થયો છે તેનું કાશળ કાઢી નાંખવા લાખના ગૃહમાં બાળી નાંખવા સુધીનો માર્ગ અખત્યાર કરે છે.
શ્રીપાલરાજાની પત્ની મયણાસુંદરીને પિતાએ મમત્વ ખાતર કોઢિયા સાથે પરણાવી હતી. તે ચુસ્ત ધર્મી તથા આરાધના પરાયણ હોવાથી ભગવાન આદિનાથની પૂજાદિ કરતાં તેને ધર્મનું સાક્ષાત્ ફળ મળ્યું. નવણથી પતિ તથા અન્ય ૭૦૦નો કોઢનો રોગ દૂર થયો. પતિને પણ ધર્મપરાયણ બનાવી આયંબિલની ઓળી તથા અન્ય ધાર્મિક કાર્ય કરનારો બનાવ્યો. કર્મના સિદ્ધાંતમાં કેવી અતૂટ, અડોલ, અંડગ શ્રદ્ધા !
શ્રીપાલની બીજી આઠ પત્નીઓ પણ ધર્મવૃત્તિવાળી હતી. તેમાંની એકે તો શ્રીપાલરાજા પાસે નગરના ચાર દરવાજા બંધ થતાં બાંને ત્રણ દરવાજા ઉઘાડીને ચક્તિ કર્યા તથા જૈન ધર્મમાં રૂચિવાળા બનાવ્યા કેવી શ્રીપાલની આદર્શ ધર્મપરાયણ પત્નીઓ !
જંબુસ્વામીની સાથે તેની આઠ પત્નીઓ પણ પતિચિંધેલા સંયમના માર્ગે ચાલી નીકળી.
ગુણસાગરની સાથે મનોરમાએ પણ સંયમનો માર્ગ સ્વીકારી લીધો પતિની સાથે ધર્મમાં પણ અર્ધાંગની ખરીને ?
શાલિભદ્રની માતા કે જે સંપત્તિના સાગરમાં આળોટતી હતી; તેણે ભદ્રા નામ સાર્થક કરી બતાવવા પુત્રને દર્દીક્ષા અંગિકાર કરવામાં થોડી આનાકાની બાદ રજા આપીને ? સુકોમળ પુત્ર પરિષહો કેવી રીતે સહન કરશે તે વસવસાને લીધે ને ? છતાં પણ દીક્ષાના માર્ગમાં અંતરાય ઉભા કર્યા નહિ.
શ્રી કૃષ્ણ જૈન મત પ્રમાણે ચારિત્રમોહનીય કર્મના ઉદયને લીધે પોતે દીક્ષા લઇ શકે તેમ ન હતા છતાં પણ જે સ્ત્રીવર્ગ તે લેવા ઉત્સુક થાય તેનો ભાર પોતે વહન કરવા તૈયાર થતા તથા પુત્રીઓને પણ તે માટે પ્રોત્સાહિત કરતા. જે કોઇ સ્ત્રી કે પુરુષ દીક્ષા માટે તૈયાર થતાં. તેના કુટુંબના ભરણપોષણનો ભાર ઉપાડવા કટિબદ્ધ હતા. ક્ષાયિક સમકિતી હતા છતાં પણ ચારિત્રમોહનીય કર્મના ઉદયે સંસાર છોડી શકતા ન હતા. બીજાને તે છોડવા ઉત્સાહિત કરતા. સ્ત્રીઓ તેણે બતાવેલા માર્ગે સંચરતી રથકાર નાગરસિકની પત્ની સુલસા જૈનધર્મી તથા સમક્તિ દૃષ્ટિવાળી હતી. તેની પરીક્ષા કરવા એક વાર સાધુ માટે લક્ષપાત્ તેલની જરૂર છે. એમ કહી તેને એક શીશો તેલનો લાવવા જણાવે છે. માર્ગમાં દેવ તેને હાથમાંથી પાડી નાંખે છે. બીજો લાવે છે તેનું પણ એવું જ થાય છે. ત્રીજો શીશો પણ ફૂટી જાય છે. તેથી દિવસ બાદ ફરી આવવા કહે છે ત્યારે દેવ પ્રગટ થઇ ખુશી થઇ આનંદ વ્યક્ત કરે છે. બીજી વાર પતિની ઇચ્છા પ્રમાણએ દેવની ગુટિકાઓથી ૩૨ પુત્રો થાય છે. તેને પ્રસુતિ વખતે ફરી દેવ મદદ કરે છે. પુત્રોના મૃત્યુથી તે જરા પણ શોકાન્તિત થતી નથી. સમતા રાખે છે.
અંબડ પરિવ્રાજક બ્રહ્મા, વિષ્ણુ, શિવ વિકુર્તી આંખા નગરને ઘેલું કરે છે છતાં પણ મિથ્યાત્વી દેવને ન માનનારી સમતિ ભ્રષ્ટ ન થાય તેથી તેઓના દર્શન માટે જતી નથી. ત્યારે ચોથી વાર ૨૫મા તીર્થંકરનું રૂપ વિકુર્વે છે. ૨૪ થી વધુ તીર્થંકરો ન હોય તેવી દૃઢ શ્રદ્ધાથી વિચલિત ન થઈ. કેવી અડગ શ્રદ્ધા ! આગામી ઉત્સર્પિણીમાં સુલસા ૧૫મા નિર્મમ નામે તીર્થંકર થશે. તેણીને અંબડ છેવટે ભગવાન મહાવીરના તરફથી ધર્મલાભ કહેવડાવે છે. સુલસા આનંદ વિભોર થઈ જાય છે. કેવી સાલસ પત્ની !
ધારિણી રાણી રાજ્યમાં વિપ્લવ થવાથી પોતાની પુત્રી ચંદનબાળા (વસુમતિ)ને લઈને ભાગી છુટે છે. માર્ગમાં કામાતુર કામી તેને પોતાની પત્ની બનાવવાનું કહે છે ત્યારે તે જીભ કરડી મૃત્યુ પામે છે. કેવી હતી શીલ રક્ષવા માટેની તમન્ના ! પતિના મૃત્યુ બાદ મૃત્યુનું શરણ લઇ આત્માને અલંકિત રાખે છે. આદર્શ નારી ખરીને ! તેની પુત્રી જે પછીથી ચંદનબાળા તરીકે ખ્યાતિ પામે છે; માતાને પકડી લાવનાર તેને બજારમાં વેચી દે છે. વેશ્યા પાસેથી ફરી તેને વાંદરો છોડાવે છે. ત્યાંરે એક શેઠ માનવતા ખાતર તેને પોતાના ઘેર લઇ જાય છે. એક વાર શેઠના પગ ધોવાના પ્રસંગથી તેની પત્ની મૂળા શેઠાણી તેને ઓરડામાં પૂરે છે, માથું મુંડાવે છે, પગમાં બેડી પહેરાવે છે. ત્રણ દિવસના ઉપવાસ પછી શેઠ પાછા ફરે છે. ત્યારે છ મહિનાના ઉપવાસી ભગવાન મહાવીરસ્વામીને વહોરાવવા શેઠ દ્વારા બંધનમુક્ત થયેલી ચંદના પાછા ફરેલા ભગવાનને જોતાં; તેના આંખમાંથી અશ્રુબિંદુ સરી પડે છે. ભગવાનનો અભિગ્રહ પૂર્ણ થવાતી દેવદુદુભિ સહિત છ દિવ્યો પ્રગટ થાય છે. કેવી શીલવતી માતાની સુશીલ પુત્રી ! બધા (૩૬૦૦૦) સાધ્વીજીઓની પ્રવર્તિની બને છે.
સુપ્રસિદ્ધ સંસ્કૃત મહાકવિઓમાં જેની દાનશીલની કીર્તિ કર્ણની યાદ અપાવે તેવી છે તેની એક કૃતિ તેની પત્ની માલ્હેણાદેવી ધારાનગરીના રાજા પાસે લઇ ગઇ. તેનાથી સંતુષ્ટ થયેલા રાજાએ તેને ત્રણ લાખનું . દાન આપ્યું. માર્ગમાં પાછા વળતા યાચકોનું ટોળું તેને વીંટળાઇ ગયું. પ્રાણ પ્રિય પતિની યશ: પતાકાને ફરફરતી રાખવાં મળેલું દાન તેઓને આપી દીધું. દાનેશ્વરીની પત્નીએ દાનવીરની દાનશીલતાને યશસ્વી બનાવી દીધી. ત્યારબાદ પતિ પાસે અશ્રુ સિવાય કંઇ પણ અવશિષ્ટ ન રહેતા યાચવર્ગને ન આપી શક્વાથી તેના પ્રાણ પણ ચાલી ગયા. કેવી આદર્શ પત્ની હતી માધની !
અભયારાણીના કપટમાં ન ફસાવાથી જેના ઉપર લાજ લુટવાનું ખોટું આળ ચડાવવામાં આવ્યું છે તે સુદર્શન શેઠની પત્ની મનોરમા જે