________________
૨
પ્રબુદ્ધ જીવન
ન હતી. એવે વખતે અંગ્રેજોનો ભારતીય કાળા લોકો પ્રત્યેનો ભેદભાવ પણ તિરસ્કાર અને દ્વેષથી ભરેલો હતો. ભારતમાં ગોરા લોકો માટેની કેટલીયે હોટેલોમાં અને કલબોમાં ભારતીય લોકોને પ્રવેશવાનો અધિકાર ન હતો.
ભારતીય ગુલામ પ્રજા પ્રત્યે તેમની દૃષ્ટિ કેવી હતી તે આ પ્રવેશબંધીના વાક્ય ઉપરથી જોઇ શકાશે. આફ્રિકામાં કેટલેય ઠેકાણે જેમ Black and Dogs are not allowed એ પ્રમાણે લખતા તેમ ભારતમાં પણ ઘણે ઠેકાણે Indians and Dogs are not allowed જેવા લખાણવાળા પાટિયા ક્લબોમાં અને હોટેલોના પ્રવેશદ્વાર ઉપર રાખવામાં આવતાં. કાળા લોકોને કૂતરાંની કક્ષામાં તેઓ મૂકતાં. એથી વધ હડહડતું અપમાન કર્યું હોઇ શકે ?
યુરોપની ગોરી પ્રજા અમેરિકા ગઇ ત્યારે તેણે આફ્રિકાના કાળા લોકોને ગુલામ તરીકે લઇ જવાનો વ્યવસાય ચાલુ કર્યો.
ત્રણેક સૈકા પૂર્વે યુરોપ અને અમેરિકાના બજારોમાં કાળા હબસી ગુલામોનો વેપાર ધમધોકાર ચાલવા લાગ્યો હતો. આફ્રિકામાંથી કાળા લોકોને પકડીને કે ફોસલાવીને યુરોપના બંદરોમાં લઇ જવામાં આવતા અને ત્યાંથી તેમને વહાણ માર્ગે અમેરિકા પહેંચાડવામાં આવતા. કેટલાક તો સીધા આફ્રિકાના પશ્ચિમ કિનારાના બંદરેથી રવાના કરાતા. અમેરિકામાં ગયેલા ગોરા લોકોને, ખાસ કરીને દક્ષિણ આફ્રિકાનાં રાજ્યોમાં ગરમ આબોહવામાં કપાસ અને તંબાકુના ખેતરોમાં મજુરી કરવા તથા રસ્તાઓ અને ઘરો બાંધવા માટે માણસોની જરૂર પડી હતી. ગરમીથી ટેવાયેલા એવા નોકર તરીકે સશક્ત કાળા હબસીઓ ધણું કામ કરી શકતા. એટલે તેઓને ગુલામ તરીકે ખરીદી લેવામાં આવતા. ફ્રેંચ, બ્રિટિશ, ડચ વગેરે વેપારીઓએ આ ગુલામોનો વેપાર પોતાને હસ્તક લીધો અને વહાણોનાં વહાણો ભરીને ગુલામો રવાના થવા લાગ્યા. એ દિવસોમાં વહાણ માર્ગે એટલાંટિક મહાસાગર ઓળંગીને સામે કિનારે અમેરિકા પહોંચવામાં કેટલાક મહિના લાગતા. આવાં વહાણોમાં ગુલામોને ખીચોખીચ ભરવામાં આવતા. ગુલામો ચાલુ વહાણે બળવો ન કરે કે રમખાણ ન મચાવે એ માટે તેઓને ચાબુકથી લોઢાની સાંકળથી બાંધીને રાખવામાં આવતા. તેમને ઓછું ખાવાનું આપવામાં આવતું. દરિયાના હવામાનની અસર પણ થતી. કંઇક વાંક ગુના માટે તેઓને સખત માર પણ પડતો. આવા સંજોગોમાં કેટલાય ગુલામો વહાણમાં માંદા પડતા અને મરી જતા. કેટલાક તક મળે તો આપઘાત કરવા દરિયામાં ઝંપલાવી દેતા, તો કેટલાક જબરા માથાભારે ગુલામોને એના માલિકો ઊંચકીને દરિયામાં ફેંકી દેતા. દરેક વહાણ યુરોપથી નીકળીને અમેરિકાને કિનારે પહોંચે ત્યારે અડધાથી ઓછા ગુલામો જીવતા રહેતા. ગુલામોના વેપારીઓ પણ અડધો માલ બગડી જવાનો છે એવી ગણત્રી ગણીને જ ગુલામનો ભાવ રાખતા, જેથી મૃત્યુ પામેલા ગુલામોના કારણે પોતાને ધંધામાં ખોટ ન આવે. ગુલામોને મોકલવાની આ એક વ્યવસ્થાનો ઇતિહાસ અત્યંત આધાતજનક, કરુણ, અને શરમજનક છે. બ્રિટનની પાર્લામેન્ટમાં આ ગુલામોનો વેપાર બંધ કરાવવા માટે ૧૮૦૭માં ખરડો પસાર કરવામાં આવ્યો. વિલિયમ વિલ્બરફોર્સ નામના એક યુવાન સભ્ય ખરડો રજૂ કર્યો હતો અને એણે ગુલામોની દશા વિષે એવું હૃદયદ્રાવક ભાષણ કર્યું હતું કે જેથી એણે રજૂ કરેલો ખરડો મંજૂર થઇ ગયો હતો. વિલ્બરફોર્સે ગુલામોની યાતનાઓ નજરે નિહાળીને ચૌદ વર્ષની નાની વયે છાપામાં ચર્ચાપત્રો લખી જનમત જાગ્રત કર્યો હતો.
તા. ૧૬-૬-૯૪
ગુલામોને વેચવા માટે બજારો ભરાતાં, ભાવ બોલાતા, લિલામ થતા. યુવાન સ્ત્રી ગુલામડીને ખરીદવા આવેલા માલદાર ગોરાઓ એને વેચાતી લેતાં પહેલાં પાસે જઈને એનું મોઢું ધારી ધારીને જોતા. કેટલાક બચી ભરી જતા, છતાં કશું બોલાતું નહિ. જો આવવા તૈયાર ન હોય તો માર મારીને, ધસડીને નવો માલિક કાળા ગુલામને પોતાને ઘેર કે પોતાના ખેતરે કામ કરવા લઇ જતો. ગોરા લોકોએ કાળા ગુલામો ઉપર અમેરિકામાં જે નિર્દય અત્યાચારો કર્યા છે એનો તો ઘણો મોટો શરમજનક ઇતિહાસ છે. Uncle Tom's cabin જેવા કેટલાક ગ્રંથોમાં એનો કઇક ચિતાર સાંપડે છે.
અમેરિકામાં કાળા ગુલામોની ત્યાર પછી મોટી સમસ્યાઓ ઊભી થઇ. અનેક કાળા લોકોને નાના મોટા ગુના માટે કે કહ્યું ન કરવા માટે લટકાવીને સળગાવી દેવાતા-Lynch કરવાના ઘણા કિસ્સાઓ બનતા. ન્યાય જેવી કોઈ વાત ને હતી. ગુલામના માલિકનો એ હક ગણાતો.
ઉત્તર અને દક્ષિણ (લેટિન) અમેરિકામાં હબસીઓ-કાળા લોકોની સંખ્યા સૌથી વધારે કેરિબિયન સમુદ્રના ટાપુઓમાં છે. અમેરિકાની ઉત્તરે કેનેડા વગેરે પ્રદેશમાં કાળા લોકો ધણા ઓછા પ્રમાણમાં જોવા મળશે. બીજી બાજુ લેટિન અમેરિકામાં વેનેઝુએલા અને બ્રાઝિલ કરતાં નીચે આર્જેન્ટિના, ચીલી વગેરે દેશોમાં કાળા લોકો ઘણા ઓછા પ્રમાણમાં જોવા મળશે. કાળા લોકો સૌથી વધારે જોવા મળે છે ઉત્તર અને દક્ષિણ (લેટિન) અમેરિકાના ખંડો વચ્ચે આવેલા કેરીબિયન સમુદ્રના ટાપુઓ જમાઇકા, વેસ્ટ ઈંડિઝ, પનામા, કુરાસાઓ વગેરેમાં. આ ટાપુઓમાં જ કાળા લોકોની વસતી કેમ વધારે છે ? એનું ઐતિહાસિક કારણ એ છે કે દિવસોમાં પોતે ખરીદેલા ગુલામો ધણે દૂર ક્યાંક ભાગી ન જાય એ માટે વેપારીઓ પોતાના ગુલામોને આવા નાના નાના ટાપુઓમાં રાખતા. આ ટાપુઓ ગુલામોના ગોડાઉન બરાબર હતા કે જેથી ગુલામ ભાગી જાય તો પણ ટાપુના પાંચ પંદર માઇલના વિસતારમાંથી એને પકડી પાડવાનું સહેલું હતું. બીજી બાજુ ઉત્તર કે દક્ષિણ અમેરિકામાંથી ભાગી છૂટેલા ગુલામે વહાણ માર્ગે આવીને આવા ટાપુઓમાં સંતાઇ જતા કે જેથી એના માલિકને શોધવાનું અઘરું પડે. આમ કેરીબિયન સમુદ્રમાં આવેલા ટાપુઓની કાળા લોકોની વસતીનો સાંસ્કારિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ વિકાસ જુદી જ જાતનો થયો છે, જે ત્યાં જવાથી નજરે જોઇ શકાય છે.
બસો વર્ષ પૂર્વે અમેરિકામાં એક ગોરી વ્યક્તિ એવી નીકળી કે જેને કાળા લોકો ઉપર થતાં અત્યાચાર સામે ધણો બુલંદ અવાજ ઉઠાવ્યો અને માનવતાના સિદ્ધાંતને આગળ કરીને ગુલામોને ગુલામીમાંથી કાયદેસર મુક્ત કરાવ્યા. એ મહાન વિભૂતિ છે પ્રમુખ અબ્રાહમ લિંકન. એમણે અમેરિકામાંથી ગુલામીને નાબુદ કરીને, લોકશાહીની સ્થાપના કરીને, કાળા લોકોને દરેક બાબતમાં સમાન હક અપાવ્યા. ત્યારથી અમેરિકામાં કાળા લોકોની ઉત્તરોત્તર પ્રગતિ થતી ગઈ.
ઇ. સ. ૧૬૨૦માં અમેરિકામાં જેમ્સ ટાઉન નામના નગરમાં ગુલામીની પ્રથાનો કાયદેસર અમલ થયો, અને ઇ. સ. ૧૮૬૩ના જાન્યુઆરીની પહેલી તારીખે, લગભગ અઢી સૌકા પછી, ગુલામીની પ્રથાનો કાયદેસર અંત આવ્યયો. આ અઢી સૈકામાં અમેરિકમાં ગુલામોની સંખ્યા વધીને ચાલીસ લાખ ઉપર પહોંચી ગઈ, ત્યાર પછીના આ સવા સૌકામાં તો કાળા લોકોની વસતી એથી પણ વધી અને જાગૃતિ પણ ઘણી આવી.
મનુષ્યની ચામડીના રંગની દૃષ્ટિએ તદૃન સામસામે છેડે આવતા બે રંગો તે શ્વેત અને શ્યામ છે. આઇસલેન્ડ, ગ્રીનલેન્ડ સ્કેન્ડીનેવિયા, ઉત્તર સ્કોટલેન્ડ, સાયબિરીયા વગેરે પ્રદેશના લોકોની ચામડી ધોળી હોય છે. યુરોપ અમેરિકાના દેશોના ઘણા લોકોની ચામડી રતાશ પડતી ધોળી હોય છે. આફ્રિકાના કેટલાક હબસી લોકોની ચામડી કોલસા જેવી કાળી હોય છે. આવી પરસ્પર વિરુદ્ધ રંગવાળી ચામડીવાળા લોકો એકત્ર થાય તો દેખીતી રીતે જ ધોળી ચામડીવાળાં લોકો વધારે ચઢિયાતા લોકો જણાય અને એમનામાં ગુરુતા ગ્રંથિ અને કાળા લોકોમાં લઘુતા ગ્રંથિ