SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ८ ન હોય તો બ્રહ્મદત્ત અને સુભૂમ ચક્રવર્તીની જેમ નરકે જાય, કારણ 'રાજેશ્વરી તે નરકેશ્વરી !' પ્રબુદ્ધ જીવન સુભૂમ ચક્વર્તીના પાપનો ઉદય થયો ત્યારે છ ખંડના ભોકતા, ચૌદ રત્નોના સ્વામી, નવ નિધાનોના અધિપતિ, બે હજાર યક્ષો જેની સેવા કરવામાં તત્પર હતા, છતાં પણ સમુદ્રમાં ડૂબી ગયા ! વળી જે સુભૂમ ચક્રવર્તીના હાથમાં ચાલીશ લાખ અષ્ટાપદ પ્રાણી જેટલું બળ હતું, સ્થળ કે જળમાં વિહાર કરી શકે તેવો હતો; જલના બે ભાગ કરી શક્યો, પક્ષીની જેમ આકાશમાં ઊડી શકતો, ભૂમિમાં પેસી ઇચ્છિત સ્થળે નીક્ળી. શકતો, મત્સ્યની જેમ જળમાં ગતિ કરી શકતો, અનેક પ્રકારના વિવિધ મહિમાવાળા રત્નો ઔષધિ વગેરે તથા મંત્ર, તંત્ર, યંત્ર, તંત્રાદિક જેના ભંડારમાં રહેલા હતા, જેને દૃક્ષિણ અને ઉત્તર શ્રેણિની સ્વામિની ગૌરી, રોહિણી, પ્રજ્ઞમિ વગેરે મહાવિદ્યાઓ સિદ્ધ થયેલી હતી, જેના આદેશ માત્રથી દેવો સદા સેવકની જેમ વાહન ચલાવનારા હતા, જેની પાસે જળ સ્થળમાં ગતિ કરવામાં કુશળ ધોડા હતા, સમુદ્ર તરવામાં વહાણથી પણ અધિક સમર્થ ચર્મરત્ન હતું, જે હંમેશાં ચૌદ રત્નો, નવ નિધાનાદિના સ્વામી તથા પચીસ હજાર દેવતાથી સેવતો હતો. જ્યારે પુણ્ય પ્રબળ હતું ત્યારે અતર્હુિત રીતે નહિ બોલાવેલ ચક્ર રત્ન પણ ઉત્પન્ન થઇ તેના હાથમાં આવ્યું અને જેના વડે ભરત જીત્યું હતું; તેનો જ પાપોદય થતાં ચક્ર વિદ્યમાન હોવા છતાં પણ કાર્ય સાધવામાં તત્પર થયું નહિ; અને યાન સમુદ્રમાં પડતાં તે ડૂબી ગયો અને નરકમાં જનારો થયો. કારણકે યાન ઉંચકનારા બધાં દેવોને એકી સાથે આવો વિચાર થયો કે હું એકલો જ નહિ ઉંચકુ તો શું થઇ જવાનું હતું? બધાંના આ એકી સમયના આ વિચાર યિાશીલ બનતાં તે યાન સહિત સમુદ્રમાં ડૂબી ગયો. નરક ભૂમિઓ પ્રાપ્ત થવામાં પહેલાનાં ભવોમાં સ્વાર્થાંધ, લોભાંધ, વિષયાંધ કે મોહાંધ બનીને જે જીવો સાથે આચરેલાં વૈર, વિરોધ, મારફાડ, ઇર્ષા, અદેખાઇ, ચોરી, બદમાસી, વ્યભિચાર ચાડી, વિશ્વાસઘાત, દૂર મશ્કરી, દ્રોહ, પ્રપંચ, આરંભ-સમારંભના ઘાતકી કાર્યક્લાપો નરક ભૂમિમાં ઉત્પન્ન થવાના કારણો છે. બ્રહ્મદત્ત ચક્રવર્તીએ એક વાર પોતાના બ્રાહ્મણ મિત્રને સહકુટુંબ ભોજનાર્થે નિમંત્ર્ય હતા. અદ્રિતીય ચીની રસવંતીએ તેઓને ભાન ભુલાવી સૃષ્ટિ વિરુદ્ધ સંભોગાદિ અકૃત્યો કરવા પ્રેર્યા. જ્યારે ૭૦૦ વર્ષના આયુષ્યવાળા બ્રહ્મદત્તના ૧૬ વર્ષ, બાકી હતાં, ત્યારે તેણે વૈરભાવથી કોઇની પાસે ગોફણ દ્વારા તેની આંખો ફોડાવી નંખાવી. ગ્રુધાંધ બનેલા બ્રહ્મદત્તે કુટુંબ સહિત તે બ્રાહ્મણને મારી નંખાવ્યો. બીજા પણ અનેક બ્રાહ્મણોની હત્યા કરાવી. પ્રતિદિન થાળ ભરીને મરાયેલા બ્રાહ્મણોની આ પ્રકારની શિક્ષા અનુચિત જણાતાં મંત્રીઓ ગુંદાના ચીકણા ઠળીયાથી ભરેલો થાળ તેની આગળ રજૂ કરતા. ઠળિયાને આંખ સમજી રાજીપા સહિત બ્રહ્મદત્તે ૧૬ વર્ષ સતત અતિશય ચીકણા કર્મો બાંધ્યા. એ આંખો ચોળતા જે આનંદ આવતો તે સ્ત્રીરત્નના સંગમાં પણ ન આવતો ! રૌદ્ર ધ્યાનમાં મરી તે સાતમી નરકે ગયો. તા. ૧૬-૩-૯૪ અને તા. ૧૬-૪-૯૪ દીક્ષા ન લે તો તેનો અંત નરકમાં જવા રૂપે નિશ્ચિત થાય છે જેવી રીતે બ્રહ્મદત્ત ચક્વર્તી. દત્ત, તેની માતાના બ્રહ્મ પિતા અને ચુલણી માતાનો પુત્ર વ્યભિચારમાં તે આડો આવતો હોવાથી લાક્ષગૃહમાં બાળી નાખવા માએ પ્રયત્ન કરેલો પરંતુ પુણ્યોદયે તેમાંથી બચી ગયો પણ આંખો ચોળતાં જે નિકાચિત કર્મો બાંધ્યા હતા તેના પરિણામ રૂપે સાતમી નરકમાં જવું પડ્યું. વર્તમાન ચોવીસીના ૧૦ ચક્રવર્તીમાંથી ૮ મોક્ષે ગયા જ્યારે બે નરકે ગયા. નરકે જનાર બીજા ચક્વર્તી તે સુભૂમ ચક્વર્તી છે. તેમની શિબિકા દેવો વડે ઉંચવામાં આવતી. છ ખંડો જીત્યા પછી સાતમો ખંડ જીતવાની મહેચ્છા રાખી. પાલખી ઉંચકનારા દેવો વિચારવા લાગ્યા કે અમારામાંથી એક જણ તે નહીં ઉંચકે તો શો વાંધો નહીં આવે, આ રીતે એકી સાથે બધા દેવોએ તે વિચાર સ્ક્યિામાં મૂક્યો અને સુભૂમ ચક્રવર્તી ત્યાર બાદ સાતમી નરકના સાગરિત બન્યા. કેમકે, જો ચક્રવર્તી કંડરિક અને પુંડરિક બે ભાઇઓમાંથી પુંડરિકે સંસાર ત્યજી ચારિત્ર ન લીધું જ્યારે કંડરિકે હજાર વર્ષનું સંયમ પાળી મુનિ જીવન જીવી જાણ્યું. પોતાના કૃશપાય થયેલા શરીરને દૂધ, ઘી વગેરે પદાર્થોથી સુધારવા ગયા; અને તે પદાર્થોની રસનાની તીવ્ર લાલસા જાગી પડી. તેનાથી ભયાનક કોટિની તીવ્ર કામવાસના ઉત્પન્ન થઇ ગઇ. તેના પરિણામ રૂપે હજાર વર્ષનું ઉગ્ર સંયમ પાળનાર કંડરિકે મુનિવેશ ત્યજી લાલસાના અતિરાગથી પુષ્કળ ખાવા લાગ્યા. તેના પરિણામે બે દિવસમાં એટલાં બધાં પાપો બાંધ્યા કે ઉત્પન્ન થયેલા પાપના પરિપાક રૂપે પેટમાં થયેલી વેદનાથી મરણ પામી તેઓ નરકે ચાલ્યા ગયા. આના જેવું સંભૂતિ મુનિના જીવનમાં બન્યું. એકદા ચક્વર્તીની પટ્ટરાણી તે ઉગ્ર તપસ્વીને વાંદવા આવી. તેની શરતચૂકથી તેના વાળની લટ મુનિના ચરણને સ્પર્શી. એક ક્ષણના ચરણ સ્પર્શથી તેમાં રહેલાં માદક સુગંધ દ્રવ્યોની સુવાસથી મુનિના અસંખ્ય આત્મપ્રદેશો પર નારી માટેની વાસનાની આગ પ્રજવળી ઉઠી. તેમણે નિયાણું કર્યું, એટલું જ નહીં પણ રૂા સંયમ જીવન પ્રતિ પશ્ચાતાપ અને અસંતોષ થયો. કરેલા નિયાણા પ્રમાણે તે બીજા ભવમાં ચક્કર્તી તો બન્યા અને અનેક સુંદરી મેળવી. સંસારના ભોગવટાના પરિણામે જીવનનના છેલ્લા વર્ષોમાં અનુભવેલી રિબામણ વગેરેથી તીવ્ર ભોગરસિકતાના પરિણામે તેઓ સાતમી નરકે ચાલ્યા ગયા એટલું જ નહીં, પરંતુ તેની પટ્ટરાણી પણ છઠ્ઠી નરકે જઇ ત્યાં રહ્યાં. એક બીજાને યાદ કરી કરીને ઝુરી રહ્યાં છે. વિવાગસુય (વિપાકશ્રુત) દુવિવાગના પહેલા અજઝયણમાં મિયાપુત્ત (મૃગાપુત્ર)નો અધિકાર છે. પૂર્વભવમાં નિકૃષ્ટતાપૂર્વક તીવ્ર પાપો કરેલા તેથી નરકમાં ગયો હતો અને ત્યાંથી જન્મથી જ આંધળો, મૂંગો, બહેરો, કૂબડો જન્મ્યો હતો . બહુસ્સઇદત્ત (બૃહસ્પતિદત્ત) આવાં કૃત્યોથી મરીને નરકે ગયો. ઓવવાઇય ઉપાંગમાં દેવ અને નારક તરીકેનાં જન્મ (ઉપાપત) અને મોક્ષગમન આ ઉવંગના વિષયો છે. આજથી અનંત ચોવીસી પહેલાં ધમ્મસિરિ નામના આચાર્ય જિનશાસના ચોવીસમાં તીર્થંકર હતા. તેમના શાસનમાં કમલપ્રભ નામે મહાન આચાર્ય હતા. જિનશાસનના આચાર-વિચારાદિ ઉપદેશમાં અૉડ હતા. ૫૦૦ શિષ્યોના અધિપતિ હતા. એવા ભાવમાં રમતા હતા કે એકભવમાં મોક્ષે જાય. પરંતુ, તે સમયે ચૈત્યવાસી સાધુ ચૈત્યમાં રહી સાવધ કર્મ સેવતા. આચાર્ય તેમની સામે શુદ્ધુ ઉપદેશ આપતા. તેમને હલકા પાડવા તેઓ કૃતનિશ્ચયી હતા. એકવાર ભક્તિના આવેશમાં આવી જઇ આચાર્યના ચરણને સ્ત્રીએ સ્પર્શ કર્યો. તેઓએ તે જોયું. તેનો જવાબ આપ્યો. ચોથા વ્રતમાં અપવાદ છે એમ ગભરાટ અને અપયશની બીકથી બોલ્યા. ઉત્સૂત્ર પ્રરૂપણાથી સંસાર વધારી દીધો. કાળક્રમે તેઓ વ્યંતર, ત્યાંથી માંસાહારી, ત્યાંથી કુમારિકાના ઉદરમાં, તેણીએ જન્મ આપી તે જીવને જંગલમાં છોડી દીધો, મોટો થતાં માંસ-મદિરા-લંપટ થયો, ત્યાંથી સાતમી નરકે ગયો. ત્યાંથી વાસુદેવ
SR No.525979
Book TitlePrabuddha Jivan 1994 Year 05 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1994
Total Pages112
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy