________________
૬
લાવે તેમાંથી તે થોડાં સુખ-સગવડો ભોગવે તેમાં પતિને વાંધો નથી. પત્ની નોકરી કરીને જે આવક મેળવે તેમાં પણ મોટો હિસ્સો પતિનાં સુખ-સગવડ માટે રહે એવું માણસનું આત્મકેન્દ્રી માનસ બની ચૂક્યું છે. અલબત્ત આજની સ્ત્રીઓ પણ પહેલાંની સ્ત્રીઓ કરતાં વિશેષ આત્મકેન્દ્રી બની છે. પહેલાંની સ્ત્રીઓ જે સહન કરતી તેનો અંશ પણ આજની સ્ત્રી સહન કરી શકે એમ નથી. પહેલાંની સ્ત્રીઓની જેમ આજની સ્ત્રી જેમ હોય તેમ ચલાવી લેવાની વાત પર હસી પણ કાઢે. એકંદરે આજનાં સ્ત્રી-પુરુષો પોતાનો જ વિચાર કરવામાં કુશળ એવાં આત્મકેન્દ્રી સવિશેષ બનતાં રહ્યાં છે એ નિર્વિવાદ છે.
આજે માણસના આત્મકેન્દ્રીપણાને લીધે માનવીય સંબંધો કૃત્રિમ અને સપાટી ઉપરના બનવા લાગ્યા છે; પૈસા અને ભૌતિક ફાયદાની ભૂમિકા પર આ સંબંધો ઊભા છે. બીજા શબ્દોમાં કહીએ તો માણસો આજે પોતપોતાનો આત્મકેન્દ્રી કિલ્લો બનાવીને બેસી ગયા છે. માણસો એકબીજાંને જુએ ત્યાં પરસ્પર સ્વાર્થનું વાતાવરણ સમજી લે છે; પરિણામે, બે માણસો વચ્ચે હેત, મીઠાશ, ભાવ, વગેરે ભાગ્યે જ સંભવે છે. પશ્ચિમના દેશોમાં પતિ-પત્નીના છૂટાછેડાની હકીકત માણસનાં આત્મકેન્દ્રીપણાને લીધે છે. આજે ભારતમાં પતિપત્નીના સંબંધોમાં માણસનાં આત્મકેન્દ્રીપણાને લીધે ઓટ આવી છે અને કુટુંબજીવન પ્રશંસનીય રહ્યું નથી. આજે ખરી મૈત્રી ભાગ્યે જ જોવા મળે છે. આજે માણસ પાસે પૈસો છે અને ઈંદ્રિય સુખો ભોગવે છે, પરંતુ તેનાં આત્મકેન્દ્રીપણાને લીધે તે જીવનમાં ખાલીપો અનુભવે છે.
જીવનવ્યવહાર માટે પૈસા અવશ્ય જોઇએ, પણ પૈસો સર્વસ્વ બની શકે નહિ. કેવળ પૈસાની ભૂમિકા પર જ માનવીય સંબંધો બંધાય તે સ્થાયી રહી શકે નહિ. કેવળ સ્વાર્થ પૂરતી મીઠાશ દાખવવામાં આવે તેમાં ભાવ હોઇ શકતો નથી. આજે ભારતવાસીઓ પૈસાને સર્વસ્વ ગણવા લાગ્યા છે તેથી જીવનની કરુણતાનાં દર્શન થાય છે, તેમ છતાં ભારતવાસીઓનાં જીવનમાં જે કંઇ અલ્પતમ સુખશાંતિ છે તે ભારતીય
પ્રબુદ્ધ જીવન
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ભૂતપૂર્વ સૂત્રધાર અને પ્રબુદ્ધ જીવનના ભૂતપૂર્વ તંત્રી સ્વ. પરમાનંદ કાપડિયાનું આ જન્મશતાબ્દી વર્ષ છે. તા. ૧૭-૪-૯૪ના રોજ તેમની પુણ્યતિથિ છે. એ પ્રસંગે એમનાં સુપુત્રી યિત્રી શ્રીમતી (ડૉ.) ગીતાબહેન પરીખે લખેલું અંજલિ કાવ્ય પ્રગટ કરતાં હર્ષ અનુભવીએ છીએ.
તંત્રી
જીવંત છો ! (સોનેટ)
જન્મ્યા તમે સો વરસો પહેલાં, પૃથ્વી પરે ધન્ય ક્ષણે અનોખી; જીવ્યા તમે જીવન સાર્થ એવું, કે જન્મના સૂક્ષ્મ રૂપે હજીયે. ઊગી રહેલા રવિની કુમાશે, મધ્યાહ્નના રુદ્ર તપે પ્રકાશે, સંધ્યા તણા ગંભીર સ્નિગ્ધ તેજે, ઝર્યા તમે જીવન દીસ એવું;
કે રાત્રિ કેરા ઘન અંધકારે, રેલી રહી ચાંદની શીત સૌમ્ય. જન્મે, જીવે ને વિરમે બધાય, ના કિન્તુ એવું વિરમ્યા તમે તો; જીવંત છો માનવ અંતરે શા, આનંદ પરમ દિવ્ય પ્રબુદ્ધ જીવને !
તા. ૧૬-૩-૯૪ અને તા. ૧૬-૪-૯૪
સંસ્કૃતિ અને ભારતીય વિચારસરણીને લીધે છે એ ભારતવાસીઓએ ન જ ભૂલવું ઘટે. પરદેશોમાં કાયમી વસવાટ કરીને બેઠેલાં ભારતવાસીઓ પોતાનાં સંતાનો માટે સવિશેષ ચિંતિત બન્યા છે અને પોતાના સંતાનોને ભારતીય સંસ્કૃતિ અને ધર્મનું વાતાવરણ મળે તે માટે તેઓ સહૃદયતાથી પ્રયત્ન કરી રહ્યાં છે. તેઓ ભારતના સાધુસંતોને આમંત્રણ આપે છે અને પોતાનાં સંતાનોનાં જીવનની વ્યથા ઠાલવીને માર્ગદર્શન માંગે છે. જ્યારે ભારતમાં રહેતા ભારતવાસીઓ પશ્ચિમની રહેણીકરણી, ખાણીપીણી વગેરેમાં આનંદ માની રહ્યાં છે અને આ પ્રકારનાં અને હોટેલોનાં મોર્ટા મસ બિલો ચૂકવવામાં ગૌરવ અને ધન્યતા અનુભવી
રહ્યાં છે.
આ દુર્દશામાંથી બચવાનો ઉપાય ખરો ? જરૂર છે. પહેલી જ વાત એ છે કે આપણે પશ્ચિમી સંસ્કૃતિને અલવિદા કરીને પોતાની ભારતીય સંસ્કૃતિ જે આપણી જનેતા છે તેના પ્રત્યે પ્રેમ રાખવાની જરૂર છે. ભારતીય સંસ્કૃતિ પ્રદર્શન કે પ્રવચનની બાબત નથી, પણ જીવન જીવવાની બાબત છે. ભારતીય જીવનમાં નોંધપાત્ર બાબત બીજાનો વિચાર કરવાની છે. બીજાનો વિચાર કરવાની વિચારસરણી સમગ્ર વિશ્વનાં સુખશાંતિ માટે અનિવાર્ય માર્ગદર્શક સિદ્ધાંત છે. માણસ અખતરા ખાતર એક દિવસ બીજાનો વિચાર કરવાનું રાખે તો તેને તે દિવસ સારી રીતે પસાર થવાનો અનુભવ થશે અને રાત્રે રોજ કરતાં સારી નિદ્રા આવશે. પોતાનો જ વિચાર કર્યા કરવાથી માણસ સારી રીતે ઊંધી પણ શકતો નથી. પોતાનાં સુખસગવડો, માન, વખાણ, સલામતી, સ્થાન વગેરેના પ્રશ્નોની હારમાળા એટલી લાંબી હોય છે કે તેને શયનખંડમાં અસુખ શરૂ થઇ જાય. માણસ બીજાંનો વિચાર કરે છે, પણ તે વિચારમાં બીજાથી કેમ આગળ જવું, તેનાથી વધારે કેમ મળે, પછી તેને નુકશાન જાય તો છો જાય એવી દયાજનક મનોદશા રહેલી હોય છે. આ આત્મકેન્દ્રી વિચારણાને ત્યજીને, બીજાંને કેમ સુખ મળે તેવી વિચારણા એટલે બીજાંનો વિચાર કર્યો ગણાય. આ પોથીમાંનાં રીંગણાં નથી, પણ બીજાંને સુખી બનાવવાના વિચાર અને તદ્નુરૂપ કાર્યથી પોતે પણ સુખી થવાય છે એ મનોવૈજ્ઞાનિક સત્ય છે.
ગીતા પરીખ
બીજી બાબત છે પોતાના ધર્મમાં રસ લઇ ધર્મપરાયણ જીવન જીવવાનો પુરુષાર્થ આદરવો. ભારતીય સંસ્કૃતિ અને ધર્મ અભિન્ન રીતે સંકળાયેલાં છે. આપણાં તહેવારો પણ ધાર્મિક ભૂમિકા પર રહેલાં છે. આપણે ધર્મ પ્રત્યેની સૂગ કાઢવાની તીવ્ર જરૂર છે. ધર્મ પ્રેમ જ શીખવે છે. જીવમાત્ર પ્રત્યે પ્રેમ રાખવાનો સ્પષ્ટ આદેશ ધર્મનો છે. લડાઇ કે યુદ્ધ જરૂર કરવાનાં છે, પણ તે ભૂખમરો, બેકારી, ગરીબી, રોગ, અજ્ઞાન, વહેમ, નિરક્ષરતા, આસુરી વૃત્તિ વગેરે અનિષ્ટ તત્ત્વોને નાબૂદ કરવા માટે કરવાનાં છે; માણસ સામે નહિ, માનવીનું તો મૂલ્ય મૂકવાનું છે એને ઊંચો લઇ જવાનો છે. અહીં આત્મકેન્દ્રીપણાનો સ્પષ્ટ નકાર છે. અર્થાત્ માણસ જે પ્રકારનો આત્મકેન્દ્રી બન્યો તેનો સ્પષ્ટ નકાર છે. 'સર્વ જના: સુખિન: ભવન્તુની ભાવના જેમાં મુખ્ય છે એ ધર્મનો આશ્રય લેવાથી માણસને સાચાં સુખશાંતિ મળશે એ ધર્મજ્ઞાન કદી નિષ્ફળ નીવડે જ નહિ.
nam
નેત્રયજ્ઞ
શ્રી મુંબઈ જૈન યુવક સંધના ઉપક્રમે અને ચિખોદરાની રવિશંકર મહારાજ આંખની હોસ્પિટલ દ્વારા સ્વ. ધીરજબેન દીપચંદ શાહના સ્મરણાર્થે રવિવાર, તા. ૧૭મી એપ્રિલ, ૧૯૯૪ના રોજ રાજપીપળા (જિ. ભરૂચ) મુકામે નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
મંત્રીઓ