________________
પ્રબુદ્ધ જીવન
માણસના શરીરમાં સૌથી પહેલી અસર ચરણને થાય છે. માટે જ ચરણને ચાલતા રાખવાનો, ઉષ્ણ ચરણચલણનો મહિમા છે.
જીવશાસ્ત્રીઓ બતાવે છે કે બીજાં પ્રાણીઓ કરતાં મનુષ્યની વિશિષ્ટતા એ છે કે તે બે પગે ટટ્ટાર ઊભો રહીને સીધો ચાલી શકે છે. પ્રાણીઓ ઘણ ખરું ચોપગમાં હોય છે. મનુષ્યને આગળના બે પગને બદલે બે હાથ મળ્યા છે, જેનો તે વિવિધ રીતે ઉપયોગ કરી શકે છે. બે પગ ઉપર આખા વજનદાર શરીરને સ્થિર રાખવું એ જેવી તેવી વાત નથી. આપણે માણસને ઊભો રહેલો દિવસરાત જોઈએ છીએ, એટલે એ બાબત આપણને સ્વાભાવિક અને સહજ લાગે છે, પરંતુ જરા સૂક્ષ્મ રીતે વિચાર કરીએ તો એ વાત જરૂર નવાઈ ઉપજાવે એવી છે. ઈતર જીવસૃષ્ટિની દૃષ્ટિએ વિચારીએ તો આ જેવું તેવું આશ્ચર્ય નથી. મનુષ્યની શક્તિનો, એના જ્ઞાનતંતુઓનો એમાં વિકાસક્રમ રહેલો છે. કેટલાંક ચોપગાં પ્રાણી જન્મતાંની સાથે ચારેપગે ચાલવા માંડે છે, કુદાકૂદ કરવા માંડે છે, પરંતુ માનવ શિશુ જન્મતાંની સાથે બે પગે ઊભું રહી શકતું નથી. બાળક જન્મે છે, ત્યારપછી કેટલાક સમય સુધી તે, માત્ર ચત્તુ સૂઈ રહે છે; પછી પડખું ફરે છે; પછી ઊંધું પડે છે, પછી જ્યારે બેસતાં શીખે છે ત્યારે એની કરોડરજ્જુ અને એના જ્ઞાનતંતુઓ કંઈક વધુ શક્તિવાળા બને છે, ત્યાર પછી બાળક સ્થિર ઊભા રહેતાં શીખે છે અને એકાદ વર્ષનું થવા આવે ત્યાર પછી ડગલાં માંડીને ચાલતાં શીખે છે, ત્યારે એને જાણે કશુંક સિદ્ધ કર્યાનો આનંદ થાય છે. એની કરોડરજ્જુનો અને એના જ્ઞાનતંતુઓનો આ રીતે વિકાસ થાય છે. વૃદ્ધાવસ્થા આવતાં માણસના જ્ઞાનતંતુઓ નબળા પડે છે. ચાલવાની, ઊભા રહેવાની, બેસવાની તાકાત મે મે ઘટી જાય છે. કેટલાક અતિશય વૃદ્ધ માણસો જીવનના અંતિમ વર્ષો સૂતાં સૂતાં પસાર કરે છે. આમ ચરણને ચલાવવામાં જ્ઞાનતંતુઓની શક્તિ મનુષ્ય જીવનમાં ઘણો મહત્વનો ભાગ ભજવે છે.
મનુષ્યના શરીરમાં મસ્તક એનું ઉત્તમાંગ ગણાય છે, કારણ કે મસ્તકમાં સ્પર્શોદિ પાંચે ઈન્દ્રિયો તથા મન આવેલાં છે. મસ્તક મનુષ્યની ઓળખનું તથા તેના વ્યક્તિત્વની પરખનું સૌથી ઉત્તમ અંગ છે. મનુષ્યના શરીરમાં બીજે છેડે આવેલા ચરણને મધ્યમ કે નિકૃષ્ટ પ્રકારના અંગ તરીકે ગણાવામાં આવે છે. સામુદ્રિક લક્ષણ પ્રમાણે કમરથી ઉપર આવેલાં શરીરના અંગોને શુભ અને કમરથી નીચે આવેલાં, શરીરનાં મળમૂત્રાદિની નિકટ આવેલાં શરીરનાં અંગોને અશુભ તરીકે ગણવામાં આવે છે. પરંતુ તેમાં પગનું સ્થાન વિલક્ષણ છે. પાદપ્રહારને કારણે, ધૂળ સાથે સતત સંગથી મલિન થવાને કારણે તથા એના દ્વારા પાશવી શક્તિનો ઉપયોગ થતો હોવાને કારણે પગ વગોવાયેલું અંગ છે. કેટલીકવાર તે ખોટી રીતે પણ બદનામ થાય છે. માણસની નજર જ્યારે સામે, ઊંચે કે આજુબાજુ હોય અને નીચે પગની ઠેસ વાગે તો ઘણીવાર દોષ પગનો નીકળે છે અને ઈજા પણ પગને થાય છે. શિર મોટા તે સત્કર્મી અને પગ મોટા તે અપકર્મી જેવી હેવત પણ પગને ગૌરવ અપાવતી નથી. આમ પગ વગોવાય છે, છતાં પણ પવિત્ર પુરુષો પોતાના પગને ધન્ય બનાવે છે. અનેક લોકો સંત મહાત્માઓનાં ચરણમાં વંદન કરે છે, ચરણનો સ્પર્શ કરે છે, ચરણને કમળ તરીકે ઓળખાવે છે. પદ્મિની સ્ત્રીના બે ચરણને ક્મળની આકૃતિની જેમ ગોઠવી શાય છે.
સ્વર્ગસ્થ થયેલા મહાત્માઓની ચરણપાદુકા બનાવીને તેને પૂજવામાં આવે છે. માણસના પગમાંથી સૂક્ષ્મ વિદ્યુત પ્રવાહ અર્થાત શક્તિ સ્ત્રોત વહ્યા કરે છે. તેને લીધે સંત મહાત્માઓના ચરણમાં વંદન કરવાનો મહિમા ચાલ્યો આવે છે. અમારું મસ્તક (ઉત્તમાંગ) તે આપના ચરણ (નિકૃષ્ટાંગ) તુલ્ય પણ નથી' એવી લઘુતા કે નમ્રતા વિયનપૂર્વક દર્શાવવા માટે પણ સંતોના ચરણમાં મસ્તક નમાવાય છે.
પ્રાચીન ભારતીય શાસ્ત્રોમાં શરીરનાં અંગોંગોના અભ્યાસને લગતાં શાસ્ત્રો પણ રચાયાં છે. અંગવિદ્યા અથવા સામુદ્રિક શાસ્ત્રમાં શરીરના
તા. ૧૬-૧-૯૪
બીજાં અંગાંગોની જેમ ચરણનાં લક્ષણોનો પણ ઊંડો અભ્યાસ થયેલો છે. ઉ. ત. પુરુષનાં પગનાં તળિયાં માટે કહેવાયું છે :
अस्वेदमुष्णमरुणं कमलोदरकान्ति मांसलं श्लक्ष्णम् । स्निग्धं समं पदतलं नृपसंतत्तिं दिशति पुंसाम् ॥ पादचरस्यापि चरणतलं यस्य कोमलं तत्र । पूर्णस्फुटोदुर्ध्वरेखा म विश्वम्भराधीशः ॥
[પરસેવા વગરનું, ઉષ્ણ, લાલાશવાળું, કમલગર્ભ જેવી કાન્તિવાળું, માંસલ, મૃદુ, સ્નિગ્ધ અને સમપ્રમાણ હોય એવું પગનું તળિયું મનુષ્યોને રાજ્યસંપત્તિનો અધિકારી બનાવે છે. જે પગપાળો ફરતો હોય છમાં એનું પગનું તળિયું કોમળ હોય અને તેની ઉપર પૂરેપૂરી તથા સ્પષ્ટ ઊર્ધ્વરેખા હોય તો તે રાજા હોય છે.]
પગનાં તળિયાનાં લક્ષણો દર્શાવતાં વળી કહેવાયનું છે; ખરાબ લાગતા પગ વંશચ્છેદ કરે છે; પકવેલી માટી જેવો પગના તળિયાનો રંગ જેનો હોય તો તે દ્વિજ હત્યા કરે છે, પીળા રંગના તળિયાવાળો અગમ્યાગમન કરે છે, કાળા રંગના તળિયર્યાવાળો મદ્યપાન કરે છે, પાંડુ રંગના તળિયાંવાળો અભક્ષ્ય ભક્ષણ કરે છે, પગનું તળિયું અંદરની બાજુ દબાઇ ગયેલું હોય તો તે સ્ત્રીને કારણે મૃત્યુ પામે છે, માંસ વગરનું હોય તો તેને ભારે રોગ થાય છે, ઉપસી આવેલું હોય તે ધણી મુસાફરી કરે છે.
પગના તળિયામાં શંખ, છત્ર, અંકુશ, વજ, ચંદ્ર તથા ધ્વજની આકૃતિને સુરેખ અને સ્પષ્ટ બતાવતી રેખાઓ હોય તો તે પુરુષ હંમેશા ભાગ્યશાળી રહે છે. આ આકૃતિઓની રેખાઓ મધ્યમ પ્રકારની હોય તો પાછલી જિંદગીમાં તે ધનસંપત્તિ ભોગવે છે. પગના તળિયામાં ઉદર પાડો, શિયાળ, કાગડો, ધો, ગીધ જેવી આકૃતિની રેખાઓ હોય તે તે માણસ દરિદ્ર રહે છે.
સામુદ્રિક શાસ્ત્રમાં આવી જ રીતે સ્ત્રીના પગના તળિયનાં લક્ષણો દર્શાવ્યાં છે, જેમકે,
चक्रस्वस्तिक शंखध्वजांकुशच्छत्रमीनमकाराद्याः । जायन्ते पादतले यस्याः सा राजपत्नी स्यात ॥ श्वशृगालमहिषमूषककाकोलुकाहिकोककर भाद्याः । चरणतले जायन्ते यस्याः सा दुःखमाप्ननोति ॥
જે સ્ત્રીના પગના તળિયામાં ચક્ર, સ્વસ્તિક, શંખ, ધજા, અંકુશ, છત્ર, માછલી, મગર, ઈત્યાદિ આકૃતિઓ હોય તે સ્ત્રી રાણી થાય છે. જે સ્ત્રીના પગના તળિયામાં કૂતરું, શિયાળ, પાડો, ઉંદર, કાગડો, ઘૂવડ, સાપ, વરુ, ઊંટ વગેરેની આકૃતિ હોય તો તે દુ:ખી થાય છે.]
આ તો નમૂનારૂપ થોડાં લક્ષણો અહીં બતાવ્યાં છે. બીજા પણ ઘણાં લક્ષણો સામુદ્રિક શાસ્ત્રોમાં બતાવ્યાં છે. પગનાં તળિયાં ઉપરાંત, પગના અંગૂઠા, આંગળીઓ, નખ, એડી, ઘૂંટી, ઘૂંટણ, પિંડી વગેરેનાં વિવિધ પ્રકારના લક્ષણો એમાં દર્શાવાયાં છે. આ ઉપરથી જણાય છે કે એ શાસ્ત્રના રચયિતાઓએ કેટલું બધું ઝીણવટ ભર્યું, સૂક્ષ્મ અવલોકન કર્યું હશે !
કેટલાક કહેતા હોય છે કે ભગવાને માણસને પગ આપ્યા છે તે વાપરવા માટે આપ્યા છે, સાચવી રાખવા માટે નહિ. વસ્તુત: ચાલવાથી જ પગ વધુ સારી રીતે સચવાય છે. વપરાય નહિ તો પગ નકામા થઈ જાય., જેઓના પગ નકામા થઈ ગયા હોય છે અથવા જેઓ એક અથવા બંને પગે અપંગ હોય છે, તેઓને પગનું મહત્ત્વ બરાબર સમજાય છે એમને કોઈક સાધનથી ચાલવા મળે છે તો તેમના આનંદાશ્ચર્યનો પાર રહેતો નથી.
ચાલવાથી આખા શરીરને−પગની એડી, ઘૂંટણ, કમર, હાથ, ડોક વગેરે તમામ અવયવોની માંસપેશીઓને જરૂરી વ્યાયામ મળી રહે છે. તદુપરાંત ચાલવાથી પાચનશક્તિ સારી રહે છે તથા જ્ઞાનતંતુઓને પણ
1