SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ પ્રબુદ્ધ જીવન હતી, રાજા પાસે જવાબ માગવા તે રાજદરબારે ગઇ, તે દિવસે રાણીને પણ એક ખરાબ સ્વપ્ન આવેલું . રાજાને પોતાના સ્વપ્નની તે વાત કરતી હતી ત્યાં પહેરેગીરે સમાચાર આપ્યા કે કોઇ સ્ત્રી હાથમાં ઝાંઝર લઇને ગુસ્સામાં આવી છે. તેને અંદર બોલાવવામાં આવી. રાજાએ પૂછ્યું, ‘તું કોણ છે? અને શા માટે આવી છે ?' કન્નગીએ પોતાનો પરિચય આપ્યો, પોતાની વિતકકથા કહી અને પોતાના પતિને કેમ મારી નાખ્યો એ વિશે પ્રશ્ન કર્યો. રાજાએ કહ્યું, ‘ચોરને મારી નાખવામાં અન્યાય નથી.’ કન્નગીએ કહ્યું, ‘પણ મારો પતિ ચોર નથી. એણે ઝાંઝાર ચોર્યું નથી, એ મારું જ ઝાંઝર છે, મેં જ એમને વેંચવા માટે આપ્યું હતું.’ રાજાએ કહ્યું, ‘ના, એ ઝાંઝર તો રાણીનું છે. ચોરાઇ ગયું હતું.’ કન્નગીએ કહ્યું, ‘ના, રાણીના ઝાંઝર કરતાં મારું ઝાંઝર જુદું છે. મારાં ઝાંઝરમાં અંદર રત્નો ભર્યાં છે. રાણીના ઝાંઝરમાં અંદ૨ કંઇ ભર્યું છે?’ રાજાએ કહ્યું, 'હા, રાણીના ઝાંઝરમાં અંદર મોતી ભર્યાં છે.’ કન્નગીએ તરત પોતાનું ઝાંઝર ત્યાં તોડી નાખ્યું. અંદરથી રત્નો બહાર નીકળી આવ્યા. એ જોતાં જ રાજા ડઘાઇ ગયો. પોતાને હાથે ભારે અન્યાય થઇ ગયો હતો. એક નિર્દોષ માણસની હત્યા થઈ ગઈ હતી. એટલામાં રાજાનું છત્ર પોતાની મેળે નમી પડ્યું. રાજાને ભારે પશ્ચાત્તાપ થયો. તે બોલ્યો, ‘અરેરે, એક સોનીના જૂઠા વચન ઉપ૨ વિશ્વાસ મૂકી મેં ઘોર પાપ કર્યું. મારા રાજ્યમાં આજે પહેલીવાર હડહડતો અન્યાય મારે હાથે થયો. મને જીવવાનો હવે કોઇ અધિકાર નથી.’ આટલું બોલતાં બોલતાં તો રાજા ઢળી પડ્યો અને મૃત્યુ પામ્યો. એટલામાં રાણી ધ્રૂજવા લાગી. ‘એક સૌભાગ્યવતી સ્ત્રીને થયેલો આવો ભયંકર અન્યાય કેમ સહન થાય?' એટલું બોલતાં બોલતાં તે પણ ઢળી પડી અને મૃત્યુ પામી, કન્નગીનો રોષ હજુ શાંત થયો નહોતો. તેણે બહાર આવી નગરજનોને ઉદ્દેશીને ઉચ્ચ સ્વરે કહ્યું, ‘હે નગરજનો! આ તે કેવું તમારું નગર છે ? મારા જેવી એક નિર્દોષ સ્ત્રીની તમે આવી દશા કરી ? જાવ હું તમને શાપ આપું છું કે આ મદુરાઇ નગર ભડકે બળજો' આટલું બોલતાં બોલતાં તેણે પોતાની છાતી ઉપ૨થી એક સ્તન જો૨થી તોડીને નગર ઉપર ફેક્યું. એ ફેંકતાં જ અત્રિ દેવતા પ્રગટ થયો. કન્નગીએ એને કહ્યું, ‘જાવ, નગરને ભસ્મીભૂત કરો, પણ બ્રાહ્મણો, સદાચારી માણસો, સાધુસન્યાસીઓ, સ્ત્રીઓ, વૃદ્ધજનો, બાળકો અને ગૌમાતાને કાંઇ થાય નહીં તેની સાવચેતી રાખજો,’ થોડીવારમાં જ સમગ્ર મદુરાઇ નગરમાં અત્રિના ભડકા થવા લાગ્યા. એક સમૃદ્ધ શહેર વિનાશને પંથે વળ્યું. કન્નગી બાવરી બનીને નગરની શેરીમાં આમથી તેમ ભટકવા લાગી. એ વખતે નગરદેવતાની અદૃશ્ય વાણી એને સંભળાઇ. કન્નગી અને કોવાલનના પૂર્વ જન્મના પાપોનું આ પરિણામ છે એમ જણાવાયું. પોતે પૂર્વ ભવની પાપી છે એ જાણીને કન્નગીને વધારે દુઃખ થયું. તે નગર બહાર જઇ નદી કિનારે ભટકવા લાગી. ચૌદ દિવસ એ પ્રમાણે ભટકીને એક ટેકરી ઉપર ચડી ત્યાંથી પડતું મૂકી તેણે જીવનનો અંત આણ્યો. કોવાલનની સાથે તે પણ દેવલોકમાં ગઇ. તા. ૧૬-૭-૯૩ અને તા. ૧૬-૮-૯૩ બનાવી એક મંદિરમાં સ્થાપવાનો નિર્ણય કર્યો. એ માટે સારામાં સારો પથ્થર હિમાલયમાં મળે એટલે પોતે લશ્કર સાથે હિમાલય તરફ કૂચ કરી. રાજા સમર્થ અને બળવાન હતો એટલે ઘણાખરા રાજ્યોએ એને પોતાના રાજ્યની હદમાંથી જવા દીધો. જેમણે આનાકાની કરી તેમને હરાવવામાં આવ્યા. હિમાલયમાંથી સુંદર પથ્થર મેળવવામાં આવ્યો. ગંગા નદીના જળમાં પથ્થરને પવિત્ર કરવામાં આવ્યો. રસ્તામાં બ્રાહ્મણ યાત્રિક મદાલન મળ્યો. એ ગંગા નદીમાં સ્નાન કરી પોતાના પાપ ધોવા માટે જતો હતો. એણે શું પાપ કર્યું હતું ? એણે કાવિરિપટ્ટમ્પટ્ટિનમ નગરમાં આવીને કોવાલન અને કન્નગીના જે સમાચાર આપ્યા એને પરિણામે કન્નગીની માતા અને કોવાલનની માતા આઘાતથી મૃત્યુ પામી. તે બન્નેના પિતાઓ ઘરબાર છોડી મુનિ થઇ ગયા. માધવી માથું મુંડાવીને બૌદ્ધ ભિખ્ખુણી થઇ ગઇ. એની દીકરી મણિમેખલા પણ એની સાથે બૌદ્ધ ભિખુશી થઇ ગઇ. આથી મદાલનને લાગ્યું કે પોતે આ સમાચાર કહેવાનું પાપ કર્યું છે માટે તેના પ્રાયશ્ચિત તરીકે ગંગા નદીમાં જઇને સ્નાન કરવું જોઇએ. આ બાજુ કોવાલનના અન્યાયી ખૂનના સમાચાર સાંભળીને ગોવાળણ માદરીને એટલું અસહ્ય દુઃખ થયું કે એણે અત્રિમાં પડતું મૂકી પોતાના જીવનનો અંત આણ્યો. આર્યાજી કવુંદીએ પણ અનશન વ્રત ધારણ કરી દેહ છોડ્યો. કોવાલન અને કંન્નગીની આ વાત બ્રાહ્મણ યાત્રિક મદાલને જ્યારે જાણવા મળી ત્યારે તેણે પાછા ફરીને પોતાના નગરમાં બધાને એ વાત કરી. એ સાંભળીને માધવી ઘરસંસાર છોડી બૌદ્ધ ભિખુણી થઇ ગઇ. પોતાના રાજયની એક પતિવ્રતા નારી કન્નગી દેવી થઈ એ સમાચાર સાંભળી ચેરા રાજયના રાજા ચેધ્રુવને કન્નગીની મૂર્તિ રાજા પોતાના નગરમાં પથ્થર લઇને આવ્યો ત્યારે એનું પ્રજાએ ભવ્ય સ્વાગત કર્યું. કન્નગીની પ્રતિમા બનાવવામાં આવી અને નૂતન નિર્માણ થયેલા મંદિરમાં એની પ્રતિષ્ઠા કરવામાં આવી. એ ઉત્સવ પછી એક દિવસ રાજાએ આકાશમાં નજર કરી તો કન્નગીની હાથમાં ઝાંઝર સાથેની ભવ્ય આકૃતિ દેખાઇ. કન્નગીની દિવ્યવાણી સંભળાઇ. કન્નગીએ કહ્યું, ‘પાંડિય રાજા નિર્દોષ છે, મૃત્યુ પામીને તે અહીં દેવલોકમાં આવ્યા છે. અહીં તે મારા પિતા છે.' રાજાએ કન્નગીના મંદિરમાં ત્યારથી નિયમિત દર્શન, પ્રાર્થના, પૂજા આરતી વગેરે ચાલુ કરી દીધાં. નગરજનો પણ મંદિરમાં જવા-આવવા લાગ્યા. કન્નગી દેવીનો મહિમા ત્યા૨થી વધી ગયો. કવિ ઇલંગો અડિગલે આ મહાકાવ્ય ત્રણ કાંડમાં લખ્યું છે. પ્રથમ કાંડનું નામ છે પુગારકાંડ. બીજાનું નામ છે મદુરાઇ કાંડ અને ત્રીજાનું નામ છે વંજીકાંડ. દક્ષિણ ભારતનાં ત્રણ મુખ્ય રાજયો ચોલા રાજય, પાંડિય રાજય અને ચેર રાજયની રાજધાનીનાં નામો આ મહાકાવ્યના કાંડને અનુક્રમે આપવામાં આવ્યા છે, કારણ કે કાવ્યની મુખ્ય મુખ્ય ઘટનાઓ તે તે રાજ્યમાં તે પ્રમાણે બને છે. કવિ ઇલંગો અડિંગલ પોતે ચેર રાજયના હતા, છતાં તેમણે ત્રણે રાજાઓ અને તેમની પ્રજાનું વર્ણન પૂરા તટસ્થભાવથી કર્યું છે. કવિ રાજવંશી હતા એટલે રાજદરબાર, રાજય પ્રણાલિકા વગેરેનું વર્ણન એમણે આબેહૂબ કર્યું છે. વળી તેઓ જૈન સાધુ મહારાજ હતા એટલે લોકોના વ્યવહારજીવનનું અને ધર્મજીવનનું તેમનું અવલોકન પણ સૂક્ષ્મ હતું. આ ત્રણે રાજયમાં પળાતા શૈવ ધર્મ, વૈષ્ણવ ધર્મ, બૌદ્ધ ધર્મ કે જૈન ધર્મના નિરૂપણમાં એમણે ક્યાંય ખંડનાત્મક શૈલી અપનાવી નથી અને કોઇ ધર્મની ટીકાનિંદા કરી નથી. એ નિરૂપણમાં પણ એમણે સમત્વભાવ દર્શાવ્યો છે, એથી જ આ મહાકાવ્યમાં ખલનાયકનું પાત્ર નથી. કવિએ આ મહાકાવ્યમાં નીતિ અને સદાચાર ઉપર ઘણો જ ભાર મૂક્યો છે. અશુભ કર્મના એટલે કે પાપનાં ફળ માણસને આ ભવમાં નહીં તો પરભવમાં અવશ્ય ભોગવવાનાં આવે છે એ કર્મ સિદ્ધાંત ઉ૫૨ એમણે ઘણો જ ભાર મૂક્યો છે. કવિની ભાષા સ્વાભાવિક છતાં અર્થગંભીર છે. કવિની પદ્યરચના પ્રવાહી અને મનોરમ છે. કવિ પાસે મૌલિક કલ્પનાશક્તિ છે. આ મહાકાવ્યમાં કવિની નિરાળી પ્રતિભાનો સરસ પરિચય થાય છે. આમ, વિવિધ દૃષ્ટિએ આ મહાકાવ્ય એવી ઊંચી ગુણવત્તા ધરાવે છે કે તમિળ ભાષાનાં પ્રાચીન મહાકાવ્યોમાં પ્રથમ અને આદરભર્યું સ્થાન તે ધરાવે છે. અઢારસો વર્ષ પછી પણ આ મહાકાવ્ય હજુ જીવંત છે અને સાહિત્યવિવેચકો એની પ્રશંસા કરતાં ધરાતા નથી એ જ એની અદ્વિતીયતા સિદ્ધ કરવા માટે પૂરતું છે. [][][]
SR No.525978
Book TitlePrabuddha Jivan 1993 Year 04 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1993
Total Pages136
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy