SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૭-૯૩ અને તા. ૧૬-૮-૯૩ તેઓ રાતે રાતે ચાલતા આગળ વધ્યા, વહેલી પરોઢમાં તેઓ મદુરાઇની નજીક આવી પહોંચ્યા. રાજમહેલ અને મંદિરોમાં થતા મધુરધ્વનિઓ તેમને સાંભળવા મળ્યા. તેઓ મદુરાઇના એક પરામાં આવી પહોંચ્યા. મદુરાઇ શહેરનું વાતાવરણ જ જુદું લાગતું હતું. નદી કિનારે જૈન મુનિઓના એક ધર્મસ્થાનમાં તેઓએ મુકામ કર્યો. ત્યાર પછી કોવાલને આર્યજીને કહ્યું કે હું હવે નગરમાં જઇને કેટલાક વેપારીઓને મળવા માંગુ છું. ત્યાં સુધી કન્નગીને તમારી પાસે રાખશો. મારે લીધે કન્નગીને ઘણું કષ્ટ વેઠવું પડ્યું છે. આર્યજીએ કોવાલનને આશ્વાસન આપ્યું, સદાચારી જીવનનો મહિમા સમજાવ્યો, સાધુ જીવનની મહત્તા દર્શાવી અને નગરમાં જઇ વેપારીઓ સાથે વાટાઘાટ ક૨વા માટે જવાની રજા આપી, પ્રબુદ્ધ જીવન કોવાલન મદુરાઇ નગરમાં ગયો. જુદી જુદી શેરીઓમાં તથા બજારોમાં ફર્યો, કેટલાક વેપારીઓ સાથે વેપાર અંગે કેટલાં નાણાંની જરૂર પડે તે અંગે વાટાઘાટો કરી. મદુરાઇના લોકોથી તે બહુ પ્રભાવિત થઇ ગયો. સાંજે તે મુનિઓના ધર્મસ્થાનમાં પાછો ફર્યો. તે વખતે ત્યાં એક બ્રાહ્મણ યાત્રિક આવ્યો હતો. તેણે કોવાલનને તરત ઓળખી લીધો. તે કોવાલનના નગરનો જ હતો. તે કન્યાકુમારીની યાત્રાએ નીકળ્યો હતો. કોવાલન અનેક લોકોને મદદ કરતો હતો અને નગરનો સુપ્રતિષ્ઠિત શ્રીમંત યુવાન હતો. એ વાત એણે આર્યાજીને કરી. કોવાલનની વર્તમાન લાચાર દશા જોઇને તેમને ઘણું દુ:ખ થયું. તેણે કોવાલનને કહ્યું કે જરૂર તમારા કોઇ પૂર્વ કર્મને લીધે તમને આ દુ:ખ પડ્યું છે. આ વાતચીત ચાલતી હતી ત્યારે કોવાલને કહ્યું કે, ‘ગઇ કાલે રાત્રે મન એક ખરાબ સ્વપું આવ્યું હતું. એ સ્વમમાં મેં એવું જોયું કે નગરમાં કેટલાક બદમાશ માણસોએ મને પોતાની જાળમાં ફસાવ્યો. મારી પાસે જે કંઇ હતું તે લૂંટી લીધું અને મને નગ્ન કરીને પાડા ઉપર બેસાડી ફેરવ્યો. વળી કન્નગીને પણ ઘણું દુઃખ પડયું. વળી માધવીએ મારી પુત્રી મણિમેખલાને ભિખ્ખુણી બનાવવા માટે કોઇક બૌદ્ધ ભિખુણીને સોંપી દીધી.’ આ દુઃસ્વપ્નની વાત સાંભળ્યા પછી આર્યાજીએ કોવાલનને કહ્યું કે, ‘તમારે અહીં મુનિઓના નિવાસસ્થાનમાં રહેવાનું યોગ્ય નથી. તમે બીજે ક્યાંક વ્યવસ્થા કરો તો સારું,' એવામાં માદરી નામની એક ગોવાળણ ત્યાંથી નીકળી. એણે આર્યજીને વંદન કર્યા, આર્યાજીએ ભલામણ કરી કે ‘તું આ કોવાલન અને કન્નગીને તારા ઘરે થોડા દિવસ મહેમાન તરીકે રાખ, ત્યાં સુધીમાં તેઓ નગરમાં જઇને પોતાના સગાંસંબંધીનાં ઘર શોધી લેશે.' માદરી એથી રાજી થઇ ગઇ અને કોવાલન-કન્નગીને પોતાને ઘરે લઇ ગઇ. કન્નગી અને કોવાલનના આગમનના સમાચાર ગોવાળોના આવાસમાં પ્રસરી ગયા. માદરીને ખબર હતી કે કોવાલન અને કન્નગી જૈન શ્રાવક છે એટલે પોતાના ઘરનું રાંધેલું તેમને ખપશે નહીં. એટલે તેણે કન્નગીને વાસણ, અનાજ વગેરે આપ્યાં. ઘણા વખતે કન્નગીને વ્યવસ્થિત રીતે રસોઇ ક૨વાનો અવસર મળ્યો. રસોઇમાં તે ઘણી કુશળ હતી. રસોઇ જમીને બંનેએ આરામ કર્યો. બંનેએ સુખદુઃખની વાતો કરી. આટલા વખતે પહેલી વાર કન્નગીએ માધવી ગણિકાને ઘરે કોવાલન ચાલ્યો ગયો હતો એ પ્રસંગની વાત કાઢી, કોવાલને એ માટે પોતાનો પશ્ચાત્તાપ દર્શાવ્યો. બીજે દિવસે સવારે કોવાલને કન્નગીને કહ્યું, ‘આજે હવે હું બજારમાં જઇ એક ઝાંઝર વેચી આવું કે જેથી એનાં નાણાંમાંથી કોઇ વેપાર કરી શકાય.' કન્નગીએ પોતાની પાસે પોટલીમાં બાંધી રાખેલાં સોનાનાં બે ઝાંઝરમાંથી એક આપ્યું, કોવાલન જેવો ઘરેથી નીકળ્યો કે સામેથી એક અપંગ આખલો મળ્યો. ગોવાળો પ્રમાણે આ સારા શુકન નહોતા, પરંતુ કોવાલન કે કન્નગીને એની ખબર નહોતી. કોવાલન ઝાંઝર પોતાની પોટલીમાં લઇને નગરમાં સોનીની એક મોટી દુકાને ૯ ગયો. નગ૨માં મોટો સોની એ હતો અને રાજકુટુંબનાં ઘરેણાં એ બનાવતો હતો એટલે ભાવતાલમાં પણ અનુકૂળતા રહેશે એમ કોવાલનને લાગ્યું. એણે સોનીને ઝાંઝર બતાવી કહ્યું, ‘મારે આ વેચવું છે. એની કેટલી કિંમત થાય ?' સોનાનું સરસ કારીગીરીવાળું આટલું મોંઘુ ઝાંઝર જોઇને સોની વિચારમાં પડી ગયો. બરાબર આવું જ ઝાંઝર રાણીનું છે. તેમાંથી સોનીએ પોતે એક ઝાંઝર ચોરી લીધું હતું. એટલે એને આ એક સારી તક મળી ગઇ. એણે વિચાર કર્યો : ‘આ માણસ પાસે એક જ ઝાંઝર છે. માણસ પણ અજાણ્યો લાગે છે. રાણીના ઝાંઝરનો આ જ ચોર છે એવું હું રાજા-રાણીને કહી આવું.' આવો વિચાર કરી કોવાલનને ઝાંઝર સાથે એક સ્થળે બેસાડી કહ્યું, ‘ભાઇ, આવું મોંઘુ ઝાંઝર તો રાજાની રાણી જ ખરીદી શકે. તમે અહીં ઝાંઝર સાથે બેસો. હું રાજમહેલમાં જઇ પૂછીને આવું છું.' એમ કહી સોની રાજમહેલમાં પહોંચ્યો, રાજાએ એને બોલાવ્યો એટલે એણે કહ્યું કે, ‘રાજન ! રાણીનું જે ઝાંઝર ચોરાઇ ગયું છે એનો ચોરનાર ચોર એક સ્થળે સંતાઇને બેઠો છે.' આથી રાજાએ તરત આવેગમાં આવી જઇને સિપાઇઓને હુકમ કર્યો કે, ‘જાવ એ ચોરને દેહાતદંડ આપો અને એની પાસેથી ઝાંઝર લઇ આવો.’ સોની સાથે સિપાઇઓ આવ્યા. સોનીએ કોવાલનને ઝાંઝર બતાવવા કહ્યું. જે રીતે કોવાલને સરળતાથી ઝાંઝર બતાવ્યું તે પરથી તથા ચહેરાની આકૃતિ અને હાવભાવ ઉપરથી સિપાઇઓને લાગ્યું કે આ કોઇ ચોર નથી. તેઓએ કોવાલને મારવાની આનાકાની કરી. એટલામાં એક દારૂડિયા સિપાઇએ તલવાર વીંઝી, તલવાર લાગતાં કોવાલન ઘાયલ થયો, ઢળી પડ્યો, એના શરીરમાંથી ઘણું લોહી વહેવા લાગ્યું, એ મૃત્યુ પામ્યો. ન્યાય અને નીતિ માટે પ્રખ્યાત એવા પાંડિય રાજાના રાજયમાં ઘોર અન્યાયનું એક ભયંકર અપકૃત્ય થયું. જાણે વિનાશની આગાહીરૂપ એંધાણી ન હોય ! એ વખતે ગોવાળોના આવાસમાં કંઇક અમંગળ વરતાવા લાગ્યું. વલોણું ક૨વા છતાં માખણ થતું નહોતું. ગાયો ધ્રૂજતી હતી. ઘેટાં- બકરાં શાંત બનીને બેસી ગયાં હતાં. પાળેલાં એમના પશુઓમાં સૂનકાર વ્યાપી ગયો હતો. ગોવાળણ માદરીને અણસાર આવ્યો કે જરૂર કોઇ આપત્તિ આવી પડશે. એટલે તેણે બધી સ્ત્રીઓને એકત્ર કરી. તેઓએ ભગવાનની પ્રાર્થના ગાવી શરૂ કરી. “ એવામાં એક છોકરી નગર બાજુથી દોડતી આવી. એણે ખબર આપ્યા કે પોતે વાત સાંભળી છે કે ચોરી કરવા માટે કન્નગીના પતિનું રાજરક્ષકોએ ખૂન કર્યું છે. આ સમાચાર સાંભળતાં કન્નગી ધ્રૂજી ઊઠી. તે બેભાન થઇ ગઇ. ભાનમાં આવતાં તે વિલાપ કરવા લાગી. એણે સૂર્યદેવને પ્રાર્થના કરી કે, મારો ઘણી કોઇ દિવસ ચોરી કરે જ નહિ. આ તો મોટો અન્યાય થાય છે, એવામાં આકાશવાણી થઇ કે ‘કોવાલન ચોર નથી. એણે ચોરી કરી નથી. આવા નિર્દોષ માણસનું ખૂન કરવા માટે મદુરાઇ શહેર આગમાં લપેટાઇ જશે.’ કન્નગી પછી પોતાની પાસે હતું તે ઝાંઝર લઇ નગરમાં ગઇ. પોતાના ઊંચે કરેલા હાથમાં ઝાંઝર બતાવતી બતાવતી લોકોને તે મોટેથી કહેવા લાગી કે પોતાના પતિને ખોટી રીતે મારી નાખવામાં આવ્યો છે. સાંજ પડવા આવી હતી. કેટલીક સ્ત્રીઓ એને કોવાલનના શબ પાસે લઇ ગઇ. ત્યાં બેસીને એણે ઘણું કલ્પાંત કર્યું. પછી નગરના લોકોને પણ આવા અકૃત્ય માટે ઉપાલંભ આપ્યા. તે કોવાલનના શબને ભેટી પડી. તે વખતે જાણે તેને કંઇક આભાસ થયો કે કોવાલને ઊભા થઇ કન્નગીની આંખમાંથી આંસુ લુછ્યાં અને પછી તે દેવલોકમાં ચાલ્યો ગયો. પોતાના આ આભાસને કન્નગી થોડીવાર તો સાચો માની રહી, પણ પછી તે ત્યાંથી ઊભી થઇ. તે ઘણી ખિન્ન હતી. રોષે ભરાયેલી
SR No.525978
Book TitlePrabuddha Jivan 1993 Year 04 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1993
Total Pages136
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy