________________
તા. ૧૬-૪-૯૭ અને તા. ૧૬-પ-૯૩
પ્રબુદ્ધ જીવન
બની જાય છે. આવા વધુ પડતા શોખને કારણે જ એવી સંસ્કૃતિઓનું કાળક્રમે પતન થાય છે. લોકોની પ્રતિકાર શક્તિ ઓછી થઇ જાય છે. જીવન બેઠાડુ બની જાય છે અને પાડોશી દુશ્મનોનું આક્રમણ થતાં તેઓ પરાજિત થઇ જાય છે. પ્રાચીન સમયમાં સમૃદ્ધ રોમન લોકોનો ખાવાપીવાનો શોખ એટલી હદ સુધી વધી ગયો હતો કે પેટ ભરીને ખાધા પછી ફરી જલદી ભૂખ લાગે એટલા માટે તેઓ ખાધેલું વમન થઇ જાય એવાં ચૂર્ણ લેતા. - વૈજ્ઞાનિકો એમ માને છે કે માણસના શરીરના પોષણ માટે બહુ આહારની જરૂર નથી. માણસ પેટ ભરીને જે ખાય છે તેના કરતાં થોડું ઓછું ખાય તો પણ એના આરોગ્યને અને આયુષ્યને વાંધો આવે નહિ. વૈજ્ઞાનિકો, તબીબો કહે છે કે વધુ ખાવાથી માણસના આરોગ્ય ઉપર માઠી અસર થાય છે. દિગમ્બર સાધુઓ જીવન પર્યન્ત દિવસમાં ફક્ત એક જ વાર આહાર લેતા હોય છે અને તે પણ બત્રીસ કોળિયા જેટલા મર્યાદિત પ્રમાણમાં. તો પણ તેઓના સરેરાશ આયુષ્યયને કોઈ વાંધો આવતો નથી, એટલું જ નહિ, આવી દિનચર્યાને કારણે કેટલાક તો એંશી નેવું કે સો વર્ષ સુધી જીવે છે. ભૂખ કરતાં થોડુંક ઓછું ખાવાથી, ઉણોદર રહેવાથી આરોગ્ય એકંદરે સારું રહે છે. એ તો સર્વ સ્વીકૃત મત છે. શરીરને જોઇએ તેના કરતાં વધુ આહાર જો લેવામાં આવે તો પાચનમાં તકલીફ ઊભી થાય છે, શરીરમાં તે ચરબી રૂપે જમા થાય છે અને ચરબીને કારણે માણસને બીજા ઘણા રોગો થાય છે.
માણસ વધુ આહાર લે અને તે પચાવવા માટે તેની સાથે વધુ વ્યાયામ કરે તો તે આહારનું પાચન થઇ જાય છે, પરંતુ શરીરમાં ચરબી તો જમા થાય જ છે. જાપાનમાં ‘સુમો'ના નામથી જાણીતા કુસ્તીબાજો રોજેરોજ ઘણું બધું ખાય છે. તેની સાથે ઘણી બધી કસરત કરે છે, તેમના શરીરમાં ઘણી તાકાત હોય છે. આમ, તેઓ શરીર જમાવતા જાય છે. એટલે એક “સુમો કુસ્તીબાજ સરેરાશ પાંચ-છ માણસના કુલ વજન કરતાં વધુ વજનવાળો હોય છે. આમ છતાં વધુ પડતી ચરબી અને વધુ પડતા વજનને કારણે “સુમો કુસ્તીબાજનું સરેરાશ આયુષ્ય ૪૫-૫૦ વર્ષથી વધુ નથી હોતું.
ઓછું ખાવું એ વ્યક્તિના હિતની વાત છે. મજાકમાં એમ કહેવાય છે. કે માણસ પેટ ભરીને રોજ જમે છે તેમાં બે તૃતીયાંશ ખોરાક એના પોતાના પોષણ માટે હોય છે અને એક તૃતીયાંશ ખોરાક વૈધ કે ડૉકટરોના પોષણને માટે હોય છે. - જે માણસો પોતાના પથ્ય આહારને જાણતા નથી તેઓ અને જાણ્યા પછી જેઓ એને અમલમાં મૂકતા નથી તેઓ મોટા રોગોને નોતરે છે. જન્મથી માંડીને મૃત્યુ પર્યન્ત વધતી જતી વય અનુસાર માણસના ખોરાકમાં ફરક પડતો જાય છે. ત્રણ મુખ્ય સ્વાદનું પાચન જીવન પર્યન્ત એક સરખું તો બહુ ઓછા માણસોને રહે. કોઈક ગળપણને ન પચાવી શકે અને મધુપ્રમેહ થાય, કોઈ ખટાશને ન પચાવી શકે અને અમ્લપિત્ત થાય અને કોઇ તીખાશને ન પચાવી શકે અને હરસ, ચાદું વગેરે થાય. કોઈક શીત પ્રકૃતિના હોય અને કોઇક ઉષ્ણ પ્રકૃતિના હોય. વૈદો માણસની નાડ જોઈને કફ, પિત્ત અને વાયુનો કેટલો પ્રકોપ છે કે, વિચારીને પથ્યાપથ્ય આહાર દર્દીને સૂચવે છે. અપથ્ય આહાર દર્દી છોડી ન શકે તો એને પ્રેમથી સમજાવે. એમ કહેવાય છે કે કોઈ એક યુવાને દર્દી વૈદ્ય પાસે આવ્યો. એનો દમનો વ્યાધિ ઘણો ઉગ્ર થઇ ગયો હતો. ખાંસી ખાતાં તે બેવડ વળી જતો. વાત કરતાં તે હાંફી જતો. વૈદ્ય એને પડીકી આપી અને શું શું ન ખાવું તે સમજાવ્યું. યુવાન યુવાનીના તોરમાં હતો. એણે કહ્યું, “જુઓ વૈદરાજ, બધી વાત સાચી, પણ તમે કહેલી એક પણ વાનગી હું છોડી શકું એમ નથી. એ મારી પ્રિય વાનગીઓ છે. અને મને એના વિના જરા પણ ચાલતું નથી.' વૈદે કહ્યું, એમ છે? તો તારા જેવો કોઇ સુખી માણસ નહિ?'
યુવાને કહ્યું “વૈદરાજ, તમે કટાક્ષમાં કહો છો?' વૈદે કહ્યું, “ના સાચું કહું છું, તને કુદરતનાં ત્રણ મોટાં વરદાન મળશે.'
યુવાને જિજ્ઞાસાથી પૂછ્યું, “ક્યાં વરદાન?' વૈદે કહ્યું, “જો, ભાઈ પહેલું વરદાન એ કે તને જિંદગીમાં કોઈ દિવસ કૂતરું કરડશે નહિ. બીજું વરદાન એ કે તારા ઘરમાં કોઈ દિવસ ચોરી થશે નહિ. અને ત્રીજુ વરદાન એ કે તારા વાળ ધોળા નહિ થાય.”
યુવાને કહ્યુ, “વૈદરાજ, આ તો તમે ગપ્પાં મારો છો.' ' વૈદે કહ્યું “ના ભાઇ, સાચું કહું છું. જો તારો રોગ એટલો બધો આગળ વધી ગયો છે કે હવે થોડા દિવસમાં જ તારે લાકડીને ટેકે ચાલવું પડશે. જેના હાથમાં લાકડી હોય. તેનાથી કૂતરાં આધાં ભાગે; કરડે નહિ. વળી દમને લીધે આખી રાત તું સૂઈ નહિ શકે, બેઠાં બેઠાં આખી રાત કાઢવી પડશે. તું જાગતો બેઠો હોય તો તારા ઘરમાં ચોર કેવી રીતે આવે? અને તારા વાળ ધોળા થાય તે પહેલાં તો તારું આયુષ્ય પૂરું થઈ ગયું હશે. કાળા વાળ સાથે તું જશે.”
વૈદે માર્મિક રીતે મીઠાશથી યુવનને સમજાવ્યું. યુવાને તરત જ વૈદરાજે કહ્યું તે પ્રમાણે ચરી પાળવાનું સ્વીકારી લીધું.
ભારતીય સાંસ્કૃતિક પરંપરામાં, હિન્દુ ધર્મમાં અન્નને બ્રહ્મ તરીકે ઓળખાવામાં આવે છે. અન્નને આધારે આખું વિશ્વ ચાલ્યા કરે છે. અન્ન ન હોય તો પ્રજોત્પતિ ન હોય, અન્ન ન હોય તો જીવન ન હોય, શક્તિ ન હોય અને શક્તિ ન હોય તો સાધના ન હોય. શરીર માદામ્ વહુ ઘર્મ સાધનમ્ | ધર્મ સાધના માટે શરીરની પહેલી આવશ્યકતા છે. શરીરમાટે આહારની પહેલી આવશ્યકતા છે. માટે અન્નનું મહત્ત્વ આધ્યાત્મિક ક્ષેત્રે પણ સ્વીકારાયું છે.
આહારના વિવિધ પ્રકારના પ્રયોગો થાય છે. અમુક પ્રકારની વિશિષ્ટ શક્તિ આહાર દ્વારા મેળવાય છે. કેટલીક લબ્ધિ-સિદ્ધિ પણ. આહાર ઉપર આધારિત છે. ભગવાન મહાવીરે ગોશાલકને તેજલેશ્યા કેવી રીતે પ્રાપ્ત કરવી તેની જે વિદ્યા શીખવી હતી તેમાં બાફેલા અડદના દાણાનું મહત્ત્વ ઘણું હતું. ચોવીસ કલાકમાં અનાજનો ફકત એક જ રાંધેલો દાણો લઇને એનો વિધિપૂર્વક આહાર કરવાની તપશ્ચર્યા (એક સિત્ય તપ) પણ વિશિષ્ટ પ્રકારની શારીરિક, માનસિક અને આધ્યાત્મિક શક્તિ જન્માવે છે. અકબર પ્રતિબોધક શ્રી હીરવિજયસૂરિ મહારાજે આવી “એક સિત્યના પ્રકારની કેટલીક તપશ્ચર્યા કરી હતી. - વળી આહાર અંગે અનશન, ઉણોદરી, આયંબિલ, વૃત્તિસંપેલ, રસત્યાગ વગેરે વિવિધ પ્રકારની તપશ્ચર્યા પણ બતાવવામાં આવી છે. જેઓ આવી તપશ્ચર્યા ન કરી શકે તેઓ એક કે વધુ વાનગી અમુક સમય સુધી ન ખાવાની બાધા લઈ શકે છે. જેઓને ઊંડી આધ્યાત્મિક સાધના કરવી છે તેઓને આહાર ઉપર વિજય મેળવ્યા વિના છૂટકો નથી. જે માણસની સ્વાદેન્દ્રિય લોલુપ હોય તે માણસ ઊંડી આધ્યાત્મિક સાધના
આહાર કરતી વખતે સાચા જૈને નીચે પ્રમાણેની પાંચ પ્રકારની ભાવના ભાવવી જોઈએ. (૧) મારા આહાર માટે જે કોઇ એકેન્દ્રિય જીવની હિંસા-વિરાધના થઇ છે તે સર્વજીવોની ક્ષમા માંગુ છું. (૨) આ આહાર મારા મુખ સુધી પહોંચાડવામાં જે કોઈ જીવને જે કોઇ પ્રકારનું કષ્ટ પડ્યું હોય તે માટે તે જીવોની ક્ષમા માંગુ છું. (૩) હું આહાર લઉં છું, પરંતુ મારા આત્માના અણાહારી પદનું મને ક્યારેય વિસ્મરણ ન થશો. (૪) મેં લીધેલો આહાર મારા દેહમાં એવી શુભ રીતે પરિણામો કે જેથી મારા અધ્યવસાયો શુભ રહે અને સંયમની વિરાધના ન થાય. (૫) વિશ્વમાં સર્વત્ર સુધા વેદનીય કર્મનો જ્યાં જ્યાં ઉદય હોય ત્યાં ત્યાં તે શાંત થાવ. (તપસ્વીને શાતા અને ભૂખ્યાને ભોજન મળી રહો.)
આહારથી અનાહારી પદ સુધીનું સ્થૂલ અને સૂક્ષ્મ ક્ષેત્ર કેટલું વિરાટ અને કેટલું વિસ્મયજનક છે! ઘરમણલાલ ચી. શાહ
200.
સંયુક્ત અંક પ્રબુદ્ધ જીવનનો એપ્રિલ તથા મે, ૧૯૯૩નો આ અંક સંયુક્ત અંક તરીકે, પ્રકાશિત થાય છે તેની નોંધ લેવા વાચકોને | વિનંતી છે.
તંત્રી