SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ પ્રબુદ્ધ મજબૂત, ટકાઉ, વજનદાર સાગના લાકડા માટે પ્રખ્યાત્ હતા. તેમાંથી ઘણો સાગ વલસાડ બંદરેથી નિકાસ થતો, અને આ પ્રદેશોનો સાગ, વલસાડી સાગ તરીકે ઓળખાતો હતો. દક્ષિણમાં કારવાર, કોચીન, કલિકટ, (કોઝી–કોડે) વગેરે બંદરો સાગના લાકડાની નિકાસ માટે પ્રખ્યાત હતા. આજે એ યુગ આથમી ગયો છે. અને બાંધકામમાં તથા ફરનીચરમાં સાગનું લાકડું લગભગ અલભ્ય બની ગયું છે. પાણીનો અને જીવાતનો પ્રતિકાર પાકા સાગ જેવા મજબૂત લાકડા જ કરી શકે. બીજા લાકડાનું આયુષ્ય ટૂંકું હોય છે, અને તેમાં જીવાત થાય છે. સાગના ઝાડ ગીરના જંગલમાં પણ છે. પરંતુ વૈજ્ઞાનિક આયોજન, વાવેતર અને ઉછેરના અભાવે સંખ્યા અને ગુણવત્તામાં તે ઉતરતા રહ્યાં છે. કોન્ટ્રેક્ટરોની નજર હવે આંદામાન-નિકોબારના ટાપુઓ ઉપર ઠરી છે. આ ટાપુઓના બે પ્રકાર છે : કેટલાક પરવાળાના ટાપુ છે અને તેમની સપાટી પાણીની સપાટીથી બહુ ઉચી નથી. તાડના કુળના નાળિયેરી, તાડ વગેરે વૃક્ષોના વાવેતર માટે તે ઉત્તમ ગણાય. અગ્નિ એશિયામાંથી, જયાંથી આપણે કોપરેલ તેલ અને પામોલિન તેલ મંગાવીએ છીએ ત્યાં આવા પરવાળાંના ટાપુઓનો લાભ લેવાય છે. બીજા ટાપુઓ મોટા છે, અને મુખ્યત્વે અગ્નિકૃત ખડકોના બનેલા હોય છે. અહીં બે ચોમાસાં છે. અને તેથી પુષ્કળ વરસાદ પડે છે. અહીંના જંગલ “ કુંવારી વનશ્રી" તરીકે ઓળખાય છે. હવે ત્યાંથી પણ પાકા ઇમારતી વૃક્ષો વઢાઇ રહ્યાં છે, અને નિકાસ થઇ રહ્યાં છે. લાકડા માટે જંગલો કાપી નાખવા તે કેટલું નુકસાનકારક છે તેનો દાખલો બ્રહ્મદેશ પૂરો પાડે છે. અહીં લોકશાહીને કચડી નાંખવામાં આવી છે, વિકાસ માટે કશું આયોજન નથી અને સેંકડો વર્ષ જૂના ઇમારતી લાકડાનાં ઝાડ બેફામ રીતે કપાઇ અને નિકાસ થવા લાગ્યાં છે, બ્રહ્મદેશનું અર્થતંત્ર તેની ઉપર નીરભર છે. બ્રિટિશ જમાનામાં તેના સાગના અને બીજી ઇમારતી લાકડાના વૃક્ષો અંગ્રેજીમાં BURMA TEAK તરીકે વિશ્વવિખ્યાત હતા. બરમા ટીક એટલે સૌથી વધુ શ્રેષ્ઠ લાકડું. ! આપણા દેશમાં ખાધતેલની ભયંકર તંગી અને મોંઘારત છે. તેથી હમણાં સમાચાર આવ્યા હતા કે ગુજરાતમાં, ગુજરાત સરકાર પામોલિન તેલ આપનાર તાડ વૃક્ષો ઉછેરશે. બીજા સમાચાર એ આવ્યા હતા કે ગુજરાત સરકારે વધુ તેલ આપે એવા શીંગદાણાની બે નવી જાત વિકસાવી રહેલ છે. સંભવ છે કે, આપણને નહિ તો આપણા પુત્રો અને પૌત્રોને આ તેલ મળે । આમ આપણે ઘણી ઠોર સમસ્યાઓથી જકડાઇ રહ્યા છીએ. તેમાંથી ઘણી સમસ્યાઓ આપણા અજ્ઞાન અને મુર્ખાઇથી આપણે સર્જી છે. આપણે જે ઝાડની ડાળ ઉપર બેઠા છીએ તેને જ કાપી રહ્યાં છીએ. આપણે આપણા પગ ઉપર કુહાડો મારી રહ્યાં છીએ. આ બધી કઠોર સમસ્યાઓનું પગેરું કાઢો તો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપણો ભયંકર વસ્તી વધારો જવાબદાર છે. દર સેકડે જ નહિ, દર સેંકડે વસ્તીમાં વધારો થાય છે. અને પછી વધારાનો દર પણ વધે છે. આપણાંમાંથી ઘણાને સાંભરણ છે કે અખંડ હિંદની વસ્તી ૩૩ કરોડની હતી. આજે ખંડિત ભારતની વસ્તી ૮૪ કરોડ છે. અને થોડા વર્ષ પછી આપણી વસ્તી, ચીનની વસ્તી કરતાં પણ વધી જશે. વસ્તી વધારાને અસ્થિ સારવાર કેન્દ્ર શ્રી મુંબઇ જૈન યુવક સંઘના ઉપક્રમે નિષ્ણાત અસ્થિ ચિકિત્સક ડો. જે. પી. પીઠાવાલા દ્વારા હાંડકાંનાં રોગોની નિ:શુલ્ક સારવાર દર રવિવારે સવારેના ૯-૩૦ થી ૧-૩૦ સુધી શ્રી જૈન યુવક સંઘ, પરમાનંદ કાપડિયા સભાગૃહ, ૩૮૫, સરદાર વલ્લભભાઈ પટેલ માર્ગ, રસધારા કો.ઓપ. સોસાયટી, બીજે માળે, પ્રાર્થના સમાજ, વનિતા વિશ્રામની |સામે, મુંબઈ-૪૦૦૦૦૪ (ફોન : ૩૫૦૨૯૬) ખાતે આપવામાં આવે છે. આ ઉપરાંત સંઘના ઉપક્રમે દર મહિનાના છેલ્લા રવિવારે બપોરના ૩–૦૦ થી ૫-૦૦ સુધી શ્રી વર્ધમાન સ્થાનક્વાસી જૈન શ્રાવક સંધ, ઝાલાવાડનગર, સી. ડી. બરફીવાલા માર્ગ, જુલેન, અંધેરી (પશ્ચિમ) |મુંબઇ – ૪૦૦ ૦૫૯ ખાતે ડો. જે. પી. પીઠાવાલા દ્વારા ઉપરોક્ત સારવાર વિનામૂલ્યે અપાય છે. જરૂરિયાતવાળા દરદીઓ અવશ્ય તેનો લાભ ઉઠાવે તેવી વિનંતી છે. પ્રવીણચંદ્ર મંગળદાસ શાહ સંયોજક નિરુબહેન એસ. શાહ પ્રષીણચંદ્ર કે. શાહ - મંત્રીઓ તા. ૧૯-૮-૯૧ જીવન ઘટાડવા અને વસ્તીને તેના જીવનની અનિવાર્ય જરૂરિયાતો પૂરી પાડવા આપણે હજારો અબજ રૂપિયા દરવરસે હોમી રહ્યાં છીએ. પરંતુ વસ્તી વધારો પોતેજ જીવની જરૂરિયાતના ઉત્પાદનને ખાઇ જાય છે, જેથી તે જરૂરિયાતની ચીજોની મોંઘવારીનો ગુણાકાર થતો રહે છે. આપણે સુધરેલા સમાજ તરીકે જીવવું હોય તો, ચોખ્ખુ પાણી, પોષક ખોરાક, સોંધા ઔષધો, કાંઇ નહિ તો માધ્યમિક કક્ષા સુધીની કેળવણી, રહેવા માટે પાકાં ખોરડા, ખેતીમાટે જોઇતી સગવડો, કિફાયત બળતણ, વગેરે ઘણી સગવડો જોઇએ. પરંતુ સ્વતંત્રતાના આશરે પચાસ વર્ષ પછી આપણા નેતાઓ હજી ચોખ્ખું પાણી પાવાની જ આશા આપે છે ! સિંધુ સંસ્કૃતિથી માંડીને આજસુધી હજુ આપણું અર્થતંત્ર ખેતી ઉપર આધારિત રહ્યું છે, ઉદ્યોગોનો હિસ્સો ગણનાપાત્ર નથી. ખેતી વર્ષાઋતુને આધિન હોય છે, અને વરસાદ કોઇ વરસે ક્યાંક જાનમાલનો અને વાવેતરનો નાશ કરે એટલો વરસે છે, તો કોઇવાર ક્યાંક આખું વર્ષ સૂકું જાય છે. જળ બંધો અને નહેરોમાં હજારો અબજ રૂપિયા ખરચવા છતાં વરસાદનું કરોડો ટન પાણી દર વરસે સમુદ્રમાં વેડફાઇ જાય છે, અને આપણા નાદાન નેતાઓ નદીઓના પાણીના અધિકાર વિષે જોરશોરથી લડતા હોય છે. દક્ષિણમાં કાવેરી નદીના પાણી વિષે કર્ણાટક અને તમિલનાડુ વચ્ચે ચાલતો ઉગ્ર વિવાદ તેનું દૃષ્ટાંત છે. નર્મદાનો જળ–બંધ યોજના ત્રણ-ચાર દાયકા પહેલાં અમલમાં આવવી જોઇતી હતી, આ વિલંબ અને વિખવાદના કારણે ખર્ચ અનેકગણો વધી ગયો અને હજી તેનું શું થશે તે આપણે જાણતા નથી. યોજનાઓનો વિરોધ કરનારા અને તેનું સમર્થન કરનારા એટલા લડયા છે અને હજી લડે છે કે આવા ઝનૂનથી સપ્તસિંધુના પાણી માટે ભારત અને પાકિસ્તાન પણ નહોતા લડયાં. આપણા દેશની સ્વતંત્રતા અને સંગઠીત એકતા માટે મથી રહેલા બે વડાપ્રધાનો (ઇંદીરા ગાંધીને અને પછી રાજીવ ગાંધી) ને મારી નાખવામાં આવ્યા. જ્યારે દેશની એકતા ઉપર ભયંકર પ્રહારો થઇ રહ્યાં છે ત્યારે આપણા આગેવાનો પ્રાદેશિક ઝગડા અને સત્તા માટેની સાઠમારી વધારી રહ્યા છે. સત્તા અને હોદ્દા દ્વારા રૂવતખોરીથી કરોડો રૂપિયાની કમાણી કરાવી આપે છે. ઘણા પ્રધાનોની અપ્રામાણિક્તાના કિસ્સા આપણને હચમચાવી દે એવા હોય છે. અહીં પ્રાંતીય કે પ્રાદેશિક પ્રેમનું પ્રદર્શન થાય છે. આપણા આગેવાનોમાં ગુજરાતી, મહારાષ્ટ્રી, તમિળ, બંગાળી, રાજસ્થાની, વગેરે ઘણાં છે, પરંતુ ભારતીય રાષ્ટ્રવાદીઓને શોધવા પડે છે. આ કાંઇ નિરાશવાદીનો આકોશ નથી. પરંતુ દેશની એક્તા અને સ્વતંત્રતા ભયંકર ભયમાં મૂકાઇ રહી છે તેની ચેતવણી છે. પહેલાં કાશ્મીરમાં અને પછી પંજાબ, આસમ, અને બંગાળમાં જે હિંસાખોરીની આગ વધવા લાગી તે હવે તમિલનાડુ, ઓરિસ્સા, ઝારખંડ, વગેરે રાજ્યો અને પ્રદેશો પર અંગારા વરસાવી રહી છે. તેનો લાભ લેવા પાકિસ્તાન યોગ્ય તકની રાહ જુએ છે. આપણી ભૂલો ભૂતકાળની ભૂલો કરતાં વધુ ગંભીર ભૂલો છે, અને બીજી તો ઘણી ભૂલો છે. સ્વ. ધીરજલાલ ધનજીભાઈ શાહ પારિતોષિક * પ્રબુદ્ધ જીવન *માં વર્ષ દરમિયાન પ્રગટ થયેલા લખાણોમાં શ્રેષ્ઠ યોગદાન આપનાર લેખકને સ્વ. ધીરજલાલ ધનજીભાઈ શાહુ પારિતોષિક અપાય છે. અમને જણાવતાં આનંદ થાય છે કે ૧૯૯૦ ના વર્ષ માટેનું પારિતોષિક શ્રી ‘સત્સંગી' ને તેમના લેખો માટે આપવામાં આવે છે: આ પારિતોષિક માટે નિર્ણાયક તરીકે ડો. રમણલાલ ચી. શાહ, શ્રી ઘનશ્યામ દેસાઇ અને શ્રી પન્નાલાલ ૨. શાહે સેવા આપી છે. અમે શ્રી સંત્સંગી ને અભિનંદન આપીએ છીએ અને નિર્ણાયકોનો આભાર માનીએ છીએ. ॥ મંત્રીઓ
SR No.525976
Book TitlePrabuddha Jivan 1991 Year 02 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1991
Total Pages156
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy