SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૨-૯૧ ફેકલ્ટી મહિલાઓનાં શિક્ષણ માટે પર્યાપ્ત ન જ ગણાય. જે રીતે કેળવણીનું તંત્ર ચાલતું રહ્યું છે તે દૃષ્ટિએ જોતાં કેળવણીમાં આ પ્રકારનું સમૂળગું પરિવર્તન ત્વરાથી આવે એવી શક્યતા તો નથી. તેથી મહિલાઓનાં અપમૃત્યુને જીવદયાનો પ્રશ્ન ગણીને તે દિશાના ઉપાયો અંગે સક્ક્સિ બનવામાં માનવજીવનની સાર્થકતા રહેલી છે. જે મહિલાઓ સમાજની સેવા માટે પોતાનો અમૂલ્ય સમય આપે છે તેમણે સ્રી વિકાસગૃહોનું નિર્માણ કરવા માટે સક્રિય બનવું જોઇએ. કોઇ પણ સ્ત્રી કોઇ પણ સમયે આ વિકાસગૃહમાં આવીને ફરિયાદ કરે એટલે તરત જ તેને અપનાવી લેવી જોઇએ. આવી બહેનો તેમના વ્યક્તિગત પ્રશ્નોની ભૂમિકા પર જીવનમાં યોગ્ય રીતે અનુકૂલન સાધે તે માટે વિકાસગૃહમાં યોગ્ય પરિશ્રમનું વાતાવરણ હોવું જોઇએ. અત્યારે કચ્છની મહિલાઓનો પ્રશ્ન તાકીદનો છે તેથી દેશ તથા પરદેશોમાં વસતાં કચ્છનાં શ્રીમંત બહેનોએ ઉદાર હાથે દાન તેમજ વિકાસગૃહો રચવા અંગે યોગ્ય માર્ગદર્શન આપવાં જોઇએ. શહેરોમાં મહિલા મંડળની શાખાઓ રૂપે સારી સંખ્યામાં મહિલા મંડળો સ્થાપવાં જોઇએ અને ગામડાંઓમાં ગામની વસતિ પ્રમાણે યોગ્ય સંખ્યા રાખવી જોઇએ. આ મહિલા મંડળો સંસ્કારની જે પ્રવૃત્તિ કરે તે ખુશીથી કરે, પરંતુ દરેક મહિલા મંડળે એક પ્રવૃત્તિ એ રાખવી જોઇએ કે કયા કુટુંબમાં પતિપત્ની કે સાસુવહુ વચ્ચે ક્લહ ચાલતો રહે છે તેની સ્પષ્ટ અને આધારભૂત માહિતી મેળવવી. આ માટે જાસૂસી કરવી પડે તો પણ કરવી. આ કલહમાં ગરીબી ભાગ ભજવતી હોય તો આવાં કુટુંબનું સ્વમાન ન ઘવાય એ રીતે ટ્રસ્ટો દ્વારા અથવા દાતાઓ દ્વારા ઉચિત આર્થિક સહાય અપાવવી જોઈએ. તેમજ કુટુંબના સભ્યો પ્રવૃત્ત રહે એ દૃષ્ટિએ સવેતન કામ અપાવવું જોઇએ. તેમ છતાં કલહ ઉગ્ન જ રહેતો જણાય તો પરિણીત યુવતીને વિકાસગૃહમાં અથવા તેને પિયર પહોંચાડી દેવી જોઇએ. મહિલા મંડળે વર્તમાન પત્રોમાં રોજ અથવા અવારનવાર વાચકનું ધ્યાન ખેંચાય એવી રીતે સંદેશા જેવી જાહેરાત આપવાની, “આત્મહત્યા કરતાં પહેલાં થોડી વાર થોભી જાઓ. ફલાણાં બહેનને આ સરનામે મળો. તેમની સાથે વાતચીત પછી તમે સ્વતંત્ર રહેશો. ” આવો પ્રયોગ અમેરિકામાં થયેલો છે અને ઉપયોગી સાબિત થયો છે. તેવી જ રીતે વાચકોનું ધ્યાન ખેંચાય એવી રીતે બીજો સંદેશો મહિલા મંડળે આ પ્રમાણે આપવો જોઇએ, “ કોઈ પણ બહેનને કંઇ પણ તક્લીફ હોય તો ફલાણા બહેનને આ સરનામે અવશ્ય મળો અથવા લખો. તમારી સઘળી વાત નિરાંતે સાંભળવામાં આવશે અને તે તદ્દન ગુપ્ત રહેશે. તમે અને તમારું કુટુંબ સુખી બનો એવો જ ઉકેલ શોધવામાં આવશે." આ બંને કાર્યો માટે મહિલા મંડળે માનસચિકિત્સક, સાધુ સાધ્વીઓ, ધર્મપરાયણ પરહિતવાદી ગૃહસ્થો અને ગૃહિણીઓની વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે સહાય લેવી. આમ કરવાથી બહેનોના અટપટા પ્રશ્નોનો યોગ્ય ઉકેલ મળતો રહેશે, મહિલા મંડળને પોતાનાં કાર્યક્ષેત્ર અને કાર્યપદ્ધતિનો સ્પષ્ટ ખ્યાલ મળતો રહેશે અને ઇચ્છનીય તાલીમ મળશે. આ સઘળી વ્યવસ્થા મહિલાઓ માતાઓની સુરક્ષા માટે થાય અને થવી જ જોઇએ. પરંતુ આખરે તો પરિણીત યુવતીઓએ પોતેજ માનસિક રીતે પગભર થવાનું રહે છે. પરણીને સાસરે આવતી ક્લ્યાએ પોતાનાં અંગત સુખસગવડોના વિચારને મહત્ત્વ આપવું ન જોઇએ. પોતાના પતિને ભાવ, હૂંફ અને મૈત્રીભાવ આપવાના તેણે સહૃદયી પ્રયત્નો રાખવા જોઇએ, વડીલોને આદરપૂર્વક અને અન્ય સભ્યોને મીઠાશપૂર્વક સાચવવાની કુનેહ કેળવતા રહેવું જોઇએ. અહીં કન્યાનાં માબાપની ખાસ ફરજ એ છે કે પોતાની પુત્રી તેના પતિ અને પરિવાર સાથે અનુકૂલન સાધે તે અંગે તેમણે પત્રો દ્વારા કે રૂબરૂ પોતાની પુત્રીને નિખાલસતાથી સતત માર્ગદર્શન આપતા રહેવું જોઇએ. પ્રખ્યાત તામિલ લેખક મસ્તી વેંટેસ આયંગરની કન્નડ ભાષામાં ‘દહીં-વેચનારી” ટૂંકી વાર્તા છે. આ વાર્તામાં દહી-વેચનારી તરીકે મંગામ્માનું પાત્ર છે. મંગામ્માનો પતિ તેને છોડીને બીજી સ્ત્રી સાથે જતો રહે છે. અમ્માય્યા સાથેની વાતચીતમાં મંગામ્મા પોતાની હૈયાવરાળ કાઢતાં આમ કહે છે, “ અમ્માય્યા, પતિને વશ રાખવા માટે ચાર વસ્તુઓ છે. તેને અવારનવાર કંઇક સરસ ખાવાનું આપવું; તમારી ગમે તે મુશ્કેલી હોય તો પણ, સારાં કપડાં પહેરવાં, ઇચ્છનીય દેખાઓ અને મોં પર સ્મિત રાખો; મહિનામાં એક વાર બધું કરિયાણું લઇ આવો અને તેને ખરીદવાની તક્લીફ ન આપો; થોડા પૈસા બચાવો અને તે માગે ત્યારે તેને થોડા આપો. જે કંઇ વનસ્પતિ-ઔષધિની જરૂર છે તે આ છે. સ્રી આ કરે તો તેનો પતિ તેની પાછળ પાછળ ફરશે. આ ભૂલી જાઓ અને તેના વિચાર ભટક્યા લાગશે. " આ શાણપણભર્યું સૂચન અસરકારક ન નીવડે તો પોતાના ધર્મમાં શ્રધ્ધા રાખીને પ્રાર્થના સાથે આ સૂચનનો સહ્રદયતાથી અમલ કરતાં રહેવું જોઇએ; અલબત્ત, તે વિગતો યંત્રવત ન બનવી જોઇએ અને પતિને તેમાં પત્નીનાં હૃદયની ઉષ્માનો અનુભવ થવો જોઇએ. અહિંસા અને વિવેકભરી નમ્રતાને અનુરવાનું છે, પરંતુ સ્વબચાવ માટે છોકરીઓએ એન.સી.સી.ની કે તેના જેવી તાલીમ અવશ્ય લેવી જ ઘટે. શહેરમાં કે ગામડામાં છોકરીને ગુંડો ઘેરી લે તેવા બનાવો બને છે; આ અંગે કેટલીક વ્યાવહારિક સૂચનાઓ અપાય છે. પોતાની પાસે કોઇ શસ્ર સંતાડવું જેનો ઉપયોગ કેવળ સ્વબચાવ માટે જ કરવાનો હોય; અથવા એમ પણ કહેવામાં આવે છે કે સાથે મરચાંની ભૂકી રાખવી અને જ્યારે હુમલો અને જયારે હુમલો થતો લાગે ત્યારે તે ભૂકી હુમલોખોરની આંખ ઉપર પડે એ રીતે ઊડાડવી. આજના સુધરેલા જમાનામાં પણ આવી સજજતા અને હિંમત રાખવાં અનિવાર્ય થઇ પડયાં છે. રોતલ કે નિરાધાર શા માટે બનવું ? સૌને જીવવાનો હક છે અને સ્વબચાવ કરવાનો પણ હક છે. ખુશવંતસિંહની વાર્તામાં આવતાં પાત્રની જેમ સર્પની નજીક જઈને તેને પગે ન લગાય. સીએ પોતાના પતિને પરમેશ્વર અવશ્ય ગણવો. પરંતુ તેનો અર્થ એમ નથી કે તે સર્વગુણસંપન્ન છે અને તે જે કંઇ કહે તેને વેદવાક્ય ગણવું અથવા તેનું જે કંઇ વર્તન હોય તે યોગ્ય જ હોય. પતિ શયતાન બની રહ્યો છે તેની ખાતરી થાય એટલે પતિની સાન ઠેકાણે લાવવા માટે યુક્તિ પ્રયુક્તિઓ પણ અજમાવવી પડે. આ માટે જેમનાંમાં વિશ્વાસ હોય તેવાં વડીલ બહેનનું માર્ગદર્શન મેળવી શકાય. એક વ્યાવહારિક ઉપાય તરીકે ધર્મના ભાઇની વાત જુનવાણી લાગે, પણ અર્થસભર છે. ધર્મનાં ભાઇભાભીને પોતાની પરિસ્થિતિ કહેવાથી સહાય મળે. આવા વ્યવહારથી સંકટ સમયે યોગ્ય સહાય અવશ્ય મળી રહે છે. એ સિવાય પરિણીત યુવતીઓએ ખરા અર્થમાં ધર્મપરાયણ બહેનોની સોબત રાખવી. સાધ્વીજીઓનો સમાગમ અવશ્ય કરવો. આમ ધર્મપરાયણ જીવન અપનાવવાથી યોગ્ય મનોબળ આવશે તેમજ મુશ્કેલીઓ સહન કરવાની જરૂરી હિંમત પ્રાપ્ત થશે. ધર્મનો આશ્રય લેવાથી ધર્મ માણસનું રક્ષણ કરે છે એવી શ્રદ્ધા રાખી પોતાની ફરજો બજાવવી એ યોગ્ય માર્ગ છે. મહિલાઓનાં અપમૃત્યુ સતત થતાં જ રહે છે ત્યારે આ પરિસ્થિતિને જીવદયાનો પ્રશ્ન ગણીને પણ મહિલા મંડળોએ સવિશેષ સક્રિય બનવું ઘટે. મહિલા મંડળો સ્ત્રીઓ માટે ભલે રક્ષા અને હૂંફનું વાતાવરણ અવશ્ય રાખે અને તે અનિવાર્ય જ છે; પરંતુ અંતિમ દૃષ્ટિએ તો સ્ત્રીઓ મજબૂત મનની, પતિની શૈતાનિયતનો પડકાર ઝીલી શકે તેવી, નિર્દય પતિથી અલગ રહીને પોતાની આજીવિકા રળી શકે તેવી ખુમારી ધરાવનારી, સારાં વાચનને નિત્યનો ક્રમ બનાવે તેવી, ઉદ્યમી અને ધર્માભિમુખ બને તેવા કાર્યક્રમો મંડળોએ યોજતા રહેવું જોઇએ. આવાં વાતાવરણથી એકંદરે પુરુષવર્ગ પોતાની નબળાઇ, મૂર્ખાઇ, સમજનો અભાવ વગેરે દયાજનક ખામીઓની શરમ અનુભવે અને યોગ્ય રાહ પર ચાલવા માટે વિચારતો થાય અને સક્રિય પણ બને એ સંભવિત છે. સ્ત્રીઓ માતાઓની આંખમાં પરિતાપનાં દૃશ્ય કે અદૃશ્ય આંસુ હોય તે સમાજમાં સુખાકારીની આશા રાખવી એ મૃગજળને પીવા લાયક મીઠું પાણી માનીને ભોંઠા પડીએ તેની બરાબર છે. - સાભાર સ્વીકાર પૃષ્ઠ – ૧૩૯ E ઇન્દુલાલ ગાંધીની કવિતા સંપાદક : ડો. બળવંત જાની * મૂલ્ય રૂ. ૨૫/– * પ્રકા. લેંગ લાઇબ્રેરી, જ્યુબિલી બાગ, રાજકોટ - ૩૬૦૦૦૧. – આગમસાર લે. (સ્વ.) શ્રી રસિકલાલ છગનલાલ શેઠ * પુષ્ઠ – ૪૧૬ * મૂલ્ય રૂ. ૨૦/- પ્રકા. શ્રી નટવરલાલ છગનલાલ શેઠ, અંબિકા નિવાસ, કરણસિંહજી માર્ગ, રાજકોટ - ૩૬૦૦૦૧. જ્ઞ જયણા વર્તનમાં : શાંતિજીવનમાં * પૃષ્ઠ – ૧૧૨ * મૂલ્ય રૂા. ૭/- પ્રકા. ઉરજા કેન્દ્ર, ઉર્મિ જયેન્દ્ર શાહ, મુ.પો. કોસાડ (જિ. સુરત) પીન-૩૯૪૧૦૫. Sp
SR No.525976
Book TitlePrabuddha Jivan 1991 Year 02 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1991
Total Pages156
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy