SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૫-૧૯૯૦ પ્રબદ્ધ જીવન - ઉર્દૂનો અનોખો શાયર કતીલ શિફાઈ 0 પ્રવીણચન્દ્ર જી. રૂપારેલ | શાયરીનો શોખ હોય ને તેમાંયે ઉર્દૂ શાયરીમાં પણ દિલચસ્પી હોય તો કાતીલ શિફાઈ થી અપરિચિત રહેવાનું પાલવે જ નહીં. - ઝરણાંનું સંગીત, ફલોની ફોરમને અંતરની ઊંડી અનુભૂતિ ધરાવતી એમની ચોટદાર રચનાઓમાં તરી આવતી ઉપમાઓ ને ઉભેક્ષાઓ, ખુમારી ને ખુદ્દારી, સુકુમાર સૌંદર્યદષ્ટિને કુમાશભરી કલ્પન સૃષ્ટિ, એમની અનોખી અભિવ્યક્તિની લલિત લાક્ષણિકતાઓ હજીરા જિલ્લા (હવે પાકિસ્તાન)ના હરિપુરમાં એમનો જન્મ. વિદ્યાર્થી અવસ્થામાં જ આ શાયરે પિતાનું છત્ર ગુમાવ્યું. આ પછી આજીવિકા માટે એમણે જે પરચૂરણ વ્યવસાયો અપનાવ્યા એની વિગતો જાણવા પામીએ તો એને પડછે, એમની શાયરીની આ વિલક્ષણ વિશિષ્ટતાઓનો મેળ જરાયે બેસતો નહીં લાગે. પરંતુ પ્રશિષ્ટ રચનાઓ માટેની એમના પિતાની ઉચ્ચ અભિરૂચમાં આ શાયરના અનોખા અભિગમનો ખુલાસો મળી રહે છે. . એમના આ કવિ-નામ (તખલ્લુસ)ની એક વિશિષ્ટતા પણ જાણવા જેવી છે. મોટાભાગના શાયરો પોતાના તખલ્લુસ જોડે એમના શહેર કે ગામનું નામ જોડતા હોય છે. જાલંધરના હફીઝે જાલંધરી, લખનૌના 'બેહઝાદ લખનવી, લુધિયાનાના સાહિર લુધિયાનવી, બદાયુંના 'શકિલ બદાયુનીં' વગેરે આવાં તખલ્લુસ છે. પરંતુ આપણા આ શાયરે તો એમની રચના માટે પણ અનોખો અભિગમ અપનાવ્યો છે. ' એમની શાયરી માટે માર્ગદર્શન આપનાર-ઇસ્લાહ દેનાર-શાયર હતા 'શફા કાનપુરી ! એમના પ્રત્યેના આદરથી, દોરાઈને, એમનું નામ પણ પોતાની જોડે સતત સંકળાયેલું રહે, એ દૃષ્ટિથી, એમણે પોતાના તખલ્લુસ 'કીલ જોડે 'શફા પરથી શફાઈ વિશેષણ જોડી કતલ શફાઈ નામ ધારણ કર્યું છે. (કનીલ શિફાઈ પણ લખાય હૈ ફલક સે બુર્દ, કોઈ બદલી તેરી પાઝેબ સે ટકરાઈ હૈ! આકાશમાંથી વરસતાં બિંદુઓ, આજે કેમ કંઈ સંગીત ગૂંજતા નીચે આવી રહ્યાં છે? પ્રિયે, કોઈ વાદળી તો તારા પાયલ (ઝાંઝર)ની ઘૂઘરીઓ જોડે ટકરાઈ નથી પડી ને? તે સિવાય આવી સંગીતસભર વર્ષ ક્યાંથી સંભવી શકે? - ઉર્દૂ શાયરી સમજવામાં ઈચ્છે હકીકી ને ઈકે મજાઝીનો તફાવત પણ ધ્યાનમાં રાખવો પડે છે. ઈકે હકીકી - આધ્યાત્મિક પ્રેમ છે . ઈકવર પ્રત્યેનો અનુરાગ છે. જયારે ઈકે મજાઝી દુનિયવી-સંસારી પ્રેમ છે. ઉર્દૂમાં કેટલીયે રચનાઓ એવી હોય છે જેમાં બંનેનો સમન્વય હોય છે. ઈશ્ક હક્કી ને ઈચ્છે મજાઝીનો આ સુભગ સમન્વય જુઓ ચલો, અચ્છા હુઆ, કામ આ ગઈ દીવાનગી અપની, વગરના હમ ઝમાનભરકો સમાને કહીં જાતે ? ઈશ્કમાં ઊંડે ઊતરી ગયેલા-નિમગ્ન થયેલાની હાલત ને કંઈ સમજાવી શકાય એવી હોય છે? લોકો તો આ (પ્રેમી-ભક્ત)ને પાગલ જ ગણેને ! દીવાનો જ માને ને ? ચાલો, એ પણ સારું જ થયું કે લોકોએ એને આવો પાગલદીવાનો માની લીધો. એમનાં મનનું સમાધાન કરવા (એમણે) માની લીધેલું આ પાગલપણું પણ કેવું ઉપયોગી થઈ પડયું ! નહીં તો એમને મારા મનની-હૃદયની આ સ્થિતિ શી રીતે સમજાવી શક્ત ? પ્રેમનિમગ્ન વ્યક્તિની ઈંતેઝારની પ્રતીક્ષાની ઘડીઓ કેવી વીતે છે કતીલ, અબ દિલ કી ધડકન બન ગઈ હૈ ચાપ કદમોં કી; કોઈ મેરી તરફ આતા : આવા ઈંતેઝારની ઉત્કટતા કેવી હોય છે એના ઈંતેઝારમાં . વધી ગયેલી દિલની ધડકન-હૈયાના ધબકારાથી એવું લાગે છે જાણે કોઈ (એટલે કે 'એ જ !) મારી તરફ આવી રહ્યાં છે ! આ સંભળાય છે (દિલની ધડકન) એમના પગલાનો જ અવાજ લાગે છે ! આરઝૂ કેવી અનેરી અનુભૂતિ થઈ જાય છે ! લો, સાંભળો ! કતલ કહે છે આવાઝ દી હૈ તુમને કિ પડકા હૈ દિલ મેરા ? કુછ ખાસ ફર્ક તો નહીં દોનોં સદાઓ મેં ! તેં મને બોલાવ્યો ? કે આ મારા દિલની ધડકનનો જ અવાજ છે ? - કે તારો અવાજ સંભળાયાનો ભ્રમ થાય છે ? પણ ના, આ ભ્રમ નથી ! તારો અવાજ તો મારા હૈયાની ધડકન જ બની ગયો છે. મારું અસ્તિત્વ હવે એને આધારે જ ટકી રહ્યું છે ! એટલે હવે એ બે વચ્ચે કોઈ તફાવત જ ક્યાં રહ્યો છે? પણ એ વિમુખ થઈ જાય તો ? ' તુમ્હારી બેરૂખીને લાજ રખ લી બાદાખાને કી, તુમ આંખોસે પિલા દેને ઉર્દૂ શાયરીની પરંપરા તથા આધુનિક વાસ્તવવાદનો સુભગ સમન્વય સાધતી એમની રચનાઓ શાયરીના સર્વ શોખીનોના હૈયામાં આત્મીયતાપૂર્વક વસી ગઈ છે. એમની આવી રચનાઓની રંગીની માણવી એ એક લહાવો છે. એમની સૌંદર્યદષ્ટિનો કેફ તો જુઓ લોગ કહતે હૈ જિનર્દે નીલકંવલ, વો તો કતીલ' ' શબકો ઈન ઝીલ-સી આંખોમેં ખિલી કરતે હૈ! લોકો જેને નીલકમલ - પોટાણાં નામે ઓળખે છે એ તમારે જોવાં છે? તો, લો, એ તો (એની) આ આંખોમાં રોજ રાત્રે ખીલતાં હોય છે. ને તેય ક્યાં સુધી? - એનો ધવલ નારી દેહ તો ઉફ, વો મરમર સે તરાશા હુઆ શફફાફ બદન, દેખનેવાલે ઉસે તાજમહલ કહતે હૈ! ધવલ આરસપહાણમાંથી કંડારી કાઢેલા બેનમૂન શિલ્પ જેવો એનો ઉજજવલ, ગૌરવભર્યો દેહ જોનાર, સહજ જ બોલી ઊઠે કે ' ઓહ, આ તો નારી દેહે સાક્ષાત તાજમહાલ જ દેખાય છે.' ને એની જોડે આસક્તિ સંકળાય છે ત્યારે ગુનગુનાઈ હુઈ આતી
SR No.525975
Book TitlePrabuddha Jivan 1990 Year 01 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1990
Total Pages178
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy