SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથક જીવન તા. ૧૬-૪-૧૯૦ નિમંત્રણ મળ્યું ત્યારે પોતે ન જતાં પિતાના પ્રતિનિધિ તરીકે મહુવાના શ્રી વીરચંદ રાધવજી ગાંધીને ત્યાં મોકલ્યા હતા. વીરચંદ ગાંધી જ્યારે ત્યાંથી મુંબઈ પાછા ફર્યા ત્યારે સમુદ્રનું ઉલ્લંઘન કરી અનાય પ્રદેશમાં તેઓ ગયા હતા તે માટે મુંબઇના જેમાં ઘણા માટે ઉહાપોહ જાગ્યું હતું. આજથી સો વર્ષ પહેલાને એ રૂઢિગ્રસ્ત જમાનો હતો. એટલે આવું બનવું સ્વાભાવિક હતું. તે વખતે આ બાબતમાં શું કરવું તેની મુંઝવણ સંઘના આગેવાનોને થતી હતી. તે વખતે આત્મારામજી મહારાજે પંજા'બથી મુંબઈના સંધને કહેવડાવ્યું કે મોહનલાલજી મહારાજ આ બાબતમાં જે નિર્ણય આપશે તે મને અને વીરચંદ ગાંધીને સ્વીકાર્ય રહેશે મેહનલાલજી મહારાજ દીર્ઘદ્રષ્ટા અને સમયજ્ઞ હતા. સંઘને શાંત પાડવા માટે એમણે જાહેર કર્યું કે “સમુદ્રનું ઉલ્લંધન કરવા માટે પ્રાયશ્ચિતરૂપે વીરચંદ ગાંધીએ એક સ્નાત્રપૂજા ભણાવવી જોઈએ.’ એમણે આપેલે આ નિર્ણય સૌએ સ્વીકાર્યો હતો અને સંધ શાંત થઈ ગયું હતું. | ક્યારે આત્મારામજી મહારાજ કાળધર્મ પામ્યા ત્યારે એમના મૃત્યુ વિશે શંકા છે એવી ફરિયાદ કેટલાક વિનસંતોષી લેકાએ પોલિસને કરી હતી. તે વખતે મેહનલાલજી મહારાજે મુંબઇમાં સભા બેલાવી, ફંડ એકત્ર કરી હજારે લેકે પાસે બ્રિટિશ સરકારના જુદા જુદા અધિકારીઓને તાર કરાવ્યા હતા. એથી આ પ્રશ્નને તરત જ નિકાલ આવી ગયો હતો. આત્મારામજી મહારાજ કાળધર્મ પામ્યા ત્યારે એમણે * કહ્યું હતું. “જૈન શાસનને એક મહાન સ્તંભ આપણી વચ્ચેથી અદ્રષ્ય થયું છે. મારી જમણી ભુજા ગઈ હોય એવું મને જણાય છે.’ - , * ૧ - તે દિવસમાં મુંબઈગ્ના અગ્રગણ્ય શ્રેષ્ઠીઓમાં શેઠ દેવકરણ મૂળજીનું નામ જાણીતું હતું. દેવકરણ શેઠ કહેતા કે પિતે તદ્દન નિર્ધાન અવસ્થામાંથી જે કંઇ સિદ્ધિ મેળવી છે તે ' પિતાના ગુરુ મેહનલાલજી મહારાજના આશીર્વાદથી મેળવી છે. કે મહારાજશ્રી મુંબઈમાં બિરાજમાન હતા ત્યારે યુવાન દેવકરણને * મહારાજશ્રીનાં દર્શન કરવાની ભાવના થઇ હતી. દેવકરણની સ્થિતિ સાવ સાધારણ હતી. તેઓ રસ્તા ઉપર ટોપી વેચવાની 'ફેરી કરતા. સાંજ પડે જે કંઈ કમાણી થાય તેમાંથી પિતાનું - માંડ માંડ ગુજરાન ચલાવતા. જ્યારે એમણે મહારાજશ્રી પાસે પહેલીવાર પિતાના માટે “ધર્મલાભ” શબ્દ સાંભળ્યો ત્યારે એમાં અજબનો રણકાર સંભળાયા હતા. પછીથી તો રજેરજ મહા* રાજશ્રી પાસે લાલબાગના ઉપાશ્રયે આવવાનું એમણે ચાલુ કર્યું * હતું. રોજેરોજ વ્યાખ્યાન સાંભળીને પછી મહારાજશ્રી પાસે તેઓ I ! ‘આશીર્વાદ લેતા એથી એમની કમાણ વધતી ગઈ હતી. આખે દિવસ ફેરી કરીને રોજ રાત્રે પણ તેઓ મહારાજશ્રી '', પાસે આવતા અને એમની સેવા ચાકરી કરતા. કેટલીકવાર તેઓ ઉપાશ્રયમાં જ સૂઈ જતા. કે મુંબઈમાં એ વખતે ઝવેરી પાનાચંદ તારાચંદનું નામ ' મેટું ગણાતું. તેઓ સૂરતના વતની હતા. તેમનાં પત્ની હરકાર'બહેન પણ એક અગ્રગણ્ય શ્રાવિકા હતાં. પરંતુ સંજોગવશાત પાનાચંદ ઝવેરીને વેપારમાં ઘણી મોટી ખોટ આવી. તેઓ નિર્ધન બની ગયા. ધરબાર વેચાઈ ગયાં. મહારાજશ્રી પ્રત્યે તેમને અસાધારણ - ભક્તિભાવ હતા. તેઓ પણ મહારાજશ્રીની વૈચાવચ્ચ કરતા અને કઈ કઈ વાર ઉપાશ્રયમાં સૂઈ રહેતા. મહારાજશ્રીને પણ તેમનાના પ્રત્યે ઘણી લાગણી હતી. પિતાના “દુઃખની એમણે મહારાજશ્રીને વાત કરી ત્યારથી તેમને માટે કંઈક કરવા માટે મહારાજશ્રીને પણ અંતરમાં ભાવ થયું હતું એક વખત પાનાચંદ મહારાજશ્રીને મળવા ઉપાશ્રય આવ્યા હતા. અને મહારાજશ્રીની સુચનાથી રાત્રે ત્યાં ઉપાશ્રયમાં જ સૂઈ રહ્યા હતા. અડધી રાતે મહારાજશ્રીએ કેટલાક મંત્રને જાપ કરી બૂમ પાડી, પાનાચંદ-પાનાચંદ,’ પણ પાનાચંદ ઘસઘસાટ ઊંઘતા હતા. દેવકરણે એ બૂમ સાંભળી. તેઓ મહારાજશ્રી પાસે પહોંચી ગયા. એમને થયું કે મહારાજશ્રીને કંઈક કામ હશે. તેઓ મહારાજશ્રી સામે બેઠાં. અંધારું એટલું ગાઢ હતું કે પરસ્પર મુખાકૃતિ દેખાતી ન હતી. મહારાજશ્રી એ ધાયું કે પાનાચંદ ઝવેરી આવ્યા છે. એમણે હાથ જોડવા કહ્યું. પછી મંત્ર ભણી આશીર્વાદ આપતાં બોલ્યા, “અબ તેરા કલ્યાણ હોગા.' ' મહારાજશ્રીના આશીર્વાદથી દેવકરણ આનંદ વિભેર બનીને મહારાજશ્રીના પગ દબાવવા લાગ્યા. હાથને સ્પર્શ થતાં જ મહારાજશ્રીએ પૂછ્યું, 'કેણ, દેવકરણ છે? પાનાચંદ નથી આવ્યા ?” “ના છે, તેઓ ઊંઘે છે એટલે હું આવ્યું ” દેવકરણે કહ્યું. પછી જ્યારે સવારે પાનાચંદ મહારાજશ્રીને મળ્યા ત્યારે આ વાતને ઘટસ્ફટ થયે. મહારાજશ્રીએ પાનાચંદને કહ્યું, ‘તમે અવસર ચૂકી ગયા. હવે જેટલું થશે તેટલું થશે.' પછી દેવકરણને બેલાવીને કહ્યું, “પાનાચંદને આપવાના આશીર્વાદ અજાણતા તમને મળી ગયા છે. હવે પાનાચંદનું સ્થાન રાખવાની જવાબદારી તમારા માથે છે.' દેવકરણે એ માટે મહારાજશ્રીને પૂરી ખાત્રી આપી. દેવકરણ ત્યાર પછી ધંધામાં ખૂબ પ્રગતિ કરતા ગયા. નસીબ આડે રહેલું પાંદડું ફરી ગયું. વેપાર-ધંધામાં તેઓ બહુ ધન કમાયા. મુંબઈના શ્રેષ્ઠીઓમાં તેમની ગણના થવા લાગી. મહારાજશ્રીની સૂચના અનુસાર તેમણે ધર્મકાર્યમાં અને ઇતર સામાજિક કાર્યોમાં ઘણું ધન વાપર્યું. એમણે મલાડમાં જગવલ્લભ પાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું હતું મુંબઇમાં પ્રિન્સેસ રટ્રીટ ઉપર આવેલી સુપ્રસિદ્ધ ઈમારત “દેવકરણ મેન્શન” તે દેવકરણુ શેઠની માલિકીની હતી. [૫છીથી એમણે શ્રી મહાવીર જૈન વિદ્યાલયને તે મકાન ભેટ આપી દીધું હતુ] મહારાજશ્રીને આપેલા વચન અનુસાર દેવકરણશેઠે પાનાચંદશેઠને જીવ્યા ત્યાંસુધી દર મહિને સારી આર્થિક મદદ કર્યા કરી હતી. - મેહનલાલજી મહારાજનો એક સ્વતંત્ર ફેટો મળે છે. એમના સમયમાં પરદેશમાં ફેટોગ્રાફીની શોધ થઈ - ચૂકી હતી. પરંતુ ભારતમાં તે એટલી : સુલભ નહતી. મહારાજશ્રીને જે ટ મળે છે. તેની ઘટનાની વિશિષ્ટતા તે એ છે કે મહારાજશ્રીના ભકત એવા એક વહરાભાઈએ એમને ફેટો લીધો હતે. અને તેની પ્રિન્ટ કઢાવવા માટે ઇંગ્લેન્ડ મેકલી. આ હતા. પછી તેની દસ હજાર નકલ ઇગ્લેન્ડમાં કરાવીને મંગાવી હતી. આ નકલ મુંબઈના લાલબાગના ઉપાશ્રયના એટલે જ્યારે વેચવા માટે મૂકવામાં આવી હતી ત્યારે શેઠશ્રી દેવકરણ મૂળછીએ તે બધી જ ખરીદી લઈને સંધના લેકેને દર્શનાર્થે ભેટ આપી દીધી હતી. ત્યારે મહારાજશ્રીને એ ફેટો જેને ઉપરાંત કેટલાય વહેરા, ખેજા, પારસી વગેરેની દુકાનમાં અને ઘરોમાં જોવા મળતું.
SR No.525975
Book TitlePrabuddha Jivan 1990 Year 01 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1990
Total Pages178
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy