SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ હું તા. ૧૬-૪-૧૯૯૦ સુંદર પ્રતિમાજી જોયાં. મધુભાઇએ કહ્યુ કે આ પ્રતિમાજી દેરાસરમાં મૂળ કયાંથી આવ્યાં છે તેની પ્રાપ્ત માહિતી મળતી નથી. પરંતુ અમારા એક વડવા શેઠ મૂળચંદ વધ માટે વિ. સં. ૧૬૮૩ ના જેઠ સુદ–૩ ના દિવસે અમદાવાદમાં જગદ્ગુરુ શ્રીમદ્ વિજય હીરસૂરીશ્વરજીના પટ્ટર શ્રીમદ્ વિજય સેનસૂરીશ્વરજીના હાથે આ ચારેય પ્રતિમાજીઓનાં અંજનશલાકા કરાવ્યાં હતાં, ત્યાર પછી તેને સૂરત લાવી અમારા ધર દેરાસરમાં તેની સ્થાપના કરવામાં આવી હતી, લગભગ અઢીસે વર્ષથી વંશપર પરાથી આ જિનબિં`ખાની પૂજા—ભકિત અમારા ધરમાં નિયમિત થતી આવી છે. હવે અમારું આ ધર જરિત થઈ ગયું છે, એટલે નવુ કરાવવાનું છે, તે અમારે શુ કરવુ ?? પ્રશુદ્ધ જીવન મહારાજશ્રી આ ઇતિહાસ સાંભળીને એ કુટુંબપરંપરાની જિનભકિત માટે હૉલ્લાસ વ્યકત કર્યો. તેમણે સૂચના કરી કુ ‘હવે આ સ્ફટિકનાં પ્રતિમાજી ધર દેરાસરમાં ન રાખતાં તમે જુદું દેરાસર બંધાવી તેમાં પધરાવજો.' પૂજ્યશ્રીની સૂચના અનુસાર એ ઝવેરી કુટુ ંબે સૂરતમાં નવું દેરાસર બંધાવ્યું અને તેમાં આ પ્રતિમાજીની પ્રતિષ્ઠા મેહનલાલજી મહારાજના પટ્ટધર પં. શ્રી હષમુનિજીનાં હસ્તે કરાવી હતી. મેહનલાલજી મહારાજના પ્રભાવ જે કેટલાક શ્રેષ્ઠીએ ઉપર ભ્રૂણે મોટા પા હતા તેમાંના એક તે સૂરતના શેઠશ્રી ધરમચક્ર ઉયચંદ હતા. તેમની ભાવના સિદ્ધાચલજીના યાત્રાસ'ધ કાઢવાની હતી. એ દિવસેામાં સામાન્ય માણસે એકલા જાત્રાએ જઈ શકે એવી અનુકૂળ પરિસ્થિતિ નહાતી સ ધ નીકળે તેા અનેકને લાભ મળે. શેઠશ્રી ધરમ દે એ માટે મહારાજશ્રીને વિનંતી કરી હતી. મહારાજશ્રીએ સ’મતિ આપી. મુંબઇના ચાતુર્માસ પછી સ'. ૧૯૮૪માં તેમણે સૂરતમાં ચાતુર્માસ કર્યું હતું. તે વખતે સિદ્ધાચલજીના સધ માટેની પૂર્વ' તૈયારી સારી રીતે થઇ ગઈ હતી. ચાતુર્માસ પછી મહારાજશ્રીની નિશ્રામાં પેષ મહિનામાં સિદ્ધાચલજીના સંધ નીકળ્યા હતા. તેમાં ૧૪૦૦ યાત્રિકા જોડાયા હતા. ખંભાત અને વલ્લભીપુર થને પાલિતાણા પહોંચવાનું હતું. લગભગ સવા મહિનાના કાય'ક્રમ હતા. એક પછી એક સ્થળે મુકામ કરીને આગળ વધતા જતા સધ ખંભાત પાસે દેહવાણુ નામના ગામે આવ્યા. ત્યાં સમુદ્ર પાસે આવેલી મહી નદી પાર કરવાની હતી. એ નદીમાં પાણી સાવ છીછરાં રહેતાં, પરંતુ દરિયામાં જ્યારે ભરતી આવે ત્યારે નદીમાં અચાનક પૂર આવતાં. ઍટલે નદીનેા પર પગવાળા પાર કરવામાં ધણી સમયસૂચકતાની અપેક્ષા રહેતી હતી. આટલા બધા યાત્રાળુએ પગે ચાલતા એકબીજાની પાછળ નદી પાર કરતા હતા ત્યારે અચાનક પૂર આવવાને લીધે કેટલાય યાત્રીઓના સામાન પાણીમાં તણાઇ ગયે.. સદ્ભાગ્યે કા વંહાનિ થઇ નહોતી. બધા સહીસલામત નદી પાર કરી ગયા હતા. એ વખતે શેઠ ધરમ કે સંધના તમામ યાત્રાળુઓને કહ્યું કે ‘જે કાઇ યાત્રિકને જે કંઈ નુકસાન થયુ' હશે તે સ ંઘપતિ તરફથી ભરપાઈ કરી આપ વામાં આવશે. માટે તે અંગે કાઋએ કશી જ ચિંતા કરવી નહિ.' આ રીતે સંધ પાલિતાણા પહોંચ્યા. સૈાએ મહારાજશ્રી સાથે સુખપૂર્ણાંક સિદ્ધાચલજીની યાત્રા કરી હતી. સં. ૧૯૪૯માં પાલિતાણામાં મેહનલાલજી મહારાજનું’ ૧૫ ચાતુર્માસ હતું. તે દરમિયાન જન્મે બ્રાહ્મણ એવા રામકુમાર નામના એક જૈન પતિશ્રી પાલિતાણાની જાત્રા કરવા માટે આવ્યા હતા. ખબર પડતાં તે મહારાજશ્રીને વંદન કરવા માટે આવ્યા. એ વખતે પેાતાના પતિજીવનના કટાળા મહારાજશ્રી પાસે તેમણે વ્યકત કર્યાં મહારાજશ્રી પ યતિમાંથી સ ંવેગી સાધુ થયા હતા. એટલે પરસ્પર અનુભવાની સરખામણી થઈ. યતિશ્રી રામકુમારને પણ લાગ્યું કે યતિજીવન કરતાં સ ંવેગી સાધુનું જીવન જ વધારે શ્રેષ્ઠ છે. તેમણે મહારાજશ્રી પાસે દીક્ષા લેવાની ભાવના વ્યકત કરી. તેમની મુનિજીવન માટેની તીવ્ર ઝંખના જોઇને મહારાજશ્રીએ તેમને દીક્ષા આપી હતી. તેમનુ નામ ઋદ્ધિ મુનિ રાખવામાં આવ્યું હતું. પાલિતાણાની યાત્રા પછી મહારાજશ્રીએ ભાવનગર, ધાબા, તળાજા વગેરે બાજુ વિહાર કર્યાં હતા. એવામાં મુશિ'દાબાદના રાવબહાદુર શેઠશ્રી ધનપતસિ ંહજીના પુત્ર શેઠશ્રી નરપતસિંહજી તેમને મળવા આવ્યા હતા. તેમણે પોતાના પિતાશ્રી તરફથી શત્રુંજયની તળેટીમાં બંધાઈ રહેલા દેરાસરની વાત કરી અને ત્યાં પ્રતિષ્ઠા કરવવા માટે પધારવા પેાતાના પિતાશ્રી વતી આગ્રહભરી વિનંતી કરી. રાજસ્થાનમાંથી બ’ગાળમાં રહેવા ગયેલા ખરતરગચ્છના રાવબહાદુર ધનપતિસંહજીની માતા મહેતાબકુમારીની ભાવના શત્રુ જયની તળેટીમાં એક લગ્ય જિનાલય બંધાવવાની હતી. એમના કુટુંબ તરફથી ગિરિરાજ ઉપર ખરતરવસહિનામનુ જિનમંદિર અગાઉ બધાવેલુ હતુ. પેાતાની માતાની ભાવના અને ભલામણ અનુસાર ધનપતસિંહુજીએ સ. ૧૯૪૫માં ગિરિરાજની તળેટીમાં ખાતમૂર્હુત કરીને જિનમદિર બધાવવાનું કાય` ચાલુ કર્યુ” હતું. ચાર વર્ષ'માં તે પૂરું થઈ ગયુ હતું. હવે ત્યાં મૂળનાયક તરીકે આદીશ્વર ભગવાનનાં પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરાવવાની હતી. મહારાજશ્રી જ્યારે સંધ લઈને પાલિતાણા પધાર્યાં હતા ત્યારે ધનપતસિ ંહજી અને તેમનાં પત્ની મેનાકુમારી પણ યાત્રાર્થે'.ત્યાં આવ્યાં હતાં. મહારાજશ્રી સિદ્ધાચલની યાત્રા કરીને ધેાધા બાજુ વિહાર કરી રહ્યા હતા ત્યારે મેનાકુમારીએ સ્વપ્નમાં એક ઝળહળતી જ્યોતિ જોઈ હતી. એ યેતિએ એવા આદેશ આપ્યા કે 'તમારે દેરાસરની પ્રતિષ્ઠા મેાહનલાલજી મહારાજના હાથે જ કરાવવી' આ સ્વપ્નની વાત સાંભળીને ધનપતિસ હજી એ પોતાના પુત્ર નરપતસિંહજીને મેહનલાલજી મહારાજ પાસે મેલ્યા હતા. મહારાજશ્રીએ મેનાકુમારીના સ્વપ્નની વાત જાણીને તેમની વિન ંતીના સ્વીકાર કર્યાં. ત્યાંથી તેઓ પાછા પાલિતાણા પધાર્યાં. ત્યાં તેમણે યોગ્ય મૂહુત કાઢી તળેટી પરના બાપુના દેરાસરમાં આદીશ્વર ભગવાનની ભવ્ય પ્રતિમાજીની પ્રતિષ્ઠા બહુ ધામધૂમપૂર્ણાંક કરાવી હતી. [મેાહનલાલજી મહારાજ કાળધમ પામ્યા ત્યાર પછી સ. ૧૯૩૯ તેમની મૂર્તિ' આ દેરાસરનાં એક ગામ માં પધરાવવામાં આવેલી છે.] મોહનલાલજી મહારાજ તે તે અન્ય એક અમેરિકાના શિકાગામાં પરિષદ માટે આત્મારામજી મહારાજને જ્યારે આત્મારામજી મહારાજને પ્રત્યે કૅટલે બધા આદરભાવ પ્રસ ંગથી પણ જાણી શકાય છે. સવધ
SR No.525975
Book TitlePrabuddha Jivan 1990 Year 01 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1990
Total Pages178
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy