SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ પ્રબુદ્ધ જીવન છે. અને તેમાંથી ઉગ્ર મારામારી અને ખૂન સુધી વાત પહોંચી જાય છે. એથી જ ચૂંટણીમાં હિંસાના બનાવો માત્ર અશિક્ષિત અને ગરીબ લોકોમાં જ થાય છે એવું નથી. સુશિક્ષિત અને સમૃદ્ધ લોકોમાં પણ ચૂંટણી પ્રચાર દરમિયાન હિંસાના બનાવો બનવા સ્વાભાવિક છે. સરકારી તંત્ર કેટલે અંશે સજજ અને નિષ્પક્ષ છે. તેના ઉપર હિંસાત્મક પ્રવૃત્તિઓને કાબૂમાં રાખવાની તેની ક્ષમતા રહે છે. ચૂંટણી દરમિયાન હિંસાના બનાવો ભારત, પાકિસ્તાન કે બંગલા દેશમાં જ બને છે. એવું નથી. યુરોપ અને અમેરિકાના રાષ્ટ્રોમા પણ એવી ઘટનાઓ બનેલી છે. ચૂંટણી દરિમયાન બે પરસ્પર વિરુદ્ધ લોકો વચ્ચે થતી. હિંસાત્મક અથડામણોમાં પ્રચાર કરનારા કે અન્ય નિર્દોષ માણસો તો માર્યા જાય છે, પરંતુ ઉમેદવારની જ હત્યા કરવાના પ્રસંગો પણ બને છે. આવા સંવેદનશીલ ક્ષેત્રોમાંથી પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટણીમાં ઊભા રહેવામાં ઘણી મોટી શારીરિક અને નૈતિક હિંમતની જરૂર રહે છે. કેટલાક સામાજિક કાર્યકર્તાઓ એટલા માટે BY રાજદ્રારી ચુંટણીમાં ઊભા રહેવાનું પસંદ કરતા નથી. પક્ષના ચૂંટણી પ્રચારમાં દ્વેષ. નિંદા, ખોટા આક્ષેપો, અસત્ય, અવહેલના, જૂાં પ્રલોભનો, દંભી વચનો વગેરે દ્વારા સંસ્કારિતાની મર્યાદા ક્યારે ઓળંગાઇ જાય છે તેની ખબર રહેતી નથી. ડાહ્યા, સંસ્કારી માણસો પોતાની સંસ્કારિતાના લોપ કરતાં ચૂંટણીમાં પરાજયને વધુ પસંદ કરે છે. ચૂંટણીનો પ્રચાર એ ઉમેદવારને માટે બહુ થવનારી બાબત છે. સામાન્ય રીતે મોટા રાજદ્નારી સ્થાનો માટેની ચૂંટણીઓમાં ઉમેદવારને તક પચાસ-પંચાવનની ઉંમર પછી મળતી હોય છે. એ ઉંમરે શરીર સારુ અને સશક્ત હોય તો જ કામનું. કેટલાક ઉમેદવારો મોટી ઉંમરે મળેલી ટિકિટને માટે શારીરિક પાત્રતા ખોઈ બેઠા હોય છે. જો કે રાજકારણમાં પડેલા માણસોનું હદય પત્થર જેટલું મજબૂત હોવું જોઇએ અને ગમે તે પરિસ્થિતમાં નિષ્ઠુર બની શકે એવા જાડી ચામડીવાળા તે હોવા જોઇએ એમ કહેવાય છે. તો પણ ચૂંટણીના પ્રચાર દરમિયાન ઉમેદવારની દોડધામ એટલી બધી વધી જાય છે કે તેનો થાક લાગ્યા વગર રહેતો નથી. પરાજયની બીક માણસના ચિત્તને ઘેરી વળે છે. અને તેવે વખતે જો તે સહેજ કાચો હોય તો બીમાર પડી જાય છે. અથવા તો માનસિક તનાવને લીધે હૃદયરોગના હુમલાનો ભોગ બની જાય છે. ભારતની ધારાસભા અને લોકસભાની ચૂંટણીઓમાં પ્રત્યેક વખતે ઉમેદવારના અવસાનના આવા એકાદ બે કે તેથી વધુ કિસ્સા બનેલા છે. કોઇક વખત ચૂંટણી પ્રચારનું કાર્ય ઉમેદવારની આત્મહત્યામાં પરિણમે છે. ઉમેદવારી કરતાં તો કરાઇ ગઈ, પરંતુ પછીથી ચૂંટણી પ્રચાર માટે નાણાંનો અભાવ, સગાઓનો વિરોધ, મિત્રો સંબંધીઓનો વિદ્રોહ અને ભયંકર નિષ્ફળતા સામે મોટું ફાડીને ઊભી રહી હોય અને પરાજયથી ભારે આપકીર્તિ થવાની હોય તેવે વખતે નિરાશા અને નિર્વેદ અનુભવતો ઉમેદવાર સ્વસ્થતા ગુમાવી દે છે અને આત્મહત્યા કરી બેસે છે અન્ય રાષ્ટ્રોમાં ચૂંટણી દરમિયાન અજાણ્યા, નબળા ઉમેદવારોની આત્મહત્યાના પ્રસંગો પણ નોંધાયા છે. ચૂંટણીમાં પરાજિત થયેલા કેટલાક ઉમેદવારની કારકિર્દી, ધૂળધાણી થઇ જાય છે. લોકો એના પ્રત્યે {પ તા. ૧૬-૩-૧૯૯૦ પછીથી બહુ માનથી જોતા નથી. ઉમેદવારને પોતાને પણ બહુ ોભ થાય છે. ઠેરઠેર પોતાનો બચાવ કરતાં ફરવું પડે છે. અને ચૂંટણીમાં પોતાને અન્યાય થયો છે એવી સાચી ખોટી ફરિયાદો કરતાં રહેવું પડે છે. પાર્જિત થયેલા કેટલાક ઉમેદવારને પછીથી લોકસેવામાં એટલો રસ રહેતો નથી. લોકો બેવફા છે અને પોતાનો બધો કિંમતી સમય લોકોની પાછળ ખોટી રીતે વેડફાઇ ગયો એવો અભિપ્રાય બાંધી લઇને 'લોકસેવાથી વિમુખ બની જાય છે. કેટલાક પરાજિત ઉમેદવારો પરાજયને પૂરી ખેલદિલીથી હસતે મુખે સ્વીકારી લે છે, પચાવી .લે છે, આત્મ સંશોધન કરે છે અને ફરી બમણા વેગથી લોકસેવાના કાર્યમાં લાગી જાય છે. પદ અને સત્તાની આકાંક્ષા પક્ષના દરેક કાર્યકરને હોય એ સ્વાભાવિક છે. પરંતુ પક્ષના આદેશને માનવો નહિ અને પક્ષની શિસ્ત વિરુદ્ધ જઈને પોતાને બળવાખોર તરીકે ઓળખાવી ચૂંટણીમાં ઊભા રહેવું અથવા પોતાના પક્ષના ઉમેદવારની વિરુદ્ધ પ્રચાર કરવો અથવા એને સહકાર ન આપવો વગેરે પ્રકારની ઘટનાઓ લોકશાહી માટે શોભારૂપ નથી. સત્તાસ્થાન માટે ઉમેદવારો વચ્ચે પડાપડી યારે થાય છે ત્યારે રાજયકક્ષાએ અને કેન્દ્ર કક્ષાએ પોતાના જ પક્ષમાં ઘણી ખટપટો ચાલુ થઇ જાય છે. ક્યારેક મતદાર વિસ્તારના લોકોના માનસને સમજયા વિના કેન્દ્ર તરફથી અમુક પ્રકારના ફેરફારો થાય છે. ત્યારે સ્થાનિક કાર્યકર્તાઓ નારાજ થાય છે અને એવા અસંતુષ્ટ કાર્યકરો પોતાનું નેતાની જુદુ જૂથ જમાવે છે. એવે વખતે પક્ષના પસંદગીની બાબતમાં ઉપરીઓનું એક ખોટું પગલું ઘણા પ્રત્યાધાતો જન્માવે છે. પક્ષને તે અચાનક ઘણી મોટી હાનિ પહોંચાડે છે. ભારતમાં લોકશાહી પદ્ધતિએ થતી ચૂંટણી ઘણી ખર્ચાળ છે; તો પણ પ્રજાના મુક્ત અવાજને માટે એ જરૂરી છે. ચૂંટણીમાં સરકાર દ્વારા થતા ખર્ચમાં કર્યાં ક્યાં કાપ મૂકી શકાય અને ક્યાં કરકસર કરી શકાય તેનો જરૂર વિચાર કરવો જોઇએ, પરંતુ પ્રજાતંત્રની પ્રણાલીને ટકાવી રાખવી અનિવાર્ય છે. ભારતમાં લોકશાહી રાજયપદ્ધતિમાં હજુ ઘણી ત્રુટિઓ છે અને તે નિવારવા માટે ઉપાયો વિચારવા જોઇએ. વિભિન્ન રાજયપદ્ધતિઓમાં લોકશાહી પ્રજાતંત્ર સર્વોત્તમ છે એમાં બે મત નથી. પરંતુ તે સંપૂર્ણ અને આદર્શ પદ્ધતિ છે એમ નહિ કહી શકાય. અલબત્ત, લોકશાહી પદ્ધતિમાં ક્ષતિઓ તો રહેલી જ છે. લોકશાહીમાં ચૂંટણીમાં એક વ્યકિતને એક મતનો હક અપાય એ વ્યવહારુ દષ્ટિએ સારી પદ્ધતિ છે, પણ તે આદર્શ નથી. આઇન્સ્ટાઇન,બર્ટોડ રસેલ કે બર્નાર્ડ શો જેવાને પણ એક મતનો અધિકાર હોય અને કોઇ અની ચક્રમ દારૂડિયા ઝાડુવાળાને પણ એક મતનો અધિકાર હોય એમાં બૌદ્ધિક અસમાનતા રહેલી છે. એટલે જ લોકશાહીની ટીકા કરતાં કહેવાયું છે કે Democracy is the power of equal votes for unequal minds. દુનિયાના જુદાં જુદ્ઘ રાષ્ટ્રોમાં યોજાયેલી ચૂંટણીઓએ લોકશાહીને જીવંત રાખવામાં ફરી પાછું નવું બળ આપ્યું છે. 9 રમણલાલ ચી. શાહ, માલિક : શ્રી મુંબઇ જૈન યુવક સંઘ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ : ૩૮૫, સંરદાર વી. પી. રોડ, મુંબઇ - ૪૦૦ ૦૦૪, ટે. નં. ૩૫૦૨૯ : મુદ્રણસ્થાન : ટ્રેન્ડ પ્રિન્ટર્સ, જગન્નાથ શંકર શેઠ રોડ, ગિરગામ, મુંબઇ - ૪૦૦ ૦૦૪.
SR No.525975
Book TitlePrabuddha Jivan 1990 Year 01 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1990
Total Pages178
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy