SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ 眼都 તા. ૧૬-૧૨-૯૦ હે ગોવિંદ હે ગોપાલ, હે ગોવિંદ રાખો શરણ; અબ તો જીવન હારે ... ૧ નીર પીવન હેતુ ગયો, સિંધુ કે કિનારે, સિંધુ બીચ બસત ગ્રાહ, ચરણ ધરી પછારે, અબ તો જીવન હારે.... ૨ દ્વારિકાર્મે શબ્દ ગયો, શોર ભયો ભારે, શંખચક્ર ગદા પદ્મ, ગરુડ લઇ પધારે, અબ તો જીવન હારે... ૪ પ્રબુદ્ધ જીવન ગજેન્દ્ર - મોક્ષ 3 પૂર્ણિમાબહેન સેવંતીલાલ શેઠ ચાર પ્રહર યુદ્ધ ભયો, લે ગયો મઝધારે, નાક કાન ડૂબન લાગે, કૃષ્ણ કો પુકારે, અબ તો જીવન હારે... ૩ સૂર કહે શ્યામ સૂનો, શરણ હૈ નિહારે; અબ કી બાર પાર કરો, નન્દ કે દુલારે, અબ તો જીવન હારે... ૫ શ્રીમદ્ ભાગવતના ગજેન્દ્રમોક્ષના પ્રસંગને આધારે ભક્ત કવિ સુરદાસે લલિત પદાવલીવાળું મધુર ભજન લખ્યું છે. એના સૂક્ષ્મ આધ્યાત્મિક ભાવાર્થ સાથે તે સમજવા-માણવા જેવું છે. ગજ એટલે હાથી અને ગ્રાહ એટલે મગર. મગરના મુખમાંથી હાથીની મુકિત એટલે ગજેન્દ્ર મોક્ષ એની કથા આ પ્રમાણે છે : દેશનો પૂર્વ જન્મમાં આ ગજેન્દ્ર ઇન્દ્રદ્યુમ્ન નામનો પાંડય પ્રખ્યાત રાજા હતો. તે હંમેશા વિષ્ણુ ભગવાનની ઉપાસનામાં મગ્ન રહેતો હતો. એક વખત રાજા મલયપર્વત ઉપર ધ્યાનમાં બેઠો હતો ત્યાં અગસ્ત્ય મુનિ આવ્યા. રાજાએ ઊઠીને ઊભા થઇને સત્કાર કર્યો નહિં, તેથી મુનિને થયું કે રાજાએ મારો અનાદર કર્યો છે. એથી મુનિએ શાપ આપ્યો કે 'રાજન ! તું દુરાત્મા છે, મૂર્ખ છે. તું બ્રાહ્મણ જાતિનો તિરસ્કાર કરે છે. તારી બુદ્ધિ હાથીના જેવી જડ છે. માટે તે હાથીની યોનિમાં જન્મ લે.' આથી મૃત્યુ પામીને રાજા ત્રિકુટ પર્વતના વનમાં હાથી થયો. બીજી બાજુ જુહુ નામનો એક ગાંધર્વ હતો. દેવલ ઋષિનો શાપ મળવાથી તે મગર થયો હતો. દસ હજાર યોજન ઊંચા ત્રિકુટ પર્વતની તળેટીમાં નદી, તળાવ, મોટાં ઝાડો - જંગલો હતાં. તેમાં અનેક જીવો રહેતા હતા. તેમાં એક મોટું સોનેરી કમળવાળુ સરોવર હતું. એક વખત આ વનમાં રહેતો યૂથપતિ ગજરાજ પોતાની હાથણીઓ તથા બચ્ચાઓ સહિત સ્નાન કરવા આવ્યો. ગજરાજ પોતાની સૂંઢના અગ્રભાગ વડે જલના ફુવારા છોડી પોનાની હાથણીઓને નવડાવવા લાગ્યો. તે વખતે મોહિત થયેલા ગજેન્દ્રના પગને મગરે મુખમાં પકડયો અને તે એને ઊંડા પાણીમાં ખેંચી ગયો. તે ગૂંગળાવા લાગ્યો. આમાંથી છૂટવા ગજેન્દ્રે ખૂબ પ્રયત્નો કર્યા પણ તે છૂટી શક્યો નહિ, ધીરે ધીરે તેનો ઉત્સાહ, બળ અને તેજ ક્ષીણ થવા લાગ્યાં. આવી રીતે કેટલોક કાળ વ્યતીત થયો. નિરાધાર થયેલા ગજેન્દ્રને પૂર્વજન્મના સંસ્કારથી ભગવાન શ્રી વિષ્ણુનું સ્મરણ થાય છે. પૂર્વજન્મમાં શીખેલા સ્તોત્રનાં જ્ઞાનથી આર્નહ્રદયે વ્યાકુળતાથી સંપૂર્ણ શરણાગતિથી તે સ્તુતિ કરવા લાગ્યો : यस्मिन्निदं यतश्चवेदं, येनेद च ईदं स्वयम् ! योऽस्मात्परस्माच्च परस्तं प्रपद्ये स्वयंभूवम् (જેનામાં આ જગત સ્થિત છે, જેનાથી ઉત્પન્ન થયું છે. જેનાથી ॥ 21 વ્યાપ્ત છે, જે સ્વયં જગત છે, અને જે આ કાર્યકારણ પૂર્વક જગતથી પર છે તે ભગવાન સ્વયંભૂનું હું શરણ સ્વીકારું છું.) હે ભગવાન ! તું દેવ, અસુર, મનુષ્ય, સ્ત્રી, પુરુષ, નપુસંક કંઇ નથી. તેમજ તું ગુણ, કર્મ, સત્ કે અસત્ પણ નથી. એથી બધાંનો નિષેધ થતાં (નેતિ નેતિ) તે નિષેધના અવધિ રૂપે તું બાકી રહે છે. તે સર્વરૂપ પરમેશ્વરનો જય હો ! હે પ્રભુ ! મને આ ગ્રાહના મુખથી છૂટીને જીવવાની ઇચ્છા નથી, કારણ કે જેમાં બહારથી અંદરથી બધી તરફથી અજ્ઞાનથી આવૃત્ત છે એવી હાથીની યોનિથી મને હવે શું પ્રયોજન છે ? હું તો આત્મ પ્રકાશને ઇચ્છું છું, આવરણરૂપ અજ્ઞાનથી મુક્ત થવા ઇચ્છું છું. એ પ્રકાશનો કાળથી અંત આવતો નથી, હે યોગેશ્વર ! હું આપને પ્રણામ કરું છુ પછી ગજેન્દ્ર પ્રભુને અર્પણ કરવા સરોવરમાંથી કમળનું એક ફૂલ પોતાની સૂંઢમાં લીધું. એર્થી પ્રસન્ન થયેલા પ્રભુએ દોડતા આવી સુદર્શન ચક્રથી મગરને માર્યો અને ગજેન્દ્રને બચાવ્યો. આ પ્રસંગમાં ત્રિકુટ પર્વત એટલે સત્વ, રજસ, તમસ એ ત્રિગુણાત્મક સૃષ્ટિ, પર્વત દશ હજાર યોજન ઊંચો છે એટલે દસે ઈન્દ્રિયોના પ્રતીકરૂપ તે છે. જીવ સંસારરૂપી સરોવરમાં મોહગ્રસ્ત થઈ જીવન જીવે છે, પરંતુ એને ખબર નથી કાળ અચાનક એનો કોળિયો કરી જવાનો છે. અનંતકાળથી મોહદશામાં, અજ્ઞાનદશામાં, ભવાટવિમાં રખડતા રહેલા જીવને પોનાના શુદ્ધ સ્વરૂપનું- શુદ્ધાત્માનું વિસ્મરણ થઈ જાય છે. પરંતુ જીવ જયારે પ્રભુનું સ્મરણ કરે છે, એને શરણે જાય છે. અને અસંગપણાના પ્રતીકરૂપ કમળને એને ચરણે ધરે છે ત્યારે તેની જ્ઞાનદશા જાગૃત થાય છે. છે. જીવને ત્યારે એવું જ્ઞાન થાય કે એને સર્વમાં ભગવાન દેખાય સર્વમાં ભગવાનનાં દર્શન એ જ સુદર્શન. સર્વમાં જેને ભગવત્ જાગે તે જ કાળનાં પંજામાંથી છૂટી જાય છે. ભાવ સંપૂર્ણ સમર્પણભાવી જીવ યારે ભગવાનને શરણે જાય છે. ત્યારે પ્રભુ પોતાના ભક્તને હ્રદયકમળમાં બેસાડી અનંત એવા ધામમાં લઇ જાય છે. ગોવિંદ, ગોવિંદ ગાર્તા ગાતાં, ભાવની એકાગ્રતાથી તેની સાધના કરતાં કરતાં શુદ્ધ થવાય છે. રાંસારના આ બધા વ્યવહાર તે સ્વપ્નરૂપી અજ્ઞાનમય અવસ્થાના વ્યવહાર છે. જયારે જ્ઞાનનો પ્રકાશ થાય છે. ત્યારે તે બધું મિથ્યા દેખાય છે. શ્રી અરવિંદ કહે છે તેમ Total surrender without reservation માં પ્રભુની શરણાગતિમાં જે આનંદ છે તે દિવ્ય છે. મોહદશાથી રહિત આનંદમય જ્ઞાનદશા જ જીવને મુકિત પ્રતિ લઇ જાય છે. નેત્રયજ્ઞ સંધના ઉપક્રમે નીચે પ્રમાણે નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે : શ્રીમતી લીલાબહેન ગકુરભાઈ મહેતાના ૭૮મા જન્મદિનની ખુશાલીમાં તેમના પરિવારના આર્થિક સહયોગથી તથા 'શ્રી રવિશંકર મહારાજ આંખની હોસ્પિટલ'- ચિખોદરા દ્વારા આયોજિત નેત્રયજ્ઞ. સ્થળ : મેતપુર (તા. ખંભાત) તારીખ : ૨૯મી ડિસેમ્બર, ૧૯૯૦ ઉદઘાટન કાર્યક્રમ - સવારે ૧૦.૩૦ ૧ મંત્રીઓ
SR No.525975
Book TitlePrabuddha Jivan 1990 Year 01 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1990
Total Pages178
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy