SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ २० સિંગાપુરની પ્રગતિ (પૃષ્ઠ – ૨ થી ચાલુ) નાનાં રાજ્યને વિકસવા માટે જેટલો અવકાશ હોય છે તેટલો મોર્ટા રાષ્ટ્રોને હોતો નથી. રાષ્ટ્ર મોટું હોય એટલે જુદા જુદા પ્રદેશોની ભાષા, ધર્મ, જાતિ, આનુવાંશિક લોકો, કુદરતી સંપત્તિની છત-અછત વગેરેને કારણે સમસ્યાઓ ઊભી થાય છે અને સર્વને સંતોષકારક એવા નિર્ણયો જલદી લેવાતા નથી. એવો નિર્ણય લેવાયા પછી તેનો અમલ પણ વિલંબમાં પડી જાય છે. નાનાં રાષ્ટ્રોની આવી સમસ્યાઓ ઓછી હોય છે. વિકાસશીલ કાયદાઓ અને નિયમોનો ત્યાં ઝડપી અમલ થાય છે અને પ્રગતિનું પરિણામ તરત નજરમાં આવે છે. બીજી બાજુ નાનાં રાજયોને મોટા પાડોશી રાજયોનો સતત ડર રહે છે. મોટા રાજયો પાસે વસતી મોટી હોય છે એટલે સૈન્ય પણ મોટું હોય છે. મોટા સૈન્ય સાથે નાના રાજયો ઉપર આક્રમણ કરવું અને વિજય મેળવવો એ બહુ અઘરી વાત નથી. કોઈકવાર નાના રાષ્ટ્રની કુલ જે વસતી હોય છે તેના કરતા પાડોશી રાષ્ટ્રનું માત્ર સૈન્ય પણ ધણું મોટું હોય છે. એટલે મોટાં રાષ્ટ્રો નાના પાડોશી રાષ્ટ્રોને ગળી જતા હોય એવા બનાવો દુનિયાના ઈતિહાસમાં વખતોવખત નોંધાયા છે. દુનિયામાં જુદાં જુદાં રાષ્ટ્રોના ભૌગોલિક વિસ્તારમાં ઘણી વિવિધતા જોવા મળે છે. કેટલાંક રાષ્ટ્રો કુદરતી ભૌગોલિક મર્યાદામાં પ્રબુદ્ધ જીવન પરિસંવાદ આર્થિક સહયોગ : શ્રી પરમાનંદ કાપડિયા સ્મારક નિધિ વિષય : આજનું ગુજરાત અને ભારત : પત્રકારોની દૃષ્ટિએ સંધના ઉપક્રમે ઉપરોક્ત વિષય ઉપર નીચે પ્રમાણે બે દિવસના પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. દિવસ : ગુરુવાર, તા. ૧૦મી જાન્યુઆરી, ૧૯૯૧ વિષય : આજનું ગુજરાત : પત્રકારોની દષ્ટિએ વકતાઓ : (૧) શ્રી વાસુદેવ મહેતા [સંદેશઅમદાવાદ] (૨) શ્રી ભગવતીકુમાર શર્મા [ગુજરાત મિત્ર-સુરત] (૩) શ્રી હરસુખભાઈ સંધાણી [ફૂલછાબ-રાજકોટ] દિવસ : શુકવાર, તા. ૧૧મી જાન્યુઆરી, ૧૯૯૧ વિષય : આજનું ભારત : પત્રકારોની દષ્ટિએ વકતાઓ : (૧) શ્રી કુંદન વ્યાસ [જન્મભૂમિ-દિલ્હી] (૨) શ્રી વિનોદ મહેતા [ભૂતપૂર્વ તંત્રી : સન્ડે ઓબઝર્વર અને ઈન્ડિપેન્ડેન્ટ (૩) શ્રી હરીન્દ્ર દવે [જન્મભૂમિ-મુંબઈ] સ્થળ : ઈન્ડિયન મરચન્ટસ્ ચેમ્બર કમિટિ રૂમ, ચર્ચગેટ, મુંબઈ -૪૦૦ ૦૨૦, સમય : બંને દિવસે સાંજના ૬-૦૦ કલાકે કાર્યક્રમનું પ્રમુખસ્થાન ડૉ. રમણલાલ ચી. શાહ સંભાળશે. આપ સર્વેને પધારવા ભાવભર્યું નિમંત્રણ અમર જરીવાલા છે. સુબોધભાઈ એમ. સંયોજકો શાહ નિરુબહેન એસ. શાહ પ્રવીણચંદ્ર કે. શાહ મંત્રીઓ તા. ૧૬-૧૨-૯૦ વિકસે છે. સમુદ્ર, નદી, સરોવર, પહાડ, જંગલ, રણ જેવી કુદરતી રચના બે રાષ્ટ્રોને જુદા પાડે છે. કેટલાક રાષ્ટ્રો એક કરતાં વધારે ટાપુ કે પ્રદેશમાં વિસ્તરે છે. દુનિયામાં નાનામાં નાના રાષ્ટ્રો એક શહેર જેટલા સીમિત છે, તો મોટામાં મોટાં રાષ્ટ્રો એક ખંડ જેટલાં મોટાં છે. સિંગાપુર એ શહેર-રાષ્ટ્ર City-State છે નો ઓસ્ટ્રેલિયા કે અમેરિકા એ ખંડ-રાષ્ટ્ર Continent- State છે. સિંગાપુર મલેશિયાના એક થયો હોત. નાનું એકમ અને કુશળ વહીવટ હોય તો વિકાસ ઝડપી ભાગ તરીકે રહ્યું હોત તો એનો આજે જેટલો થયો તેટલો વિકાસ ન થઈ શકે છે. બીજી બાજુ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં નાનાં એકમોને સતાવતો મોટામાં મોટો પ્રશ્ન તે સ્વસંરક્ષણનો છે. 20 દુનિયામાં નાનાંમોટા દરેક રાષ્ટ્રને પોતપોતાની સમસ્યાઓ હોય છે. નગરોની, પ્રજાઓની અને સંસ્કૃતિઓની ચડતીપડતી ઈતિહાસે જોઈ છે. સમૃદ્ધિની ટોચે પહોંચવાનું અઘરું છે અને ટોચે પહોંચ્યા પછી તે સમૃદ્ધિને દીર્ધ સમય સુધી ટકાવવાનું અઘરું છે. જે સત્તાધીશો પોતાનું ઘર ભરવાના લાલચુ થઈ જાય છે અને સ્વપ્રસિદ્ધિના ભૂખ્યા હોય છે તેઓ પોતાના રાષ્ટ્રને ખાડામાં ઉતારી દે છે. સિંગાપુરે અઢી દાયકમાં જે પ્રગતિ સાધી છે તેમાંથી ચાર દાયકાની આઝાદીવાળા અને વિશાળ માનવશક્તિ ધરાવનાર ભારતે ઘણું શીખવા જેવું છે. રમણલાલ ચી. શાહ સ્વ. મંગળજી ઝવેરચંદ મહેતા પ્રેરિત વિદ્યાસત્ર (વર્ષ-૧૫) સંઘના ઉપક્રમે શનિવાર, તા. ૧૯મી જાન્યુઆરી, ૧૯૯૧ના રોજ નીચે પ્રમાણે વિદ્યાસત્રના કાર્યક્રમમાં સ્વ. કિશોરલાલ મશરૂવાળાની જન્મ શતાબ્દી નિમિત્તે આચાર્ય શ્રી યશવંત શુકલનાં બે વ્યાખ્યાનો યોજવામાં આવ્યા છે. કાર્યક્રમની વિગત નીચે પ્રમાણે છે : 7 પ્રથમ વ્યાખ્યાન વિષય :સ્વ. કિશોરલાલ મશરૂવાળાનું સમાજચિંતન સમય : સાંજના ૪-૦૦ થી ૪-૪૫ ૩ પંદર મિનિટનો વિરામ 7 દ્વિતીય વ્યાખ્યાન વિષય : સ્વ. કિશોરલાલ મશરૂવાળાનું ધર્મચિંતન સમય : સાંજના ૫-૦૦ થી ૫-૪૫ સ્થળ : ઈન્ડિયન મરચન્ટસ્ ચેમ્બર કમિટિ રૂમ, ચર્ચગેટ, મુંબઈ -૪૦૦ ૦૨૦ કાર્યક્રમનું પ્રમુખસ્થાન ડૉ. રમણલાલ ચી. શાહ સંભાળશે. સર્વેને ઉપસ્થિત રહેવા નિમંત્રણ છે. તારાબહેન ર. શાહ શાહસંયોજક નિરુબહેન એસ. પ્રવીણચંદ્ર કે. શાહ મંત્રીઓ
SR No.525975
Book TitlePrabuddha Jivan 1990 Year 01 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1990
Total Pages178
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy