________________
તા. ૧૬-૭-૧૯૯૦
તીર્થંકરોનાં નામ વધુ અનુકૂળ રહે છે. ચિત્ત તેમાં પરોવાઈ શકે છે.' અને એકાગ્ર બની શકે છે. આરંભ કરનારાઓ માટે તે સરળ થઈ પડે છે. આથી નવકારમંત્ર કરતાં લોગસ્સના કાઉસગ્ગ ઉપર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. આમ છતાં, લોગસ્સ દ્વારા ચોવીસ તીર્થંકર ઉપરાંત પંચપરમેષ્ઠિનું ધ્યાન પણ થઈ શકે છે. લોગસ્સની પહેલી ગાથા એ માટે મહત્ત્વની છે. એમાં તીર્થ માટે પાંચ મહત્વના શબ્દો પ્રયોજાયા છે. 'લોગસ્સ ઉજ્જોઅગરે' શબ્દો દ્વારા લોકના અગ્રભાગે બિરાજમાન અને 'લોક' ઉપર પ્રકાશ રેલાવનાર એવા સિદ્ધ ભગવંતોનું ધ્યાન થઈ શકે છે. 'ધમ્મ નિત્યયરે શબ્દમાં ધર્મતીર્થ પ્રવર્તાવનાર સમવસરણમાં બિરાજમાન અરિહંત પરમાત્માનું ધ્યાન થઈ શકે છે. "જિને' અને 'અરિહંતે' શબ્દ દ્વારા તીર્થંકર ભગવાનના વિવિધ ગુણોનું ધ્યાન થઈ શકે છે. 'ધમ્મ નિત્શયરે શબ્દ દ્વારા ગણધરોને દીક્ષા અને ત્રિપદી આપનાર એવા અનુક્રમે આચાર્ય અને ઉપાધ્યાયના પદોનું પણ સ્મરણ થઈ શકે છે. કેવલી' શબ્દ દ્વારા સાધુના પદનું સ્મરણ થઈ શકે
છે.
પ્રબુદ્ધ જીવન
લોગસ્સની પહેલી ગાથાના આ શબ્દોને બીજી એક રીતે ઘટાવવામાં આવે છે. આ ગાથામાં પંચ પરમેષ્ઠિનું સ્વરૂપ ગૂંથી લેવામાં આવ્યું છે. કારણ કે તીર્થંકર પરમાત્માના જીવનમાં પાંચે પરમેષ્ઠિનાં પદ સુનિહિત હોય છે.
(૧) તેઓ જયારે સમવસરણમાં બિરાજમાન થઈ ધર્મતીર્થ પ્રવર્તાવે છે ત્યારે 'અરિહંત' સ્વરૂપે હોય છે.
(૨) તેઓ નિર્વાણ પામે છે ત્યાર પછી સિદ્ધ સ્વરૂપે હોય છે. (૩) તેઓ જયારે ગણધરોને દીક્ષા આપે છે ત્યારે આચાર્ય'ના પદે હોય છે.
૧૯
'પાયસમા ઉસાસા' એટલે કે જેટલાં પદ એટલા શ્વાસોચ્છવાસ એ પ્રમાણે લોગસ્સનો કાઉસગ્ગ 'ચંસુ નિમ્મલયરા' પદ સુધી કરવાનો ક્યો છે. કોઈને પ્રશ્ન થાય કે આમ અપૂર્ણ લોગસ્સનો કાઉસગ્ગ કરવાનું કેમ વિધાન હશે ? પરંતુ આ કાઉસગ્ગમાં સૂત્રના સંપૂર્ણ ઉચ્ચારણ કરતાં સૂત્રનાં પદો સાથે શરીરમાં ચાલતી શ્વાસોચ્છવાસની ક્રિયા મહત્ત્વની છે. એટલે 'ચંદેસુ નિમ્મલયરા' સુધીનાં પચ્ચીસ પદ પ્રમાણે એક લોગસ્સના કાઉસગ્ગમાં પચ્ચીસ વાર શ્વોસોચ્છવાસની પ્રક્રિયા કરવાની હોય છે, કારણ કે લોગસ્સનો આ પ્રકારનો કાઉસગ્ગ યોગપ્રક્રિયા સાથે જોડાયેલો છે. એથી શ્વાસોચ્છવાસની ગતિ નિયમબદ્ધ બને છે. ચિત્ત કાઉસગ્ગમાં વધુ કેન્દ્રિત બને છે. લોગસ્સના શબ્દો અને વર્ણો પ્રાણવાયુ સાથે એકરૂપ થઈ જાય છે. એવી રીતે વ્યવસ્થિત, પદ્ધતિસર, ઉતાવળ વિના પૂરી સ્વસ્થતાથી કાઉસગ્ગ કરનાર આરાધક પદો સાથે એક પ્રકારનો લય અનુભવે છે. મંત્રશાસ્ત્રમાં એને 'લયયોગ' કહેવામાં આવે છે. લયયોગ સહિતના ધ્યાનવાળો કાઉસગ્ગ કર્મક્ષય વગેરેમાં વિશેષ ફળ આપનારો છે એમ શાસ્ત્રકારો કહે છે. હવે પ્રશ્ન એ થાય છે કે 'પાયસમા સાસા' અર્થાત્ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાઉસગ્ગ ' ચંદેસુ નિમ્મલયરા' સુધી શા માટે ? 'સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ' એ છેલ્લા પદ સુધી ન કરી શકાય ? ૨૫ પદને બદલે ૨૮ પદ સુધીનો સંપૂર્ણ લોગસ્સનો એવો કાઉસગ્ગ ન કરી શકાય ? આ પ્રશ્નનો જવાબ એ છે કે આ યોગપ્રક્રિયાની સૂક્ષ્મ બાબત છે અને યોગવિદ્યામાં પ્રવીણ, લબ્ધિ સિદ્ધિના જાણકાર અને મંત્રશાસ્ત્રના મર્મજ્ઞ એવા ગણધર ભગવંતોએ અને તે સમયના પૂર્વાચાર્યોએ પોતાની સૂક્ષ્મ યોગાનુભૂતિને આધારે આ પદસંખ્યા નક્કી કરી હશે. આપણને જે પ્રશ્ન થાય છે તેનો વિચાર તેઓએ અવશ્ય કર્યો જ હશે.
(૫) તેઓ જ્યારે ગૃહસ્થ જીવનનો ત્યાગ કરી સ્વયંદીક્ષિત થાય છે ત્યારે સાધુના પદે હોય છે.
આમ, લોગસ્સ સૂત્રના કાઉસગ્ગમાં તીર્થંકરોના જીવનના પ્રસંગો દ્વારા પંચ પરમેષ્ઠિનું ધ્યાન પણ ધરી શકાય છે.
લોગસ્સની પહેલી ગાથામાં તીર્થંકરો માટે પ્રયોજાયેલા શબ્દોને ભિન્ન ભિન્ન રીતે ઘટાવવામાં આવે છે. અરિહંત પરમાત્માના બાર ગુણ છે. તેમાં અષ્ટ પ્રાતિહાર્યના આઠ ગુણ તે દેવકૃત હોય છે. બાકીના ચાર ગુણ તે હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રમાં સમજાવ્યું છે તે પ્રમાણે ચાર અતિશય છે: (૧) જ્ઞાનાતિશય (૨) વચનાતિશય (૩) પૂજાતિશય અને (૪) અપાયાપગમાતિશય આ ચાર આત્મભૂત લક્ષણો લોગસ્સની ગાથાના શબ્દોમાં નીચે પ્રમાણે જોઈ શકાય છે :
(૧) લોગસ્સ ઉજ્જોઅગર - કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને જેઓ લોકના સંપૂર્ણ સ્વરૂપને પ્રકાશનારા છે.- જ્ઞાનાતિશય (૨) ધમ્મતિત્શયર - ધર્મતીર્થ પ્રવર્તાવનાર સમવસરણમાં સર્વભાષામાં પરિણમે એવી વાણી દ્વારા દેશના આપનાર-વચનાતિશય. (૩) જિન (તથા અરિહંત)- ચાર ઘાતી કર્મોનો નાશ કરનાર- અપાયાપગમાતિશય (૪) અરિહંત પૂજાતિશય
(૪) તેઓ જયારે ગણધરોને 'ત્રિપદી' આપે છે ત્યારે 'ઉપાધ્યાય શ્વાસોચ્છવાસવાળો કાઉસગ્ગ ચક્રોમાં અનુક્રમે ધ્યાનને કેન્દ્રિત કરતાં ના પદે હોય છે.
કરતાં 'વંદેસુ નિમ્મલયરા' પદ વખતે સહસ્ત્રાર ચક્રને સ્પર્શ થઈ જાય છે માટે ત્યાંજ અટકી જવાનું હશે એવું પણ એક અનુમાન થાય છે. ચોવીસ તીર્થંકરના ચોવીસ શ્વાસોચ્છવાસ અને ચતુર્વિધ સંઘસ્વરૂપ તીર્થંકરને માટે પૂર્ણાહુતિરૂપ કળશનો એક શ્વાસોચ્છવાસ એ રીતે ૨૫ શ્વાસોચ્છવાસ એવું પણ અનુમાન કરાય છે. કેટલાક કાઉસગ્ગ સાગરવર ગંભીરા સુધી ૨૭ શ્વાસોચ્છવાસ પ્રમાણ કરવાનું વિધાન છે. તેમાં ચંદેસ નિમ્મલયા - એ ચંદ્ર નાડી માટે છે, આઈએંસુ અહમં પયાસરા - એ આદિત્ય એટલે કે સૂર્ય નાડી માટે છે અને સાગરવર-ગંભીરા એ સુષુમ્યા નાડીના ઉદઘાટન માટે છે એવું પણ અનુમાન કરાય છે. અલબત્ત અનુમાનો છે. કાઉસગ્ગની અનુભૂતિ ઘણી સૂક્ષ્મ, ગહન અને રહસ્યમય છે. એનો સંપૂર્ણ પાર પામી શકવાનું દુષ્કર છે.
આ
લોગસ્સનો કાઉસગ્ગ શ્વાસોચ્છવાસ પ્રમાણે જે કરવાનો હોય છે તેમાં સાથે ધ્યાન પણ સંકળાયેલું હોય છે. પરંતુ જે પૂર્ણ લોગસ્સનો કાઉસગ્ગ કરવાનો હોય છે તેમાં મંત્રજાપ હોય છે, નામ- સ્તવના હોય છે. નામ-સ્તવનાનું મહત્ત્વ પણ ઓછું નથી. એટલા માટે લોગસ્સના કાઉસગ્ગ પછી તરત હંમેશાં પ્રગટ લોગસ્સ બોલવાનો હોય છે અને તે સંપૂર્ણ લોગસ્સ જ હોય છે.
(૧
કાઉસગ્ગમાં ક્યારેક સંપૂર્ણ લોગસ્સ બોલવાનો હોય છે. અને ક્યારેક 'ચંદેસુ નિમ્મલયા' સુધી બોલવાનો હોય છે. (કેટલીક ક્રિયામાં સાગરવર ગંભીરા સુધી બોલવાનો હોય છે) ' ચંસુ નિમ્મલયા' સુધી બોલવાના લેાગસ્સમાં યોગપ્રક્રિયા જોડાયેલી છે. એ લોગસ્સનાં પદોનું ઉચ્ચારણ શ્વાસોશ્વાસ સાથે જોડાયેલું હોવું જોઈએ. પૂર્વાચાર્યોએ’લોગસ્સનો
લોગસ્સના કાઉસગ્ગના વિષયમાં જેમ પ્રયોજન મોટું તેમ મોટો હોય છે. દુ:સ્વપ્ન તથા દુ:ખક્ષય કે કર્મક્ષય માટે પ્રતિક્રમણમાં કરાતો કાઉસગ્ગ ચાર લોગસ્સનો હોય છે. ચાતુર્માસિક કે સાંવત્સરિક પ્રતિક્રમણમાં ૧૨, ૨૦ અને ૪૦ કાઉસગ્ગ હોય છે. (ફિરકાભેદે આ સંખ્યામાં થોડો ફેર હોય
કાઉસગ્ગ રોજેરોજ પાક્ષિક,