SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૭-૧૯૯૦ કહ્યું છે. એનો આધાર લઈને એવું પ્રગટ ચિંતન કરવામાં આવ્યું છે કે રાજયને, સમાજને જે સદ્ગુણો જોઈએ છે તે બધાં માતા-પિતા, ભાઈભાંડું, સગાંવહાલાં જોડેના સંબંધમાં કેળવાય છે, પોષાય છે. અહીં પણ તર્કસંગતતા જણાતી નથી. એક સરખા સંસ્કારજન્ય વાતાવરણમાં ઉછેર પામનાર બે વ્યક્તિઓમાંથી એક વ્યક્તિ સંત થાય અને બીજી વ્યક્તિ સ્થાપિત સમાજવ્યવસ્થાથી વિરુદ્ધ વર્તે એવું બને છે. એરિસ્ટોટલનો આધાર લઈને કરવામાં આવેલ અર્થઘટનમાં પૂર્વજન્મના સંસ્કારને અને અન્ય મુદ્દાઓનું વિસ્મરણ થયું છે. પ્રબુદ્ધ જીવન સ્ત્રી-પુરુષની સમાનતાના આ યુગમાં સ્ત્રીઓને હલકી ચીતરવામાં આવી છે એવું બ્રહ્મચર્યની નવ વાડ વિષે વિચારતાં લાગે ખરું. એનો વિચાર કરતાં એમ સમજાય છે કે એ સમયનો સ્ત્રી-સમાજ ખૂબ પરતંત્ર હતો. વિષયોની નિંદા કરવી હોય તો પુરુષની વાસનાની નિંદા ન કરતાં માત્ર સ્ત્રીઓની જ નિંદા કરવામાં આવી છે. તે સમયે બીજા સમાજની અસરથી, જૈન સમાજે પણ એવા કેટલાક નિયમો · ઘડયા હોય એ સંભવ છે. પરિણામે સ્ત્રી અને પુરુષના અધિકારનું સામ્ય તૂટતું જણાય. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે કહેલું છે કે પ્રંઈ એકલી સ્ત્રીઓ જ દુષ્ટ નથી. પુરુષો પણ દુષ્ટ, ક્રૂર, કપટી, વિષયી અને જુલમી છે. સ્ત્રીઓ તો પવિત્ર અને સંત પુરુષોની માતા છે; તીર્થંકરોએ એની કૂખ ઉજાળી છે. સ્ત્રીસમાજની એમની આ તરફદારી પણ એક જમાનાની અસર છે. બ્રહ્મચર્યની સાધનામાં બન્નેને સમાન રીતે અધિકારી ગણવામાં આવ્યા છે. સૂક્ષ્મ રીતે જોતાં સ્ત્રી-જાતિ તરફ નહીં, પરંતુ સ્ત્રી-લેવર તરફ દષ્ટિપરિવર્તનની એમાં મહત્તા છે. કદાચ, પુદ્ગલાસ્તિકાય ઉષાબહેન મહેતા * મનમાં પ્રશ્ન ઊઠે છે કે “હું જીવ, સર્વસત્તાધીશ, અનંત શક્તિવાળા એવો આત્મા, શા માટે - શા માટે અજીવ એવાં પુદ્ગલ દ્રવ્યના નાચે નાચું છું ? શા માટે આ જડપુદ્ગલ અજીવ દ્રવ્ય મારા ઉપર પોતાની સત્તા ચલાવી મને ગમે તે સ્થાને રઝળાવે છે, ભમાવે છે, દુ:ખ દે છે ? શું સંબંધ છે અનંત વીર્યબળવાળા મારા આત્માને અને જડસ્વરૂપ અજીવ દ્રવ્ય એવા પુદ્ગલને ?' આ પુદ્ગલ દ્રવ્ય અજીવ છે, હું જીવ છું, હું ચેતન છું. પુદ્ગલ જડ છે. પુદ્ગલ ક્ષણવિનાશી છે, હું અવિનાશી છું. પગલાદિ દ્રવ્યો અજ્ઞાન છે. હું જ્ઞાનવંત છું. તો પણ વર્તમાનકાળમાં મારાં પર પુદ્ગલનું સંપૂર્ણ સામ્રાજય છે. એણે અનાદિકાળથી મારા આત્માને દબાવ્યો છે, ભ્રષ્ટ કર્યો છે. ૧૩ ફૅશન અને સૌંદર્ય પ્રસાધનના આજના યુગમાં એ વિશેષ જરૂરી પણ હોય. બ્રહ્મચર્યના સાધક પુરુષને સ્ત્રી-જાતિના આર્ષણથી મુક્ત રાખવા સ્ત્રી-લેવર તરફ પ્રબળ ધૃણા થાય એવાં વર્ણનો શાસ્ત્રોમાં છે અને એને સમર્થક સાહિત્ય રચવામાં આવ્યું છે. પરંતુ એ બાબત પર એટલો બધો ભાર મૂકવામાં આવે છે કે એની ઊજળી બાજુ આપણા ધ્યાન પર આવતી નથી. સાધ્વી થયેલાં રાજીમતીએ ગિરનારની ગુફામાં એકાંતમાં પોતાના સૌંદર્યને જોઈ બ્રહ્મચર્યથી ચલિત થતા સાધુ અને પૂર્વાશ્રમના દિયર રથનેમિને બ્રહ્મચર્યમાં સ્થિર થવા જે માર્મિક ઉપદેશ આપ્યો છે તે ઘોતક છે. વિશુદ્ધ બ્રહ્મચર્યને પાલન કરનારી અનેક સ્ત્રીઓમાંથી સોળ સ્ત્રીઓ મહાસતી તરીકે એકેક જૈન ઘરમાં જાણીતી છે અને પ્રાત:કાળે એ મહાસતીઓનાં નામોનો પાઠ પણ કરવામાં આવે છે. કોશા વેશ્યાએ પોતાને ત્યાં આવેલા અને ચંચળ મનના થયેલા શ્રી સ્થૂલિભદ્રના એક ગુરુભાઈને શિખામણ આપી સંયમમાં સ્થિર કર્યા તે ક્થા પડતા પુરુષને એક ભારે ઉપયોગી થાય તેવી અને સ્ત્રીજાતિનું ગૌરવ વધારે તેવી છે. આવી તો અનેક કથાઓ જૈન સાહિત્યમાં નોંધાયેલી છે. એમાં બ્રહ્મચર્યથી ચલિત થતા પુરુષને સ્ત્રી દ્વારા સ્થિર કરાયાના જેવા ઓજસ્વી દાખલાઓ છે તેવાં ઓજસ્વી ઉદાહરણો ચલિત થતી સ્ત્રીને પુરુષ દ્વારા સ્થિર કરાયાના પ્રમાણમાં ઓછાં હોવાનાં, બ્રહ્મચર્યનો બોધ જગતના બધા ધર્મોમાં છે, પરંતુ મહાવ્રત તરીકે એનો ગૌરવભર્યો મહિમા અને એના પરિપાલન માટે ઝીણવટભર્યું પૃથક્કરણશીલ અધ્યયન જેટલું જૈન ધર્મમાં છે તેટલું અન્યત્ર નથી. n જીવને પોતાનાં સ્વરૂપથી ભ્રષ્ટ કરનાર આઠ કર્મ, પાંચ ઈન્દ્રિયો, શરીર, મન, ધન, પરિવાર ઈત્યાદિ સર્વ પદાર્થો પુદ્ગલ છે, જડ છે. તેનું જ સામ્રાજય મારા ઉપર ક્ષણે ક્ષણમાં વ્યાપી ગયું છે. તો શું છે આ અજીવ એવું પુદ્ગલ દ્રવ્ય ? આ વિશ્વ છ દ્રવ્યોનો સમૂહ છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને કાળ એ અજીવના પાંચ પ્રકાર છે. છઠ્ઠું દ્રવ્ય છે જીવ. પુદ્ગલાસ્તિકાય સિવાયનાં બધાં દ્રવ્યો અરૂપી છે, જયારે પુદ્ગલ દ્રવ્ય રૂપી છે. ધર્માસ્તિકાય-આ દ્રવ્ય ૧૪ રાજલોકમાં વ્યાપી રહેલ છે. પોતાની મેળે ગતિ કરતા ત્રસ જીવો તથા પુદ્ગલોને ધર્માસ્તિકાયની સહાય છે. 13 * રમાબહેન મહેતા ધર્માસ્તિકાય પોતે અક્રિય હોવાથી જીવને- પુદ્ગલને ચાલવાની પ્રેરણા કરે નહિ, પણ જયારે જીવ તથા પુદ્ગલ જાતે ચાલવાની તૈયારી કરે ત્યારે સહાયક થાય. તે દ્રવ્યથી અખંડ છે. ક્ષેત્રથી લોક્માશ વ્યાપી છે. કાળથી અનાદિ-અનંત છે, ભાવથી વર્ણ, ગંધ, રસ, સ્પર્શરહિત અરૂપી-અચેતન, જડ છે. ગુણથી ગતિ સહાયક છે. અધર્માસ્તિકાય-આ દ્રવ્ય પણ અરૂપી છે. ચૌદ રાજલોકમાં વ્યાપેલ છે. તે દ્રવ્યથી એક છે. ક્ષેત્રથી લોવ્યાપી, કાળથી અનાદિઅનંત, ભાવથી રસ, રૂપ, ગંધ, સ્પર્શરહિત, ગુણથી ગતિપૂર્વક સ્થિર થનાર દ્રવ્યોને સ્થિતિમાં સ્થિર રહેવામાં સહાયક છે. જયારે જયારે જીવ અને પુદ્ગલ સ્થિર થાય ત્યારે અધર્માસ્તિકાયની સહાય હોય છે. આકાશાસ્તિકાય-દ્રવ્યથી એક છે, લોક-અલોક વ્યાપી છે. ધર્મ, અધર્મ, પુદ્ગલ અને જીવ માં રહેલાં છે તે લોકાકાશ. જયાં તેનો અભાવ છે તે અલોકાકાશ. લોકાકાશના પ્રદેશો અસંખ્યાતા છે અને અલોકાકાશનાં પ્રદેશો અનંતા છે. કાળથી તે અનાદિ-અનંત છે. ભાવથી રસ, રૂપ, ગંધ, સ્પર્શે રહિત છે. ગુણથી બીજાં દ્રવ્યોને અવકાશ આપવાના સ્વભાવવાળું છે. પુદ્ગલાસ્તિકાય-પુદ્ગલ એટલે પૂરણ અને ગલન સ્વભાવવાળાં પુરાય અને ગળી જાય તેવાં ધર્મવાળાં પુદ્ગલો. કાળ-તે નવાને જૂનું કરે છે. વર્તના, પરિણામ, ક્રિયા અને પાપરત્વ એ કાળનો સ્વભાવ છે. વર્તના એટલે સર્વ પદાર્થોનુ પ્રતિસમયે પોતાનાં સ્વભાવમાં ઉત્પાદાદિ રૂપે હોવું તે. રૂપ-રૂપાંતર; અને સ્થળ-સ્થળાંતર તેનો સમય તેનું નામ કાળ. પરિણામે બાળ, યુવાન,
SR No.525975
Book TitlePrabuddha Jivan 1990 Year 01 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1990
Total Pages178
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy