SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૭-૧૯૯૦ ગ્લુકોઝનાં ઈન્જેક્શન લેવાની સલાહ આપી, પણ પિતાએ એકથી વધારે ન લીધાં અને ટેમ્પરેચર ઊંચું લાવવા પગના તળિયે સૂંઠ ઘસવા માંડી તેનાથી કંઈક લાભ થયો. હું અને પત્ની અસારવા જ રહ્યાં. એક દિવસ રાત્રે બાર વાગ્યે, હું ત્રીજે માળે સૂઈ ગયો હતો ત્યારે પિતાએ નીચેથી વેદનાભરી બૂમ પાડી, "ચીમન, ચીમન, નીચે આવ, મને ખૂબ દુ:ખે છે." તેમને દૂઝતા હરસનું દર્દ હતું ત્યાં અસહ્ય દુ:ખાવો શરૂ થયો હતો. હું ગામમાં રહેતા એક ડૉક્ટર મિત્રને રાત્રે ઉઠાડી બોલાવી લાવ્યો. તેમણે જોઈને કહ્યું, "ચીમનભાઈ, હરસ પાક્યા છે. અત્યારે કોકરવરણા પાણીમાં બોરિક પાવડર નાખી બેસાડો, સવારે દવા કરીશું.” એમ કરવાથી જરા રાહત થઈ અને પિતાને થોડી ઊંઘ આવી. સવારે હું અસારવાની મ્યુનિસિપલ હૉસ્પિટલમાં વૃદ્ધ ડૉક્ટર ગાંધી હતા અને જેમની સાથે મારે છ વર્ષનો મૈત્રીસંબંધ હતો તેમને બોલાવી લાવ્યો. તેઓ માત્ર અંગ્રેજી પાંચમા ધોરણ સુધી ભણ્યા હતા અને હૉસ્પિટલ આસિસ્ટંટમાંથી અનુભવે ડૉક્ટર બન્યા હતા. તેમણે આવીને જોયું અને કહ્યું, “ચીમનભાઈ, આ હોસ્પિટલનો કેસ છે, ઘેર આની દવા નહિ થઈ શકે." દિવસ ધનતેરસનો હતો અને જયોતિષ દષ્ટિએ પ્રતિકૂળ હતો. પિતા જયોતિષમાં ખૂબ માનતા, છતાં તેઓ હૉસ્પિટલમાં જવા કબૂલ થયા. તેવામાં પિતાના એક જૂના મિત્ર, કોચરબમાં રહેતા દયાલભાઈ પટેલ આવી પહોંચ્યા. તેમણે સલાહ આપી. “જોજો નારણભાઈ, સર્જનને અડવા ન દેતા, ભગંદર થઈ જશે. કોઈ મલમપટ્ટાવાળાને બોલાવો." એટલે પિતાએ મને કહ્યું, “જા, ચીમન, મલમપટ્ટાવાળાને બોલાવી લાવ." મને સંયમ ન રહ્યો અને હું બોલી ઊઠ્યો, “મલમપટ્ટાવાળાને બોલાવવો હોય તો કોઈ બીજાને મોકલો, હું નહિ જાઉં, હૉસ્પિટલમાં જવું હોય તો મને કહો. પિતા તુરત માની ગયા. (પાછળથી અપરમાતાએ મને કહેલું કે પિતાએ વિચાર્યું, "આ છોકરો કોઈ દિવસ મારી સામે બોલતો નથી અને આજે બોલે છે તો ભગવાન તેને બોલાવે છે.”) તેમણે કહ્યું, “સારું જ, સિવિલ હૉસ્પિટલમાં વ્યવસ્થા કરી આવ.” મેં કહ્યું, “કઈ હૉસ્પિટલમાં જવું તે હું નકકી પ્રબુદ્ધ જીવન *** ૭ કરીશ.” પિતા તે પણ માની ગયા. હું સીધો વાડીલાલ સારાભાઈ હૉસ્પિટલમાં ગયો. ત્યાં સર્જન તરીકે ડૉ. દલાલ હતા. તેઓ સંપૂર્ણ સૌજન્યમૂર્તિ હતા (પાછળથી તેમનું કમળાથી મૃત્યુ થયેલું અને તેમનો ફોટોગ્રાફ વર્ષો સુધી મેં વાડીલાલ હૉસ્પિટલમાં જોયેલો.) મને તેમનો પરિચય હતો. કૉલેજના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓની દર વર્ષે દાકતરી પરીક્ષા થતી ત્યારે પ્રિન્સિપાલના મદદનીશ તરીકે હું તેનું સમયપત્રક ગોઠવતો અને ડૉક્ટર દલાલ ડૉક્ટરોની પેનલના પ્રમુખ તરીકે આવતા. તેમણે તુરત એક સ્પેશિયલ રૂમની વ્યવસ્થા કરી અને પિતાને લઈ આવવા કહ્યું. સવારે અગિયાર વાગ્યે પિતાને હૉસ્પિટલમાં દાખલ કર્યા. તે દિવસૐ દલાલનો ઑપરેશન કરવાનો વારો નહોતો પણ તેમણે કહ્યું, "વડીલને શા માટે એક દિવસ વધુ રિબાવા દેવા, અને એ જ દિવસે બપોરે ચાર વાગ્યે સફળ ઑપરેશન કર્યું. આ ધાર્મિક શિક્ષણનું શું કરીશું ? આપણી ધર્મસંસ્કારલક્ષી સંસ્થાઓ - વિદ્યાલયો અને છાત્રાલયોનો એક મોટો કોયડો ધાર્મિક શિક્ષણનો છે. પોતાને ઈષ્ટ ધર્મસંસ્કારનું પોષણ - સંવર્ધન એ સંસ્થાઓનો એક મૂળભૂત ઉદ્દેશ હોય છે, તેથી ધાર્મિક શિક્ષણનો પ્રબંધ કરવો એ એમનું કર્તવ્ય બની રહે છે. પરંતુ પરંપરાગત સાંપ્રદાયિક ધર્મની ઘણીઘણી બાબતોનો આજનાં જ્ઞાનવિજ્ઞાન અને જીવનવ્યવહાર સાથે મેળ બેસાડવું મુશ્કેલ બની ગયું છે. આજની યુવાન પેઢીને એ બાબતો અર્થહીન અને નિરુપયોગી લાગે છે અને એમાં રસ લેવાનું એમને માટે શક્ય બનતું નથી. આ પરિસ્થિતિમાં ધાર્મિક શિક્ષણનો પ્રબંધ કેમ રચવો એની મૂંઝવણ થાય છે. મારો ખ્યાલ છે કે કેટલીક જૈન સંસ્થાઓને પોતાના છાત્રોને કંઈ જાતનું ધાર્મિક શિક્ષણ અને કઈ રીતે આપવું એ વિશે નવેસરથી વિચારવાની જરૂરિયાત પ્રતીત થઈ છે. એમના મંત્રીઓએ ઘણા લોકો પાસે આ અંગે સૂચનો માગ્યાં હતાં. કોબાના શ્રી મહાવીર જૈન 7 અપરમાતા જતો અને ૧૦મા વાગ્યે પાછો હૉસ્પિટલમાં આવી જતો. સાંજે વળી પિતા સાથે સ્પેશિયલ રૂમમાં હું એક્લો રહ્યો. સુવાવડમાં હતાં, પત્ની તેમની સારવારમાં હતાં, નાનો ભાઈ તેર-ચૌદ વર્ષનો પિતાની સંભાળ રાખી શકે એમ ન હતું. દરરોજ સવારે નવ વાગ્યે એલિસબ્રિજમાં ગુજરાત કૉલેજ પાસે શાંતિનિકેતન સોસાયટીમાં મારા મકાને જઈ પાણી ગરમ કરી નાહી એક સ્નેહીને ધેર જમવા એકાદ ક્લાક જમવા જતો. એમ ચાલીસેક દિવસ હું પિતા સાથે હૉસ્પિટલમાં રહ્યો. ઑક્ટોબર વેકેશન પૂરું થયું અને મારે કૉલેજમાં જવાનું થયું ત્યાં સુધીમાં પિતાની સ્થિતિ સુધરી હતી અને હું તેમને થોડા કલાક એક્લા મૂકીને જઈ શકંતો. હરસમાં લોહી પડવાથી તેમને ખૂબ ફિકાશ આવી ગઈ હતી તે માટે તેમને લિવર એકસટ્રેટનાં ઈન્જેક્શન આપવાની જરૂર હતી. પણ ઈન્જેક્શન લેવાની બાબતમાં પિતા બાળક જેવા હતા. અને ઈન્જેક્શન દુ:ખે એ બી નિયો-લેપટેક્ષ નામના લિવરનાં ઈન્જેક્શન લાવવાનું કહ્યું. દરરોજનું લેવા તૈયાર નહોતા. એટલે ડૉક્ટરે મને નસમાં આપવાના એક એમ પિતાને ચાલીસ ઈન્જેક્શન આપ્યાં અને તેના પરિણામે તેમને જે સુધારો થયો તે તેઓ એ વર્ષ પછી પચીસ વર્ષ જીવ્યા ત્યાં સુધી ચાલ્યો અને વર્ષો સુધી સહન કરેલી હરસની પીડામાંથી કાયમને માટે તેઓ છૂટ્યા. પિતાની મારા ઉપરની રીસ પણ ઊતરી ગઈ અને અમે એમના અંત સુધી મિત્રો જેવા બનીને રહ્યા. ] 1 યંત કોઠારી આરાધના કેન્દ્ર પાસે એક જૈન વિદ્યાપીઠની કલ્પના છે, જેમાં પ્રાથમિકથી ઉચ્ચ શિક્ષણ - પીએચ.ડીની કક્ષા સુધીના-ની જોગવાઈ હોય, સાધુઓ માટેના અને ગૃહસ્થો માટેના અભ્યાસક્રમની, આવશ્યક હોય તો, જુદી વ્યવસ્થા હોય. આ અંગેની વિચારણામાં સામેલ થવાનું મારે બન્યું હતું. કોયડો એ હતો કે જૈનધર્મલક્ષી વિદ્યાને બહારના થનારને માટે ભાવિ શું ? અને તો પછી એ જાતના અભ્યાસક્રમ પ્રત્યે વિશાળ સમાજમાં માન્યતા કેવી રીતે પ્રાપ્ત થાય, એ વિદ્યામાં પારંગત વિદ્યાર્થીઓ આકર્ષાય કેવી રીતે ? જો અભ્યાસક્રમો સર્વસામાન્ય રાખવામાં આવે તો એમાં જૈનધર્મલક્ષી શિક્ષણને કેવી રીતે અવકાશ આપવો ? શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર જેવી સંપૂર્ણ શિક્ષણની વ્યવસ્થા વિચારતી સંસ્થાના પ્રશ્નો જુદા હોવાના અને અન્યત્રથી આધુનિક જ્ઞાન-વિજ્ઞાનનું શિક્ષણ મેળવતા છાત્રાલયનિવાસીઓ માટે પૂરક રૂપે ધાર્મિક શિક્ષણની જોગવાઈ કરતી સંસ્થાના પ્રશ્નો જુદા હોવાના. પણ
SR No.525975
Book TitlePrabuddha Jivan 1990 Year 01 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1990
Total Pages178
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy