________________
૧૨ -
પ્રબુદ્ધ જીવન
કે
, ' .
તા. ૧૬-૪-૪૮૯
બંધન તુટે, કારણ કે જે વસ્તુ ત્યાગવામાં આવે છે તે સારી અને અનેકગણી થઈ પાછી આવી મળે છે.
ધ્યાનમાં મનેવગણાના અશુભ પુદગલને ત્યાગવામાં આવે છે. તે શ્રેષ્ઠ મવગણના પુગલે દયાનમાં જ પાછા આવી મળે છે, જે ચિત્તની પ્રસન્નતા લાવનારા હોય છે. ભાષાવણનાં પુદગલને ત્યાગ કરી, મૌન ધારણ કરનારને વચનસિદ્ધિ સાંપડે છે.
આત્માના સ્વરૂપનું જ્ઞાનદાન મળે છે ત્યારે અધ્યાત્મ ક્ષેત્રમાં પ્રવેશ થાય છે. આ ભવમાં આત્મજ્ઞાન પ્રાપ્ત થયું હશે તો ભવોભવ સાથે આવશે જ્યારે દ્રવ્ય, સાધન, સામગ્રીઓ દેહ દુઃખ ઓછાં કરશે. પરંતુ તે સામગ્રી સાથે આવતી નથી. તેથી પરોપકારમાં દ્રવ્યાનુક પાનું સ્થાન જીવનાં વર્તમાનભવનું દુઃખ એછું કરવા પૂરતું જ છે. તીર્થંકર ભગવતે વરસીદાન એક વર્ષ પૂરતું જ કરે છે જ્યારે ભગવંત ભાવાનુંકપાથી પ્રેરાઈને આમજ્ઞાન નિર્વાણ કલ્યાણક સુધી દે છે. જ્ઞાનદાન જ એવું છે જે મેળવીને લેનાર લેનારે મટી જઇ દેનારો-આપ•ારે બને છે. અને લેવાદેવાના -લેણદેણના ઋણનું બંધ છૂટી જઈ મુકત થાય છે. જીવને સાચે સુખી કરે હોય તે આત્મજ્ઞાન આપવું અને આત્મભાન કરાવવું વચનગ દ્વારા બધાયે મતિજ્ઞાની છોને મતિજ્ઞાન મળે છે. મતિજ્ઞાનને વિકાસ થાય છે માટે જ જ્ઞાનદાન-વિદ્યાદાનને શ્રેષ્ઠ કહેલ છે. બોલે એક ને સાંભળે અનેક એવું દ્રવ્યદાનમાં શકય નથી. લાખો લોકોને દાન આપનારને પણ દાન ક્રમથી આપવું પડે છે. અને પિતાનું ઓછું કરીને આપે છે. જ્ઞાનદાન સમકાને હોય છે. વળી આપનારનું ઓછું નથી થતું અને લેનાર આપનારની બરાબરિયે થઈ શકે છે. જેમવચનેષુ કિ દરિદ્રતા નેમ ભાવેષ કિ દરિદ્રતા ? એ પણ એ રાખવું જોઈએ અને વિચારોની, ભાવની ઉદાત્તતા, વ્યાપકતા અને શ્રીમંતાઈ કેળવવામાં પાછું પડવું નહિ. મેક્ષના લક્ષે અથવા ત્યાંગ-વૈરાગ્યના લક્ષે દ્રવ્યાનુકંપા-ભાવનુકંપા કર્મયોગ આદિ કરીએ તે તે દર્શનાચાર છે. એવું લક્ષ ન હોય તે તે લેકચાર છે. બીજાં જીવને કિલામણ-અશાતા પહેચે નહિ એ રીતનું જીવન આપણે જીવવું જોઇએ આપણુ રાગ-દ્વેષમાં રહેલ ચિકાશ, પરહિત ચિંતા અને પરહિત કર્તવ્યપણાથી નિકળી જાય છે. પણ તેમ ન કરતાં આપણને ખૂબ ખૂબ જોઈએ છે અને હોય એમાં લેશમાત્ર પણ ઘટાડો થાય તેવું ઇચ્છતા નથી અને કિંચિત પણ ત્યાગતા નથી તે નકકી સમજી લેવું કે અનંતાનુબંધી કષાયને ઉદય આપણામાં વતે છે અને પહેલાં જ ગુણસ્થાનકે છીએ એવું સમજવું.
કંઈક ને કંઇક બીજાને આપીને સાત-ક્ષેત્ર અને આઠમા અનુકપ દાનમાં ધન-ત્યાગ કરીને જીવીએ છીએ અને જે કાંઇ મળે છે તેમાં સંતોષ માનીએ છીએ. આ સ્થિતિ અપ્રત્યાખ્યાન કષાયને ઉદય અથવા અવિરતિને ઉદય છે. જ્યાં દેશથી (આંશિક) ત્યાગ છે, જે શું ગુણસ્થાનક છે.
જે કાંઇ છે તે સર્વ છોડી દેવા જેવું છે અને દુઃખદાયી છે એમ સમજી પ્રતિજ્ઞા પૂર્વક એ સવું છોડી દેવાની જ વૃત્તિ પ્રકૃતિમાં જે પ્રવર્તે છે તેને પ્રત્યાખ્યાની કવાયને ઉદય વર્તે છે. તે પાંચમા ગુણસ્થાનની અવસ્થા છે જેણે સર્વ ત્યાગી દીધું છે એવી સર્વ ત્યાગીની અવસ્થામાં માત્ર સંજવલના
કષાય ઉદયમાં પ્રવર્તતા હોય છે. તે સર્વવિરતિ અવસ્થા છે. આ' અવસ્થા છઠ્ઠા–સાતમાં ગુણસ્થાનકની છે. ', ' ' '
આવા “ગુરુ' પરમાત્મતત્વનું દાન દે છે તેથી પરમાત્માનાં પ્રતિનિધિ છે એઓ ભગવંત બનાવનાર હોવાથી ભગવંતતુલ્ય છે. એમની પ્રત્યે ગુરુભાવ કરીએ તે ભવસાગર તરી જઈએ જ્યારે શરીર આશ્રિત દાન દેનારમાં દેહભાવ હોવાથી દેવતુલ્ય છે.
દેડથી અને મતાથી મટી આત્માથી બનવાનું છે. જ્ઞાનદાન લેવાનું છે ને અભયદાન આપવાનું છે.
અત્યાર સુધી દેહને “હું” માનતા હતા અને દેહના ભાગ સુખની સાધન સામગ્રી માટે દેડો હતો અને આ ગુરુદેવ અમને મળ્યાં, આપે જ્ઞાનદાન દીધા. અમારી દેટ ખેતી છે તે સમજાયું તે માટેની દેટ અટકાવી આપે આત્માને ઓળખાવ્યા. આપનાં ઉપદેશે આત્માને હુ” માનતે થયો. અવળી દેટ અટકીને સવળી દેટ શરૂ થઈ, તેથી જ દાન દેતા ભાવ એ જોઈએ.
છૂટવું છે માટે છોડું છું.
પરમાત્મા થવું છે માટે પુદગલ છોર્ડ મું, તમે ને હું રવરૂપથી એક છીએ, સાતિય છીએ...
એક છીએ અભેદ છીએ,
તે પછી? તમે તમે શું ? અને હું હું શું? તમે અને હું અમે સહુ-આપણે સહુ
એક જ છીએ ' ' માટે જ...
મારું હું મારાને દઉં છું. લીધું છે તે પાછું વાળું છું . હાલા મારા વ્હાલથી સ્વીકારશે , પ્રેમ મારે પાછા ન વાળશે!
સંકલન : સૂયવદન ઝવેરી શ્રી દીપચંદ ત્રિભોવનદાસ ટ્રસ્ટ ગ્રંથ શ્રેણી
ગ્રંથ પાંચમે જિનતત્ત્વ ભાગ-૩ લેખક : ડો. રમણલાલ ચી. શાહ
(પ્રગટ થઇ ચુકયો છે) મુલ્ય : રૂ ૨૦ - -
-: પ્રકાશક :શ્રી મુંબઈ જેન યુવક સંધ - ૩૮૫, સરદાર વી. પી. માર્ગ,
મુંબઇ-૪૦૦ ૦૦૪. ફેન : ૩૫૦૨૯૬ " નેંધ : સંઘના સર્વે સભ્યોને માટે કિંમત રૂપિયા પંદર
“પ્રબુદ્ધ જીવનને સંયુકત અંક પ્રબુદ્ધ જીવન’ને તા. ૧લી મે અને તા. ૧૬ મી મેને અંક સંયુકત અંક તરીકે તા. ૧૬ મી મે, ૧૯૮૯ ના રોજ પ્રગટ થશે.
પ્રબુદ્ધ જીવન’ને તા. ૧લી મે, ૧૯૮૯ ના રોજ પચાસ વર્ષ પૂરા થાય છે, તેથી ઉપરક્ત સંયુકત અંક સુવર્ણ જયંતી વિશેષાંક તરીકે પ્રસિદ્ધ થશે.
તંત્રી
-
I
'
,
માલિક : શ્રી. મુંબઈ જૈન યુવક સ ધ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર" વી. પી. રેડ, મુંબઈ-૪ * ૦૦૦૪, 2 નં. ૩૫૦૨૯૬ : મુદ્રણસ્થાન: ટ્રેન્ડ પ્રિન્ટર્સ, જગન્નાથ શંકર શેઠ રેડ, ગિરગામ, મુંબઈ - ૪૦૦૦૦૪ -