________________
*
માતા કંકુબા) અને બાળક અજરામર જ્યારે ગોંડલમાં હીરાજીરવામી અને કાનજીસ્વામી પાસે દીક્ષા લેવાની ભાવનાથી આવ્યાં હતાં ત્યારે બાળક અજરામર ઉપાશ્રયેથી કાઈ જુદા જુદા ગૃહસ્થના ઘરે જમવા માટે જતા - આવતો. ત્યારે ગોંડલની વૈષ્ણવ હવેલીના ગોંસાઇજી મહારાજની તેના ઉપર નજર પડી. એ તેજસ્વી આળકને ખેાલાવીને તેની સાથે વાતચીત કરતાં બાળક દીક્ષા લેવાના છે એ વાત જાણીને આશે તેજસ્વી બાળક પેાતાની હવેલીમાં આવીને રહે અને પોતાના ઉત્તરાધિકારી અને એવા વિચાર તેમને થયે. એ માટે તેમણે બાળક પાસે દરખાસ્ત મૂકી જોઇ અને હવેલીમાં રહેવાથી કેવાં સરસ વસ્ત્રાભૂષણ પહેરવા મળશે, કેવુ સરસ ખાવાપીવાનું મળશે અને કેટલી માટી મિલ્કતના વારસ થવાશે તે બતાવ્યું. પરંતુ ખાળક અજરામર તેનાથી જરાપણ લલચાય નહિ. તેને તે। ત્યાગવૈરાગ્યમાં જ પેાતાને રસ છે અને સંયમના માગ' જ પાતે ગ્રહણ કરવા માગે છે તેના ઉપર ભાર મૂકયા. બાહ્યકાળમાં પણ અજરામરની દૃષ્ટિ કેટલી સાચી, સ્વસ્થ અને સ્થિર હતી તે આ પ્રસ ંગ ઉપરથી જોઇ શકાશે.
દીક્ષા પછી અજરામસ્વામીએ પોતાના અભ્યાસ વધારી દીધે. જુદે જુદે સ્થળે કેટલાંક ચાતુર્માસ કર્યાં પછી પૂ. શ્રી હીરાજીસ્વામીને એવી ભાવના થઇ કે ખાદ્યમુનિને વધુ અભ્યાસ કરાવવા માટે સૂરત તરફ વિહાર કરવા, કારણ કે સૂરતમાં ત્યારે • સારા પડિતા હતા. વિ સ. ૧૮૨૬માં પૂ. શ્રી હીરાજીવામી, પૂ. શ્રી કાનજીસ્વામી અને બાળમુનિ પૂ. શ્રી અજરામરસ્વામી ચાતુર્માસ પછી ભરૂચથી સૂરત તરફ વિહાર કરી રહ્યા હતા. તેઓ નમદા નદી ઓળંગવા માટે એના રેતીના પટમાંથી પસાર થઈ રહ્યા હતા. નદી એળ ગીતેએ સામે એક વૃક્ષની છાયામાં થાક ખાવા બેઠા હતા.. એ વખતે સુરત નિવાસી ખરતગચ્છના શ્રીપૂતિ શ્રી ગુલાખચ દુષ્ટ પણ ભરૂચથી સૂરત પાછા ફરી રહ્યા હતા. એમણે રેતીમાં મેટાં પગલાંઓની સાથે નાનાં પગલાં પણ જોયાં. તે સમય લક્ષણવેત્તા હતા. પગલાં જોતાં જ તેમને થયું કે આ કાર્ય તેજસ્વી બાળકનાં પગલાં છે. સામે કિનારે પહોંચી તેમણે હીરાજવામી વગેરેને વૃક્ષ નીચે જોયા એટલે વંદન કરી પૂછ્યું, મહારાજ ! આપ ક્યાંથી પધારે છે. ? કજી બાજુ વિહાર કરવાના છે ?' હીરાજીસ્વામીએ પેાતે લીંબડીથી વિહાર કરીને સૂરત જઇ રહ્યા છે તેની વાત જણાવી વળી બાળ મુનિને સસ્કૃત ભાષાના અભ્યાસ કરાવવાની ભાવના છે એ પણ કહ્યુ. શ્રીપૂન્ય ગુલાબચંદ એ પેાતાના પરિચય આપ્યા અને પગલાં ઉપરથી અને બીજા શરીરલક્ષણ ઉપરથી બાળ મુનિ બહુ વિદ્વાન અને તેજસ્વી થશે તેની આગાહી કરી. વળી કહ્યુ કે તેમને જો વિદ્યાભ્યાસ કરવા હાય તે સૂરતમાં પેાતે વિદ્યાભ્યાસ કરાવશે. એથી હીરાજીસ્વામી અને ખીજા સાધુઓએ પ્રસન્નતા અનુભવી.
પૂજ્યશ્રી ગુલાબચંદજી મૂર્તિ પૂજક ખરતરગચ્છના પતિ હતા. એક સ્થાનકવાસી બાલમુનિને અભ્યાસ કરાવવાના હતા. અન્ય સંપ્રદાયના પાતે હોવા છતાં બાલમુનિને અવશ્ય અભ્યાસ કરાવશે તેવી ખાતરી આપી. સૂરતમાં જ્યારે વિદ્યાભ્યાસ ચાલુ થયા ત્યારે અન્ય સંપ્રદાયના સાધુને વિદ્યાભ્યાસ કરાવવા માટે સમાજમાં ઘેાડા ખળભળાટ પણ મો. પરંતુ તેની ખાસ કઈ અસર થઇ નહિ. ગુલાબચ એ બહુ જ ઉત્સાહથી ખાલમુનિને સસ્કૃત અને પ્રાકૃત ભાષાના અધ્યયન સાથે વ્યાકરણ, કાવ્ય, અલંકાર, ન્યાય, જ્યાતિષ વગેરે બ્રા વિષયાનુ ગહન અધ્યયન કરાવ્યું. વળી સાંખ્ય, વેદાંત વગેરે ષડાનના પણુ અભ્યાસ કરાવ્યા અને ન્યાયાવતાર, સ્યાદ્વાદ
2
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૪-૨૯
રત્નાકર વગેરે ગહન અને કઠિંન ગ્રંથે! પણ ભણાવ્યા. આવા અધ્યયનમાં ઘણાં વર્ષ' લાગે અને એક જ સ્થાનક કે ઉપાશ્રમમાં વધુ ચામાસા કરવાનું યેાગ્ય ન ગણાય એટલે હીરાજીવામીએ સૂરતનાં પરાંઓમાં જુદે જુદે સ્થળે એમ છે Àામાસાં કાં આ રીતે બાલ મુનિ અજરામર સ્વામીને વિદ્યાભ્યાસા કરવામાં સૂરતમાં સતત છ ચે!માસા કરવા પડયાં, પરંતુ એથી એમને સળંગ અભ્યાસ કરવાના ઘણા બધા લાભ થયેા. શ્રીપૂજ્ય મંત્રત ત્ર અને ગુપ્ત વિદ્યાઓના પણ સમથ' જાણકાર હતા. અજરામર સ્વામી અધિકારી પાત્ર છે એવી ખાત્રી થયા પછી તેમણે મંત્રત ંત્ર તથા સૂર્ય પ્રતિ અને ચંદ્રપ્રજ્ઞપ્તિની ગુપ્ત વિદ્યા અને આમ્નાએ પણ્ અજરામર સ્વામીને શીખવાડી.
અજરામર સ્વામીએ આ છ વર્ષ'ના ગાળા દરમિયાન વિદ્યાભ્યાસ કરતાં કરતાં કેટલીયે નોંધે ઉતારી લીધી હતી. વળી તેઓ જ્યારે વિહાર કરવાના હતા ત્યારે શ્રીપૂન્ય ગુલાખચ દજીએ પેાતાના વિશાળ સંગ્રહમાંથી ૩૦૦ જેટલી મહત્ત્વની પેાથીએ પેાતાની સાથે લઈ જવા માટે અજરામરસ્વામીએ આપી હતી.. (આ બધી પોથીએ અને અજરામરસ્વામીના પેાતાના હાથે લખેલી પ્રત લીબડીના જ્ઞાનભડારમાં આજે પણ સચવાયેલી છે.) આમ અજરામરસ્વામીના વિદ્યાભ્યાસ નિમિત્તે સૂરતના મૂર્તિપૂજક સમુદાય અને સ્થાનકવાસી સમુદાય અને ઉદારદિલથી એકબીજાની વધુ નક આવ્યા. એને જ કારણે અજરામરસ્વામીની માત્ર જૈન સંપ્રદાયેા પૂરતી જ નહે, જૈન અને જૈનેતર ધર્માં વચ્ચે પણ વિશાળ અને ઉદાર દ્રષ્ટિ ખીલી હતી. અજરામરરવામીનું વ્યક્તિત્વ એવું પવિત્ર અને ઉદ્દાત્ત હતુ` કે એમની ઉપસ્થિતિમાં સાંપ્રદાયિક સ કુચિતતાની વાત ટકી શકતી નથી.
યુવાન અજરામરસ્વામી ઊંડે। શાસ્ત્રાભ્યાસ કરીને જ્યારે લીબડી પધાર્યા હતા ત્યારે લીંબડીના લેાકાએ તેમના પ્રત્યે ઘણા બધા આદરભાવ દર્શાવ્યે હતા. પરંતુ અજરામરસ્વામીએ કહ્યું કે તે જ્ઞાનમાં હજુ અધૂરા છે અને તેમની ઇચ્છા. માળવામાં વિચરતા પૂ. શ્રી ઢોલતરામજી મહારા પાસે આગમશાસ્ત્રોના અભ્યાસ કરવાની છે. એ માટે કાં તે તેઓ કાઠિયાવાડમાં પધારે અને કાં તે અમારે તેમની પાસે ને અભ્યાસ કરવા જોઇએ. સધે વિચાયુ" કે જો દોલતરામજી મહારાજ ઝાલાવાડમાં પધારે તે લેકાને પણ લાભ મળે. એ માટે ખાસ માજીસ મેકલીને સમગ્ર પરિસ્થિતિ સમજાવી વિનંતી કરવામાં આવી અને પૂ. શ્રી દોલતરામજી મહારાજે એને સ્વીકાર કર્યો. તેઓ પેાતાના શિષ્ય સમુદાય સાથે અમદાવાદ કૃતે લીંબડી પધાર્યાં. ઝાલાવાડમાં તેએ બે વરસ વિચર્યા અને અજરામરસ્વામીએ તેમની પાસે આગમશાસ્ત્રાના ઊંડા અભ્યાસ કર્યાં. તે પાછા ફર્યાં ત્યારે અજરામરસ્વામીએ તેમને પેાતાના ગ્ર ંથસંગ્રહમાંથી કેટલાક ઉત્તમ મૂલ્યવાન પ્રથા દોલતરામજી મહારાજને ભેટ આપ્યા હતા.
અજરામરસ્વામી શાસ્ત્રજ્ઞાતા થયા હતા અને શાસનને ભાર ઉપાડી શકે એવા તેજસ્વી હતા. એ જોઇ સધે વિ. સં. ૧૮૪૫માં લીંબડીમાં મેટુ સમેલન યેા એમને ૩૫ વર્ષ'ની યુવાન વયે આચાય પદે સ્થાપ્યા હતા ત્યારે સોંપ્રદાયમાં જે કપ શિથિલતા હતી તે દુર કરવા એમણે જબરે પુરુષાથ' કર્યાં હતા. મહાસતીજીએના વિદ્યાભ્યાસ માટે પણ તેમણે પ્રાદે કરાવ્યા હતા. તેમના વ્યકિતત્વમાં સરળતા, નમ્રતા, વત્સલતા, મધુરતા, ઉદારતા, ગંભીરતા વગેરે ગુણા એવા વિકસ્યા હતા કે જૈન-જૈનેતર એવા અનેક લાકા તેમના ચાહક બન્યા હતા.
( અનુસંધાન પૃષ્ઠ ૮ ઉપર )