________________
તા. ૧-૧૨-૮૯
પ્રથા જીવન
I
!
ચિત્રકુટમાં નેત્રયજ્ઞ
(vષ્ઠ રથી ચાલુ) પ્રભાવ, સેવાની ભાવના અને નિર્દભ વિનમ્રતાનું દર્શન થાય છે.
નેત્રયજ્ઞ માટે સવારથી સાંજ સુધી આખો દિવસ માઈક ઉપર વિવિધ પ્રકારની સૂચનાઓ મધુર, વિનમ્ર અવાજે અપાયા કરતી હોય છે. એમાં આવડા મોટા વિસ્તારમાં આટલા બધા લે કેમાં પિતાના સ્વજને ક્યાં છે. તેની ભાળ મેળવવા માટે માઈક દ્વારા વ્યવસ્થા કરવામાં આવે છે. થોડા થોડા સમયના અંતરે દરદીઓને, તેમનાં સગાઓને સ્વયં સેવકને અન્ય કર્મચારીઓને જાતે - જાતની સૂચનાઓ સતત અપાતી રહે છે. વિદાય લેતા દદીઓને અપાતી પ્રેમભરી સૂચ એ સાંભળવા જેવી હોય છે.
ચિત્રકુટમાં દર્દીએ પોતાની અનુકુળતા પ્રમાણે તેમના સગાઓ સાથે રોજેરોજ આવતા રહે છે. આ બધા લોકોને નજરે જોઈએ ત્યારે વાત આવે છે કે ભારતમાં આઝાદી મળ્યા પછી આટલે વર્ષે પણ ગરીબી કેટલી બધી રહી છે. માણસ પાસે બસ કે ટ્રેનમાં જવાના પૈસા ન હોય તે ઓપરેશન કરાવવાના પૈસા તે કયાંથી હોય ? આવા ગરીબ લે કે ભગવાનનું નામ લેતા દેતા, “જય સિયારામ'નું રટન કરતાં કરતાં ઓપરેશન કરાવવા આવી પહોંચે છે, નેત્રયજ્ઞનના કેમ્પસમાં રસ્તા ઉપર જયાં જગ્યા મળે ત્યાં અથવા સ્વયંસેવકે દ્વારા અપાતી સૂચનાનુસાર, કશી પણ ફરિયાદ કે અપેક્ષા વિના તેઓ પિતાને ઉતારે શેધી લે છે. કેટલાય લોકોને તે બીજાના હાથની બનાવેલી રસેઇ પણ ખપતી નથી હોતી. એવા કેટલાક લોકે ખુલ્લામાં થોડી ઇટો ગોઠવીને પિતાને જદે ચૂલે પેટાવે છે અને દાળ-રોટી-ચાવલ જેવી સાદી રઇ બનાવીને ખાઈ લે છે. આશ્રમ તરફથી ખાવાની મફત વ્યવસ્થા બધાંને માટે હોય છે, પરંતુ આવા કેટલાક મરજાદી લોકે પિતાની સેઇ પિતાને હાથે બનાવીને ખાય છે. જે દદીએ હોય છે તેઓને તે ભરતી થયા પછી નેત્રયજ્ઞ તરફથી અપાતી રાઈ એટલા દિવસ ખાવાની રહે છે.
ચિત્રકુટમાં નેત્રયજ્ઞની સાથે સાથે દંતયજ્ઞ પણ છેલ્લા કેટલાંક વર્ષોથી જાય છે. રાજકેટના સુપ્રસિદ્ધ દંતવૈદ્ય શ્રી લાભશંકર શુકલ એ માટે વર્ષોથી સેવા આપી રહ્યા છે. તેઓ આયુર્વેદ પદ્ધતિ અને 5 વિઘાથી દાંત પડવાનું કામ કરે છે. તેઓ દદીને “જાલંધર બંધ છે.” બે ત્રણ મિનિટ કરાવે છે, કે જેથી દાંત પાડતી વખતે દદીને લેહી ન નીકળે, સેજે ન આવે અને પીડા ન થાય. એ રીતે દદીને સડેલે કે હાલતે કે દુઃખતે દાંત છે જેકશન આપ્યા વગર પાડી દેવામાં આવે છે.
ઇડા, પિંગલા અને સુષુષ્મણા નાડીના પ્રયોગથી મુખની નામાં વહેતું લેાહી બંધ કરવામાં આવે છે. મસ્તક પર અમુક જગ્યાએ દબાણ આપી વાયુનું હલનચલન નિયંત્રિત કરવામાં આવે છે કે જેથી પીડા ન થાય. ઘેડી મિનિટમાં જ એક પછી એક દીના દાંત પાડવામાં આવે છે. આ એક વિશિષ્ટ વિદ્યા છે અને નજરે જોવાથી તેને કે ખ્યાલ આવી શકે છે. ભારતમાં પણ પ્રાચીન સમયમાં
તબીબી વિજ્ઞાન કેટલું વિકસેલું હતું તેને ખ્યાલ આ દંતયજ્ઞ જેવાથી આવે છે.
ટ્રસ્ટના આ વિશાળ કેમ્પસને ઉત્તાર વિકાસ થશે રહ્યો છે તેમાં કેટલાક વર્ષોથી એકસે પથારીની જનરલ હોસ્પિટલ જાનકીકુંડ ચિકિત્સાલય છે. એમાં ઓપરેશન થિએટર, એકસરે યુનિટ, પેથોલોજી લેબોરેટરી વગેરેની સગવડ કરવામાં આવી છે. આ ચિકિત્સાલય તરફથી આસપાસના ગ્રામ વિસ્તારોમાં જઈને દાકતરે ગરીબ લોકોને નિ:શુલ્ક તબીબી સહાય આપે છે અને જે દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં રહેવાની જરૂર હોય તેમને જાનકીકુની હોસ્પિટલમાં લાવવામાં આવે છે.
જાનકીકુડ ચિકિત્સાલય તરફથી ગ્રામ આરોગ્ય માટે વિવિધ તબીબી યોજનાઓ ચાલુ કરવામાં આવી છે ચિકિત્સાલયમાં સ્ત્રીઓ માટે પ્રસુતિગૃહની વ્યવસ્થા રાખવામાં આવી છે. સંતતિ નિયમન માટેનાં ઓપરેશન પણ અહીં કરી આપવામાં આવે છે. બાળકોને પોલિયો, દિપથેરિયા, ક્ષય, અબડા વગેરે ન થાય તે માટે રસી મૂકી આપવામાં આવે છે. પિલિયે થયે હોય તેવા દર્દીઓને ઓપરેશન કરી આપવામાં આવે છે. તદુપરાંત પ્લાસ્ટિક સર્જરીનું. કામ પણ નિષ્ણાત ડોકટરો દ્વારા હાથ ધરવામાં આવે છે. કેટલાંક બાળકને જન્મથી કે પડી જવાથી , ચહેરા ઉપર કોઈ ખેડ આવી ગઈ હોય તે તે પ્લાસ્ટિક સર્જરી દ્વારા દૂર કરવામાં આવે છે. અને એવા કેટલાય બાળ દર્દીઓની મુખમુદ્રા સારી થઈ ગઈ છે. આ ચિકિત્સાલયને ભારતીય ડેકટરો ઉપરાંત અમેરિકા, ઇંગ્લેન્ડ, જમની વગેરેથી આવતા ડોકટરની સેવાનો લાભ પણ મળે છે. આ ચિત્રકુટના આ આશ્રમાં આયુર્વેદ અને હોમિયોપેથિની ચિકિત્સાની વ્યવસ્થા રાખવામાં આવી છે. અને તે અનુસાર, કે દર્દીઓને તે પ્રકારની સારવાર પણ આપવામાં આવે છે. ડો. બી. કે. જૈન, ડે. બી. કે. અગ્રવાલ વગેરે નિવાસી ડોકટરે અહીં કાયમી ધોરણે દદીઓને સારવાર આપે છે. નેત્રયજ્ઞના કુશળ આજનની પૂર્વતૈયારીમાં પણ આ ડોકટરનું સકિય ગદાન હોય છે.
શ્રી સદ્દગુરુ સેવા સંધ ટ્રસ્ટના આ આશ્રમમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ પણ સારી રીતે ચાલે છે. બાળકે માટે પ્રાથમિક અને માધ્યમિક શાળાનું શિક્ષણ અહીં “વિદ્યાધામ' નામની સંસ્થામાં અપાય છે. લગભગ ૩૦૦ જેટલા બાળકે એમાં અભ્યાસ કરે છે અને તેઓને શાળા તરફથી નિઃશુક બેજન પણ અપાય છે.
ટ્રસ્ટ તરફથી આશ્રમમાં “શ્રી રામ સંસ્કૃત મહાવિદ્યાલય નામની સંસ્કૃત પાઠશાળા પણ ચાલે છે, અવધેશ પ્રતાપસિંગ યુનિવર્સિટીએ એને માન્યતા આપી છે. આ પાઠશાળાના વિદ્યાથીઓ અહીં “શાસ્ત્રીની પરીક્ષા સુધી અભ્યાસ કરી
શકે છે, આ શાળામાં લગભગ ૮૦ જેટલા વિદ્યાર્થી અભ્યાસ * કરે છે અને તેઓને માટે રહેવાની તથા ભજન વગેરેની
વ્યવસ્થા આશ્રમ તરફથી સારી રીતે કરવામાં આવી છે. સંસ્કૃત ભાષાના પ્રેસાહન માટેની આ વ્યવસ્થા ભારતીય : - સરકૃતિની દષ્ટિએ સ્તુત્ય અને અનુમોદનીય છે.